mirracle old tample - 9 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય પુરાણી દેરી - 9

રરહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-9

(આગળનાં ભાગમાં જોયું કે વાલજી અને તેની પત્નીનું ખૂન મણી બા એ નહતું કર્યું, કરશન ભગતના ખૂનનું રહસ્ય જાણવા મણી ડોશી પાસે લોકો જાય છે.. હવે આગળ...)

ઢોલીએ થોડો શ્વાસ લઇને પોતાનુ ભૂતકાળ ભુલાવી કહ્યુ કે "ચાલો હુ તમને મણી બા પાસે લઈ જાવ. આવો મારી પાછળ"

બધાં ગામ લોકો ઢોલી ની પાછળ ચાલવા લાગ્યા. સાથે સાથે સેવક મહારાજ અને તેમનાં સાથી પણ ચાલવા લાગ્યા. બધાનાં મનમાં એક અજીબ વિચાર ચાલી રહ્યો હતો કે મણી ડોશીનો કોઈ વાંક નહતો તો તેને ચૂપચાપ ગુનો સ્વીકારી કેમ લીધો. અને કરશન ભગતને કેમ મારી નાખ્યો હતો. મુખીનાં મનમાં તો રહસ્યનાં એટલાં રેસાઓ ગુંથાઈ રહ્યાં હતાં કે કોઈ ભાન જ નહતું રહ્યુ.

વિચારોમા ને વિચારોમાં મુખી આગળ ચાલ્યો જાતો હતો ત્યાં અચાનક બધાં ઉભા રહીં ગયા. પરન્તુ મુખીનાં પગ તો ચાલ્યા જ રાખતાં હતા. એને મન તો મણી ડોશીને ખોટી સજા કરી અને ગામની આવી દશામાં મારો ભાગ છે એવી વિચારોના પહાડ સાથે આગળ ચાલ્યા જ જતા હતા.

ત્યાં જ અચાનક પાછળથી અવાજ આવ્યો મુખી જી... અને મુખીનાં વિચારોમાં તિરાડ પડતાં આસપાસ જોવા લાગ્યો. આસપાસ કોઈ ને નહીં જોતાં થોડુ ગભરામણ થવા લાગી. ત્યાં ફરી પાછળથી પ્રવીણભાઈ એ અવાજ લગાવ્યો..."મુખીજી, અહિયાં, આ બાજુ બધાં છી."

મુખીનાં મનને થોડી શાંતિ થઈ અને થોડુ મલકાયા પરન્તુ આસપાસ જોતાં જ દિલના ધબકારા વધી ગયા. થોડી ચાલવામાં પગલાંની ઝડપ વધારી બધાં પાસે પહોંચ્યા. પ્રવીણભાઈ એ મુખીજી નાં વાંસા પર હાથ રાખ્યો અને થોડુ આશ્વાસન આપ્યું અને કહ્યુ મુખી જી ક્યાં ખોવાઇ ગયા હતાં કે આટલી ભયંકર જગ્યાનું પણ ભાન ભૂલી ગયા.

મુખીજી એ થોડો ઊંડો શ્વાસ લીધો અને કહ્યુ કે "આ મણી ડોશીએ તો ખરેખર કરી હો" ગામનાં પંચ વચ્ચે જ કહી દીધું હોત કે વાલજી અને એની પત્ની સાથે આવુ બન્યુ છે તો આપણે એને થોડી સજા કરેત. પ્રવીણભાઈ મુખીને વળતર બોલ્યા કે " પરન્તુ તમે જ જે જગ્યા પર જવાની મનાઈ કરી છે ત્યાં આજે તમે જ ચાલ્યા જાત".

ત્યાં જ એક માણસ બોલ્યો પરન્તુ મુખીજી આપણે એને ખાલી વાલજી નાં ખૂનની ક્યાં સજા કરી હતી. ગામની વચ્ચે કરશન ભગતનું ધડથી માથું અલગ કરી નાખ્યું હતુ. યાદ તો છે ને?

પ્રવીણભાઈ બોલ્યા "હાં, એટ્લે જ સજા કરી હતી. પરન્તુ મને હવે એવું લાગે છે કે એમા પણ મણી ડોશીનો વાંક નહીં હોઇ"

સુરજ પોતાનો પ્રકાશને ઢાળી રહ્યો હતો. સાંજની સંધ્યા આજે આખા આકાશમાં અલગ અકગ રંગ વિખેરીને કંઇક કહેવા માગતી હતી. બધાં ત્યાં જ ચૂપચાપ ઉભા રહીં ગયા હતાં. બધાં ગામ લોકોને ખબર હતી કે હવે આગળ પગલું મુકશુ એટ્લે જાનથી ગયા. જયાં દિવસમાં પણ કોઈ પગ મૂકવાની હિમ્મત નહતું કરતું ત્યાં અનોખી સાંજમાં પગ મુકવો એ બહુ જ ભયાનક હતુ.

