Arjun - ek sharuaat books and stories free download online pdf in Gujarati

અર્જુન - એક શરુઆત

         વધામણી,મીરાં! તે પુત્ર ને જન્મ આપ્યો છે. પીડા થી અસરગ્રસ્ત માતાએ પુત્ર સામે જોયુ અને કેટલીયે તકલીફો ને જાણે બહાર કાઢી હોય તેમ, આંસુ ઓની ધારા વચ્ચે મુખ પર ખુશી ઓની કિરણ રેલાઈ હોય એમ મીરાંએ પુત્ર ના માથા પર હાથ ફેરવી અને ચુંબન કર્યુ! કોણુ હતું એ બાળક? તે માતા ની અંદર આખરે એવી તે કઈ પીડાઓ રહેલી હતી? શા માટે બાળક ના જન્મ લેવાથી એની પીડાઓ ભુલી એના મુખ પર એક તેજ દેખાતુ હતુ? અને શા માટે તેની પાસે એનું કોઈ પોતાનું હાજર નહોતુ....?
                     ************
                    
વાત છે, ડોઢ વર્ષ પહેલાાં ની! "મિથીલા" નામનુ જંગલો વચ્ચે આવેલું મુઠ્ઠી જેટલી વસ્તી ધરાવતું માટી ના કાચાં મકાનો નું પછાત ગામ! કુમળી અને સુંદર કાયા રુપ ધરાવતી ૧૯ વર્ષ ની મીરાં એના પિતા જોડે રહેતી હતી. થોડે દુર જંગલો ની પહેલી બાજુ આવેલ ગામ માં મીરાં ના પિતા મજુરી કામ કરી પોતાનું અને દિકરી નું પેટ ભરતાં! મીરાં પણ જંગલો માંથી ફળો તોડી ગામની બજાર માં વહેંચી પિતા ને થોડો ટેકો કરતી! 


સ્થળ:- પ્રીથ્વી'સ વીલા,મુંબઈ.

"સર,કોન્ગરેચ્યુલેસનસ! આપણે જે ખજાના ની શોધ માં હતા, આખરે એનો પતો મળી ગયો છે!" પ્રીથ્વી નો ખાસ માણસ નીરવ બોલ્યો!

"ઓહો....માય ગોડ! યુ ડુ ધ ગ્રેટ જોબ,મેન!" શુટ બુટ માં સજ્જ, આલિશાન મહેલ ના ગાર્ડન માં રીલેક્સ ચેર પર થી ઊભો થઈ નીરવ ની પીઠ પર થપથપાવી ને પ્રીથ્વી બોલ્યો!

નીરવ:- "થેકયુ,સર!"

પ્રીથ્વી:- "ટેલ મી, કઈ જગ્યા પર ખજાનો છે?"

નીરવ:- "સર, જંગલો વચ્ચે કોઈ મિથીલા નામનું ગામ આવેલું છે, ખજાનો એ ગામ ની પાસે જંગલો માં ડટાયેલો છે એવાં એહવાલો જાણ થયા છે!"

પ્રીથ્વી:- "તો, કોની વાટ જોવો છો? આપણા માણસો ને તૈયારી કરવાનું કહીં દે, આપણે કાલે નીકડીશુ! એને હા, મિથીલા ગામ ના કોઈ એવા માણસ ને પકડો, જે ખજાના સુધી પહોંચવા માં આપણે જંગલ માં ગાઈડ કરે!"

નીરવ:- "સર, ડોન્ટ વરી! એવી વ્યકિત શોધી લીધી છે. જેનું નામ છે લંકેશ! જે મિથીલા ગામ નો જ છે! એ આપણ ને ગાઈડ કરશે!"

પ્રીથ્વી:- "ઓહો...નીરવ તું તો ફાસ્ટ થઈ ગયો છો, વેલ ડન! જાઓ તૈયારી કરો કાલે જવાની!"

નીરવ:- "ઓકે સર!"


સ્થળ:- મિથીલેશ જંગલ,મિથીલા.

