Twinkle - Serah the warrior - 10 books and stories free download online pdf in Gujarati

ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૧૦

ટ્વીન્કલે ઝોયા ની વાત સાંભળી ને ફરી થી દેવિકા તરફ જોયું તો તે સ્થાને હવે નાની બાળકી નહીં પણ એક જવાન યુવતી હતી. એટલે ટ્વીન્કલે તેને પૂછ્યું કે તું કોણ છે અને દેવિકા ક્યાં છે?

તે યુવતી હસી પડી અને બોલી કે રાજકુમારીજી હું જ દેવિકા છું. તમે જે બાળકી ની વાત કરો છો તે હું જ હતી. જે રીતે તમે અત્યારે છો. 

દેવિકા ની વાત સાંભળી ને ટ્વીન્કલે પોતાના શરીર તરફ જોયું તો તેની ઉંમર પણ સાત -આઠ વર્ષ જેટલી વધી ગઈ હોય એમ એને લાગ્યું. હવે તેની ઉંમર અને ઝોયા ની ઉંમર એકસરખી લાગતી હતી.

આ જોઇને ટ્વીન્કલ થોડી ગૂંચવાઈ ગઈ એટલે તેણે ઝોયા ને પૂછ્યું કે મારી ઉંમર આમ અચાનક કેવી રીતે અને કેમ વધી ગઈ ?

ઝોયા એ જવાબ આપતાં કહ્યું કે આ એ ઉંમર જ્યારે તારે વરુણવન ને છોડી ને જવું પડ્યું હતું એટલે તારી ઉંમર વધી ગઈ છે કારણ કે આ ઉંમર પછી નું જીવન તારે પસાર કરવા નું બાકી રહી ગયું હતું.

ટ્વીન્કલ ઝોયા વાત સાંભળી ને વિચારવા લાગી કે જો તે હવે પાછી ઘરે જશે ત્યારે તેના મમ્મી પપ્પા તેને કઈ રીતે ઓળખશે ? 

ઝોયા જાણે ટ્વીન્કલ ના મન ની વાત જાણી ગઈ હોય તેમ તેણે ફરી થી ટ્વીન્કલ ને કહ્યું કે તારે ચિંતા કરવાની જરૂર નથી જ્યારે તું પાછી જઈશ ત્યારે તારી ઉંમર ફરી થી પહેલાં જેટલી થઈ જશે એના સિવાય તને બીજી કોઈ વાત ની ચિંતા હોય તો તે છોડી દે અને હવે આગળ ની બાજુ એ જો.

ટ્વીન્કલે તેની સામે જોયું તો ત્યાં એક અત્યંત વિશાળ સુંદર કલાત્મક રત્નજડિત સુવર્ણદ્વાર હતો. ઝોયા એ કહ્યું કે આ વરુણવન માં પ્રવેશ કરવા નો દ્વાર છે. આટલું કહીને ઝોયા આગળ ચાલવા લાગી પણ ટ્વીન્કલ ત્યાં જ ઉભી રહી હતી એટલે દેવિકા પણ તેની પાસે જ ઉભી રહી ગઈ.

ઝોયા એ ટ્વીન્કલ ને પૂછ્યું કે તું કેમ આવતી નથી? ટ્વીન્કલે જવાબ આપ્યો કે હું માહીદીદી રાહ જોઇ રહી છું. હું તેમની સાથે જ આવીશ. ઝોયા એ થોડા દુઃખી અવાજ માં કહ્યું કે માહી અહીં આવી શકે તેમ નથી.

ટ્વીન્કલે પૂછ્યું કે આ તેમનું ઘર છે તે ઘરે કેમ ના આવી શકે ? ઝોયા કહ્યું કે માહી પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી સેરાહ વરુણવન માં પાછી નહીં આવે ત્યાં સુધી તે પોતાને દેશનિકાલ ની સજા આપશે.

