Ek aloukik shakti books and stories free download online pdf in Gujarati

એક અલોકીક શક્તિ.... પંચમહાભૂતો

   સવાર ના ૭:૦૦ વાગ્યા નો સમય છે . આદિત્ય ભટ્ટાચાર્ય ના ઘરમાં નીરજા ના નામ ની બૂમો પડાઈ રહી છે પણ આ વાત થી  અજાણ અને પોતાની દુનિયા માં રહેવાવાળી નીરજા તો ,ઘરમાં કોઈ ને પણ કાઈ કહ્યા વગર હંમેશા ની જેમ સમુદ્ર કિનારે રેતી માં બેઠી બેઠી પોતાની એક સુંદર દુનિયા બનાવી રહી હતી.......

        આજે નીરજા ની 18 મી વર્ષગાંઠ છે અને તે જ્યારે સમજવા શીખી ત્યારથી પોતાનો જન્મદિવસ આ સમુદ્ર કિનારે ઉગતા સુરજ સાથે મનાવતી આવી છે.

         આકાશ માં સુરજ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો હતો.દૂર જ્યાં ધરતી અને આકાશ એક થઈ એક સુંદર ચિત્ર ઊભુ કરી રહ્યા છે ત્યાં ક્ષિતિજ તરફ નજર કરી નીરજા બોલી ઉઠી....

"આ સમુદ્ર કેટલો સુંદર છે , પણ કોણ જાણે છે કે ,એની ઊંડાઈ માં કેટલા બધા ભેદ છુપાયેલા છે!"....

"આ દુનિયા કેટલી સુંદર છે , પણ અહીં રહેનારા લોકોના મન કેટલા કદરૂપા બની ગયા છે"......

"કુદરતે બનાવેલ આ હૃદય કેટલું સુંદર છે પણ આજે એમા માનવતા ,દયા,પ્રેમ જેવું ક્યાં રહ્યું છે!!!! "

         નીરજા હજુ પોતાના વિચારો માં ખોવાયેલી હતી ત્યાં, સમુદ્ર માંથી જોર થી એક મોજું આવ્યું," નીરજા અને તેના સુંદર રેતી ના ઘર ને પોતાના પાણી ના પ્રવાહ થી ભીંજવી ગયું.....ખબર નહીં કેમ મને દર વખતે એવું લાગ્યા કરે છે કે આ પ્રકૃતિ મને બોલાવે છે....પણ આ પ્રશ્નો ના જવાબ હજી સુધી તેને મળ્યા નહોતા".

નીરજા ઉભી થવા જતી હતી ત્યાં પાછળ થી તેના બોડીગાર્ડ શાશ્વત નો અવાજ આવ્યો,

"નીરજા મેમ , તમને લેવા માટે કાર આવી ગઈ છે , સરે તમને અત્યારે જ ઘરે આવવા માટે કહ્યું છે".

        નીરજા બોલવા જતી હતી ત્યાં ફોન માં રિંગ વાગી, નીરજા એ જોયું તો સ્ક્રીન પર ડેડી લખ્યું હતું , પોતાના ચહેરા પર મોટી સ્માઈલ સાથે નીરજા પોતાની કાર તરફ ચાલી નીકળી....તેની પાછળ શાશ્વત પણ ચાલ્યો.

" નીરજા એ ઘરમાં પ્રવેશ કર્યો , ત્યાં અવિનાશ ભટ્ટાચાર્ય એ નીરજા ને વિષ કરતા કહ્યું Happy birthday my princess. આખું ઘર નીરજા ની રાહ જોઈ ને ઉભું હતું. "

        નીરજા ખુશી ખુશી બધા ની બધાઈ ઓ સ્વીકારી અને બધા ને પ્રણામ કરી ઘરમાં રહેલી વિશાળ દુર્ગા માતાની પૂજા અને આરતી કરે છે.ત્યારબાદ નીરજા ના હાથે બધા ને પ્રસાદ વહેંચવામાં આવ્યો .

          નીરજા એ ભટ્ટાચાર્ય પરિવાર નું સૌથી પહેલું સંતાન હતું. અને એક માત્ર દીકરી સ્વરૂપે અવતરેલી લક્ષ્મી હતી.ચાર ભાઈઓ પેકી ત્રણ ભાઈઓ ના ઘરે દીકરા હતા માત્ર અવિનાશ ના ઘરે જ દીકરી હતી . તેના આવવાથી પરિવાર માં ખૂબ જ સમૃદ્ધિ અને ખુશહાલી આવી હતી જેથી નીરજા ખૂબ જ લાડકોડ માં ઉછરી હતી .

"નીરજા માટે આજે ગિફ્ટ માં તેની મનપસંદ કાર અપાઈ રહી હતી જે જોઈ ને નીરજા ખુશીથી  ઉછળી રહી હતી.નીરજા ને ચમચમાતી silver lemborgini ગિફ્ટ માં મળે છે આ એક સરપ્રાઈઝ ગિફ્ટ હતું પણ નીરજા થી કોઈ વાત છુપી ક્યાં  રહેતી હતી." કારણ હતું તેના નાના ભાઈ બહેનો જે જાસૂસ હતા નીરજા ના.....

