Sambandho ni aarpar - 9 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર..... પેજ - 9

   
પેજ -8 નુ અનુસંધાન...

લગભગ એકાદ કલાક ની તકલીફ ભોગવ્યા પછી અંજલિ એ એક સુંદર દિકરા ને જન્મ આપ્યો...

નર્સે આવી ને ખુશ ખબર આપ્યા.  બધાજ ખુશ ખુશાલ હતા, અનુરાગ પણ હજુ ત્યાંજ હતો, જે વિશાલ ને એકલા મુકી ને જવા કરતા અંજલિ ના સમાચાર આવી જવા ની રાહ જોતો હતો.

અનુરાગે તરત વિશાલ ને અભિનંદન આપ્યા. 

અંજલિ ને રૂમમાં લાવી દેવા માં આવી. અંજલિ ના ચહેરા પર ડિલિવરી ના દર્દ કરતા દિકરો આવ્યો તેની ખુશી વધારે ઝલકતી હતી.
ખુશ ખુશાલ મુખ મુદ્રા માં બહાર આવેલી અંજલિ ની સાથે તેનો દિકરો પણ હતો.

અનુરાગે તરત અંજલિ ને પણ અભિનંદન પાઠવ્યા. 

વિશાલે અનુરાગ નો આભાર વ્યક્ત કરતા કહ્યું...સર આપ જો ના આવ્યા હોત તો કદાચ....

અરે ડોન્ટ સે એનીથીંગ મી.વિશાલ...

અંજલિ ને જોઈને મને પણ એકવાર લાગ્યું હતું કે સારુ થયુ હું આવી ગયો...એનીવે બન્નેવ ને દીકરો આવ્યા ના અભિનંદન. 

અંજલિ - વિશાલ  મને રજા આપો તો હું જઉ ..!

સર, જો આપ ને વાંધો ના હોય તો... મારા દીકરા નું નામ આપ સજેસ્ટ કરશો ? અંજુ એ બેડ પર થી સુતા સુતા જ અનુરાગ ને પુછ્યુ. 
વિશાલ પણ અંજલિ ની વાત થી સંમત હતો. અંજલિ બરાબર કહેછે સર, આપની હાજરી ની જ અસર છે કે અંજુ ને ડીલીવરી માં કોઈ અડચણ નથી આવી. અને આમ પણ આપ અમારા શુભ ચિંતક છો, તો આપ અમારા માટે જે કંઇ કરશો કે કહેશો તે યોગ્ય જ હશે.

આપ જ નામ આપો સર. ...અંજલિ અને વિશાલ સાથે જ બોલ્યા. 

અનુરાગ ને શું જવાબ આપવો તે સમજાયું નહીં. અનુરાગે અંજલિ ની સામે જોયું...તેની આંખો ને વાંચી લીધી. પછી વિશાલ ની સામે જોયું... 
વિશાલ અનુરાગ ના જવાબ ની રાહ જોતો હતો.

અનુરાગ સ્હેજ વિચારી ને અંજલિ ની બાજુ માં સુતેલા તેના દીકરા નાં માંથે હાથ મુકીને બોલ્યો.....

" પ્રયાગ "

આઈ થીંક પ્રયાગ બેસ્ટ રહેશે...બાકી આપ બન્ને જેમ નક્કી કરો તેમ.

અંજલિ અને વિશાલ બન્નેવ ને અનુરાગે આપેલુ નામ ગમી ગયુ.

અંજુ તુ એક કામ કરજે...આજ ના દિવસે તારા થી શક્ય હોય એટલો ધર્માદો કરજે....અનુરાગે જતા જતા અંજલિ ને એક નાની પણ અગત્યની સલાહ આપી. 

જી ..સર.. ચોક્કસ....અંજલિ એ જવાબ આપ્યો. 
ઓકે...તો હું હવે રજા લઉં છું...કહી ને અનુરાગ ત્યાંથી નીકળ્યો. 

*****

આજે અચાનક અંજલિ ને પ્રયાગ નો જન્મ નો કિસ્સો યાદ આવી ગયો હતો, જયારે અનુરાગ સર ની સલાહ થી તેણે આ સદભાવના ના કાર્ય ને શરું કર્યું હતું તે પણ યાદ આવી ગયુ તેને.

