Sambandho ni aarpar - 3 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર. પેજ - 3

સવાર સવારમાં કથા પાઠ પતાવીને તથા બ્રાહ્મણો ને ભોજન કરાવ્યા બાદ અંજુ બોલી..

પ્રયાગ...બેટા તૈયાર થઈ જાવ ફટાફટ, આજે તારો ઓફિસ માં પહેલો દિવસ છે .
અરે...મમ્મી શુ વાત કરેછે ? ખરેખર શુ મારે ઓફિસ આજ થી જોઇન કરવી પડશે  ?

અંજુ...મલકાતી મલકાતી બોલી...દિકરા એવુ તો કંઇ નથી..આતો આજે તારી વર્ષગાંઠ છે અને તુ પણ હવે થોડોક મેચ્યોર્ડ તો કહેવાય જ...અને આમ પણ અત્યાર સુધી તારી દરેક વષઁગાંઠ પર આપણે કંપની ના ઓનેષ્ટ એમ્પ્લોઇઝ ને બોનસ વીથ ઈન્ક્રીમેન્ટ...જયારે પૂરા ઓફિસ સ્ટાફ ને તથા કંપનીના દરેક કમઁચારી ને એક સેલેરી બોનસ આપીએજ છીએ ,એટલે તે કામ હવેથી તુ કરે એવી મારી ઇચ્છા છે.

ઓકે મમ્મી ભલે જેવી તારી મરજી, પણ હુ વિચારું છું કે હાલ તુ મને આ બીઝનેસ ની આંટીઘૂંટી મા ના નાખે તો સારું. હજુ મારે પોષ્ટ ગ્રેજ્યુએશન માટે 2 વષઁ લંડન અથવા સ્વિસ ભણવા જવું છે. મારા બીજા ફ્રેન્ડસ પણ સાથે જ જઇએ તેમ વિચારીએ છીએ. માસ્ટર્સ કર્યા પછી પ્રયાગ ગૃપ ને જોઇન કરતા પહેલાં મારે કોઈ બીજા મોટા ઇન્ડસ્ટ્રિયલીસટ નાં હાથ નીચે રહી ને તૈયાર થવું છે. બીઝનેસ ની આંટીઘૂંટી અને ઉતાર ચઢાવ હુ આપણે ત્યાં રહી ને એટલા જલદી અને એટલા સારી રીતે કદાચ નહીં શીખી શકુ ,એવુ મારુ માનવુ છે. 

શુ કહેવું થાય છે મમ્મી તારું ?? મારી વાત માં કઈ દમ લાગેછે ??

અંજુ એકદમ...પ્રયાગ ની વાત માં ખોવાઈ ગઇ..જાણે અટવાઇ ગઇ..

સાલો ડીટટો એના બાપ પર જ ગયો....મન માં ને મન મા જ અંજુ કઇક બબડી ગઇ.
પ્રયાગ બેટા એ વાત પણ સાચી છે....તુ જેમ ઇચ્છે છે તેમ જ આપણે કરીશું. 
આમ પણ મારી પણ એવી ઇચ્છા છે કે...પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ નો હવાલો તને સોંપુ ...તેના પહેલા...એક વ્યક્તિ એવી છે કે જેના હાથ નીચે રહી ને તુ તૈયાર થાય, પણ એ બધું જ આપણે સમય આવે ત્યારે વિચારીશું, અને ત્યારેજ નક્કી કરીશુ, અત્યારે આપણી ઓફિસમાં મેનેજર મી.મહેતા અને પટેલ બધુ તૈયાર કયરી ને બેઠા હશે. અને ઓફિસ નો પુરો સ્ટાફ મારા લાડકા કુંવર ની રાહ જોઈ ને બેઠા હશે. 