પ્રીથ્વી અને એની ટીમ બીજા દિવસે જંગલ માં પહોચી અને કેમ્પ બનાવીને ગામ ના લંકેશ ના ગાઈડન્સ નીચે જંગલ માં ખજાના ની શોધ માં નીકળી પડે છે! જંગલ ની અંદર અંદર જેમ જેમ એ લોકો જાય છે,જંગલ વધું ગાઢ બનતું જાય છે!સતત રોજ એજ રુટ ટીમ નો થઈ જાય છે. પુરો દિવસ ખજાના ની શોધ કરવી અને રાત્રી પહેલાં કેમ્પ પર આવી આરામ કરવો! અઠવાડીયું થવાં આવ્યુ હતું, પરંતુ હજી સુધી કાંઈજ હાથ લાગ્યુ નહોતું!

રોજ ની જેમ સવાર પડતાં ને ખજાના ની શોધ માં ટીમ નીકળી પડે છે. થોડે દુર જતાં ટીમ એક મોટા ઝાડ નીચે આરામ કરવાં ઉભી રહે છે. ત્યાજ પ્રીથ્વી ની નજર એક ઘાસ થી છુપાયેલી નાની ગુફા તરફ પડે છે! તેની ટીમ જોડે અંદર પ્રવેશે છે. બધા ની આંખો જોતી જ રહી જાય એવું ચિત્ર હતું! એક મોટી જુની સંદુક પડેલી છે! જેના પર અઢણક સાપો ડેરો જમાવીને બેઠો હોય છે!

લંકેશ:- "તમે થોડા દુર ખશો! હું બધા સાપ ને મારી દઉ છું!"

લંકેશે એક એક કરી બધા સાપો ને મારી દુર ફગોવી દિધા! ટીમે સંદુક ને બહાર કાઢી ને કેમ્પ પર લઈ ગયાં. કેમ્પ પર લાવી સંદુક ને ટેબલ પર રાખીને ખોલવાની કોશિશ કરવા લાગ્યા. પણ સંદુક કોઈ રહસ્યમય લોક થી બંધ કરી હતી જેને એમજ ખોલવી અશક્ય હતી. 

પ્રીથ્વી:- "ઓહો...નો! નીરવ ખજાનો મળી તો ગયો પણ આને ખોલવી કેમ?"

નીરવ:- "સર, સોરી! ખજાનો મળ્યા ના ઉત્સાહ માં હું એક વાત તમને કહેતા ભુલી ગ્યો!"

પ્રીથ્વી:- "કઈ વાત?"

નીરવ:- "સર, આ સંદુક ખોલવા માટે એક કળશ છે, જે શુદ્ધ પાણી થી ભરેલ છે! એ પાણી નો છંટકાર આ સંદુક પર કરીને એ સંદુક માંથી જ આપણ ને એક ચાવી મળશે જે કળશ ની અંદર જ શુદ્ધ પાણી વચ્ચે જ રાખેલી છે! મને લાગે છે એ કળશ પણ એ ગુફા અંદર જ હોવું જોઈએ!"

પ્રીથ્વી:- "તો મારું મોઢું શું જોવો છો? જોઓ લઈને આવો!"

લંકેશ:- "સાહેબ! એ કળશ તો ગામ નું રક્ષણ કરે છે! તમે એ કળશ દ્વારા આ ખજાનો ખોલશો તો ગામ માં બિમારી, ભુખમરો સર્જાશે,માણસો મરવા લાગશે! ઘણા વર્ષો પહેલાં આ ખજાના માટે ગામના માણસોએ ખુન ખરાબા કર્યા હતા, ત્યારે ગામ ના ભલા માટે શિવ મંદિર ના સંત ત્રિલોક નાથજી એ મંત્ર તંત્ર થી આ ખજાના ને ગુફા માં સુરક્ષીત કરી કળશ માં એની ચાવી રાખી એમાં શુદ્ધ જળ ભરી દેવામાં આવ્યુ અને ત્રિલોક નાથજી એ શ્રાપ આપ્યો કે જે કોઈ પણ ખજાનો મેળવવા આ કળશ નો ઉપયોગ કરશે ત્યારે આ ગામ ભયંકર મુશ્કેલી માં મુકાઈ જશે! શ્રાપ આપી આ ખજાના ને સંતે સુરક્ષીત જગ્યા પર મુકી દિધો હતો. જેની ગામ ના માણસોને જાણ આજ સુધી નથી."