અંજલિ ની કાર "જીવન સંધ્યા" ઘરડાઘર ના ગેટ પર પંહોચી ગઈ હતી. 
અંજલિ એ જોયું તો બધા ઘરડાઘર માં રહેતા સભ્યો બહાર કમ્પાઉન્ડ માં ચાતક નજરે અંજલિ ની રાહ જોતા બેઠા હતા. અંજલિ ની ગાડી ને જોતાં જ બધા જ તૈયાર થઈ ગયા, અંજલિ છેલ્લા વીસ વર્ષ થી અનેક વાર અંહિ આવી હતી, એટલે ઘરડાઘર માં રહેતા દરેક વ્યક્તિ અંજલિ ને ઓળખતા હતા. 

અંજલિ એ ડ્રાઈવર ને સુચના આપી, કાકા આપણે લાવેલી વસ્તુ ઓ ઓફીસ માં લેતા આવજો. 
જી મેડમ કહી ને ડ્રાઈવર કાકાએ ધીમે થી અંજલિ ની સીટ નો દરવાજો ખોલ્યો. અંજલિ બહાર બેઠેલા સ્વજનો ને મળી અને સીધી ઘરડાઘર ના ટ્રસ્ટી અને ઈનચાર્જ ને મળવા માટે ઓફીસ માં ગઇ.

જીવન સંધ્યાનો બધો સ્ટાફ તથા ટ્રસ્ટી શ્રીમતી પટેલ અંજલિ ને જોતા જ ઉભા થઈ ગયા અને અંજલિ ને સન્માન પૂર્વક ખુરશી માં બેસાડી.
 
આશ્રમમાં જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ ની જરૂર હોય ત્યારે અને પ્રયાગ નાં જન્મ દિવસે અંજલિ દ્વારા કાયમ આશ્રમ ની જરૂરત ને પુરી કરવામાં આવતી હતી. 
આશ્રમમાં દરેક વ્યક્તિ અંજલિ ને ખુબ સન્માન પૂર્વક બોલાવતાં હતા.
અંજલિ એ સાથે લાવેલી બધી વસ્તુઓ આપી અને પછી ટ્રસ્ટી શ્રીમતી પટેલ સાથે વાતો કરવા બેઠી, અને ભવિષ્યમાં કોઈ જરૂર પડે તો તેને જણાવવા કહ્યુ. 

મીસીસ પટેલે અંજલિ ને ચ્હા નો વિવેક કરતા પુછ્યુ...અંજલિ મેડમ આપ ચ્હા લેશો ને ?
અંજલિ એ પણ તેમને સન્માન પૂર્વક ના કીધું. 
વર્ષો થી આજના દિવસે આશ્રમમાં અંજલિ તરફથી બન્ને ટાઇમ નું જમવાનું મિષ્ટાન્ન સાથે આપવા માં આવતું હતું. 

અંજલિ એ જાતે જ ઉભા થઈ ને દરેક વડીલો ને સાથે લાવેલી વસ્તુ ઓ આપી તથા વડીલો નાં આશીર્વાદ લીધા, અને દરેક ના ખબર પુછ્યા. 
અંજલિ એ બાકીની વિધી પુરી કરી ઊને ડ્રાઈવર ને કાર લઈને આવવા સુચના આપી. ડ્રાઈવર તુરંત ગાડી લઈને હાજર થઈ ગયો.

અંજલિ એ ટ્રસ્ટી શ્રીમતી પટેલ ને મળી અને ઘરે જવા નીકળી. 

લગભગ બે કલાક માં જ અંજલિ એ આ આખુ કાર્ય પતાવ્યું અને ઘરે આવી ગઈ હતી.

જયારે પ્રયાગે પણ તેની સાંજની તૈયારીઓ કરી લીધી હતી. 

આજે મમ્મી બહાર ગઈ હતી એટલે સાહેબે જાતે જ પોતાના સાંજે પહેરવાના કપડા નક્કી કરી નાખ્યા હતા.

 બ્લ્યુ કલર ની ...ટી.શર્ટ, એલ.વી નું બ્લેક કલર નું બ્લેઝર, અને લાઇટ બ્લ્યુ જીન્સ. 
પ્રયાગે વાળ માં શેમ્પુ કરેલું હતું એટલે એકદમ રેશમી લાગતા હતા.

ગોરો ચટ્ટો પ્રયાગ...જયારે જયારે શેમ્પુ કરતો અને આવો તૈયાર થતો ત્યારે તો ઈંગ્લિશ પિક્ચર ના હીરો ને પણ ઝાંખો પાડી દે તેવો લાગતો હતો.

