Twinkle - Serah the warrior princess - 2 books and stories free download online pdf in Gujarati

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૨

ટ્વીન્કલ અને મીરાં એકસાથે લેક ના કિનારા પર બેસી ને વાતો કરતાં હતા. અડધો કલાક પછી તેઓ બેસી ને બોર થઈ ગયા હતા એટલે લેક ની પાસે બનાવેલી ગોળ રેંલીગ ની પાસે રહી ચાલવા લાગ્યા.

આ લેક ગોળ હોવાથી તેની આસપાસ બનાવેલી રેંલીગ પણ ગોળ હતી. અને આ રેંલીગ ની પાસે જ ચાલવા માટે રસ્તો બનાવેલો હતો. ટ્વીન્કલ અને મીરાં એ જ રસ્તા પર લેક ના ચાર જેટલા ચક્કર માર્યા પછી થાકી ગયા એટલે એક બેન્ચ પર બેઠા.

એ બેન્ચ ની થોડું અંતર છોડી ને અમુલ ની આઈસ્ક્રીમ પાર્લર હતી. એટલે મીરાં ત્યાં એનાં અને ટ્વીન્કલ માટે આઈસ્ક્રીમ લેવા માટે ગઈ. ત્યારે ટ્વીન્કલ શાંતિ થી તેની સામે રમતાં બાળકો ને જોઈ રહી હતી. 

પણ ત્યાં અચાનક મોટી ઉંમર ની ત્રણ છોકરી ઓ આવી ને બાસ્કેટ બોલ રમવા લાગી. તેના લીધે જે નાના બાળકો રમતા હતા તે ત્યાં થી જતાં રહ્યા.  આ જોઈ ને ટ્વીન્કલ ને તે છોકરી ઓ પર ગુસ્સો આવ્યો.

એટલે તે ઊભી થઈ એટલા માં તે છોકરી ઓ નો દડો ટ્વીન્કલ તરફ આવ્યો. એ વખતે એક છોકરી ટ્વીન્કલ ને દડો તેમની તરફ નાખવા નું કહ્યું. ટ્વીન્કલ બોલ તેમની તરફ નાખવા ને બદલે બોલ પકડી ને તેમાં ની છોકરી ના હાથ માં દડો આપ્યો.

અને ધીરે થી તેમને કહ્યું કે તમે અહીં થી બીજી બાજુ જઈને રમત રમો કેમકે અહીં નાના બાળકો રમી રહ્યા છે. ટ્વીન્કલ ની વાત સાંભળી ને તે છોકરી બોલી કે અમે જઈએ છીએ પણ તું મને ઓળખે છે કે નહીં એટલું કહી દે.

ટ્વીન્કલ ને આ વાત સાંભળી ને થોડું અજીબ લાગ્યું. પણ તેણે સામે ઉભી છોકરી ને ક્યારેય જોઈ ન હતી એટલે તેણે ના પાડી. આ વાત સાંભળી ને સામે ઉભી છોકરી હસવા લાગી. પછી કહ્યું હવે ઓળખી જઇશ. આમ કહી ને તેણે પોતાના ચહેરા પર તેનો સ્કાર્ફ બાંધી દીધો. 
 
આ જોઈ ને ટ્વીન્કલ ને સવારે આવેલું સપનું યાદ આવ્યું કે તેણે પોતે સપના માં જે છોકરી ને જોઈ હતી તે તેની સામે ઉભી રહેલી છોકરી જેવી જ દેખાતી હતી. આમ ટ્વીન્કલ વિચારતી હતી ત્યાં મીરાં એ તેને બૂમ પાડી એટલે ટ્વીન્કલે પાછળ જૉયું તો મીરાં ના બે હાથ માં આઈસ્ક્રીમ હતી. એટલે ટ્વીન્કલ દોડી ને મીરાં પાસે ગઈ.
તેની આઈસ્ક્રીમ લેવા માટે જે મીરાં તેના માટે લાવી હતી. પણ અચાનક ટ્વીન્કલ ને તેના સપના ની વાત યાદ આવી એટલે તેણે પાછળ જોયું તો ત્યાં સુધી માં ત્રણેય છોકરી ઓ ત્યાં થી નીકળી ગઈ હતી.

ટ્વીન્કલ નું આ પ્રકાર નું વર્તન મીરાં ને અજીબ લાગ્યું. એટલે મીરા એ ટ્વીન્કલ ને પૂછ્યું કે શું થયું છે ? ત્યારે  
ટ્વીન્કલે કઈ નહીં એમ કહી ને વાત ટાળી દીધી. પછી મીરાં અને ટ્વીન્કલે એકસાથે બેસી ને આઈસ્ક્રીમ ખાધી.

પછી મીરાં એ ટ્વીન્કલ ને પૂછ્યું કે હવે આગળ કઈ બાજુ ફરવા માટે જવું છે ?  ત્યારે ટ્વીન્કલે કહ્યું આજે ક્યાંય પણ જવું નથી. હું થોડી થાકી ગઇ છું એટલે હવે મારે ઘરે જવું છે.

મીરાં ટ્વીન્કલ ની વાત થી સમંત થઈ ગઈ. એટલે બંને સાથે જ ઘરે આવવા માટે નીકળી ગયા .ટ્વીન્કલ ના ઘરે થી થોડું અંતર છોડી ને મીરાં નું ઘર હતું એટલે મીરાં તેના ઘરે ગઈ અને ટ્વીન્કલ પણ પોતાના ઘરે આવી.

ટ્વીન્કલ  ઘર નો દરવાજો ખોલવા જતી હતી ત્યાં જ તેને કોઈ ના બોલવા નો અવાજ સંભળાયો. એટલે ટ્વીન્કલ રસ્તા પર આવી અને જોયું તો બગીચા માં જે છોકરી ને જોઈ હતી તે જ છોકરી તેની સામે ઉભી થયેલી હતી. તે છોકરી ઉંમર 25 વર્ષ હોય તેવું લાગતું હતું. તે ટ્વીન્કલ ને પોતાની પાસે બોલાવતી હતી.

એ છોકરી કોણ હતી જે ટ્વીન્કલ ને બગીચામાં મળી હતી ? તે છોકરી ટ્વીન્કલ ને પોતાની પાસે કેમ બોલાવતી હતી ? શું ટ્વીન્કલ ને સપનાં કેમ આવતાં હતા ? 

જાણવા માટે વાંચો..
ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ -