Nathi adhikar maafi mangvano books and stories free download online pdf in Gujarati

નથી અધિકાર માફી માંગવાનો

"નથી અધીકાર માફી માંગવાનો "

એક જાદુની જપ્પી એને જેના આપણે બધા જ ગુનેગાર છીએ,
મનથી નહી પણ દિલથી આજે કહેવું છે કંઇક આ પ્રકૃતિને,

ફરીયાદ કરવી છે આજે મારે, બીજા કોઇની નહી પણ મારી ખુદની,મારા અસ્તીત્વની જેને બુદ્ધીજીવી માનવ તરીકે સ્થાન મળ્યુ છે આ સૃષ્ટિ પર.
સત્ય પ્રગટ કરવું છે આજે મારે આ બુદ્ધિજીવી માનવ ના કાર્યોનું, માફી માંગી શકીએ એટલો અધીકાર પણ ખોઇ બેઠેલા આ નિર્દયી માનવની મારે તને ફરીયાદ કરવી છે.
ફરી ફરી ને યાદ કરાવું છું કે મારી આ ફરીયાદને તું સ્વીકારે માં...

અજ્ઞાનનાં પાયાપર રચાએલી આ કાલ્પનીક પ્રગતિ પાછળની આંધળી દોડ ને કારણે,
અમે કામ જ એવા કર્યા કે માફી માંગવાનો અધિકાર જ ખોઇ બેઠા છીએ.
સહજતાથી આપેલા તારા આ પ્રેમનો અમે દુરઉપયોગ કર્યો છે.
જાણવા છતાં કે નથી અસ્તિત્ત્વ તારા વગર આ શરીરનું, છતાં કરીએ છીએ નુકશાન અમે સૃષ્ટિનું,
તારા ભોગે થતી પ્રગતિને સૃષ્ટિનો વિકાસ સમજવો એનાથી મોટું અજ્ઞાન બીજુ શું હશે ??

આજે નફરત થાય છે ખુદના આ સ્વાર્થી અસ્તિત્વ પર,
જાણીને કડવું જરુર લાગશે લોકોને પણ સત્ય છે કે માનવ જ એક એવું પ્રાણી છે જે સમગ્ર જીવસૃષ્ટિ માટે બહુ મોટુ " જોખમ" છે.
અમે કહેવાતા બુદ્ધિજીવીઓ નિર્દયતાથી તારા જ અંગોને કાપીને તારી આ દુખદ વ્યથા તારા પર જ કલમથી લખીને લોકો સામે
તારા મિત્ર હોવાનો ઢોંગ કરીએ છીએ.
ગ્રહોના સંકેતો ની પાછળ ટાઇમ વેસ્ટ કરશે પણ તારા સંકેત (પુર, ભુકંપ, દુકાળ) ને કેમ નથી સમજી શકતો માનવ ??
કે પછી જાણવા છતાં પોતાની જાતને છેતરવાનો ગજબનો ગુણ ધારણ કર્યો છે સમગ્ર જીવસૃષ્ટિમાં ફક્ત માનવે.

સૌથી માટી ભુલ જ એ છે કે ગુફા થી ચંદ્ર પર વસવાની આ યાત્રાને અમે અમારી પ્રગતિ માનીએ છીએ.
માનવમાંથી સંપુર્ણ રાક્ષસ બની જઇએ એ પહેલા હે પ્રકૃતિ માં.... કૃપા કર અમારા પર અને તોડીદે અમારો આ ઘમંડ,
કરાવીદે અનુભવ અમારી ખરી ઔકાતનો, કદાચ ત્યારે જ સંભળાશે અમને પીડા બીજા જીવોની,
તોડીદે આ મિથ્યા વિકાસરુપી અભીમાનને કેમ કે આ આંધળી પ્રગતીજ કારણ છે એ પાંચ તત્વોના નુકશાન નું જે તત્વો જ તો છે અમારુ ખરુ અસ્તીત્વ.
માં છો એટલે સહન કરી રહીછે પણ બસ હવે નહી તારી આ જ માફીને અમે અમારા સ્વાર્થની શક્તિ બનાવી છે એટલે માફી નહી સજા કર માં
અને બંધ કરાવ આ આંધળી પ્રગતી પાછળની અમારી ધુનને નહી તો આ જ સ્વાર્થી ધુન સમગ્ર જીવસૃષ્ટિને એક દિવસ બહું મોટા જોખમમાં મુકી દેશે.


- ચિરાગ કાકડિયા

હેલો મિત્રો,
જે પ્રૃકૃતિનું એક અમુલ્ય નિર્માણ આપણે છીએ એ પ્રકૃતિ પર આપણી જ અજ્ઞાનતાને કારણે થઇ રહેલા નુકશાન પર
તમારો અભિપ્રાય કોમેન્ટ ધ્વારા જરુર જણાવશો એવી વિનંતી કરું છું અને મહત્વની વાત,
થઇ રહેલા નુકશાનમાં એક ગુનેગારના અનુભવ સાથે જ વિચારીને લખશો તો જ સત્ય લખી સકશો અને મહત્વની વાત-
"કોઇ સુધરે એવી આશા રાખતા પહેલા "કોઇ" કોણ ? એ જરુર વિચારો".
સરળ ભાષામાં કહું તો વિચારો કે "હું... બસ પહેલા હું સુધરું એટલું જ પુરતું છે" તો "બીજા" શબ્દનું કઇ મુલ્યજ નહી રહે અને
તો જ "વિકાસ" થશે અને રક્ષા થશે જીવસૃષ્ટિના બિજા કરોડો જીવોની, કેમ કે "વિકાસ" પાછળની આંધળી દોડમાં આપણને એમ જ છે કે
આ જીવસૃષ્ટિ પર ફક્ત આપણે જ જીવીએ છીએ અને મન ફાવે તેમ કરવાનો આપણને હક છે પણ આ બહું મોટુ અજ્ઞાન છે આપણું.

શેર કરો આ પોસ્ટને તમારા મિત્રો અને પરિવાર સાથે જો આ સત્ય તમને મહત્વનું અને ઉપયોગી લાગ્યું હોય તો.
જય શ્રી ક્રિષ્ના.