સાંજ ના સાત થવા આવ્યા હતાં, અંજલિ તેના રૂમ માં થી બહાર ડ્રોઇંગરૂમમાં આવી ગઇ હતી, અને શેફ ને બોલાવી ને જમવાનું મેનું સમજાવી રહી હતી.

પ્રયાગ તેનાં રૂમમાં થી તૈયાર થઈ ને ...બહાર આવી ગયો....અંજલિ ને જોતાં જ તરત અંજલિ ને પગે લાગ્યો. ( પ્રયાગ ઘરમાં થી બહાર જતી વખતે હંમેશા અંજલિ ને પગે લાગી ને જ ઘર ની બહાર નીકળે એટલે પહેલા અંજુ ને પગે લાગ્યો)

મમ્મીજી કેન આઈ ગો ફોર પાર્ટી નાઉ ...??? અંજલિ ને પગે લાગી ને પ્રયાગે પુછ્યુ. 
હમમમ...ધ્યાન રાખજો બેટા તમારું અને બધાજ ફ્રેન્ડસ ખુબ એન્જોય કરજો. બધા ફ્રેન્ડસ ને મારી યાદ આપજે.બહુ લેટ નાં કરતો, અને ડ્રાઈવર ને સાથે લઇ જજે.

જી મમ્મી...કહીને પ્રયાગ બહાર નીકળ્યો અને ડ્રાઈવર ને પોતાની મન પસંદ રેડ મર્સિડીઝ કાર બહાર કાઢવા જણાવ્યું. 

જી...સર...કહી ને ડ્રાઈવર તુરંતગાડી લઈને હાજર થઇ ગયો.

મમ્મી હું જઉ છું...જય અંબે....કહી ને પ્રયાગ કાર ની આગલી સીટ પર ગોઠવાયો.
જય અંબે...બેટા કહી ને અંજલિ એ પ્રયાગ ને વિદાય આપી. અને પોતે સાંજની તૈયારીઓ માં વ્યસ્ત થઈ ગઈ. 

  પેલી બાજુ પ્રયાગ મેરીયોટ પંહોચવા આવ્યો હતો, કોલેજ નાં ગ્રુપ સર્કલ નાં દરેક મિત્રો ને વોટસેપ અને ફોન કરી ને સમયસર પંહોચી જવા સુચનો આપી રહ્યો હતો. પ્રયાગ નું આખુ કોલેજ અને સ્કુલ ફ્રેન્ડસ વાળુ ગ્રુપ લગભગ કોમન જેવુ હતુ, કારણકે સ્કુલ ટાઇમ ના બધાજ ફ્રેન્ડસે એક સાથે જ એક જ કોલેજ માં એડમીશન લીધું હતું. 
અક્ષય અને કૃણાલ આ બે મિત્રો એ સાયન્સ લીધુ હતુ એટલે તે બન્ને વ અલગ કોલેજ માં હતા,  બીજા બે મિત્રો પ્રેમ અને રોહન બન્ને વ જણા દસ માં ધોરણ પછી તરત જ ફેમીલી સાથે અમેરિકા સીફ્ટ થઈ ગયા હતા.  જોકે આમ છતાં પણ તેમનુ સ્કુલ ટાઇમ નાં મિત્રો નુ આજે પણ એક વોટસેપ પર ગ્રુપ બનાવેલું હતું અને બધાજ મિત્રો ની મિત્રતા હજુ પણ એવી ને એવીજ અકબંધ અને નિર્દોષ હતી, બધાજ મિત્રો દરરોજ એકબીજા સાથે વાતચીત કરતાજ હતા.
આજે પ્રેમ અને રોહન સિવાયના બધાજ ફ્રેન્ડસ આવવાનાં હતા.
વોટ સેપ પર બધાજ ફ્રેન્ડસ ગ્રુપ માં વાતો કરતાં એટલે યુ.એસ વાળા બન્ને મિત્રો એ પ્રયાગ ને ગ્રુપ માં જ વિસ કરી દીધું હતું. 

