mirracle old tample - 5 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પુરાણી દેરી - 5

રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-5

(આગળના ભાગમાં જોયું ચોરોની આત્માનો સામનો કરવા એક કાળી વિદ્યાના જાણકાર એવા મણી ડોશીનું નામ આવે છે. હવે આગળ...)

સેવક મહારાજે કહ્યુ " મુખીજી કોણ છે મણી ડોશી?"

ત્યાં જ પાછળથી લોકોમાં આછા અવાજો આવા લાગ્યા. " ઓલી મણી ડોશી આપણી મદદ કરશે..એ તો ડાકણ છે ડાકણ...ત્યાં વળી બીજી એક સ્ત્રી બોલી "એ મણી તો હવે લગભગ ચાલી પણ નથી શકતી. એ ડાકણ શુ આપણી મદદ કરશે... એને તો ખાલી ગામનાં લોકોનું ખરાબ જ કરતાં આવડે.

મુખી જી થોડા ઢિલ્લાં પડી ગયા અને પછી કહ્યુ કે "મણી ડોશી ગામની પાછળના ખેતરાવ રસ્તા પર નાનું એવું મકાનમાં રહેતી હતી અને મેં જ..." એટલું બોલી મુખી જી સ્તબ્ધ રહી ગયા.

ત્યાં જ ઢોલી બોલ્યો..હા હા તમે જ તેને ગામની બહાર કાઢી મુક્યા હતાં... તોય કુદરત નો ખેલ જોવો આજે એની જરુર પડી જ. હુ હંમેશા બા ને કહેતો કે હવે આ ગામ મુકી તમે બીજે ચાલ્યા જાવ. આ ગામનાં લોકોને તમારી કોઈ પરવા નથી.પણ નાં, બા મારી એક નો સાંભળતા અને મને હંમેશા બા કહેતાં કે એક દિવસ આવશે જ્યારે આ ગામને મારી જરૂર પડશે. આખરે આ ગામ તો મારુ જ છે ને. જો હુ મારા ગામને નહીં રક્ષા કરુ તો કોણ કરશે."

સેવક મહારાજે મુખીજી ને કહ્યુ કે આ ગામમાં બધાને માન મળે બધાં હળીમળી ને રહે છે તો પછી એક મણી બહેન ને જ કેમ ગામની બહાર કાઢી મુક્યા.?

દુઃખ ની વેદના લઇને મુખીજી એ કહેવાનું ચાલુ કર્યું...

થોડા વર્ષો પહેલા...

ગામનાં લોકો ને આભાસ હતો કે મણી ડોશી કાળી વિદ્યાનાં જાણકાર છે. એમ તો એને ગામમાં બહુ માન મળ્યું હતુ કેમ કે અરજણ બાપાનું નામ હતુ. અરજણ બાપા એ ગામમા બહુ ખ્યાતિ મેળવી હતી. પરન્તુ ઉમર પહેલા જ તેમનુ શરીર નાં શ્વાસ થંભી ગયા. અને તેં પરલોક ગયા.

ત્યાર પછી પણ મણી ડોસી નું એક અનોખું નામ બહાર પડયું. ગામનાં કોઈ પણ લોકો ને સાપ કે વીંછીનું ઝેર ચડ્યું હોઇ તો મણી ડોશી તેને હાથમાં લેતા જ ઝેર ઉતરી જતું.

પંરતુ એક દિવસની વાત છે. મારા ભાઈનાં ઘરે બાબા નો જન્મ થવાનો હતો. મને એક પણ સંતાન નથી. પંરતુ એ વાતનું મને ક્યારેય દુઃખ નથી થયુ. મારે ઘરે નહીં તો મારા ભાઈના ઘરે વારીશ આવનૉ હતો. એટ્લે મારુ મન ખૂબ જ આનંદિત હતુ.

તેં જ રાતે પંચાયત ભેગી કરીને નક્કી થયુ કે ખેતરનાં માર્ગ તરફ કોઈ મંદીર આવેલુ નથી. તેં માર્ગ તરફ આવતાં જતા રાહદાર અને સવાર ખેતર કામ કરવા જતા મજૂરો ભગવાનનાં દર્શન કરે તેં માટે ગામ પંચાયત નાં કહેવાથી મે સ્વયંનાં ખર્ચે ત્યાં એક મંદીર બનાવા માંગતો હતો.

