I Love Me books and stories free download online pdf in Gujarati

I Love Me

       
       હું ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી સુંદર અને એમનું અતિશ્રેષ્ઠ creature છું. એવું મારું માનવું છે.

     યાર, રોજ એકવાર તો પોતાની જાતને પ્રેમ કરવો જ જોઈએ...અને હા ચોક્કસ એક એવું કામ કરવું જોઈએ કે પોતાની જાતને શાબાશી આપી શકીએ. હું તો નાના નાના કામમાં પણ શાબાશી આપું છુું. 
     
      અરે જમવા નું બનાવું ત્યારે, મારા દિકરા પ્રહષઁ માટે જયારે ટિફીન બનાવું ત્યારે તો દુનિયા ની શ્રેષ્ઠ cook બની જાઉં, મારા પતિ ને ઓફિસમાં મદદ કરું છું ત્યારે એમની સૌથી સારી personal assistant બની જાઉં, મારા પપ્પા (સસરા)સાથે બેસી એમને જ એમની તબિયત માટે ખિજવાઉં ત્યારે એમની દિકરી બની જાઉં, મારા friends ને ભણવામાં કે કંઈ સમજાવવામાં અરે ઘણીવાર તો loveguru પણ બની જાઉં અને જયારે હું teacher બની મારા students સામે ઊભી રહું ત્યારે તો મારા ગર્વ નો પાર નથી રહેતો...હજીતો ઘણું... મારો દિકરો અને મારા પતિ મને એમની best friend માને છે કેમ ના હોઉં!!?? હું છું જ સમક્ષ..હવે કહો આટલું બધું કર્યા પછી મારી જાત સાથે મને જ પ્રેમ ન થાય તો શું થાય!?

     આમતો કંઈ જ નથી મારી જીંદગી માં ખુલ્લી કિતાબ છું અને એક રીતે કહું તો કોરી જ કિતાબ છું. મને મારા જીવનનો રોજ જ નવો અધ્યાય લખવો પસંદ છે. એવું નથી કે હું મારા ભૂતકાળને ભૂલી જ ગઈ છું.અરે ઘણી વાર તો ભૂતકાળમાં જ જીવું છું. મારું એવું માનવું છે કે દરરોજ નવો અધ્યાય શરું કરતાં પહેલાં થોડી વાર ભૂતકાળમાં જીવી લેવું. મારી પાસે હવે મારા પપ્પા નથી તો ચોક્કસ પણે મારે ભૂતકાળમાં જવું જ રહયું. હવે મારી પાસે મારા ગુરુ મારા ભટ્ટ સાહેબ નથી તો અવશ્ય જ ત્યાં જવું રહયું. એટલે જ તો કહું છું કે હું રોજ જ ભૂતકાળ જીવું જ છું.

     વાત રહી મારા જીવનની તો હું મારી બુદ્ધિ પ્રમાણે નહીં હંમેશા મારા હદય ને પગલે જ ચાલુ છું.મને મારી મતિ પર જરા ભરોસો નથી, ની ખબર કયારે માત દઈ જાય. પણ હદય મારું હંમેશા સાથે જ રહે છે અને એ કોઈ દિવસ મને દગો નથી કરતું એ ભ્રષ્ટ તો નથી જ થતું.

        અરે મારા જીવની રોમાંચક વાત કહું.!???
હું મારા સુવિચાર જાતે લખું છું. રોજ કોઈ ને કોઈ નવો નવો અનુભવ થતો રહે તો લખાય છે.

The SMILE is beginning of LOVE,
The LOVE is beginning of LIFE
LIFE is beginning of TRUTH
TRUTH is beginning of HAPPINESS"
kunjdeep...

Nothing is impossible when yr dreams n goals r clear..
Nothing is easy. Nothing is hard,so keep trying yr level best & victory is yours..
Kunjdeep...

પોતાનું સન્માન કરવાથી
હંમેશા આત્મવિશ્વાસ માં
વધારો જ થાય છે.
કુંજદીપ.