ટ્વીન્કલે કહ્યું કે માહીદીદી એ ભલે પ્રતિજ્ઞા લીધી હોય પણ હવે હું અહીં આવી ગઈ છું તો તે પાછા આવી જશે. ઝોયા એ ના પાડી તો ટ્વીન્કલે તેનું કારણ પૂછ્યું તો ઝોયા એ જણાવ્યું કે તું  ટ્વીન્કલ વરુણવન માં આવી છે સેરાહ નહીં.

ટ્વીન્કલે કહ્યું કે તમે અને માહી એ કહ્યું હતું હું સેરાહ છું તો હવે કેમ એમ કહો છો કે હું સેરાહ નથી. ઝોયા એ કહ્યું હું એવું નથી કહી રહી તું સેરાહ નથી. પણ જ્યાં સુધી તું સેરાહ ની યાદો, આદત અને ક્ષમતા ઓ ને પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી સેરાહ નહીં બની શકે.

ઝોયા ની વાત સાંભળી ને ટ્વીન્કલ થોડી ગુસ્સે થઈ ને કહ્યું તો પછી મને અહીં કેમ લઈને આવ્યા છો ? ઝોયા બોલી તને એ કારણ થી જ અહીં લઈને આવ્યા છીએ. જેથી તું સેરાહ બની શકે. આટલું કહીને ઝોયા વરુણવન ના દ્રાર માં પ્રવેશ કર્યો એટલે તેની પાછળ દેવિકા અને ટ્વીન્કલે પણ પ્રવેશ કર્યો.

ટ્વીન્કલે દ્રાર માં પ્રવેશ કર્યા પછી પાછળ ફરી ને જૉયું તો તે દ્રાર ગાયબ થઇ ગયો અને તેના સ્થાન પર એક સુંદર ફુવારો આવી ગયો. ઝોયા એ ટ્વીન્કલ ને આગળ ચાલવા માટે કહ્યું. થોડી વાર પછી તે ત્રણેય ચાલતા ચાલતા એક બગીચા પાસે ઉભા રહ્યા.

સૌપ્રથમ દેવિકા એ બગીચામાં પ્રવેશ કર્યો તેની સાથે ઝોયા અને ટ્વીન્કલ એકસાથે આવ્યા. બગીચામાં ચારે તરફ ગુલાબી રંગના અલગ અલગ ફૂલ ખીલેલા હતા. અને તેની મધ્ય માં એક વિશાળ ભવ્ય મંદિર હતું.

ટ્વીન્કલ ને અત્યાર સુધી જે કંઈ બન્યું તે બધું એક સપનું લાગી રહ્યું હતું પણ તે જાણતી હતી આ કોઈ સપનું નથી. પણ બગીચામાં ચારેય તરફ ગુલાબી ફૂલો જોઈને તે સપના માં ડૂબી ગઈ ત્યાં જ દેવિકા એ તેને રાજકુમારીજી કહીને બોલાવી એટલે ફરી થી વિચારો માં થી બહાર આવી.

દેવિકા એ તેને કહ્યું કે ઝોયા તમને મંદિર માં બોલાવે છે. આટલું કહીને દેવિકા ત્યાં થી જતી રહી. ટ્વીન્કલ ને ખબર નહોતી કે તે કોનું મંદિર છે એટલે તે માં દુર્ગા નું નામ લઈ ને પ્રથમ પગથિયાં ને નમન કરીને ને મંદિર ના ગર્ભગૃહમાં પહોંચી.

ઝોયા દેવીમા ની મૂર્તિ ને નમન કરી રહી હતી એટલે  ટ્વીન્કલે મૂર્તિ તરફ જોયું ત્યાં ત્રણ મૂર્તિ ઓ હતી. તે ત્રણેય મૂર્તિ ને ઓળખી ગઇ. જમણી બાજુએ માં સરસ્વતી ની મૂર્તિ હતી અને ડાબી બાજુએ આદ્યશક્તિ અંબે માં ની મૂર્તિ હતી. જયારે વચ્ચે ભૂમિદેવી મહાલક્ષ્મી ની મૂર્તિ હતી. તેણે પણ ત્રણેય દેવીઓ ને યાદ કરી ને નમન કર્યા.