કોલેજ માં આ જુના મિત્રો ની સાથે અમુક છોકરીઓ પણ પ્રયાગ ના ગ્રુપ માં હતી, જેમાં સોહા  ,આસ્થા , બ્રીન્દા...વિગેરે હતા. આમ લગભગ વીસેક જણા નું ગ્રુપ હતું પ્રયાગ નુ. બધાજ ફ્રેન્ડસ સારા અને સંસ્કારી હતાં.  દરેક મિત્રો એકબીજાની સાથે ધમાલ મસ્તી તો કરતા જ પણ સાથે સાથે એકબીજાને રીસ્પેક્ટ પણ આપતા હતા. ક્યારે ય કોઈ ને એકબીજા સાથે નાનાં મોટાં  ઝગડા કે મનદુઃખ થયા ના કિસ્સા બન્યા નહોતા. કોઈ ને એકબીજા થી કયારેય ખોટું લાગ્યું હોય તેવુ પણ નહોતું બન્યું. 
પ્રયાગ હવે ઓલમોસ્ટ મેરીયટ પહોંચી ગયો હતો. ડ્રાઈવર ગાડી ને હોટલ ના પોર્ચ સુધી લઇ ગયો, અને ફટાફટ પ્રયાગ નો દરવાજો ખોલવા ગયો, પરંતુ પ્રયાગે જાતે જ પોતાનો દરવાજો ખોલ્યો અને ઊતરી ને હોટલ ની લોબી તરફ આગળ વધ્યો. જતા જતા ડ્રાઈવર ને સુચના આપી દીધી કે કાર ને પાર્ક કરી અને તે પણ પાર્ટી માં હાજર રહે.  પ્રયાગ ને કોઇ નાની મોટી જરૂરિયાત ઊભી થાય તો એને મદદ રહે અને સાથે જમી પણ લેવાય. 
ડ્રાઈવર કાર ને પાર્ક કરવા માટે પાર્કિંગ તરફ ગયો, અને પ્રયાગ હોટલ ના મેનેજર સાથે આજ ની પાર્ટી ની વિગત ની ચર્ચા કરવા રોકાયો.

હોટેલ ના મેનેજર મી.શ્રીવાસ્તવ પ્રયાગ ને જોતા જ તેની પાસે દોડી આવ્યા, કારણકે પ્રયાગ ના હોટલ માં પહોચ્યા પહેલા જ અંજલિ નો ફોન તેમના પર આવી ગયો હતો. 
અંજલિ એ પ્રયાગ ની ઓળખાણ અને આજ ના વિશેષ દિવસ ની પાર્ટી વિષે મેનેજર ને ઈન્ફોર્મ કરી દીધું હતુ. 

પાર્ટી અંજલિ ના દીકરા ની છે એટલે કોઈપણ જાતની કસર ના રહેવી જોઈએ તેમજ પ્રયાગ ના મિત્રો નુ પણ પુરતું ધ્યાન રાખવામાં આવે તેની સુચના અંજલિ તરફ થી અપાઈ ચુકી હતી.

પ્રયાગ તો આખી વાત થી અજાણ હતો...પરંતુ મમ્મી નો ફોન આવી ગયો હતો તેની જાણ થતા જ સમજી ગયો કે તેની મમ્મી તેની કેટલી કેર લેછે, તથા અંજલિ તેના દીકરા ને કેટલો પ્રેમ કરેછે તેનો અહેસાસ તેને થઈ રહ્યો હતો.

હોટેલ મેનેજર શ્રીવાસ્તવ સાહેબે પ્રયાગ ને તેના જન્મ દિવસ નિમિત્તે મોટુ ફલાવર બૂકે આપ્યું...પછી તે બૂકે ને હોટલ ના સ્ટાફ સાથે પાર્ટી વાળા હોલ માં મોકલી આપ્યુ. 

આજે પ્રયાગ ની પાર્ટી "જાઝ" હોલ માં રાખવા માં આવી હતી. મેરીયટ હોટલમાં અલગઅલગ સ્ટાઇલ અને બજેટ ને અનુરૂપ બેન્ક્વેટ હોલ બનેલા હતા. જેમાં "જાઝ" સઉ થી આકર્ષક હતો, એટલે અંજલિ એ પ્રયાગ માટે આ હોલ નક્કી કર્યોહતો. 
સમય આગળ વધી રહ્યો હતો, પ્રયાગે જોયું તો હવે તેના ફ્રેન્ડસ ના આવવા નો સમય થવા આવ્યો હતો. તે થોડો ચિંતા માં હતો કારણકે હજુ હોલ ને ડેકોરેટ કરવાનો હતો અને હોટેલ મેનેજર ને કેક વિષે જણાવવા નું હતુ.

પ્રયાગ  મેનેજર ને સાથે લઇ ને જાઝ હોલ તરફ ગયો, અને ડેકોરેશન અને કેક ની ચર્ચા ચરતો હતો.
મેનેજર શ્રીવાસ્તવ એ કીધું...સર આપ બિલકુલ ચિંતા ના કરો, બધુજ ફટાફટ થઈ જશે. 