પરન્તુ ગામનાં લોકો નાં દિલ એટલા દિલેર હતાં કે મને સ્વયંના ખર્ચાથી બેદખલ કરી. આખા ગામનાં લોકોએ ફાળો આપ્યો. થોડા જ દિવસોમાં મંદિરનું કામ ઉભુ કરી નાખ્યું.

ગામનાં સારા એવા ખ્યાતિ મેળવનાર મોહનભાઇ અને તેમનાં પાડોશી ગોવિંદભાઇ એ ખૂબ સમય આપ્યો હતો મંદીર બનાવામા. તેથી તેમને જ મંદીરની સ્થાપનાં માટેની શિવજી ની મૂર્તિ લેવા શહેર મોકલ્યા.

એક તરફ મારા ભાઈને ત્યાં સારા સમાચારનો આનંદ અને બીજી તરફ ભગવાનના કામનો. બધાં લોકો ખૂબ જ ઉત્સાહમાં નાચી રહ્યાં હતાં. પરન્તુ મણી ડોશી જ એક એવી સ્ત્રી હતી જે કોઈ દિવસ મંદિરના કે  ભગવાન નાં કામમાં ઉત્સાહ નો રાખતાં. અને પોતાના જ ઘરમાં ગુજારો કરતા. ક્યારેય પણ બહાર જોવા નો મળતાં.

બસ નવરાત્રિ નાં નવ દિવસ જ બહાર આવતાં અને રાતે સમશાન તરફ જતા. બહુ લોકો એ સમશાન તરફ એમને જતા જોયા છે. પરન્તુ કોઈની હિમ્મત નહતી કે તેમની પાછળ જઇને જોઇ શકે કે તેં સમશાનમાં શુ કરવા જાય છે.

બસ હવે એક-બે દિવસમાં સારા સમાચાર મળવાનો સમય જ આવી ગયો હતો કે ત્યાં જ મોહનભાઇ અને ગોવિંદભાઇ મૂર્તિ લઇને આવી ગયા. મૂર્તિની કળા એવી અદ્ભૂત બનાવી હતી કે એને જોઈને જ દિલમાં એક અલગ જ લાગણી ઉત્પન્ન થતી. થોડા જ સમયમાં બ્રાહ્મણ ને બોલાવ્યા અને કાલે જ મૂર્તિની સ્થાપન માટે સારુ મૂર્ત નીકળી ગયુ.

કાલે સવાર પડતાં જ બધાં લોકો નાચવાનાં ઉમંગ સાથે મૂર્તિની પ્રતિષ્ઠl કરવા ગામની મોટી બજારમાંથી નીકળ્યા.

ત્યાં જ સમાચાર આવ્યાં કે મણી ડોશીનાં બાજુના ઘરમાં રહેતાં વાલજી એ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમની પત્નીએ પોતાના શરીર પર છરીના ઘા મારી આપઘાત કર્યો છે. પરન્તુ મણી ડોશી વાલજીને ત્યાં જ છે.

લાગે છે કે મણી ડોશી એ જ બન્નેને માર્યા હશે. કેમ કે તેનાં હાથ જ લોહીથી તરબતર હતાં અને તેને જ છરી હાથમાં પકડી હતી.

ક્રમશ...

(ત્યારના સમયમાં આપઘાત કરવો એ એક બહુ જ મોટો અનર્થ કહેવતો..કેમ કે અત્યારે તો નાની નાની વાતું સહન નથી થતી અને મોતને ભેટી પડે છે. પણ પહેલાંના સમયમાં બહુ જ સહનશીલ અને મહેનતુ લોકો હતાં. ક્યારેય ખરાબ પગલું ભરતા જ નહીં.)

શુ સાચે જ મણી ડોશી એ ખૂન કર્યું હશે?
કે પછી વાલજી ની પત્ની એ આપઘાત કર્યો હશે?

આગળનાં રહસ્યો જાણવા માટે બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી"ની રોમાંચક સફર સાથે.

તમે બધાં વાંચકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે ટૂંક સમયમાં એનાં બદલ તમારા બધાંનો આભારી.?

પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5