"નીરજા એ આજે રાતે પોતાના ભાઈ બહેનો સાથે લોન્ગ ડ્રાઇવ પર જવાનો નિર્ણય કરી લીધો હતો પણ નીરજા ક્યાં જાણતી હતી કે આ રાત શું રંગ લઇ ને આવવાની હતી!!"

        હોટેલ માં સાંજ નું ડિનર પૂરું કરી .બધા ઘર તરફ વળ્યા પણ નીરજા અને તેના ભાઈ બહેનો લોન્ગ ડ્રાઇવ પર નીકળી ગયા. ગાડી માં હસી મજાક કરતા બધા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.

         અચાનક સામેથી એક બસ રોંગ સાઈડ માં ધસી આવે છે નીરજા પોતાની ગાડી ને સભાળવાની ઘણી કોશિશ કરે છે પણ તે ગાડી ને  સંભાળી શકતી  નથી અને બંને વાહનો એકબીજા સાથે ટકરાઈ જાય છે. જોર થી ભટકાવાથી વાહનો જમીન થી ઘણી ઊંચે આકાશ માં ઉડે છે અને મોટો અવાજ આવે છે. બંને વાહનો માં બેસેલા લોકો હવા માં આમ તેમ ફેંકાઈ જાય છે.

         ત્યાં અચાનક નીરજા ની કાર નો દરવાજો ખુલી જાય છે .સીટ પર બેસેલો તેનો ભાઈ નીચે પડવાનો જ હતો ત્યાં નીરજા જોર થી ચિલ્લાઈ ઉઠે છે ...નહીં પોતાના હાથ ઊંચો કરી ને પોતાના ભાઈ ને પકડવા જાય છે ત્યાં તેના હાથ માંથી એક શક્તિ રૂપે કિરણો બહાર આવે છે. વાહનો અને એમાં બેસેલા લોકો બધા જ હવા માં સ્થિર થઈ જાય છે. આ બધું એટલું અચાનક બની જાય છે કે નીરજા અને બીજા લોકો કંઈ પણ સમજી શકતા નથી. નીરજા જ્યાં પોતાનો હાથ નીચે કરે છે તો કિરણો ની શક્તિ થી ધીમે ધીમે બધું નીચે આવી જાય છે.

          બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા કે શું થયું , આવી રીતે અચાનક લોકો નો બચાવ કઈ રીતે થયો.માત્ર નીરજા એક જ જાણતી હતી કે આ બચાવ તેના હાથ માંથી નીકળેલી શક્તિ ના કારણે થયો છે. આ શક્તિ માત્ર નીરજા જ જોઈ શકતી હતી. બાકી બધા લોકો માત્ર આને ચમત્કાર જ સમજતા હતા.

"નીરજા અને તેના ભાઈ બહેનો જલ્દી થી ઘરે પહોંચવા ઇચ્છતા હતા. નીરજા પણ અવાચક હતી કે આ શું થયું હતું!! તેની સાથે આવું બનવું શક્ય કiઈ રીતે છે . આ બધું માત્ર કહાનીઓ માં જ શક્ય બને હકીકત માં નહીં .પણ શા માટે આવું થયું !!!!આ પ્રશ્ન નીરજા ને સતાવી રહ્યો હતો ."

       નીરજા નું ઘર આવી ગયું . તેની ગાડી ની હાલત જોઈ બધાને ખ્યાલ આવી ગયો કે કાંઈક અનહોની થઈ છે. બધી વાત નીરજા પોતાના પિતાને જણાવે છે.
         
       આ વાત સાંભળી બધા લોકો ચિંતા માં પડી ગયા . બધા બાળકો  હેમખેમ હતા એ જોઈ ને બધા ને  નિરાંત થાય છે.

"નીરજા ના પિતા અને શાશ્વત બને એક બીજાની સામે જોઈ કાંઈક ઈશારો કરે છે.પણ એમને ખબર નહોતી કે નીરજા તેમને જોઈ રહી હતી. તે સમજી જાય છે કે આ વિશે તેના પિતા અને બોડીગાર્ડ કાંઈક છુપાવી રહ્યા છે. "

       અવિનાશ આજે નિરજા નો અઢાર માં વર્ષ માં પ્રવેશ અને આ ઘટના એ કોઈ સંજોગ નહોતો એ નિયતિ એ લખેલા લેખ છે. શાશ્વતે થોડા ચિંતા ના સ્વર થી કહ્યું, આ વાત તું જાણે જ છે. નીરજા કોણ છે!! તે તું અને હું જાણીએ જ છીએ અને તેનો જન્મ શા માટે થયો છે ,એ પણ તું જાણે જ છે.અહીંયા વાત નીરજા ની નથી .તે માટે તું અને હું છીએ પણ આ ઉપરાંત બીજા ચાર સ્તભો નું પણ આપણે ધ્યાન રાખવાનું છે. એ ચાર ને પણ આજે જ પોતાની શક્તિઓ નો અહેસાસ થયો હશે ......