પ્રીથ્વી (ગુસ્સા માં):- "આઈ ડોન્ટ કેર! મને જે વસ્તુ જોઈએ એને હું કોઇપણ કિંમત પર હાંસલ કરુ છું! આ મારી આદત છે! સો,જલ્દી થી કળશ લઈને આવો! ગો ફાસ્ટ.....જાઓ!"

નીરવ અને ટીમ પેલી ગુફામાં જઈ કળશ ને શોધવા લાગ્યા. આખરે નીરવ ને વેલ ની પાછળ એક લાલ કપડા પર પડી. વેલ ને હટાવી ને જોયું તો એજ કળશ હતું જેના પર દોરા ધાગા અને લાલ કપડું વીટેલુ હતું. નીરવે કળશ હાથ માં લઈને કેમ્પ તરફ તેની ટીમ સાથે ભણી ગયો! નીરવે જેમ કહ્યુ હતુ એમજ પાણી નો છંટકાવ કર્યો તો અંદર થી ચાવી મળી જેના દ્વારા સંદુક ખુલ્લી ગયું અને અંદર થી અઢળક સોનુ,હીરા, ઝવેરાત મળ્યા! બધાં જણ ખુશી થી નાચવા લાગ્યા અને એકબીજા ને ભેટી ભેટી ખુશી વ્યકત કરવાં લાગ્યા!

સાંજ નો સમય હતો. સૌ પાર્ટી કરવાં બેઠા. જંગલ માંથી શિકાર કરેલ જાનવરો ના માંસ-મટન અને મદિરા ખાવા પીવા લાગ્યા! એજ સમય મીરાં કેમ્પ ની થોડે જ નદિ પાસે કપડાં ધોવા આવી હતી. તે તેનું કામ કરતી જ હતી, ત્યા નશા માં ધુત પ્રીથ્વી ઝાડ પાસે આવી આમ તેમ આંટા મરતો હતો અને તેની નજર મીરાં પર પડી ગઈ! તે મીરાં ની કાયા ને હવસ ની નજર થી જોવા લાગ્યો અને લંકેશ ને બુમ પાડી!

લંકેશ:- "હા, સાહેબ!"

પ્રીથ્વી:- "મને પેલી છોકરી જોઈએ છે!"

લંકેશ:- "અરે...સાહેબ! જવાં દો ને! એ અમારા ગામ ના ગરીબ ઘર ની દિકરી છે."

પ્રીથ્વી એ પૈસા ની થપ્પી કાઢી લંકેશ ના હાથ માં થંભાવી અને કહ્યુ,"હવે?"

નીચ અને લાલચી લંકેશે જાણે સોદો કર્યો હોય તેમ બોલ્યો,"હા,હુકુમ! ચોક્કસ મળશે. તમે પેલા કેમ્પ માં પલંગ પર ચાદર ઓઢી સુવાનું નાટક કરો, હું એને તમારી પાસે ચાલ ચલી મોકલું!"

પ્રીથ્વી:- "ઓહ...આઈ લાઈક ઈટ મેન! ઓકે!"

લંકેશ મીરાં તરફ જાય છે એની પાસે પહોંચી ને કહે છે,"મીરાં તું અહીયા આરામ થી કપડાં ધોવે છે અને ત્યા તારા બાપુજી પર ખુંખાર જાનવરે હુમલો કર્યો છે. તો પેલા કેમ્પ માં ઘાયલ અવસ્થા માં પડ્યા છે! આતો ઠીક! શહેર માંથી આવેલા સાહેબો એ એમને બચાવીને કેમ્પ માં લઈ આવ્યા નહી તો..."