પ્રયાગ  અને મેનેજર બન્નેવ "જાઝ" માં પ્રવેશ્યા, ત્યારે આખા હોલ માં હજુ અંધારું હતુ...પ્રયાગ ને થયુ આજે નક્કી બધુ ડીલે થવાનું છે.


અચાનક રૂમ ની વચ્ચોવચ....એક મીણબત્તી પ્રગટી અને ...આખા રૂમ માં  ધીમેધીમે પ્રકાશ રેલાયો. 

બધા ફ્રેન્ડસ એક સાથે જ પ્રયાગ....પ્રયાગ કરી ને ચીચીયારીઓ પાડવા લાગ્યા.  પ્રયાગ  ને કંઈ સમજાયું નહી કે આ શુ થઈ રહ્યુ છે...!

મેનેજર શ્રીવાસ્તવ સાહેબે પોતાના હાથ માં રાખેલા રીમોટ થી હોલ ની બધી લાઇટો ચાલુ કરી. આખા હોલ માં અજવાળું પથરાઈ ગયુ, ચારેય બાજુ ઝળહળાટ થઈ ગયો...!

પ્રયાગે જોયું તો આખો હોલ શાનદાર રીતે રજવાડી સ્ટાઇલ માં  શણગારેલો હતો. 
બે દ્વારપાલ ...રૂમ ના દરવાજા પાસે બન્ને બાજુ પર હાથ માં ભાલા લઈ ને ઊભા હતા. રજવાડી સ્ટાઈલ નુ મોટુ  સેન્ટર ટેબલ રૂમ ની વચ્ચોવચ રાખવા માં આવ્યું હતુ જેના પર કિંગ સાઇઝ ની અને શેપ ની બ્લેક ફોરેસ્ટ કેક મુકવામાં આવી હતી, જેની ઉપર એક મીણબત્તી સળગી રહી હતી.

પ્રયાગ ના બધાજ ફ્રેન્ડસ રજવાડી સ્ટાઈલ ના વસ્ત્રો માં સજ્જ હતા, છોકરા ઓ મહારાજા  સ્ટાઇલમાં અને છોકરીઓ પ્રિન્સેસ ની જેમ તૈયાર થયેલી હતી. બધાય ના ગળા માં સોના ની અને મોતી ની માળા શોભતી હતી.

પ્રયાગ  તો આખી વાત થી જ અજાણ હતો, અને એકદમ આવુ જોઈ ને પોતાની જ પાર્ટી માં ડઘાઈ જ ગયો. એને સુખદ આશ્ચર્ય થયું હતું. એના દુર રહેતા બન્ને વ મિત્રો ખાસ યુ.એસ. થી આજે પ્રયાગ ની વર્ષ ગાંઠ પર એને મળવા અને પાર્ટી માં હાજર રહેવા સ્પેશિયલ આવ્યા હતા.

પ્રયાગ  ને આ અદ્ ભુત નઝારા ની કલ્પના જ નહોતી. પ્રયાગ માટે તેના ફ્રેન્ડસ અલગઅલગ ગીફ્ટ લાવ્યા હતા, તેના કરતા પણ પ્રયાગ ને તેના બે મિત્રો યુ.એસ. થી મળવા આવ્યા હતા તે અને આજ ની આ એરેન્જમેન્ટ વધારે પસંદ આવ્યા હતાં. 

પ્રયાગ  ને તેના બધાજ ફ્રેન્ડસે ભેગા મળી ને ગુલાબ ની પત્તીઓ થી નવળાવી દીધો.  આખો હોલ તાજા ગુલાબ ની ખુશ્બુ થી મહેકવા લાગ્યો. 
ચારેય બાજુ ની લાઈટ્સ ઝબકતી હતી, તે એકવાર માટે ફુલ અજવાળું પાથરી ને ફરી થી ધીમે ધીમે બંધ થઈ ગઈ...એટલે ફરી થી હોલ માં અંધારું થઈ ગયું....એટલે ફરી થી પ્રયાગ ના મિત્રો પ્રયાગ...પ્રયાગ  ની ચીચીયારીઓ કરવા લાગ્યા..