        નીરજા ની આ શક્તિ નું જાગૃત થવા નો અર્થ છે કેજે હજારો વર્ષો થી પેટાળ માં દફન હતો , તે પણ પાછો આવી ગયો છે, પોતાની સેના સાથે .આપણે હવે વધુ સતર્કઃ બની જવું જોઈએ. આ પાંચ સ્તંભોનું રક્ષણ કરવુ  એ આપણી ફરજો છે.

"ઘરના પાછળ ના ગાર્ડન એરિયા માં અવિનાશ અને શાશ્વત વાત કરી રહ્યા હતા .નીરજા ચોરી થી છુપાઈ ને તે વાતો સાંભળી લે છે.આ વાતો સાંભળી ઘડીભર માટે તેનું મગજ ચકરાઈ જાય છે કોણ છે, આ શાશ્વત !! તે ડેડી ને તુંકારે કઈ રીતે બોલાવી રહ્યો છે? આ ચાર સ્તંભો શું છે?"

            નીરજા ત્યાંથી પોતાના રૂમ માં આવે છે. એ પોતાની શક્તિ ઓ ને જાણવા મથે છે.નીરજા પોતાના બને હાથો વડે ટેબલ પર પડેલા વાઝ ને ઊચો કરે છે અને જોતજોતામાં એ વાઝ હવામાં લટકવા લાગે છે. આ શક્તિ નો અહેસાસ થવાથી નીરજા જાણેકે પોતાના માં કંઈક બદલાવ મેહસૂસ કરે છે, નીરજા હાથ નીચે કરે છે  તો વાઝ પણ નીચે આવી ગયો.

"સવાર થવા આવી છે નીરજા આખી રાત ઊંઘી શકી નહોતી ".તે વિચારતી રહી કે કોણ છે બીજા ચાર લોકો? ?શુ તેમની પાસે પણ આવી શક્તિઓ છે?અને આ સ્તંભો શુ છે??

       બીજા ચાર વ્યક્તિ ઓ ને કેવી રીતે શોધવા તે વિચારો માં નીરજા રૂમ માંથી બહાર આવી તો ત્યાં તેના કાકા ન્યુઝ પેપર માં કાલ ની  ઘટના વિશે વાંચી રહ્યા હતા.તે નીરજા ને આ બતાવે છે કે તેમના એક્સિડન્ટ નો ઉલ્લેખ પેપર માં પણ આવ્યો છે.

        આ વાત સાંભળી અચાનક નીરજા ના મનમાં ચમકારો થયો તેને બીજા ચાર લોકો ને શોધવાનો રસ્તો મળી ગયો. તે દોડી ને પોતાના રૂમમાં ભાગી જલ્દીથી લેપટોપ ખોલ્યું અને એને ગૂગલ માં સર્ચ કર્યું કે આવી જાદુઈ અને અનોખી ઘટના ક્યાં ક્યાં સ્થળે ઘટી છે ,તેની માહિતી જરૂર મળી જશે....અને નીરજા સાચી પણ પડી આવી ઘટનાઓ બીજી ચાર જગ્યાએ ઘટી હતી જે નીચે મુજબ હતી.

૧)હૈદરાબાદ માં ફેકટરી માં અચાનક આગ લાગવાથી અંદર કેટલાય લોકો ફસાયા હતા પણ એક યુવાને લોકો ને બચાવ્યા. તે યુવાન ને કોઈ પણ ઇજા થઇ નથી......

૨) ગુજરાતના ગાંધીધામ વિસ્તાર માં  ખૂબ ઝોર થી વાવાઝોડું ફૂંકાયું પણ એક યુવાન એ વાવાઝોડા ને ચીરી ને લોકો ના જીવ બચાવ્યા.....

૩)કોલકાતા માં બે ભાઈ બહેન એ અચાનક થી ધસી ગયેલી જમીન થી લોકો ને નદી ના પ્રવાહ માં પડતા કુદરતી રીતે બચાવ્યા...

         નીરજા જાણી ગઈ કે આ બધું શુ છે અચાનક થી આવી ઘટનાઓ કેવી રીતે બની તે આ લોકો વિશે જાણવા વધુ સર્ચ કરે છે તેને બધી માહિતી મળે છે એ ચાર લોકો વિશે અને તે તેમનો કોન્ટેક્ટ કરે છે. અને તેઓ નીરજા ના શહેર કાશી માં એક બીજા ને મળવાનું નક્કી કરે છે .
    
     
  "  નીરજા અને પેલા ચાર શક્તિશાળી લોકો નક્કી કર્યા મુજબ કાશી ના પ્રખ્યાત અને સોથી પ્રાચીન શિવ મંદિર પાસે ભેગા થાય છે."