લંકેશ ની વાત હજુ પુરી નહોતી થઇ ને ત્યા જ મીરાં આંસુ ની ધારા વચ્ચે કેમ્પ તરફ દોડી ગઈ! લંકેશે પાછળ કપટી હાસ્ય કરી, પ્રીથ્વી એ આપેલ પૈસા ની થોકડી ને સુગી અને પૈસા સામે જોઈને બોલ્યો,"તારા માટે તો કાંઈપણ કરીશ હું મારી જાન!"

મીરાં બિચારી આ સાઈડ કેમ્પ પર પહોંચી અને જેવી અંદર પ્રવેશી કે તરત જ પાછળ થી દોડી આવતાં લંકેશે બહાર થી કેમ્પ નો દરવાજો લોક કરી દિધો! મીરાં પલંગ પર લેટેલા પ્રીથ્વી ને પોતાના પિતા સમજી જેવી પાસે ગઈ કે તરત જ પ્રીથ્વીએ મીરાં ને પકડીને પલંગ પર જોરથી પકડી લીધી! રાક્ષસ જેવા પ્રીથ્વી ના સંકજામાં સપડાયેલ કુમળી મીરાં એ ઘણી કોશીશો કરી પણ તે નિરર્થક રહી! પ્રીથ્વીએ મીરાં ને ખુદી નાખી. પ્રીથ્વીના વાર થી ધાયલ થયેલ મીરાં બેહોસ થઈ ગઈ હતી. બિચારી મીરાં ની ઈજ્જત પર કાળા વાદળો છવાઇ ગયા. પ્રીથ્વીએ પોતાની ઈચ્છા સંતોષાઈ ગયા બાદ તેની ટીમ અને ખજાનો લઇને ત્યાથી ભાગી છુટ્યા!

જંગલ માં લાકડા કપવા આવેલ મિથીલા ગામ ના મહેશ અને તેની પત્ની ની નજર કેમ્પ પાસે વિખરાયેલા દારુ અને માંસ મટન પર પડતા, તેઓ કેમ્પ તરફ ગયાં અને અસ્ત વ્યસ્ત થયેલ ચિત્ર પર થી તેમને થોડું શંકાસ્પદ લાગતાં તેઓ મીરાં જયાં બેહોશ હતી તે કેમ્પ માં પ્રવેશ્યા અને એમની નજર મીરાં પર પડી કે તેમના હાડકાં ઢીલાં પડી ગયા! તરત જ મહેશ ના પત્ની સીતા બેને ધાયલ અને નગ્ન મીરાં પર પોતે હાથે રાખેલ કપડું મીરાં ને ઓઢાડીને પાણી નો છંટકાવ મીરાં ના મો પર કરતાં મીરાં જેવી હોંશ માં આવી કે તરત મીરાં સીતા બેન ને ભેટી ને જોર જોર થી રડવા લાગી! ના જાણે કેટલીયે પીડા ની અગ્ની તેના આંસુ રૂપે બહાર આવી રહી હતી! સીતા બેન ને જે ધટના ધટી હતી એ ધટના નો અંદાજ મીરાં ને જોઈને આવી ગયો. મીરાં ની હાલત અને પરિસ્થિતિ ને જોતા સીતા બેન મીરાં ને સંભાણતા એને ધર તરફ લઈ ગયાં! 

આ બાજુ ગામે કામે ગયેલ મીરાં ના પિતા ને ધટના ની જાણ કરવામાં આવી! મીરાં ના પિતા તો મીરાં જોડે થયેલ ધટના સાંભળતા જ એમના હ્રદય પર દબાણ આવતાં એજ સ્થળ પર મૃત્યુ પામ્યા! આ તે કેવો ભગવાન નો ન્યાય હતો? મીરાં ની સાદી જિંદગી માં એને ઈજ્જત સાથે પિતા ની છત્રછાયા પણ ગુમાવવી પડી. કેવો ભગવાન નો ન્યાય? કર્મ ની કઠણાઈ કે પછી હતુ કોઈ યુદ્ધ ની શુરુઆત? એ બધું તો ફક્ત ઈશ્વર જાણતા હતા. પણ જે પીડા મીરાં આ સમય ભોગવતી હતી, એ તો બિચારી મીરાં જ જાણતી હતી! પાછુ ગામ માં હાલત અચાનક બગાડવા લાગ્યા હતા! માણસો બિમાર પડવા લાગ્યા હતા. એકાએક માણસો મરવા લાગ્યા હતા. શું એ ખજાના ના શ્રાપ નો પ્રતાપ હતો? હા, ખજાના ના શ્રાપ નુ પરીણામ હતુ!

