Vaheli savarnu sapnu books and stories free download online pdf in Gujarati

વહેલી સવારનું સપનું...

  મંદિર માં ઘંટારવ થયો ને જાણે મારું ધ્યાન ભંગ થયું. કયારે આ વિચારો ના વમળો નું સામ્રાજ્ય મારા માનસ પર છવાય ગયું એ મને ખબર જ ના પડી. હું એકદમ બાકડા પર થી ઊભી થઈ ને આમ તેમ શોધવા માંડી,

વાત એમ છે કે- મને ઓચિંતા નો વિચાર આવ્યો કે ચાલ ને આજે એને મળવા જાઉં.આમતો એ ખૂબ દૂર રહે છે,પણ તમે તો જાણો જ છો કે મનને તો પાંખો હોય છે. એતો મસ્ત આકાશે ઉડવા માંડ્યું. વળી પાછું એ ચંદ્ર ને પણ મળી આવ્યું ને કહેતું આવ્યું, "હે દોસ્ત!તારું અજવાળું મારા મારગ માં ફેલાવજે કારણ, આજે હું મારા પ્રેમ ને મળવા જાઉં છું પણ મને એ કયાં રહે છે એ ખબર નથી.તો મારા વહાલા સખા મને ત્યાં સુધી લઈ જા ને.."

ચંદ્ર એ એની મિત્રતા નિભાવી અને મારા મનને ત્યાં સુધી લઈ ગયો જયાં મારો પ્રેમ રહે છે. એણે કહયું, " લે દોસ્ત!તારી મંઝિલ આવી ગઈ.હવે તું નિરાંતે આ દરવાજા ની અંદર જા. તારો પ્રેમ હવે નજીક જ છે."

ધન્યવાદ મારા વહાલા... પણ હજી એક મદદ કર મારી, આટલા વિશાલ વિસ્તારમાં એ કયાં છે મને નથી ખબર હું એને કયાં શોધીશ??"

સારું મારા મિત્ર, જયાં હું મારો પૂર્ણ પ્રકાશ ફેલાવું ત્યાં જ આવશે તારો પ્રેમ. પણ હા, હજી અંધારું છે અને સૂર્યનારાયણ ના પ્રાગટ્ય માં હજી ઘણો સમય છે તો તારે રાહ જોવી પડશે.
ચાલ,મિત્ર હું વધુ તારી પાસે ન રહી શકું, તને તારો પ્રેમ મળે અને તારી મહેચ્છા પૂર્ણ થાય એવી મારી શુભ કામના...મળું મિત્ર.."
આમ કહી ચંદ્રમાં એનો પૂર્ણ પ્રકાશ એક મંદિર પર ફેલાવે છે.

મંદિર ના દ્વાર તો બંધ હતા તો ખબર નથી એ કયાં ભગવાન નું મંદિર છે પણ રહી રહી ને એવી લાગણી થતી હતી કે આ કૃષ્ણ મંદિર જ હોવું જોઈએ. મંદિર ના પ્રાંગણ ના બગીચા માં ઘણા બાકડાઓ ગોઠવેલા હતા. હું ત્યાં જઈને બેસી ને પરોઢીયું થવા ની રાહ જોવા લાગી.
બરાબર ઉંચે આકાશમાં વિરાજમાન ચંદ્ર પણ મારી સાથે જ છે એમ જતાવી રહ્યો હતો.હું એની સાથે વાત કરતા કરતા, મારા પ્રેમ ને મળવા ના ઉત્સાહ માં , એ મને જોઈ ને શું કરશે?શું કહેશે?ખુશ થશે? ખીજવાશે???આવું ઘણું વિચારતા વિચારતા એની યાદ માં કયારે ધ્યાન મગ્ન થઇ ગઈ ખબર જ ના પડી.

જયારે આ મંદિર માં ઘંટારવ થયો ને હું જાણે ઝબકીને જાગી. બાકડા પરથી ઊભી ને આમતેમ શોધવા માંડ્યું. પછી યાદ આવ્યું પહેલા મંદિર માં જઈ પ્રભુ ઝાંખી તો કરી આવું એમ પણ ચંદ્રમાં એ કહ્યુ જ હતું ને કે અહીંયા જ આવશે. હું મંદિર ના પગથિયાં ચડવા લાગી. ઊપર જઈને જોયું તો મારો માધવ હાથ માં મોરલી પકડી રાધા સંગ ઊભો હતો.એને જોય ને હું મારા આંસુ રોકી ન શકી અને છૂટે હૈયે એના પગમાં પડી નથી ખબર કયાં સુધી રડતી રહી. પછી ત્યાંથી ઊભી થઈ ને મંદિર ના પગથિયાં પર બેસી સામે વિશાળ પ્રાંગણ તરફ એની રાહ જોતી બેસી રહી. ત્યાં થોડી થોડી વારે ઘણાં લોકો આવ્યા પણ એ ન આવ્યા.
હું એમને બધે જ શોધી આવી પણ કશે ના મળ્યા. હું ફરી પાછી બાંકડે આવી ને છેક સાંજ સુધી રાહ જોતી બેસી રહી.

છેક સાંજે લગભગ સાડા છ આસપાસ એક નાનો છોકરો આવી ને મને એક ચીઠ્ઠી આપી જાય છે.એટલો મીઠડો હોય છે કે હું એને વાલ કર્યા વિના રહી ન શકી. પછી મેં એ ચીઠ્ઠી ખોલી ને વાંચ્યું,
"હું નહીં મળી શકું "

કંઈ પણ બોલ્યા ચાલ્યા વિના હું ત્યાં થી ઊભી થઈ એ વિશાળ હરિ મંદિર ના શિખરે ફરકતી ધજા ને મનોમન વંદન કરી ત્યાંથી હું નિકળી આવી. મારું હદય શૂન્યાવકાશ માં ગરકાવ થઇ ગયું...

આ તો સપનું હતું પણ ખરી વાત તો ત્યારે થઈ જયારે પપ્પા એ ઉઠાડી ને કહયું, ચાલ તને આજે કૃષ્ણ મંદિર લઈ જાઉ. આ એ જ મંદિર જયાં હું હમણાં જ જઈને આવી.

તમે જ કહો હવે કે,હું શું કહી શકું!!?? કારણ મંદિરે તો જઈશ પણ એ ન મળશે..!!??

આમેય વહેલી સવારે જોયેલા સપના સાચા જ પડતા હોય છે.



                   એનું ગામ આવ્યું ને એની યાદ આવી,
                             થયું હમણાં સાદ દેશે,
                                       પણ ,
                          હું તો ત્યાંથી એમ જ આવી
                                 એતો ન હતો
                                      પણ ,
                             એની યાદ આવી ...
                                -કુંજદીપ.


કુંજદીપ.