New Day,New morning;
One more day to celebrate life..
Don't wait for right time,
Celebrate every moment of life..
Something surely happen with u,
So be Positive,believe in yr self very strongly..
Kunjdeep...


I'm the main reason of my smile ?
Becoz i lv ?my self most?..
I always respect my self?..
So i always wear a big smile on my face?..
I'm my favourite only?..
I always thank to god ?for what I'm?..
Becoz..I'm the main reason of my smile..?
Kinjal (કુંજદીપ)

         આવા તો ઘણા. એવું નથી કે આપણા મહાન માનવો ના સુવિચાર ખોટા છે.હું ચોક્કસ પણે એને સમજવાની અને જાણવાની કોશિશ કરું છું.
પરંતુ હું એમ માનું છું કે એમણે જયારે આ બધા સુવિચાર લખ્યા હશે ત્યારે એમની પરિસ્થિતિને અનુકૂળ અને એમના અનુભવ પરથી જ લખ્યા હશે. કે આવનારા સમયમાં બીજા ને મદદરૂપ થાય . એકદમ સાચું ,હું માનું છું.

       પરંતુ રોજબરોજની જિંદગીમાં દરેક ને નવા નવા અને દરેક ને અલગ અલગ અનુભવો થતા હોય છે. એવી પરિસ્થિતિ માં આ સુવિચારો અનુસરવા જઈએ તો કેમ પાર આવે.જયારે રોજ જ સવારે ઉઠતાં ની સાથે આપણે જ નવો અધ્યાય લખવો છે, પોતે જ લડવાનું છે,પોતે જ જીતવાનું છે,પોતે જ હારવાનું છે, મુસીબતો નો સામનો પણ જાતે જ કરવાનો છે ત્યારે આપણે આપણા જ વિચારો ને સુવિચાર કેમ ના બનાવીએ!?

હવે તમે જ કહો...હુ સાચી કે ખોટી???

      હું મારા જીવનની દરેક ક્ષણ ને ઉત્સવ ની જેમ જ ઉજવવા માંગુ છું. મૃત્યુ સમયે મને ભરપૂર જીવન જીવ્યા નો સંતોષ અને આનંદ જ હોવો જોઈએ..નહિ કે કોઈ અફસોસ કે દુખ.
જાણું આ બધું લખવા વાંચવા નું જ સારું લાગે. ના મને તો એ જીવવાનું જ સારું લાગે. અને હું આમ જ જીવીશ. મને મારી બાજુમાંથી પસાર થતા માણસને એક સ્મિત સાથે Hi, Hello કરી બોલાવવામાં આનંદ આવે છે ભલે એ અજાણ વ્યક્તિ કેમ ન હોય.બસ મારા જીવનમાં ફકત પ્રેમ ને જ સ્થાન છે પછી એ કોઈપણ હોય કે કંઈપણ હોય.. જીવીશ પણ પ્રેમમાં અને મરીશ પણ પ્રેમમાં જ.

      બીજી એક વાત જે normally બધાં થી જુદી જ છે..
મને કોઈ હિરો અને હીરોઈન બહું પસંદ નથી. હા એમના કામ, એમનો અભિનય ચોક્કસ ગમે છે.એટલે મને નિરસ ના સમજતાં.
મને પણ હિરો ગમે જ છે પણ Real heros ગમે છે.
જેમકે, શિવાજી,મહારાણા પ્રતાપ, ભગતસિંહ, મોરારીબાપુ, નરેન્દ્ર મોદી અને હા બ્રિજરાજ ગઢવી-ગુજરાતી સાહિત્યકાર એ મારા most favourite hero છે.
અને હિરોઈન માં...હું પોતે જ મારી favourite છું. હું જ મને ગમું છું. મારા વાળ, મારી આંખો..બધું જ મને ગમે છે.આ અભિમાન નથી પણ પોતાની જ જાતને પ્રેમ કરું છું એટલે જ પોતાની જાતનું અભિવાદન કરું છું.

"જયાં સુધી આપણે પોતાની જાતને પ્રેમ નથી કરતા ત્યાં સુધી બીજાને પણ નથી કરી શકતા". એવું મારું માનવું છે.

કુંજદીપ.