       "નીરજા,  ધર્મ, સંસ્કાર, ધરા  અને  ગ્રંથ "આ પાંચેય લોકો એક સાથે મળે છે.તેઓ એકબીજા ની સામે આવતા જ તેમની શક્તિઓ વધુ શક્તિવાન બને છે. અને તેઓ ના શરીર ચમકી ઉઠે છે.તે બધા આશ્ચર્ય ચકિત થાય છે....આ ઉર્જા તેમના શરીર માથી નીકળતા એક સંકેત સ્વરૂપે અવકાશ માં એક આકૃતિ સર્જાય છે.
   

      આ બાજુ આ વાતો થી અજાણ શાશ્વત અને અવિનાશ બને બ્રહ્માંડ પર આવનારા સંકટ વિશે  વિચારી રહ્યા હતા,  ત્યાં તેમના પાસે રહેલી છડી ગોળ ગોળ ફરવા માંડે છે. અને પ્રકાશિત થવા માંડે છે.જે પેલી આકૃતિ રચાઈ એ છડી ને સંકેત પહોંચાડે છે .

    બને સમજી ગયા કે પાંચ શક્તિ ઓ એક બીજા ને મળી ચુકી છે .તેઓ નીરજા ના રૂમ તરફ ભાગ્યા પણ નીરજા ત્યાં ના હતી લેપટોપ ખુલ્લું હતું અને તેમાં નીરજા એ સર્ચ કરેલી ઘટના ઓ હતી. આ કેવી રીતે બન્યું એ  સમજતા તેમને વાર ના  લાગી.

    શાશ્વત હવે પોતાના મૂળ રૂપ માં આવી જાય છે . એ રૂપ છે  એક રક્ષક નું . સફેદ વસ્ત્રો , હાથ માં ચમકતી છડી અને તેન આ ઉપર એક સફેદ રત્ન જે શક્તિઓ ના મિલન નું પ્રતીક હતી . શાશ્વત આંખો બન્ધ કરી પોતાની દિવ્ય શક્તિઓ થી જાણી ગયા કે આ પાંચ શક્તિઓ ક્યાં હતી .ક્ષણભર માં અવિનાશ અને શાશ્વત બને ત્યાં પહોંચી જાય છે .

     કાશી ના શિવ મંદિર માં આ બધા લોકો પોતપોતાની સાથે ઘટેલી ઘટનાઓ પર ચર્ચા કરી રહ્યા હતા.કે આવું શા માટે થઈ રહ્યું છે. ત્યાં તેમની સમક્ષ દિવ્ય પ્રકાશ ઉતપન્ન થયો અને જોતજોતામાં શાશ્વત અને અવિનાશ તે પ્રકાશ માંથી બહાર આવ્યા.

    પોતાના બોડીગાર્ડ શાશ્વત નું આવું રૂપ જોઈ નીરજા એક મિનિટ માટે અવાચક બની જાય છે.તે પૂછી લે છે કોણ છો તમે  ??અને તમે આવા વસ્ત્રો કેમ પહેર્યા છે ?
  
     ડેડી અમે કોણ છીએ? અમારી પાસે આવી શક્તિઓ ક્યાંથી આવી ડેડી ? આ મારો બોડીગાર્ડ હતો એ કોણ છે ??

   નીરજા ના સવાલો હજુ ચાલુ હતા ,ત્યાં વારાફરતી ચાર વખત પ્રકાશ ઉત્તપન્ન થાય છે અને શાશ્વત જેવા બીજા ચાર
શ્વેત વસ્ત્રોધારી લોકો ત્યાં પહોંચી જાય છે .
      
       તે શાશ્વત ને નતમસ્તક થઈ  ઘૂંટણ પર બેસી પ્રણામ કરે છે અને એક સાથે બોલી ઉઠે છે ગુરુજી ચારેય દિશા ઓ માં સંકટ ના એંધાણ દેખાઈ રહ્યા છે.

ગુરુજી , .........નીરજા થી બોલી જવાયું

          હા ગુરુજી , અવિનાશ બોલે છે.

     ચાલો બધા ,ગુરુજી ના આદેશ થતા બધા જ પ્રકાશ માં ગાયબ થઈ જાય છે.

     તેઓ જ્યાં આંખો ખોલે છે તો તેઓ એક વિશાળ શીલા પર ઉભા હતા જ્યાંથી સમગ્ર પૃથ્વી અને બીજા બધા ગ્રહોને જોઈ શકાતા હતા. આજુ બાજુ માં માત્ર અવકાશ હતું ,જેમાં અનેક શીલા લેખો પરિભ્રમણ કરી રહ્યા હતા.એનો અર્થ હતો કે તેઓ બ્રહ્માંડ માં હતા.