 ચલ...હવે તુ રેડી થઇ જા...અને પેલો અરમાની નો સૂટ પહેરજે તને શોભે એવો છે બેટા. 
મમ્મી આ તને પણ જબરો શોખ છે, મને બધી બ્રાન્ડેડ વસ્તુ ઓ અપાવવાનો. સાચુ કહુ તો મને બહુ બ્રાન્ડ વાળી વસ્તુઓ નો મોહ નથી આમતો. બ્રાન્ડડેડ હોય કે ના હોય...મને   તો  ગમવુ    જોઇએ  બસ. 
વસ્તુ વાપરીએ અને આપણા થી નાની વ્યક્તિ ને મળી એ ત્યારે તેના મન ના ભાવ કેવા છે તે સમજવા હું કાયમ કોશિશ કરતો હોઉ છુ.
આતો તારું મન છે  ,એટલે  પહેરી લઇશ. બાકી આ બંદા ને સારી વ્યક્તિ બનવાનો અને મોટા અને સફળ બીઝનેસ એમ્પાયર ને રન કરવા સિવાય બીજો કોઈ પણ શોખ નથી. 
સારું ચલો હવે તુ અત્યારે નહી સમજે કે કેમ હું તને આટલા લાળ લડાઉ છુ ,પણ સમય આવશે ત્યારે તુ સમજી જઇશ, અને નહી સમજાય તો આ તારી માં બેઠી છે ને... તને સમજાવવા માટે. 

જા હવે રેડી થઇ જા અને નીચે આવી જા, હજુ આપણ ને ઓફિસ પંહોચતા પણ બીજો કલ્લાક થશે. 

આ શહેર નો ટ્રાફીક...તો બાપા ભગવાન બચાવે..અને આજના આ  છોકરીઓ અને છોકરાઓની ડ્રાઇવીંગ થી પણ તોબા...કોઇને પણ કોઇની કંઇજ પડી નથી જાણે.

પ્રયાગ અરમાની નો સૂટ અને ઇટાલિયન લેધર ના શૂઝ પહેરીને..માથુ ઓડ્યા વગર જ....માંથા મા હાથ ફેરવતા ફેરવતા નીચે આવી ગયો. 

એ ચાલો...મમ્મી...તમારો પ્રયાગ એકદમ રેડી છે. લેટ્સ ગો ટુ મીટ માય મધસઁ ડ્રીમ.
આ મધસઁ ડ્રીમ એટલે બેટા...?
અંજુ  ધીરે થી બોલી....
કંઈ નહીં મમ્મી...આ " પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ " તો તારુ જ ડ્રીમ હતું ને ??

ના બેટા...."પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ " એ મારુ ડ્રીમ નહોતુ...
પણ " પ્રયાગ "  મારુું  ડ્રીમ હતુ.

અને આ માથા ના વાળ સરખા કર જરા....વાળ મા જરા કોમ્બ ફેરવતો હોય તો બેટા. 
મમ્મી પણ તારા દિકરા ને આવા વાળ જ સારા લાગે છે....આતો કોલેજ માં બધા એવું કહેતા હોય છે.  અને આમ પણ મને વાળ ઓળવા નો કંટાળો આવે છે. આ કરલી વાળ છે એટલે આવુ જ સારું લાગે. 
એ સારું...ઉભો રહે...એક મીનીટ...કહી અંજુ હાથ માં અક્ષત, કુમકુમ અને  ચાંદી ની નાની કટોરી મા દંહી..લઇ ને આવી ગઇ. લે બેટા ચલ તને કુમકુમ તિલક કરી દઉ...કહેતા અંજુ એ...પ્રયાગ ના ચમકતા લલાટ પર  બન્ને આઇબ્રો ની વચ્ચોવચ સરસ મજાનું  તિલક કયૃ અને તેના પર અક્ષત પણ લગાવ્યા. લે બેટા હવે આ દંહી ખઇલે ...એટલે શુકન થઇ જાય...
પ્રયાગ એ ...દંહી ની ચમચી અંજુ પાસે જ મ્હોં માં મુકાવી. અંજુ એ દંહી ખવડાવી અને પૂજા ની થાળી ડાઇનીંગ ટેબલ પર મુકી અને બન્ને હાથે  ઓવારણા લીધા. 
લો ચલો હવે બહાર લોન મા તારો મન પસંદ નાસ્તો અને બોર્નવીટા રેડી છે.
શુ વાત છે મમ્મી આજે તો તારા હાથ ના પોહા ખાવા મળશે ?
પણ...આ...આટલા તૈયાર થઈ ને નાસ્તો  ?


