Sambandho ni aarpaar - 5 books and stories free download online pdf in Gujarati

સંબંધો ની આરપાર...પેજ - 5

મી.મહેતા ની વિનંતી ને માન આપીને પ્રયાગ,  પ્રસંગ ને અનુરૂપ ઉદ્દબોધન કરવા ડાયસ પર રાખેલા પોડીયમ પાસે ગયો અને માઈક હાથ માં લીધું. 

પ્રયાગ ગ્રુપ ઓફ કંપનીઝ ના ચેરપર્સન માનનીય અંજલિજી, કંપનીના જી.એમ. શ્રી મહેતા સાહેબ, કંપનીના ઉચ્ચ અધિકારીશ્રી ઓ, તથા પ્રયાગ ગ્રુપ ના ઉપસ્થિત સર્વે કર્તવ્યનિષ્ઠ કર્મચારી ઓ, તથા પ્યુન શ્રી કેશવકાકા ...

 ખરેખર આજનો દિવસ મારા માટે જીવનભર નું  મીઠું સંભારણું બની રહેશે. મારા મમ્મી શ્રી તથા આપણી કંપનીના સર્વે સર્વા.... શ્રી અંજલિજી અથાગ મહેનત તથા આપ સૌ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ ની દિવસ અને રાત ની મહેનત ના લીધે આજે દેશ વિદેશમાં આજે પ્રયાગ ગ્રુપ સફળતા ના શીખર પર પહોંચી શકી છે, જેના માટે હું દિલ થી આપ સૌ નો આભાર માનું છું. 

   આજના સામાન્ય દિવસ ને આપ સૌ એ સાથે મળીને મારા માટે જીવનભર નુ યાદગાર સંભારણું બનાવી દીધો. મને જણાવતા આનંદ થાય છે કે આજનો મારો જન્મ દિવસ આજ સુધી નો સર્વ શ્રેષ્ઠ જન્મ દિવસ છે, જેની ઉજવણી મા આપ સૌ સહભાગી થયા છો જે સોના માં સુગંધ ભળી હોય તેવું લાગે છે. 

   મે કયારેય આપણી કંપનીના કામકાજ ને જોયું નથી, અને આમ પણ હજુ મારી સ્ટડી અધુરી છે, એટલે મારી પોતાની એવી ઈચ્છા છે કે એકવખત હું બીઝનેસ ને અનુરૂપ તથા આપ સૌ ની મહેનત થી બનેલી આપણી કંપનીનુ સંચાલન કરી શકુ તેટલો અભ્યાસ પુરો કર્યા પછી, બીઝનેસ ને સમજવા માટે કોઈ અનુભવી ના માર્ગ દશઁન માં થોડું શીખીલઉ ...અને પછીથી આપણી કંપનીના કામકાજ ને જોઉ.મને આશા છે કે આપ સૌ મારી વાત માં સંમત હસો.

મને આજે આપ સૌ એ જા રીતે સન્માનિત કર્યો છે ..તેનાથી મને આપ સૌ ના પરિવાર નો હિસ્સો હોવાનો અનુભવ થાય છે. હું આશા રાખું છું કે આપ સૌ આવી રીતે જ આપણી કંપની માટે કાર્ય કરતા રહેશો....અને વિશેષ કરી ને મારા મમ્મીજી નો આભાર કે જેમની અથાગ મહેનત થી તથા સારા અને સાચા નિર્ણયો લેવા ના વીઝન થી આપણી કંપની આજે આ સ્ટેજે પહોંચી છે. 
હુ ખરેખર ખુબ નસીબદાર છુ કે હું....અંજલિજી નો દિકરો છુ.
ફરી થી આપ સૌ નો ખૂબ ખૂબ આભાર.....!!

  અંજુ....પ્રયાગ ના શબ્દો ને ખુબજ ધ્યાન થી સાંભળતી હતી...અને અનિમેષ નયને તે પ્રયાગ ને જોયા કરતી હતી.  અંજલિ મન માં ને મન મા પ્રયાગ ને બોલતાં જોઈ ને હરખાતી હતી.એક વખત તો અંજુ ને લાગ્યુ પણ ખરુ કે કાસ....આજે અનુરાગસર હાજર હોત....!!