ગામ માં એક સભા ભરાઈ જેમા ગામ ના હર એક માણસો હાજર રહ્યા હતા. જેમાં ખજાના અંગે ની વાતો થવા લાગી! બધાં નું એક જ કહેવું હતુ,ખજાના અંગે કોઈએ છેણછાડ કરી છે જેનું આ પરીણામ છે!

ગામ નો જ એક માણસ બોલ્યો,"હા, શહેર માંથી કોઈ માણસો આવ્યા હતા! જે લંકેશ ની પુછા કરતા હતા. એના બાદ લંકેશ ગામ માં દેખાડો જ નથી! મને તો લાગે જ છે કે નીચ લંકેશ પણ એમનો સાથ પૈસા માટે આપ્યો છે!"

"હા, એજ હોઈ શકે! પણ સવાલ એ છે કે આ ગામ માં આવી પડેલ આફત નું શું કરવું?" ગામ નોજ માણસ બોલ્યો!

સરપંચ:- "હવે તો એક જ રસ્તો છે! મંદિર ના ત્રિલોક નાથજી ના પુત્ર ભૈરવજી ને બોલાવીએ!"

ત્યાજ એક અવાજ આવ્યો,"બોલાવાની જરુર નથી! હું આવી ગ્યો છું!" ગાઢ અંધારાં માં ખુલ્લા વાળ, બદન પર રાખ અને હાથ માં માળા લઈ, ભૈરવ જી પધાર્યા!"

સૌ ગામવાસીઓએ ભૈરવ જી ને નમન કર્યા!

ભૈરવ જી:- "ચિંતા ના કરશો! હું ગામ ની ફરતે રક્ષા કવચ બનાવીને આવ્યો છું. કાલે મંદિર માં શિવ આરાધના કરવા ભેગા થઈશું અને ગામ માં આવી પડેલ આફત માંથી ગામ ને મુક્ત કરી દઇશું!"

ગામવાસીઓ ખુશ થયાં અને ભૈરવજી ના કહેવા પ્રમાણે શિવ આરાધના કરી યજ્ઞ કરવામાં આવ્યો જેના દ્વારા ગામ શ્રાપ માંથી મુક્ત થયું અને માણસો ના જીવ જવાનાં બંધ થયા! પણ મીરાં ની પીડા નો કોઈ ઉકેલ જ ન્હોતો. એ તો પીડા ની આગ માં રોજ બળી રહી હતી!

સમય નો નિરંતર આગળ વધવાનો પ્રવાહ સ્વયં ભગવાન માટે પણ ઉભો ન્હોતો રહ્યો તો ક્યા મીરાં માટે ઊભો રહેવાનો હતો. સમય નું ચક્ર આગળ તો વધી રહ્યુ હતું અને નિરાધાર મીરાં પેટ માટે કર્મ પણ કરી રહી હતી. પણ મીરાં ની અંદર ની પીડા નો જવાળામુખી ભભૂકતો રહેતો. જે એને ના સુવા દેતો ના ઠીક થી રહેવા દેતો! ગામ ની નજર માં એ કલંકિત બની ગઈ હતી. કોઈ એનો હાથ પણ થામવા તૈયાર નહોતું. પછાત ગામ માં રહેતી હોવાથી પુલિસ ફરીયાદ પણ કરવામાં કાંઈજ ફાયદો નહોતો.

