ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૮

ટ્વીન્કલ  તેના ઘરમાં દાખલ થઈ ત્યારે તેની મમ્મી હોલ માં બેસી ને ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. જેવી તેમની નજર ટ્વીન્કલ પર પડી તો તરત જ તેમની જગ્યા પર થી ઉભા થઇ ગયા.

અને ટ્વીન્કલ ની પાસે ગયા ત્યારે તેમને ખબર પડી કે આ ટ્વીન્કલ છે કેમકે ટ્વીન્કલ નવો ડ્રેસ માં હોવાથી તરત ઓળખી શક્યા નહીં. ટ્વીન્કલ માહી એ આપેલા ડ્રેસ માં સુંદર દેખાય રહી હતી એ જોઈ એક ક્ષણ માટે દક્ષાબેન ખુશ થયા.

પણ બીજી જ ક્ષણે તેમને વિચાર આવ્યો કે ટ્વીન્કલે જે ડ્રેસ પહેર્યો છે તે ખૂબ જ મોંઘો છે. તો ટ્વીન્કલ ને આ ડ્રેસ કોણે આપ્યો હશે. અને જો એ ડ્રેસ જાતે લાવી હોય તો એટલા પૈસા કયાંથી લાવી હશે.

આ હકીકત જાણવા માટે દક્ષાબેન ખૂબ જ પ્રેમ થી ટ્વીન્કલ ને કહ્યું કે આ ફ્રોક ખૂબ જ સરસ છે. પણ તું આ ફ્રોક ક્યાંથી લાવી ? 

 ત્યારે ટ્વીન્કલ પણ વિચાર માં પડી ગઈ કે હવે હું મમ્મી ને શું જવાબ આપું. જો હું ઝોયા વિશે અને સેરાહ વિશે વાત કરીશ તો મમ્મી મારી વાત નો વિશ્વાસ નહીં કરે અને તેમને લાગશે કે હું ખોટું બોલી રહી છું અને મેં ક્યારેય મમ્મી સામે ખોટું કહ્યું નથી.

ટ્વીન્કલ વિચારતી હતી કે મમ્મી ને શું જવાબ આપું ? પણ તેણે તરત જવાબ આપ્યો નહીં એટલે દક્ષાબેન ને લાગ્યું કે ટ્વીન્કલ જવાબ આપવા નથી માંગતી તેથી તે ગુસ્સે થયા પણ તેમને યાદ હતું કે આજે ટ્વીન્કલ નો જન્મદિવસ હતો.

એટલે તેઓ એ ધીમા અવાજે ફરી થી પૂછ્યું ત્યારે ટ્વીન્કલ બોલી કે આ ડ્રેસ મને માહીદીદી એ લઈ આપ્યો છે. આ સાંભળી ને દક્ષાબેન ને લાગ્યું કે ટ્વીન્કલ ખોટું બોલી રહી છે. એટલે તેમણે ને સાચું બોલવા માટે કહ્યું.

એટલે ટ્વીન્કલ ફરી થી બોલી કે મમ્મી હું સાચું કહું છું આ ડ્રેસ મને માહીદીદી એ લઈ આપ્યો છે. આ વખતે દક્ષાબેને ટ્વીન્કલ ની આંખો માં જોયું . તેમને લાગ્યું કે ટ્વીન્કલ સાચું બોલી રહી છે પણ તે કઈક છુપાવી માંગતી હોય એવું લાગે છે.

દક્ષાબેન ટ્વીન્કલ ને આગળ કઈ પૂછે તે પહેલાં જ માહી તેમના ઘર માં આવી. માહી એ દક્ષાબેન અને ટ્વીન્કલ ને ઉભા રહેલા જોયા એટલે દક્ષાબેન માહી ને કઈ કહે તે પહેલાં માહી એ દક્ષાબેન ને પૂછી લીધું કે શું થયું છે ? તમે કેમ આમ ઉભા રહીને વાતો કરો છો.

દક્ષાબેને ટ્વીન્કલ ને તેના રૂમ માં જવા માટે કહ્યું. એટલે ટ્વીન્કલ તેના રૂમ માં ગઈ પણ તેને ડર લાગતો હતો કે તેની મમ્મી માહી સાથે ઝઘડો કરશે અથવા તો તેમના પર ગુસ્સે થશે એટલે તેણે જતી વખતે તેણે માહી તરફ જોયું તો માહી એ તેને આંખ ના ઈશારા થી કહી દીધું કે ચિંતા કરીશ નહીં.