   પ્રયાગ ની સ્પીચ પુરી થતા જ ઉપસ્થિત બધાયે તાડી ઓના ગડગડાટથી તેને વધાવી લીધો. અને  આપસમાં જ કંપનીના ભવિષ્ય ના એમ.ડી. કેવા હશે તેની ચર્ચા કરવા લાગ્યા. એક વાત માં બધા એકમત હતા કે પ્રયાગસર ના હાથ માં કંપની નુ તથા આપણુ ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે. 
મીટીંગ નુ સમાપન થયું, કેક પણ વહેંચાઈ ગઈ.
બન્ને માં- દિકરો ...ઓફીસના દરેક કમઁચારી ના ટેબલ પર રાઉન્ડ  માટે નીકળ્યા. વર્ષોથી આ પરંપરા અંજુ એ જાળવી રાખી હતી, જેથી કયો કર્મચારી શુ કામ કરી રહ્યા છે તે ખ્યાલ આવે. અંજુ અને પ્રયાગ બન્ને રાઉન્ડ પતાવીને પાછા કેબીનમાં આવીને પોત પોતાની ચેર માં ગોઠવાયા.

પ્રયાગ બેટા આજે તે ઓફીસ આવીને મારુ એક સ્વપ્નુ પુરું કર્યુ. તુ નાનો હતો ત્યાર થી એકલા હાથે હુ આપણી કંપની ને હું પુરી ઈમાનદારી અને મહેનત થી ચલાવવા પ્રયત્ન કરી રહી છુ. તુ જયારે છેક પાંચ વર્ષ નો હતો ત્યારે મન મા એક વાત નક્કી કરેલી હતી કે , જયારે તુ વીસ વર્ષ નો થઈશ ત્યારે તને એક વાર કંપની મા લાવીશ અને બસ આજે તને અંહી આ ખુરશી પર બેઠેલો જોઉં છું તો જાણે એક સ્વપ્નુ પુરું થયુ....અંજુ સડસડાટ બોલી ગઈ. 

મમ્મી... કેમ એવુ તો શુ   સ્પેશિયલ  થયુ હતુ જયારે હું  પાંચ વર્ષનો હતો ત્યારે  ?? અને તને એવુ કેમ થયુ હતુ કે હું આજના દિવસે ઓફીસ આવુ ? પ્રયાગ થી અનાયાસે જ અંજુ ને પુછાઈ ગયું. 

કશું ખાસ નહીં આમતો બેટા, પરંતુ એક વિશેષ વ્યક્તિ કે જેમણે મને તારા જન્મ પહેલા થી તે છેક આજ દિન સુધી મા મને મારા જીવન ની અનેક ઊલઝનો માં, જીવન માં અનેક વખત નાના મોટા નિર્ણયો લેવામા મને નિસ્વાર્થ ભાવે સાથ આપ્યો છે....તેમને મે વચન આપ્યું હતું કે હું....મારા  પ્રયાગ  ને વીસ વર્ષ નો  થશે ત્યારે એક વખત કંપની બતાવવા માટે લાવીશ. અંજુ એ જવાબ આપ્યો. 

એક વાત હું આપને પૂછી શકુ છુ મમ્મી  ??
હમમમમ.....બોલ  ને બેટા..!

કોણ છે તે મહાન વ્યક્તિ  ? કે જેમણે આપને ...આપની દરેક મુંઝવણો માં અને તમને સારા અને સાચા નિર્ણયો લેવામાં તમને સાથ આપ્યો છે....અને તે પણ કોઈપણ જાતના સ્વાર્થ વગર..!
જો મને તેમનુ નામ જણાવવામાં આપને કોઈ દુઃખ કે તકલીફ ના થાય એમ હોય તો....મારે જાણવુ છે. 

પ્રયાગ થોડો મુંઝાયેલો અને જાણવા ઉત્સુક હતો...એ વિશેષ વ્યક્તિ વિષે કે મમ્મી ને આટલો સપોર્ટ કરવા વાળુ કોણ હશે...??
અને એક વખત જો મોકો મળે તો  મનોમન  તેમને મળવાની ઈચ્છા  થઈ આવી હતી એને.

