ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૩

ટ્વીન્કલ ને તે છોકરી ને જોઈ હવે થોડો ડર લાગી રહ્યો હતો. એટલે તે ઝડપ થી દોડી ને પાછી તેના ઘર માં જતી રહી. ઘર માં આવી ને તરત જ ટ્વીન્કલે ઘર નો દરવાજો બંધ કરી દીધો.

 ટ્વીન્કલ દોડી ને આવી એટલે તેના શ્વાસ ઝડપી થઈ ગયા હતા અને તે હાંફી રહી હતી. ટ્વીન્કલે દરવાજો બંધ કર્યો ત્યારે તેનો અવાજ સાંભળી ને તેની મમ્મી રસોડા માં થી બહાર આવ્યા.

ટ્વીન્કલ ને આમ દરવાજા પાસે ઊભી જોઈ ને તેમણે પૂછયું કે શું થયું છે ? ત્યારે ટ્વીન્કલે બહાનું આપી દીધું કે એક કૂતરું જોરજોરથી ભાસતું હતું એટલે તે દોડી ને ઘર માં આવી ગઈ.

ટ્વીન્કલની વાત સાંભળી ને તેની મમ્મી ને તેની વાત પર વિશ્વાસ થઈ ગયો પછી તેમણે ટ્વીન્કલ ને કહ્યું જમવાનું બની ગયું છે તે હવે હાથપગ ધોઈને જમી લે. ટ્વીન્કલ તેની મમ્મી ની વાત સાંભળી ને બાથરૂમ માં જઈ ને હાથપગ અને મોં ધોઈ ને ટેબલ પર બેઠી ત્યાં સુધી માં તેની મમ્મી એ જમવાનું ટેબલ ગોઠવી દીધું હતું.

એટલે ટ્વીન્કલ શાંતિ થી જમી લીધા પછી તેના રૂમ માં જઇ ને સુઈ ગઈ. સાંજ નો સમય થયો ત્યારે ટ્વીન્કલ જાગી ગઈ. પછી તે ફ્રેશ થઈ ને નીચે ગઈ ત્યારે તેણે જોયું તો કોઇ છોકરી સોફા પર બેસી ને ટ્વીન્કલ ની મમ્મી સાથે વાત કરી રહી હતી.

ટ્વીન્કલે ધ્યાન થી તેનો ચહેરો જોયો ત્યારે તેને ખબર પડી એ જ છોકરી હતી જે તેને સવારે બગીચા માં મળી હતી. પણ અહીં શું કરવા માટે તેના ઘરે આવી હતી એ ટ્વીન્કલ જાણવા માંગતી હતી.

એટલે ટ્વીન્કલે તેની મમ્મી ને પૂછ્યું કે આ કોણ છે અને અહીં આપણા ઘરે શા માટે આવ્યા છે ? ટ્વીન્કલ ની મમ્મી તેને જવાબ આપે તે પહેલાં તે છોકરી એ ટ્વીન્કલ ની તરફ હાથ માં કોઈક બોક્સ આપતા કહ્યું આ તારું છે ?

ટ્વીન્કલે બોક્સ ખોલી ને જોયું તો તેમાં તેનું પર્સ હતું જે તેની મમ્મી એ આપ્યું હતું. ટ્વીન્કલે તે છોકરી ને પૂછ્યું કે તમે કોણ છો અને તમને આ પર્સ ક્યાં થી મળ્યું ? ત્યારે તે છોકરી એ જવાબ આપતાં કહ્યું કે મારું નામ ઝોયા છે. હું આ જ સોસાયટીમાં રહું છું. આજે બપોરે હું સીટી ગાર્ડન માં ફરવા ગઈ હતી ત્યારે આ પર્સ મને લેક પાસેથી મળ્યું. એટલે મેં તેને ખોલી ને જોયું તો તેમાં થી તારું સ્કૂલ નું આઈ-કાર્ડ મળ્યું. તેના પર આ ઘર નું સરનામું લખેલું હતું. તેના પર થી તમારા ઘરે આવી.

ઝોયા ની વાત સાંભળી ને ટ્વીન્કલ ની મમ્મી ને ઝોયા પર વિશ્વાસ થઈ ગયો અને તેનો આભાર માન્યો. તેમણે  ઝોયા ને બેસવા માટે કહ્યું અને કહ્યું તેંઓ ઝોયા માટે કોફી અને નાસ્તો બનાવે ત્યાં સુધી ટ્વીન્કલ ના રૂમ માં બેસે.

ટ્વીન્કલ ને તેની મમ્મી નું આવું વર્તન થોડું અજીબ લાગ્યું કે તેમણે એક અજાણી વ્યક્તિ ને પોતાના રૂમ માં બેસવા માટે કહ્યું. ટ્વીન્કલ તેના રૂમ માં ગઈ અને ઝોયા તેની પાછળ તેના રૂમ માં આવી.

ઝોયા રુમ માં આવી એટલે તેણે તરત જ રૂમ નો દરવાજો બંધ કરી દીધો. આ જોઈ ને ટ્વીન્કલ ગભરાઈ ગઈ અને તેણે જોર થી બૂમ પાડી પણ તેનો અવાજ તેને ખુદ ને પણ સાંભળ્યો નહીં. એટલે તેણે ઝોયા ને પૂછ્યું કે તમે શું ઈચ્છો છો ?
 
ત્યારે ઝોયા એ ટ્વીન્કલ ને જવાબ આપતાં કહ્યું કે મારી ઈચ્છા એવી છે તું ખુદ ને ઓળખી લે સેરાહ.  

ઝોયા કોણ હતી ? ટ્વીન્કલ નો સેરાહ સાથે કૉઈ સંબંધ ધરાવતી હતી ? ઝોયા એ ટ્વીન્કલ ને સેરાહ નામ થી કેમ સંબોધી ? આ તમામ સવાલો જવાબ માટે વાંચતા રહો

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ

***

Rate & Review

Verified icon

Dhvani Patel 2 months ago

Verified icon

Avichal Panchal Verified icon 8 months ago

Verified icon

Yashvi Nayani 4 months ago

Verified icon

Vaishakhi Desai 5 months ago

Verified icon

Nikita panchal 5 months ago