તો એમાં શું વાંધો છે બેટા ? તારા નાસ્તો કરવાના કે જમવા ના સમયે...તુ નાનો હતો ત્યારે પણ કપડાં નહોતો બગાડતો. તો હવે તો વીશ નો થયો...પણ તેમ છતાં નવો સૂટ છે..એટલે નેપકીન જરા આજે પ્રોપર ગોઠવજે.

આમ તો અંજુ એ પ્રયાગ નુ ધડતર જ એવું જબરજસ્ત કર્યુ હતુ કે દુનિયા આખી માં જાય તો પણ પ્રયાગ ને કોઇ પણ વસ્તુ ના ફાવે કે ના આવડે  તેમ હતું  જ નહીં .
બન્ને વ માં દિકરો પ્રયાગ બંગલો ની વિશાળ લૉન ના આલીશાન ગઝેબો માં ટેબલ ખુરશી પર ગોઠવાયા. 
અરે સેવક જરા પ્રયાગ ના પપ્પા ને પણ બોલાવ, અંજુ એ સેવક ને વિશાલ ના રૂમ તરફ મોકલ્યો. 
મેડમ, સાહેબ આવેછે ...સેવકે આવી અને વિશાલ નો જવાબ સંભળાવ્યો. 
ઓકે  બેટા  ...આપણે થોડું વેઇટ કરીએ, અંજુ  બોલી.
હા મમ્મી મારે તો  આમ પણ  કયાં ઉતાવળ છે  ! મારે તો આજે સાંજ નો પ્રોગ્રામ છે, આજે બધા  ફ્રેન્ડસ ને  મેરીયટ માં  પાર્ટી આપવાની છે..એટલે અત્યારે તો તમારો લાડકો તમારી સાથે જ છે. પ્રયાગ હસતાં હસતાં બોલ્યો. 
અને સાથે સાથે  સાંજ નો અને મોડી રાત સુધી  નો ફ્રેન્ડસ સર્કલ માં પાર્ટી આપી છે તેનો ઇશારો પણ  ધીરે રહીને કરી દીધો.

બહુ જ સરસ ને બેટા, કોણ કોણ જવાના ??
એકલા છોકરા ઓ જ છે કે છોકરીઓ પણ છે કોઇ ? અંજુ બોલી.

મમ્મી મે ઇનવાઇટ તો આખા ગૃપ ને કરેલું છે...પણ કોણ કોણ આવશે તેના કન્ફરમેશન હમણાં વોટસપ પર આવતા જ હશે. આમ તો ગઇકાલે જ રાત્રે  12   વાગે  જ બધા ફ્રેન્ડસ ના ફોન આવી ગયા હતા બથઁડે વીસ કરવા માટે, ત્યારે જ  નક્કી કર્યું છે કે  આજે મેરીયટ માં પાર્ટી આપીશ.
ઓકે બેટા, આ જમવા પૂરતી જ પાર્ટી છે કે કંઇ મહેફીલ જેવું પણ છે સાથે ? અંજુ  હસતાં હસતાં બોલી.
અરે ના મમ્મી  શું તુ પણ..., હું અને ગ્લાસ ને હાથ લગાવુ ?
ખબર છે મને તારી તો બેટા....પણ તારા  ફ્રેન્ડસ  ?
ના..ના મમ્મી  તારા  પ્રયાગ નુ આખુ ગ્રુપ સારું છે, કોઇ હાથ પણ નથી લગાવતાં...ચાહે  છોકરા ઓ હોય કે છોકરીઓ. 
એ....તો સારું બેટા બાકી  આજના જનરેશન નુ કઇ કહેવાય નહી.
ખેર ઓકેસનલી બીઝનેસ મા કયારેક કોઇ નુ રીસ્પેકટ રાખવા ક્યારેક લેવુ પડે એમાં કશો વાંધો નહીં. બાકી તો  આ વસ્તુ થી તો દુર રહીએ  એટલું સારું. અંજ બોલતી હતી ત્યાજ વિશાલ આવ્યો. 
શુ ચચાઁ ચાલે છે માં- દિકરા વચ્ચે..? કઇંક ગંભીર મુદ્દા પર ડીસકસન ચાલી રહ્યું છે કે  શું  ??
  કંઇજ નહીં પપ્પા આતો  સાંજે બધા ફ્રેન્ડસ ને બથઁડે પાર્ટી આપી છે..એની વાત કરતા હતા. 
અચ્છા ઠીક છે ..પણ અત્યારે કયાં ઉપડ્યા  ? આમ વરરાજા બની ને.
વિશાલ થી રહેવાયું નહીં એટલે પુછી  લીધું. 
આમ સામાન્ય રીતે વિશાલ...ઘર ના કામ માં કે અંજુ ના બીઝનેસ માં  કે અંજુ  ના નિણઁયો મા કયારેય માથું મારતો જ નહી.