પ્રયાગ....બેટા તને જણાવા માં શુ મુંઝવણ હોય   ?? 

અનુરાગ ગ્રુપ ના માલિક.....મી.અનુરાગ છેે તેજ....કયારેક મોકો મળશે ત્યયારે ચોક્કસ મળીશુ આપણે એમને. 
અંજુ એ પોતાની નજર બીજી તરફ રાખી અને પ્રયાગ ની વાત નો જવાબ આપ્યો પ્રયાગ ની વાત નો.

પ્રયાગ...પણ અંજલિ એ જવાબ આપ્યો ત્યારે તેની નજર બીજી તરફ હતી ,:તે વાત ને ખુબજ ધ્યાન પૂર્વક અને ગંભીરતા થી નોંધી રહ્યો હતો, પરંતુ તેણે આખી વાત નો અંજુ ને ખ્યાલ ના આવે તેનુ ચોક્કસ ધ્યાન રાખ્યુ હતુ. 
પણ સાથે સાથે....અનુરાગ ગ્રુપ , અને મમ્મી સાથે ના તેમના આટલા ઘનિષ્ઠ મિત્રતા ના સંબંધો થી સાવ અજાણ જ હતો. 
પ્રયાગ તો અનુરાગ નુ નામ સાંભળતા જ આભો બની ગયો હતો, કારણકે પૂરા શહેર માં અને તેની કોલેજના ગ્રુપ માં પણ અનુરાગ ગ્રુપ  અને અનુરાગ પુ નામ ખુબજ મોટા કદ ના બિઝનેસમેન મા આદરપુવઁક લેવાતું હતુ. 

દરેક હોશીયાર છોકરાઓ.....મોટા થઈ ને કોણ કેેવા  અને શુ બનવા માંગે   છે તેની ચર્ચા કરતા હોય ત્યારે  પણ મી.અનુરાગ નુુ નામ ખૂબજ આદરપુવઁક લેવાતું, અને લોકો તેમના જેવા બનવા માટે સ્વપ્નો જોતા. 

આ બધુ જ પ્રયાગ ને અનુરાગ નુ નામ સાંભળતા જ  એકદમ યાદ આવવા લાગ્યું. 
મમ્મી...શુ તમે મી.અનુરાગ  અને અનુરાગ ગ્રુપ એટલે, શહેર ના પ્રખ્યાત....અને નામચીન વ્યક્તિ ઓ માં જેમનુ નામ લેવાય છે...તે મી.અનુરાગ નુ કહો છો? ફરીથી પ્રયાગ એ પુછયું. 

હા...બેટા...!! તેજ...મી.અનુરાગ..!! અંજલિ હવે પ્રયાગ ની આંખો માં આંખો મીલાવીને ને જવાબ આપી રહી હતી. 

મમ્મી...! મારે મળવું છે તેમને, અને શક્ય હોયતો આજેજ. પ્રયાગ હવે અનુરાગ ને મળવા માટે ઉત્સુક થઈ ગયો હતો. 

કેમ બેટા...આમ અચાનક જ  ..? અને આજેજ ??

મમ્મી...આમ પણ તમે એમને વચન આપ્યું હતું કે તમે આજના દિવસે ઓફીસ લાવસો મને....એટલે શક્ય છે કે...એમને આજ ના મારો જન્મ દિવસ યાદ હોય..!
તો શા માટે હું આજે તેમના આશીર્વાદ ના લઊ ?? આજે મળવા માં  કોઈ વાંધો નહિ  ને ??
આજે તને મળવા માટે  ટાઈમ આપશે  ?? પ્રયાગ અટક્યા વગર બોલી રહ્યો હતો. 

હમમમ...બેટા તારા જન્મ દિવસ ની તેમને યાદ જ હોય ને....કેવી રીતે ભૂલી શકે..! 
( મન મા ને મન મા બોલી ગયેલી અંજુ અચાનક હોંશ માં આવી )

હા.....શું કહેતો હતો બેટા ?? બોલતાં બોલતાં...અંજુ એ ટેબલ પર ગોઠવેલા પાણી ના ગ્લાસ ને ઊઠાવ્યો અને એક જ ઘૂંટડા માં પી ગઈ.