હોલ માં અંધકાર દરમ્યાન ચારેય સાઈડની દિવાલ પર વર્ટીકલ સ્ટેન્ડ ગોઠવાઈ ગયા હતા, અચાનક એક દિવાલ પાસે ના સ્ટેન્ડ થી અજવાળું થયુ....
  માટી ના કોડીયા માં ચોખ્ખા ઘી ના દીવા વારાફરતી પ્રજ્વલિત થવા લાગ્યા, હોલ માં  ચારેય બાજુ ફરી થી અજવાળું પથરાઈ ગયુ. હવે પ્રયાગ ને અસલ રજવાડી અનુભવ થઈ રહ્યો હતો.ઉ
 જાણે રાજસ્થાનના કોઈ રાજ મહેલ માં કોઈ  રાજકુમાર નો જન્મ દિવસ ઊજવાઈ રહ્યો હોય તેવું લાગતુ હતું તેને.

પ્રયાગ નો આજ નો જન્મ દિવસ અલગ જ બની રહયો હતો...અને બની ગયો હતો. 

હોલ માં હાજર દરેક વ્યક્તિ ને દીવા નાં અજવાળા માં હવે ફાવી ગયુ હતુ. હવે બધાજ ફ્રેન્ડસ પ્રયાગ ની બર્થડે કેક ના કાપવા ની રાહ જોતા હતા.

પ્રયાગ  હજુ પણ કશું જ સમજી નહોતો શક્યો, કે આ બધુ અચાનક કેમનુ બની રહ્યું છે...! આટલું અદભુત પ્લાનિંગ કોનુ હશે ? એની બર્થ ડે પર આટલી બધી અને આવી મહેનત કોણે કરી હશે ? આમતો મમ્મી જ કરે આ બધુ.....પણ શક્ય છે કે કદાચ તેના ફ્રેન્ડસ....
એ જે કોઈપણ હશે....અત્યારે તો પ્રયાગ ખુબજ ખુશ હતો, આ માહોલ તથા આ વ્યવસ્થા થી..
  બધા જ ફ્રેન્ડસ પ્રયાગ ને ઉચકી ને કેક ના ટેબલ પાસે લઇ આવ્યા, અને કેક કટીંગ માટે આગ્રહ કર્યો. 

હવે ખરા અર્થમાં ફ્રેન્ડસ ની પાર્ટી શરૂ થવાની હતી.

પ્રયાગે કેક કટ કરવા માટે નાઈફ હાથ માં લીધી, અને કેક પર ની સળગતી મીણબત્તી ને ફુંક મારીને બુઝાવી...એટલે આખો હોલ" હેપ્પી બર્થ ડે ટુ પ્રયાગ " ના અવાજ અને ધૂન થી ગાજી ઊઠ્યો. દરેક મિત્રો પ્રયાગ ને  બર્થ ડે વિશ કરવા રીતસર ના કુદી પડયા. 

છોકરાઓ અને છોકરીઓ બધાજ હેપ્પી બર્થ ડે પ્રયાગ ના નારા લગાવી રહ્યા હતા.
હોલ માં રજવાડી સંગીત ના સુર રેલાવા લાગ્યા. શહેનાઈ, ઢોલક, જેવા વાજિંત્રો ની જુગલબંધી શરૂ થઈ ગઈ હતી.
પ્રયાગે કેક કાપી અને સૌથી પહેલા તેનાં યુ.એસ થી આવેલા બન્ને મિત્રો પ્રેમ તથા રોહન ને ખવડાવી. આજે પ્રયાગ નો દિવસ અલગ રીતે પસાર થઈ રહ્યો હતો, સવારથીજ આજે પ્રયાગ ને નવી નવી સરપ્રાઇઝ મળી રહી હતી.

હજુ પણ આ સરપ્રાઇઝ મળવાનો સિલસિલો ચાલુ જ હતો. 

પ્રયાગ ની નજર અચાનક દુર થી આવી રહેલી સફેદ દૂધ જેવી એક છોકરી પર પડી....સફેદ કલર ના જરદોસી સિલ્ક ના ડ્રેસ માં બરગન્ડી કલર નો સ્ટ્રોલ, ગોળ મુખારવિંદ, નમણી, ભુરી આંખ , ગળા માં  ડાયમંડ નો સેટ દૂર થી ઝગારા મારતો હતો. જેના હાથ માં એકલા રેડ રોઝ થી સજ્જ ફ્લાવર બૂકે હતું ....

પ્રયાગ આ દુર થી આવતી અપ્સરા જેવી તેની ફ્રેન્ડ ને જોતો જ રહી જાય છે. દુર થી આવી રહેલી ફ્રેન્ડ હવે....પ્રયાગ ની નજીક આવી ગઇ હતી.  

એને જોતાં જ પ્રયાગ...બોલી ઊઠ્યો....અરે......"આસ્થા"  તુ....???

     
    (  ક્રમશ : )