પણ એક વાત એના મનમાં ઘર કરી ગઇ હતી, કે અંજુ એ એના પોતાના આપબળે, મહેનતે, અને બુદ્ધિ થી આટલુ મોટુ મોટુ બીઝનેસ એમ્પાયર ઉભું કર્યું હતું, અને ખાલી ઉભુ જ નહોતું કયુઁ, એને સફળતા પૂર્વક જબરજસ્ત રીતે ચલાવી રહી હતી. 
દેશ વિદેશમાં પ્રયાગ  ગ્રુપ ઓફ કંપની નો સિક્કો ચાલતો હતો. 
વિશાલ કયારેય બોલ્યો નહોતો...પરંતુ અંજુ તેના કરતા ચઢીયાતી હતી તે વાત ને તે સ્વીકારી શકતો નહોતો. અને તે વાત તેને કયારેક કયારેક યાદ આવી જતી હતી.
અંજુ બોલી...વિશાલ ભૂલી ગયા તમે, આટલા વર્ષો થી આપણે હંમેશા પ્રયાગ ની દરેક બર્થડે પર કંપનીના બેસ્ટ એમ્પ્લોઇઝ ને ઈન્ક્રીમેન્ટ અને  સ્ટાફ ને બોનસ નથી આપતા  ??

આજે પ્રયાગ વીસ નો થશે એટલે મેજ મી.મહેતા ને કીધેલુ છે કે આજે  મારો પ્રયાગ ઓફિસ આવસે અને તેના હાથે  જ આ શુભ કાર્ય સમ્પન્ન કરાવીશું. 

અચ્છા ચલો તો આજે કુંવર માં ની ઓફિસ જવાના છે, વિશાલ હસતાં હસતાં બોલ્યો. 
પણ આ...કુંવર અને  માં  ની ઓફિસ....આ બે શબ્દો સાંભળી ને કોણજાણે કેમ પણ અંજુ અને પ્રયાગ બન્ને એકબીજાની સામે જોઈ રહ્યા. 
પ્રયાગ અને અંજુ  બ્નનેવ ને એવું લાગ્યુ કે કદાચ વિશાલ અંજલિ ની આટલી  પ્રગતિ ને પચાવી નથી શકતા કે શુ  ??
જોકે આમ જોવા જઇએ તો વિશાલે કયારેય અંજુ ના બીઝનેસ માં કે તેના નિણઁયો મા ડીસ્ટર્બ નહોતું કયુઁ, અને અંજુ  ને બીઝનેસ એક્ષપાન્ડ કરવા માટે પ્રોત્સાહન નહોતો આપતો, તો સામે કયારેય રોકી કે ટોકી પણ નહોતી. 
અંજલિ અને વિશાલ વચ્ચે એક વણલખ્યો કરાર થયેલો હતો જાણેકે...કે બન્ને વ જણા પોત પોતાની પ્રોફેશનલ લાઇફ ને પોતાની રીતે જ જોશે અને જીવશે. બન્નેવ જણા પોતાના બીઝનેસ રીલેટેડ દરેક નિણઁય પોતાની જાતે જ  લેશે. જો બન્નેવ માથી કોઈપણ એક ને એકબીજાની મદદ ની જરૂર પડે તો તેવા સમયે એકબીજાને અનુકુળતા હસે તો એકબીજાની સલાહ લેશે. 

પ્રયાગ બોલ્યો ચલો પપ્પા અમે નીકળી શુ હવે તો...મમ્મી ચલો મારો નાસ્તો ફીનીશ થઈ ગયો છે. આમ વાત કરતા કરતા ત્રણેય જણા છુટા પડ્યા અને પોતપોતાની દિશા તરફ ચાલવા માંડ્યા. 