    ધર્મ , નીરજા , સંસ્કાર , ગ્રંથ , ધરા , તમે આ બ્રહ્માંડ ની પંચમહાભૂત શક્તિઓ છો .તમારી રચના આ બ્રહ્માંડ નું રક્ષણ કરવા માટે કરવામાં આવી છે .એક સંકટ બ્રહ્માંડ પર આવી રહ્યું છે ,એ આવનારા સંકટ થી તમારે બ્રહ્માંડ  ને બચાવાનું  છે.તમારો જન્મ એક સાથે ,એક સમયે અને એક હેતુ માટે થયો છે. તમે પાંચ શરીર અને પાંચ શક્તિ ઓ છો પણ જ્યારે તમારું મિલન થાય છે ત્યારે બને છે" પંચમહાભૂત ".

    પંચમહાભૂત???? પાંચેય એકસાથે બોલી પડ્યા ....

ગુરુજી બોલ્યા "હા પંચમહાભૂત શક્તિઓ અગ્નિ, વાયુ, જળ, આકાશ અને ધરતી ...આ પાંચ શક્તિઓ છો ."

જેનાથી માનવ શરીર ની રચના થાય છે.જો તમને હરાવી લેવા માં આવે તો સમગ્ર બ્રહ્માંડ પર કાળી શક્તિ પોતાનું આધિપત્ય જમાવી શકે છે.

ગુરુજી એક એક શક્તિ પાસે થી પસાર થતા ગયા અને તેમને પોતાની શક્તિઓ થી જાગૃત કરતા બોલ્યા.

નીરજા - તમે આકાશ સ્તંભ  છો. જે કોઈ પણ વસ્તુ ઓને ઉડાડી શકે છે.પોતે સ્વયં પણ હવા માં સ્થિર રહી શકે છે.

ધર્મ ,ધરા - તમે સગા ભાઈ બહેન છો , એક જળ સ્તંભ છે જે પાણી માં ગાયબ થઈ શકે છે અને બીજો જે ધરતી સ્તંભ જે ભવિષ્ય માં ઘટવાની ઘટના ઓ જોઈ શકે છે.

ગ્રંથ- તમે  અગ્નિ  સ્તંભ છે. જેને અગ્નિ ભસ્મ કરી શકતી નથી.

સંસ્કાર - તમે વાયુ સ્તંભ છો જે વાયુ વેગે દોડી શકે છે.

"તમે આ પંચમહાભૂત શક્તિ ઓ થી ભરપૂર છો. તમે આ
કળિયુગ ના ધર્મરક્ષક છો. તમે આવનારા સંકટથી આ સમગ્ર બ્રહ્માંડ ને બચાવ જન્મ્યા છો.

     ધર્મ ,ગુરુજી ને વચ્ચે અટકાવતા બોલ્યો , પણ અમે જ શા માટે !!!આ શક્તિ ઓ ની જરૂર શુ કામ પડી અને જો આ શક્તિ ઓ અમારી અંદર હતી તો અત્યાર સુધી અમને કેમ ખબર નહોતી. એવુ કયું સંકટ છે જે બ્રહ્માંડ ને મુશ્કેલી માં મુકશે ગુરુજી .

"ગુરુ શાશ્વત મ ધર્મ મેં જવાબ આપતા બોલ્યા"

ગુરુજી : એનું કારણ હતું અત્યાર સુધી તમે આ શક્તિઓ ની સાચી સમજ નહોતી.જ્યારે તમે તમારા જીવન ના 17 વર્ષ પુરા કર્યા એટલે હવે આ શક્તિ તમારા માં આપોઆપ પ્રકાશિત થઈ .

રહી વાત તમે જ કેમ તો એ નિયતિ છે.નિયતિ કોઈ બદલી શકતું નથી. તમારે આ શક્તિ ઓ નો ઉપયોગ માનવજાતિ ના રક્ષણ માટે કરવાનો છે.

"તમે પંચમહાભૂત શક્તિઓ ના મિલન થી બનતા આ શરીર ના મુળ તત્વો છો.તમારા પર વિજય એટલે સમગ્ર બ્રહ્માંડ ના તત્વો પર વિજય."

       ગુરુજી બધા ને સમજાવી રહ્યા હતા ત્યાં દૂર દક્ષિણ માં એક મોટો ધડાકો થયો . પ્રચંડ અગ્નિ અને ધુમાડો ફેલાઈ ગયો.એ અગ્નિ ને ચીરતી એક વિશાળ સેના આવી રહી હતી. સેનાનાયક ના હાથ માં  એક શસ્ત્ર હતું શસ્ત્ર ની ટોચ પર હીરા જેવું રત્ન હતું જે સતત ચમકતું હતું.

      આ બધું ગુરુજી એ અમને તેમની દિવ્ય દ્રષ્ટિ થી બતાવ્યું. આ જોઈ ને અમે પાંચેય અજડ બની ગયા હતા. અમને કાપીએ તો લોહી ના નીકળે તેવી પરિસ્થિતિ માં હતા. અમે જે વસ્તુઓ વિશે પ્રાચીન કાળ ના પુસ્તકો માં વાંચ્યું હતું અને જે 21મી સદી ના ફિલ્મો માં જોયું હતું તે આજે હકીકત બની ને અમારી સમક્ષ હતું.
   