ટ્વીન્કલ તેના રૂમ તો આવી ગઈ પણ તેને હજી ચેન પડતું ન હતું. તેને ડર લાગતો હતો કે હવે શું થશે. જો માહીદીદી તેની મમ્મી ને તેમના પોતાના, ઝોયા અને સેરાહ વિશે કહેશે મમ્મી તેમની વાત પર વિશ્વાસ નહીં કરે અને કદાચ એવું પણ બને માહીદીદી ઘરે આવવા નું બંધ કરી દે.

થોડી વાર  દક્ષાબેને ટ્વીન્કલ ને બૂમ પાડી ને હોલમાં બોલાવી એટલે ટ્વીન્કલ ઝડપ થી ચાલી ને હોલ માં ગઈ. તેની મમ્મી એ તેની તરફ જોયું તો ટ્વીન્કલે હજી સુધી કપડાં બદલ્યા ન હતા. તેણે હજી સુધી માહી એ ગિફ્ટ કરેલ ફ્રોક પહેરેલું હતું.

એટલે તેમણે ટ્વીન્કલ ને કપડાં બદલવા માટે કહ્યું. એટલે પાછી તેના રૂમ માં આવી અને તેનો મનપસંદ બ્લુ ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેરી ને પાછી હોલમાં આવી.

દક્ષાબેને  ટ્વીન્કલ ને કહ્યું કે માહી એ મને બધી વાત કહી પછી મને લાગ્યું કે હું તારા વગર કારણે ગુસ્સે થઇ. પણ હવે જે થઈ ગયું એને ભૂલી ને આજે તારો જન્મદિવસ છે તો સાંજે માહી ને આપણી સાથે ડિનર કરવા લઈ જઈશું.

આ સાંભળી ને ટ્વીન્કલ ખુશ થઇ ગઇ અને તેની મમ્મી ને ગળે મળી. પછી તેની મમ્મી હસતા હસતા પાછા કામ કરવા માટે ગયા. એટલે ટ્વીન્કલ અને માહી બંને એકસાથે ટ્વીન્કલ ના રૂમ માં આવ્યા.

ટ્વીન્કલે રૂમ આવતા ની સાથે જ રૂમ નો દરવાજો બંધ કરી દીધો. અને પાછળ ફરી માહી તેના બેડ ની પાસે રહેલી ખુરશી પર બેસી હતી. ટ્વીન્કલ તેના બેડ પર માહી ની પાસે જઈ બેસી ગઈ.

તેણે માહી ને પૂછ્યું કે તમે મારી મમ્મી સાથે શું વાત કરી અને તમે ઝોયા, મારા સેરાહ હોવા ની વાત મારી મમ્મી ને કહી તો નથી ને ?

 ટ્વીન્કલ ની વાત સાંભળી ને માહી હસી પડી. માહી ને આમ હસતા જોઈ ને ટ્વીન્કલ થોડી ગુસ્સે થઈ એટલે થોડી વાર હસ્યાં પછી માહી બોલી કે તું એ વિશે ચિંતા ના કરીશ. તારી મમ્મી ને જે વાત કહેવી જરૂરી હતી તે જ વાત કહી છે.

અને હવે તું જવાની તૈયારી કરવા ની ચાલુ કરી દે કેમ કે હવે તારે તારા જીવન નો સૌથી અગત્યનો નિર્ણય લેવા નો છે. જેના તારું આગળ નું ભાવિ નક્કી થશે. 

આમ કહી ને માહી ત્યાં થી ઊભી થઇ ને તેના ઘરે ગઈ અને બીજી બાજુ ટ્વીન્કલ એ વિચારતી હતી કે માહી એ તેને ક્યાં જવાની તૈયારી કરવા નું કહ્યું છે.

માહી એ ટ્વીન્કલ ની મમ્મી સાથે શું વાત કરી હતી ? ટ્વીન્કલે ક્યાં જવાની તૈયારી કરવા ની છે ? ટ્વીન્કલે શેના અંગે નો નિર્ણય લેવાનો છે તે જાણવા માટે વાંચતાં રહો ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ

***

Rate & Review

Verified icon

Dhvani Patel 4 months ago

Verified icon

Yashvi Nayani 6 months ago

Verified icon

Patel Fiza 6 months ago

Verified icon

Vaishakhi Desai 7 months ago

Verified icon

Nikita panchal 7 months ago