Shaswat prem - Cha... in Gujarati Moral Stories by Bhoomi Shah books and stories PDF | શાશ્વત પ્રેમ- ચા....

Featured Books
Categories
Share

શાશ્વત પ્રેમ- ચા....

વહેલી સવારે, "થોડું વધારે ઉંઘવાની ઇચ્છા" અને "ઉઠવું પડશે" એ બંને વચ્ચેની મગજમારીમાં આંખો ખૂલતાં જ એ યાદ આવે અને એક વિચાર માત્ર હોઠો પર એક સ્મિત લઈ આવે ..... બગડેલા દિવસથી, ખરાબ મૂડથી અને ખુશીના સેલીબ્રેશનમાં બસ સૌથી પહેલો વિચાર તેનો જ આવે..... પાક્કો ટાઇમ ગોઠવાયેલો હોય તેની સાથે....રોજ આટલાં વાગે અને આટલી વખતે મળવાનું જ એવો વાયદો કરેલો છે.... કોઇની પણ માટે હું એને મળવાનું ભુલી જવ એવું ક્યારેય ના થાય.... મારી દરેક મુશ્કેલીઓની દવા એટલે 'એ'...મારા દરેક કામની હિંમત એટલે 'એ'.... વાતોમાં જો તેનો ઉલ્લેખ ના થાયને તો વાત અધુરી જ રહી જાય. અને જો કોઇ તેનું નામ લઈ લે ને, ભલેને પછી ભૂલમાં હોય પણ એને મળવાનું મન થઇ જાય છે. કેટલીય વખત મારાં મમ્મી તેનાં નામથી મને ચીડવે પણ ખરી...પણ છતાં મને ગુસ્સો ના આવે, પણ હા એક હલ્કી મુસ્કાન જરુર આવે...હું તેનાં વગર મારી જિંદગી નથી વિચારી શકતી.

હવે તમે જ કહો, જો કોઇ માટે આટલી બધી લાગણીઓ હોય તો તેને શું નામ અપાય?...

હું એને પ્રેમ કહુ તો કાંઈ ખોટું તો નથી ને!.... કે પછી શાશ્વત પ્રેમ?!.. એટલે કે વગર કોઇ આશાએ બસ એક સંબંધ રાખવાની ઇચ્છા!.....

તમને થયો છે કોઇ દિવસ આવો પ્રેમ?...અરે રે રે... આ પ્રશ્નથી કોની યાદ આવી!..ચલો ફોર્સ નહીં કરું બસ! ફકત એટલું કરજો કે જેનો વિચાર સૌથી પહેલો આવ્યોને તેને કહી જરુર દેજો...કેમકે 'સાચા સમયની રાહ જોવામાં સારા લોકોનો સાથ છૂટી જાય છે'....
તમે પૂછશો નહીં કોનાં માટે છે લાગણીઓ! ...કહી દઉ તેનું નામ?...મારો શાશ્વત પ્રેમ એટલે બીજું કોઈ નહીં પણ ચા.......
હા, સાચ્ચે કહું છું મારો પ્રેમ ચા પ્રત્યે છે. દિવસની સવારમાં એક ચુસ્કી મળે એટલે શરૂઆત સારી થાય. મૂડ ખરાબ હોય તો પણ એક કપ ચાનો એ પણ સૂધરી જાય. મારા મનને જો કોઈની જરુર હોય સૌથી વધુ તો એ ચા અને માત્ર ચા.!. તમને પણ કોઈકને કોઈ વસ્તુ માટે એક અલગ લાગણી હશે ને!...કયી વસ્તુ માટે છે કહેજો ખરા!..
એમ તો મારા અને ચાના ઘણાં કીસ્સા છે. જે યાદ આવે તે હું તમારી સાથે જરુર ચર્ચા કરીશ. કેટલાક હસવા વાળા તો કેટલાક દૂખથી ભર્યા અને એમાં પણ વળી કોઈક અધૂરાં....
એક યાદ આવે છે કહું?!.......