મીરાં સાંજ ના સમય બજાર માં ફળો વહેંચી ને ઘેર પરત ફરી રહી હતી. ગામ જતા ની વચ્ચે સ્વયંભુ મહાદેવ નું મંદિર આવતું ત્યા મંદિરમાં મીરાં દર્શન કરવા જતી. બીજું કોઈ તો એના જીવન માં હતું નહી જેને મીરાં પોતાની વેદના કહી શકે એટલે મીરાં સંપુર્ણ મહાદેવ ના ભરોસે વિશ્વાસ રાખીને રહેતી. મીરાં જેવી નિરાધાર નો એક જ આધાર હતો, "મહાદેવ!" મંદિરે જઈ તે કોઈપણ જાતની મહાદેવ ને શિકાયત કરવાને બદલ ભગવાન ના મંદિર રુપી ખોણા માં જઈને બેસી જતી અને ભગવાન ને યાદ કરી લેતી. પરંતુ ભગવાન ને જોઈને એની આંખ ના દરિયામાં એક મોજું તો છલકાઇ જ જતુ. એનું કારણ હતુ એ બનેલી ઘટના અને એ ધટના થી એના પેટ માં રહી ગયેલું "બાળક!"

તે દિવસે મીરાં ભોળા ની છત્રછાયા માં જ બેસી રહી. મીરાં  શિવલીંગ ને વળગીને ત્યા જ સુઈ ગઈ. રાત ક્યારે થઈ ગઈ એની મીરાં ને આજે જાણે કોઈ પરવા જ ન્હોતી! રાત્રી ના જંગલ માં જાનવરો ના અવાજ વચ્ચે ભગવાન ના ખોળે બેસેલી મીરાં ના સ્વપ્ન માં કોઈ દિવ્ય વાણી થઈ,"દિકરી મીરાં! હું તારી નિસ્વાર્થ અને ફરીયાદ હીન ભકિત થકી હંમેશ તારી પાસે જ હોઉં છું! તું તારા પેટ માં ઉછરી રહેલા બાળક ને "કલંક" નહી પણ એક યોદ્ધા માન! જે તને હર એક પીડા માથી મુક્તી આપી તારુ નામ રોશન કરશે!" આટલું સ્વપ્ન આવ્યુ ને મીરાં ની આંખો ખુલ્લી એણે મહાદેવ નો હુકુમ માની, મહાદેવ ને વંદન કરીને સવાર પડતાં ની સાથે એ ઘેર ભણી ચાલી! મંદિર માં આવેલ સ્વપ્ન થી એના મુખ પર એક તેજસ્વી કિરણ રેલાઈ રહ્યા હતા. તેને મનોમન નક્કી કરી લીધું કે તે પેટ માં ઉછરી રહેલા બાળક ને જન્મ આપશે અને એજ બાળક તેને ન્યાય અપાવશે! દુનિયા ભલે મારા માતૃત્વ પર આંગળી ચીધે પણ હું મારા બાળક નો ઉછેર કરી એને આ દુનિયા માં લાવીશ જ!

આખરે એ ઘડી આવી જ જેની મીરાં ને વાટ હતી. ગાઢ જંગલો માં સિંહો ની દહાડ અને પીડા વચ્ચે ચીસો પાડતી મીરાં ના કોખે બાળકે જન્મ લીધો! મીરાં ના મુખ પર પીડા વચ્ચે પણ એક તેજ હતુ. જે બાળકે જન્મ લીધો એ બાળક નું નામ મીરાંએ રાખ્યુ "અર્જુન!"

                           (ક્રમશ:)

                    To Be Continue....


[• તમને કેવી લાગી છે આ કહાની અને શું મને આનો આગળ નો ભાગ લખવો જોઈએ? ચોક્કસ થી જણાવશો! તમને મારી એક વિનંંતી છે.

 • હું તમારા રીવ્યુ ની રાહ જોઈશ, તમે મને Instagram પર ફોલો કરી મને આ કહાની વિષે આપનો રીવ્યુ આપી શકો છો! અને હા કહાની વાંચ્યા બાદ અભિપ્રાય જરુર આપશો! આખરે, તમારા થકી તો અમે છીએ!

 • મહાદેવ સૌનુ ભલું કરે! હર હર મહાદેવ હર! ]


          》Follow Me On Instagram《
           Username:- Pandya_Shakti