   સંસ્કાર બોલી ઉઠ્યો : પણ કોણ છે બ્રહ્માંડ નો દુશ્મન ને શા માટે તે બ્રહ્માંડ નો વિનાશ ઈચ્છે છે ???? બાકીની ચાર શક્તિ એ તેમાં સાથ પુરાવ્યો. હા ...હા...ગુરુજી કોણ છે તે?

    એ છે શહસ્ત્ર ધ્વજ જે ઈર્ષ્યા નો દેવ છે જે માનવ માત્ર પર ,પ્રાણીઓ પર, સમગ્ર પૃથ્વી અને બાકી ના ગ્રહો પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા ઈચ્છે છે.તે સમગ્ર બ્રહ્માંડ પર રાજ કરવા ઈચ્છે છે . લોકો તેને ઈશ્વર ગણી તેની પૂજા કરે તેવું ઈચ્છે છે. એ તમને હરાવી સંપૂર્ણ બ્રહ્માંડ માં પોતાનું આધિપત્ય સ્થાપવા ઈચ્છે છે.

    આજ થી હજારો વર્ષો પહેલા તમે હતા ને અત્યારે પણ છો અને હમેશા તમે શક્તિ રૂપે રહેશો પણ શહસ્ત્ર ધ્વજ થી આ બ્રહ્માંડ ને બચાવા માટે તમારું સર્જન માનવ રૂપે બ્રહ્મદેવે કર્યું છે.

   ધરા જે ધરતી સ્તંભ છે તે બોલી પણ ગુરુજી અમને અમારી શક્તિ ઓ વિશે કોઈ જ્ઞાન નથી અને આના પહેલા ક્યારેય અમે કોઈ શક્તિ નો ઉપયોગ નથી કર્યો તો કેવી રીતે શક્ય બનશે .અમે પાંચ કેવી રીતે બ્રહ્માંડ ને બચાવીશું!!!

        ગુરુ જી એ બધા જ લોકો ને અંતર્ધ્યાન કર્યા  એ બધા એક વિશાળ ગુફા માં આવ્યા. ગુફા માં ચારે બાજુ માત્ર અંધારા નું જ વર્ચસ્વ હતું. ગુફા ઉપર થી ખુલ્લી હતી જેથી ચન્દ્ર નો થોડો પ્રકાશ અંદર આવી રહ્યો હતો.

     ગુરુજી એ પોતાની પાસે રહેલી છડી ને હાથ માંથી છૂટી મૂકી તરત જ એ છડી અવકાશ માં સ્થિર થઈ તેમાંથી ચાર અલગ અલગ સ્તંભ છુટા પડી ગયા. અને ઉપર રહેલો રહેલો રત્ન આકાશ તરફ ઊંચે જઇ સ્થિર થઈ ગયો.

  
        ગુરુજી એ ચારેય દિશા માં ચાર શક્તિઓ ને ગતિ કરવા આદેશ આપ્યો.  પૂર્વ માં ધરા , પશ્ચિમ માં સંસ્કાર, ઉત્તર માં ગ્રંથ , દક્ષિણ માં ધર્મ ને અને વચ્ચે નીરજા ને ઉભા રાખ્યા. ચારેય સ્તંભ પોતપોતાની શક્તિ ધરાવતા પંચમહાભૂત ના આજુબાજુ પ્રકાશિત થઇ પરિક્રમા કરવા લાગ્યા છડી પર રહેલું પેલું સફેદ રત્ન નીરજા ના માથા પર આવી ને આકાશ માં સ્થિર થઈ પ્રકાશિત થઇ ઉઠયું.

     "એ સ્તંભો અને રત્ન માંથી એક ત્રિકોણ રચાયું જે ગુફા ના ઉપર ના  ખુલ્લા ભાગથી થઈ અવકાશ તરફ પ્રયાણ કરવા લાગ્યું. આ પ્રકાશ થી બ્રહ્માંડ નો દરવાજો ખુલી ગયો .ત્યાંથી અનેક શકિત નો ભંડાર ખુલ્લી ગયો.જેમાંથી અનેક પવિત્ર શક્તિ ઓ પંચમહાભૂતો ના શરીર માં પ્રવેશ કરી તેમને અહેસાસ કરાવ્યો કે તેઓ કોણ છે ,"

"બીજી બાજુ શહસ્ત્ર ધ્વજ ની સેના માનવ જાતી નો વિદ્યવંશ કરતી ને આગળ વધતી હતી અને તે આ વાત જાણી ચુક્યો હતો કે બ્રહ્માંડ નો દરવાજો ખુલ્લી ગયો છે. "

       થોડા સમય માં જ તે પોતાની સેના સહિત તે ગુફા પાસે પહોંચી ગયો . એની વિશાળ સેના જોઈ ઘડીભર તો બધા કંપી ગયા, પણ જ્યાં ઈશ્વર નો સાથ હોઈ ત્યાં ડર અને મોત બને પૂછી ને પ્રવેશ કરે છે....