ડેરીંગ:
સ્કુલ સમયની વાત છે. ઘરથી દૂર હતી એટલે હોસ્ટેલમાં રહેવુ જરૂરી હતું. અને હોસ્ટેલનું નામ આવે એટલે ખબર જ હોય બધાને કે કેવું રહેનસહેન હોય. અમારી પણ એ જ હાલત હતી. જમવાનું તો ભાવે એવું હોય નહીં અને એ ટાઇમ એ આજની જેમ ખણી-પીણીની વધારે પસંદગી પણ નહીં. એટલે તમે મજબુર કાંઈ ના કરી શકો, પણ મને એ વાતથી વધારે ફર્ક નહતો પડતો જ્યારે મને ચા મળી જતી. વર્ષનાં વચ્ચે એક પ્રોજેક્ટ ચાલતો હતો એટલે રસ્તા પર દિવસ જેવી જાહોજલાલી રહેતી. અમારી હોસ્ટલ મોટી હતી અને ખ્યાતનામ પણ, એટલે નિયમોનો ભાર પણ વધારે. નિયમ જરા એમ હતા કે રાત્રે 7 વાગ્યેથી સવારનાં 6 સુધી હોસ્ટલનો દરવાજો બંધ. કશું પણ થયી જાય કોઈનાં માટે ખોલવામાં આવે નહીં. સવારે ચા નહીં પણ દૂધ આપે પીવા માટે અને એ પણ 8વાગ્યાં પહેલા ડાઇનીંગ હોલમાંથી લઈ લેવું પડે. અને રાતનું જમવાનું 8 વાગ્યાં પછી પીરસવામાં આવે નહીં. ટાઈમના એટલા પાક્કા કે અમારું જીવન પણ શિષ્ટાચારી બની ગયું હતું.
પણ એક દિવસ, કોઇ કારણસર મારાથી જલદી ઉઠવું શક્ય ના બન્યું એટલે મારું દૂધ મળ્યું નહીં. એમ તો મને દૂધ ફકત ચા બનાવવા જોઈતું હતું. પણ એ દિવસ સવારે હું અને ચા મળી જ ના શક્યાં. આખો દિવસ ભારે ભારે અને ચીડચીડો પસાર થયો. સાંજ પડતા સુધીમાં તો હું ચા માટે અધીરી બની ગયેલી. અને રાત્રે તો બહાર નિકળવા ના મળે. હવે કરવું શું!... હું જે રૂમમાં રહેતી હતી તેની સામેનાં રૂમમાં એક છોકરી રહેતી હતી. મારાથી એક વર્ષ આગળનાં ધોરણમાં હતી એટલે એક તરફ વાત કરવામાં ધીરજ પણ રાખવી પડતી અને બીજી તરફ તેમની સાથે સંપર્ક પણ રાખવો પડતો. જ્યારે જ્યારે મીટીંગ માટે બોલાવવામાં આવે એટલે જવું પડે અને જે કહે કરવા એ કરવું પણ પડે.
આ સિવાય મારું તેમની સાથે વાત કરવાનું એક બીજું પણ કારણ હતું કે હું ચા સાથે સંડોવાયેલી હતી એટલી એ પણ હતી, અને કદાચ એ વાતથી જ અમે સંકળાયેલા હતા. નહીં તો મારા સ્વભાવમાં કોઇની કહેલી વાત કરવા માત્રનો અંશ નહતો. કેમકે હું હંમેશા વિચારતી કે કોઇકના ઇશારા પર ચાલવું એમાં કોઈ મહાનતા નથી. જે વાત આજે પણ હું માનું છું. ચાલો છોડો...એ વાત તો અલગ છે. આપણી વાત પર પાછાં આવીએ... તો હવે એ છોકરી મારા રૂમની સામે, જ્યારે પણ ચા પીવાની ઇચ્છા હોય એટલે દરવાજો ખટખટાવવાનો. એમાં પણ અમારી બુધ્ધિ એટલીને કે પાસવર્ડ રાખેલો, જો બે વખત ખખડે દરવાજો એટલે ચા માટેનો સાદ સમજવો. આવું સાંભળીને હસવું આવે છે ને?!...મને પણ અત્યારે એ દિવસો વિચારીને હસવું આવે.
એક દિવસની વાત હતી. મને રાત્રે 11 વાગ્યે ચા પીવાની ઇચ્છા થઇ. અને એનું કારણ મારું કાચી ઉંઘમાંથી ઉઠી જવું હતું. ઉંઘવાની કોશિશ તો કરી પણ ઉંઘ આવી જ નહીં એટલે મેં જરા બારીમાંથી બહાર નજર કરી. તો જોયું કે જે લારીએ અમે રોજ ચા પીતાં એ હજુ ખૂલ્લી છે. એટલે મેં તરત જ વિચાર કર્યો અને આગળનાં રૂમની દરવાજો ખટખટાવ્યો. નસીબ હતું કે તરત દરવાજો ખુલી ગયો. પણ....પ્રશ્ન એ હતો કે બહાર નીકળવું કેમનું!...હોસ્ટેલ તો બંધ. મારી સાથે સાથે બિચારી પેલીને પણ મેં ચા માટે ઉત્સાહી બનાવી દીધી હતી. પછી શું!..મહામહેનતે મને એક યુક્તિ સૂઝી. પણ તમને ખબર છે એ સાંભળીને સામે વાળાનાં હાવભાવ જ બીક લાગે તેવા થઇ ગયા હતાં....


______________________________________
 મને નથી ખબર તમારા માટે વધાારે મહત્વ  શું છે પણ મારા માટે ચા છેે. અને એટલે જ ચા સાથેનાં કિસ્સા લખવાનો પ્રયત્ન છે. 
જો કોઇ suggestion હોય તો કહેજો જરુર....