બધાં ને ખબર જ હતી કે સાંજનો આછો પ્રકાશ અને અલગ અલગ રંગની સંધ્યા થોડો જ સમય છે. હમણાં જ સાંજ ઢળી જશે. ઢોલી બોલે એ પહેલા જ મુખીનાં ભાઈ ઘનાભાઈએ(ઘનશ્યામ જેને બધાં ટૂંકા નામ પરથી ઘનાભાઈ બોલાવતા) કહ્યુ "ઢોલી, આ વહેણ પાસે શુ કરવા લઈ આવ્યો છે, તારે શુ બધાં ને મૌતનાં ઘાટે ઉતારવા છે"

મુખીએ ઘનાને શાંત પડતાં કહ્યુ " ઢોલી આ વહેણ તરફ આવાની મનાઈ રાખી છે બધાં લોકોને ખબર કે ગામનું કોઈ ગાય, ભેંશ કે અન્ય કોઈ પશુ આવી જાય તો પાછું ક્યારેય આવતું નથી. અને ગામનાં પંચનો નિયમ છે. તો પછી તું અહિં...

અડધી વાત કાપતા ઢોલી બોલ્યો કે "એટ્લે જ તો મણી બા અહિયાં રહે છે." આટલું સાંભળતા બધાનાં હોશ ઊડી ગયા. કે એક ડોશી આવી જાળીવાળી વહેણમાં રહે છે જયાં નાયળાનું (નાયળા એક શિયાળાની જાતી છે, જે ખૂબ હુ ખૂબ કૂતરા જેવો દેખાવ ધારે છે પરન્તુ માંસાહારી હોઇ છે અને ટોળામાં જ રહે છે)  ઘર છે.

ઢોલીએ કહ્યુ કે "હા, તેમણે કહ્યુ હતુ કે જ્યારે ગામ લોકોને મારી જરુર પડે ત્યારે તેમને આ વહેણ પાસે જ મળીશ." પરન્તુ તેં વહેણમાં કોઈ અંદર પ્રવેશ કરવા તૈયાર નહતું. બધાને પોતાનો જીવ પ્યારો હતો.

સેવક મહારાજે કહ્યુ કે મુખી, આપણે મણીડોશીની મદદ લેવી જ પડશે નહિતર ગામને બચાવું મુશ્કેલ છે. પરન્તુ મુખીને ગામને બચાવા માટે પોતાનુ બલિદાન કરવું પડે તોય તેં પાછળ પગ મુકે તેમ નહાતાં. મુખીએ થોડી હિમ્મત ભેગી કરીને અંદર જવાનું નિર્ણય કર્યો.

ત્યાં જ તેનો ભાઈ ઘનો બોલ્યો "ભાઈ મૂકોને એ મણીડોશીને, કેને ખબર એ જીવતી પણ હશે કે નહીં. આપણે બીજા કોઇકને બોલાવી લાવશુ, જે કાળી વિદ્યાનો જાણકાર હોઇ."

મુખી એ કહ્યુ "નાં ઘનાં નાં, આપણી પાસે બહુ સમય નથી. અને મે જે ભુલ કરી છે તેં હુ સુધારીને જ રહીશ." ઘનાભાઈ ને થોડી ગભરામણ થઈ પોતાના ભાઈની.

પરન્તુ મુખી હવે કોઈનું માનવા તૈયાર નહતો. અને એક પગલું આગળ તરફ રાખ્યું. ત્યાં જ અચાનક અંદરથી નાયળાની ચીચયારી સાંભળી. પરન્તુ મુખીએ હાથની મુઠ્ઠી વારી અને આગળ વધવાનો ફેંસલો કર્યો.  ગામનાં બધા લોકો ત્યાં જ ઢોલી સાથે ઉભા રહીને મુખીની રાહ જોવાનું નક્કી કર્યું.

મુખીએ પાછી એક નજર કરીને સેવક મહારાજની અનુમતિ માગી. સેવક મહારાજે મુખીને હિમ્મત આપતાં કહ્યુ કે " તમે આગળ વધો ગુરુ મહારાજનાં આશિર્વાદ તમારી સાથે છે."

મુખીએ પોતાના સંભળાતા ધબકારાની સાથે હાથની મુઠ્ઠી જોરથી દબાવીને ચાંદનીનાં પ્રકાશે આગળ વધ્યા. થોડા આગળ વધતા જ અંધારામાં ગામનાં લોકો આછા પડતા ગયા અને રસ્તો ડરામણો થતો ગયો.

ક્રમશ...

શું સાચે મુખીને મણી ડોશી મળશે?
કે પછી ઢોલી પોતાના માઁ-બાપનો બદલો લેવા આવો ઢોંગ કરતો હતો ?

આગળ ઢોલી કે મણીડોશીનું રહસ્ય જાણવા જોડાઇ રહો રહસ્યમય પુરાણી દેરીની રોમાંચક ઘટના સાથે...


પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5