  "  શહસ્ત્ર ધ્વજે પોતાની સેના ને હુકમ કર્યો, સામે પાંચેય મહાભૂતો પણ પોતાની શક્તિ સાથે આક્રમણ કર્યું . આ ઉપરાંત ગુરુજી અને રક્ષકો પણ સેના સમક્ષ લડાઈ માં ઉતરી ગયા. "

 " ધર્મ ભવિષ્ય જોવાની શક્તિ થી જાણતો થઈ ગયો કે કોણ ક્યાંથી હુમલો કરવાનું છે તે ભવિષ્ય જાણી ને સેના ને મારતો ગયો. "

"બીજી બાજુ ગ્રંથ પોતાની અગ્નિ ની શક્તિ થી દુશ્મનો ને જલાવી ભસ્મ કરી દેતો હતો."

 "આકાશ માંથી આવતી સેના ને નીરજા પોતાની ઉડાડવાની શક્તિ  થી ઉડાડી ને ઝોરથી નીચે ફેંકી દેતી હતી જેથી દુશમન સેનિકો મૃત્યુ પામતા હતા."

"  બીજી બાજુ ધરા  પાણી માંથી આવતી સેના ને પાણી ના પ્રવાહ ને પોતાની શક્તિ વડે સેનિકો પર જોરથી પછાડતી હતી નદી ના પ્રવાહ સેનિકો પર પડવાથી સેનિકો નો નાશ થતો હતો."

" સંસ્કાર વાયુ વેગે દોડી એકસાથે અનેક દુશમનો ને મોતના માર્ગે મોકલી દેતો હતો."

       ગુરુજી અને બીજા અંગરક્ષકો પણ પોતાની શક્તિ અને તાકાત થી ની સેના ને પછાડી રહ્યા હતા. શહસ્ત્ર ધ્વજ રથ પર ઉભો ઉભો પોતાની સેના ને લડતો જોઈ રહ્યો હતો . પણ પોતાની સેના પર પંચમહાભૂત શક્તિઓ ભારે પડી રહી હતી એ જોઈ એ પણ મેદાન માં લડાઈ માટે આવી ગયો.

     શહસ્ત્ર ધ્વજ ને પોતાની સેના કમજોર પડતી દેખાઈ.તેને તરત જ સ્તંભો અને રત્ન થી બનેલા ત્રિકોણ તરફ જવા લાગ્યો.

     શહસ્ત્ર ધ્વજે પોતાની છડી આકાશ તરફ ઉંચી કરી અને તેમાંથી એક વીજળી નીકળી જે સીધી જ નીરજા ના મસ્તક પર લાગી . અને નીરજા બેભાન થઈ હવામાંથી ધરતી તરફ નીચે પડી રહી હતી પણ ગુરુજી એ પોતાની શક્તિ થી તેને બચાવી લીધી.

" નીરજા મૂર્છિત થવાથી રત્ન નબળું પડ્યું તેના નિર્બળ પડવાથી રચાયેલું ત્રિકોણ થોડુંક નબળું પડ્યું .પણ બીજી ચાર શક્તિ ઓ એ પુરી તાકાત થી દુશ્મનોને મારવા લાગ્યા. "

     શહસ્ત્ર ધ્વજ હવે પેલા ત્રિકોણ તરફ જઈ રહ્યો હતો. ત્રિકોણ ના  સ્તંભો ને મેળવી તે પોતાની છડી સાથે એક કરી શકે .જેથી સમગ્ર બ્રહ્માંડ માં સૌથી શક્તિશાળી કાળી શક્તિ ઓ નો માલિક બનવા ઈચ્છતો હતો.

     આ બાજુ ગુરુજી શહસ્ત્ર ધ્વજને સ્તંભો પાસે પહોંચતો રોકવા માટે  પોતાની સમસ્ત શક્તિઓ લગાડી દે છે .પણ  શહસ્ત્ર ધ્વજ ની સામે તેઓ ટકી શકતા નથી .અને ઘાયલ થઈ મૂર્છિત થઈ જાય છે.

       શહસ્ત્ર ધ્વજ પોતાની છડી ને , સ્તંભો  થી રચાયેલા ત્રિકોણ ની  વચ્ચે લટકતી મૂકે છે બધા જ સ્તંભો માંથી પ્રકાશ નીકળી છડી ના રત્ન  માં કેન્દ્રિત થાય છે અને અવકાશ માં એક કાળું મોટું છિદ્ર બને છે અને તેમાંથી અનેક શક્તિશાળી કાળી શક્તિઓ આવી અને શહસ્ત્ર ધ્વજ ના શરીર માં સમાવા માંડે છે . એ શક્તિ ઓ ના કારણકે તે વધુ શક્તિશાળી બનતો જાય છે.