પછી ઝોયા ને પૂછ્યું કે હવે અહીં થી આપણે પાછા જવાનું છે?  ઝોયા એ ના પાડી અને કહ્યું કે ત્રિદેવી મંદિર છે આ મંદિર માં મહારાજા વિશ્વરે સંતાનપ્રાપ્તિ જન્મ માટે તપશ્ચર્યા કરી હતી અને આ મંદિર માં જ માહી , સેરાહ અને મારો જન્મ થયો હતો. આજે તારો પણ પુનઃજન્મ આ સ્થળે થશે.

ટ્વીન્કલ ઝોયા વાત સમજી નહીં એટલે તેણે પૂછ્યું મારો પુનઃજન્મ કેવી રીતે થઈ શકે? ઝોયા બોલી તારી સેરાહ તરીકે ની બધી યાદો ફરી થી આવી જશે. તું અહીં ત્રિદેવી ને યાદ કરીશ એટલે તારી ચેતના અને આત્મશક્તિ ભૂતકાળમાં જતા રહેશે.

ઝોયા ની વાત સાંભળી ને ટ્વીન્કલ ની ઉત્સુકતા વધી ગઈ કેમકે જે સેરાહ વિશે તેણે અત્યાર સુધી સાંભળ્યું હતું તેના વિશે જાણવા માંગતી હતી. એટલે તેણે ઝોયા ને આગળ શું કરવું તે પૂછ્યું.

જવાબ માં ઝોયા આગળ કહ્યું ટ્વીન્કલ નની ચેતના અને આત્મશક્તિ ભૂતકાળમાં એ સમય માં સેરાહ ના શરીર ચાલ્યા જશે જયારે સેરાહ નો જન્મ થયો હતો. અને જ્યારે સેરાહ ની વીરગતિ પામવા નો સમય આવશે ત્યારે તેની ચેતના અને આત્મશક્તિ પાછા આવી જશે.

ઝોયા ની વાત બરાબર સમજી લીધા પછી ટ્વીન્કલ ઝોયા ના કહ્યા પ્રમાણે ધ્યાન મુદ્રા માં બેસી ગઈ અને ત્રિદેવી ને યાદ કર્યા. થોડી વાર ટ્વીન્કલ ના શરીર માં થી એક પ્રકાશ પુંજ બહાર આવ્યો અને અદ્રશ્ય થઇ ગયો.

બીજી બાજુ ટ્વીન્કલ ના મમ્મી ને ટ્વીન્કલની ચિંતા થવા લાગી એટલે તેમણે જાનકીબેન ને ફોન કર્યો પણ જાનકીબેન બજારમાં તેમની સહેલી ના ઘરે ગયા હતા અને તેમનો ફોન ઘરે ભૂલી ગયા હતા.

ફોન રિસીવ થયો નહીં એટલે દક્ષાબેન ને વધારે ચિંતા થવા લાગી ત્યારે જ માહી તેમના ઘરે આવી દક્ષાબેન ને ચિંતા માં જોઇ તેણે દક્ષાબેન ને ચિંતા કરવાની ના પાડી અને આખો દિવસ તેમની સાથે પસાર કર્યો જેથી તે  
ટ્વીન્કલ ની ચિંતા ના કરે.

ટ્વીન્કલ ધ્યાન માં બેસી ગઈ પણ તે એ વાત થી બેખબર હતી કે તેની ચેતના ભૂતકાળમાં સેરાહ ના શરીર માં નહીં પણ બીજા કોઈ સ્થાને પહોંચી ગઈ હતી.

મિત્રો આ વાર્તા અંગે ના તમેં તમારા અંગત પ્રતિભાવ 8238332583 નંબર પર Whatsapp પર મેસેજ થી આપી શકો છો.