પ્રયાગ બંગલો એટલે આખા એરિયા ની શાન હતો, ડ્રાઇવર....અંજુ  એ બૂમ મારી...!
આટલા મોટા બીઝનેસ એમ્પાયર ની માલિક...અંજુ  ને કાર નો પણ જબરો શોખ હતો. કયારેય મોટાઈ ની વાત તેના મ્હો પર આવી નહોતી...અને  કયારેય અંજુ મોટાઈ જેવુ મન મા પણ વિચારતી નહીં. ખૂબ દયાળુ,માયાળુ  અને ધાર્મિક એવી અંજુ સમાજ માટે પણ હંમેશા મોટુ યોગદાન આપતી રહેતી હતી. 
પાર્કિંગ માં  કાયમ પાંચ ગાડી ઓ પડી રહેતી હતી. રેડ મર્સિડીઝ, જગુઆર, બી.એમ.ડબલ્યુ, ઓડી અને અંજુ ની મન પસંદ ડબલ ડોર વાળી મીની કૂપર. 
આમ તો રોજ અંજુ એની કૂપર લઇને જ જાય દરરોજ ઓફીસ,પણ આજે પ્રયાગ સ્પેશિયલ આવવાનો હતો એટલે પ્રયાગ ને જ પુછીલીધું...બેટા જે ગાડી માં જવાનો મૂડ હોય તે કહો ડ્રાઇવર કાકા ને...
પ્રયાગ બોલ્યો મમ્મી મને તો આ રેડ મર્સિડીઝ મા મઝા આવે છે. 
ઠીક છે બેટા તો ડ્રાઇવર કાકાને કહો કે તે ગાડી બહાર કાઢે. 

ઓકે...મમ્મી.. અરે ડ્રાઇવર કાકા પેલી આપણી ફેવરેટ વાળી બહાર કાઢજો આજે.
નારાયણ કાકા અંજુ ના સૌથી જુના અને વફાદાર સારથી હતા.
ધણી વાતો અંજુ ના જીવનની એવી હતી જે કદાચ વિશાલ ને ખબર નહી હોય પણ નારાયણ કાકા ને  છબર હતી.ખૂબજ રીસપેકટ આપતા નારાયણકાકા અંજલિ ને, સામે અંજુ પણ એમને ખૂબ સાચવતી હતી. અને એમના સુખ દુઃખ મા હંમેશા સાથેજ રહેતી.

ડ્રાઈવર કાકાએ ..પાકિઁગ મા થી  પ્રયાગ ની મનપસંદ કાર લાવી અને નીચે ઉતર્યા  અને પ્રયાગ અને અંજુ માટે આદરપુવઁક દરવાજો ખોલી આપ્યો. 
મમ્મી તુ પાછળ બેસ, હું તો આગળ જ બેસીશ, આ સાહેબી આપણા કામ ની નથી.
અંજુ  ધીરે રહીને રેડ મર્સિડીઝ કાર માં પાછળ  ની સીટ પર ગોઠવાઈ જયારે પ્રયાગ ડ્રાઇવર ની સાથે આગળ ની સીટ પર બેઠો.
ડ્રાઈવર કાકાએ ધીમે થી બન્ને દરવાજા બંધ કર્યા પછી પોતાની સીટ સંભાળી.
ગાડી હવે ધીમે ધીમે પ્રયાગ બંગલો માથી નીકળી અને પ્રયાગ ઇન્ડસ્ટ્રીઝ તરફ અંજલિ અને પ્રયાગ ને લઇ ને નીકળી ચૂકી હતી. 
પ્રયાગ એના ઇંગ્લિશ મ્યુઝીક સાંભળવામાં મશગુલ થઈ ગયો હતો, જયારે અંજુ પાછલી સીટ પર બેઠા બેઠા તેના પોતાના જ વિચારો ના વ્રુન્દાવન માં મહાલતી હતી.
રેડ કલર ની મર્સિડીઝ મા આરામ દાયક પાછલી સીટ પર અંજુ નો રૂઆબદાર ચહેરો અને ઠસ્સો....બધુ અંજલિ ને શોભતું હતું. કાર ધીમે ધીમે એની મંઝીલ તરફ આગળ વધી રહી હતી.

                                         ( ક્રમશઃ)