   બીજી બાજુ મૂર્છિત ગુરુજી હોશ માં આવે છે તેઓ પાંચેય મહાશક્તિ ઓ ને આદેશ આપે છે કે  પહેલા આ છિદ્ર ને બંધ  કરે નહીં તો અનર્થ થઈ જશે.

    "પાંચેય મહા શક્તિ ઓ પોતપોતાના સ્તંભો પાસે આવી ને જોર થી  શહસ્ત્ર ધ્વજ પર પ્રહાર કરે છે પણ એને આ પ્રહાર  અડી પણ નથી શકતો. તે બધો જ પ્રહાર પાછો પંચમહાભૂત તરફ આવે છે અને બધા સ્તંભો થી દૂર ફેંકાઈ જાય છે.અને મૂર્છિત થઈ જાય છે."

    શહસ્ત્ર ધ્વજ  બધી જ કાળી શક્તિ ઓ ને પોતાના માં સમાવી  લેય છે.હવે તે બ્રહ્માંડ નો સૌથી શક્તિશાળી દાનવ બની ગયો છે.તેને હરાવો મુશ્કેલ નહીં નામમુંકીન છે.

 " આ બાજુ તેના દાનવ સેનિકો  સમગ્ર બ્રહ્માંડ માં હાહાકાર  મચાવી મૂકે છે . "

    પોતાની કાળી શક્તિઓ થી ભરપૂર દાનવ ઘમંડ મા ચકચુંટર જોર જોર થી હસી હસી ને કહે છે ....હવે હું જ આ સમગ્ર બતમંડ નો માલિક છું .તેની સેના તેના નામનો જય જય કાર બોલાવતી થઈ જાય છે.

       શહસ્ત્ર ધ્વજ  પંચમહાભૂતો નો વિનાશ કરવા આગળ વધે છે ,પણ પંચમહાભૂતો ના  અંગ રક્ષકો એને રોકે છે . શહસ્ત્ર ધ્વજ અંગ રક્ષકો ને મોત આપી આગળ વધે છે. મૂર્છિત અવસ્થા માં પડેલા  પંચમહાભૂતો ની ઉપર પ્રહાર કરવા જાય છે ત્યાં ગુરુજી પાછળ થી પોતાની સર્વસ્વ શક્તિઓ લગાડી તેને રોકવા મથે છે. તેમની વચ્ચે શક્તિ ઓ નપરહરો થવા માંડે છે.

 " બીજી બાજુ અવિનાશ ભટ્ટાચાર્ય બધા પંચમહાભૂતો ને હોશ માં લાવવા પવિત્ર જળ નો છટકાવ કરે છે . જોત જોતા માં બધા હોશ મા આવે છે "

    એક બાજુ ગુરુજી અને  શહસ્ત્ર ધ્વજ બને વચ્ચે શક્તિ ઓ નો પ્રહાર થઈ રહ્યો હતો

    બીજી બાજુ આ દાનવ ને હરાવા માટે પોતાના આત્મા ઓ ને પાંચ મહાભૂતો પોતાના  સ્તંભો માં વિલીન કરે છે .એમાં થી મહા પ્રકાશ અને મહા શક્તિ બહાર નીકળે છે જે શહસ્ત્ર ધ્વજ ની છડી ના ઉપર ના રત્ન નો નાશ કરે છે જેના કારણે  તેની શક્તિઓ પણ નબળી પડી જાય છે. પંચમહાભૂત ઓ ના એક સાથે પ્રહાર થી ધીમે ધીમે તેનું શરીર જીર્ણ થવા માંડ્યું.

     શહસ્ત્ર ધ્વજ ની શક્તિઓ વિલિન થવાથી તેના સેનિકો પણ શક્તિહીન થઈ જીર્ણ થવા માંડ્યા અને આપો આપ રાખ થઈ માટી સાથે ભળી ગયા.

      બધી શક્તિ ઓ ના મિલન થી ઈર્ષા ના દેવ નો નાશ કરવા મા આવ્યો . પંચમહાભૂતો ફરી પોતાના માનવ શરીર માં પરત ફરે છે અને સ્તંભો ફરી છડી બની ગુરુજી ના હાથ માં આવી જાય છે.

   આમ , પંચમહાભૂતો ધરા ,સંસ્કાર , નીરજા , ગ્રંથ  અને ધર્મ ની મદદ થી સમગ્ર બ્રહ્માંડ ને દાનવો થી સુરક્ષિત કરી દેવામાં આવ્યું.

     ગુરુજી એ આ શક્તિ ઓ નો ઉપયોગ માત્ર કોઈના રક્ષણ કરવાના હેતુ માટે જ મળી છે તે સમજાવી બધા ને પોતાના મનુષ્ય જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.

   ગુરુજી પોતાના શરીરને એક "તારા "માં ફેરવી વિલીન થઈ જાય છે

   પંચમહાભૂતો હવે પોતાની શક્તિઓ નો સાચો ઉપયોગ કરે છે અને લોકો ની સહાય કરી સમગ્ર બ્રહ્માંડ ને દાનવો થી દૂર રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

સમાપ્ત.