Adhuri aas books and stories free download online pdf in Gujarati

અધૂરી આસ

("...રોજની જેમ બસ મારો આજનો દિવસ પણ રાબેતા મુજબ પૂર્ણ થવા જઈ રહ્યો હતો પણ,

આજની આ સાંજની એક વેળા મને ઘણું બધું યાદ આપાવી ગઈ...")
-

"ઑય! તારો ફોન નંબર તો આપ.આટલા સમયથી તું તારા મિત્રના નંબર પરથી વાત કરે છે,ક્યારેક મારે તારી સાથે વાતો કરવી હોય તો કેમ તારો Contact કરવો ?
અને થોડો તો Flirt કરતા શીખીજા, આમ મારી જેમ હર કોઈ છોકરી સામેથી તારા નંબર નહિ માંગવા આવે.."

"હા ભલે.!,પણ હું કેમ તારા નંબર સામેથી માંગી શકું?,મને થોડું અજુગતું લાગે એટલે..'

"કેમ ? એમાં શું?, ચાલ હવે નંબર બોલ ફટાફટ"

"હા Ok. લખીલે.."

"ઠીક છે, ચાલ હવે હું જમીને આરામથી વાત કરીશ જો તું Free હોઈ અને મારા માટે થોડો સમય હોય તો જ..?!"

"હા, Call કરજે પછી જોયું જશે.."

રાત્રીના ૧૧ વાગ્યે મારા ફોનની રીંગ વાગી. હુતો એક ઊંઘ પૂરી કરી ચુક્યો હતો પણ એના callની રાહ હર એક મિનીટમાં હતી.

"Hello! જાગતો હતો કે સુઈ ગયો હતો?"

"ના, પણ જાગી ગયો."

બસ એ રાત્રીએ અમારી વાર્તાલાપ શરૂ થઈ હતી.
આ પહેલા અમે અવારનવાર મારા મિત્રના ફોન પરથી વાત કરતા.થોડા સમય પહેલા જ અમે એકબીજા સાથે વાત કરતા થયા.

વાતો વાતોમાં અમે Normally એક બીજા વિશે જાણ્યું,
એ ખુલ્લા દિલથી વાતો કરતી હતી અને હું પણ એને સાંભળતો હતો.એની પસંદ-ના-પસંદથી લઇને અમારા એકબીજાના પરિવાર સુધીની બધી જ વાતો જણાવી દિધી.

ઉદાસ રહેતી હતી, એકલું લાગતું હતું. પણ મારી સાથે વાતો કરતા એ બધું ભૂલી જતી હતી. આટલાં બધાં સવાલ જવાબો કર્યા જેની મેં ક્યારેય કલ્પના નોહતી કરી.
વાતો વાતોમાં મધ્યરાત્રી થઇ ગઇ હતી..

"હવે એક કામ કર, તારી વાતો ક્યારેય પુરી નહી થાય અને હજુ તો આપણી પાસે આજની રાત વગર પણ ઘણાબધા દિવસ બાકી છે, તો બીજા દિવસોને પણ લાભ આપો.."

"ના,તારે સૂવું હોય તો સુઈ જા! મને ઊંઘ નહીં આવે. આમ પણ મને આદત છે, તું સુઈ જા.."

"Ok ચાલ તો Good night!"

ફોન મૂકીને સુઈ ગયો.
પરંતુ એ શું કામ જાગતી હશે?
મને અંદરથી એના માટે ચિંતા થતી હતી એટલે મેં એને Call કર્યો.

"કેમ તને ઊંઘ ના આવી !?, શું થયું?"

"આ સવાલ મારે તને કરવો જોઈએ ને?, તું શા માટે જાગે છે?"

"મને તો આદત છે રોજ જાગવાની. મારી ચિંતા ના કર અને સુઈ જા"

"ના, તું વાત કર. જ્યાં સુધી જગાશે ત્યાં સુધી વાત કરીશ,Ok ?"

"હા પણ, ખોટુ ના બોલતો. ઊંઘ આવે તો બોલી જાજે."

"હા બાબા,પાકું.."

અમે ફરી વાતો શરૂ કરી.મેં આટલા સમય સુધી ફોનપર ક્યારેય વાત નહોતી કરી અને એ મારા નવા રેકોર્ડ બનાવતી હતી.આવી રીતે હસતા બોલતા આખી રાત વીતી ગઈ.

ઘણી બધી લાગણીઓ,રમુજો સાથે સમયની ભાન જ ના પડી.પહેલીવાર મારા માટે કોઈ છોકરી સાથે આટલો લાંબો સમય ફોનપર વાત કરવાનો રેકોર્ડ બન્યો હતો અને તેણે મને હસાવી હસાવીને મારા પેટની આંટી ચડાવી દિધી હતી.

ફોનની શરૂઆતથી એ ઉગતા સૂરજની પહેલી કિરણ સુધીના સમયમા અમે હજારો લાખો પળ ભેગા કરી લીધાં હતાં. લાગણીઓ હાવી થઈ ચૂકી હતી,બધું મૂકીને એણે સીધો સવાલ થોપી મુક્યો...

"તારે કોઈ Girlfriend છે?"

"કેવી વાત કરે?, હોય અને હજુ સુધી તને ના કહ્યું એવું બને ?"

"એતો છેજ ને, કદાચ આ Topic રહી ગયો એટલે તને પૂછી જોયું."

"વિચાર્યું નહોતું, કેમ? તારે બનવું છે?"

"અધૂરા આ એહસાસમાં તું પૂરો લાગે છે. કદાચ મને નથી ખબર અને હું તને ચાહવા લાગી હોવ..!?"

"એ ચાહત, મને પણ મહેસૂસ થાય છે. પરંતુ આપણા માટે કદાચ યોગ્ય નથી."

"હું જાણું છું પણ આ દિલને કોણ રોકી શકે ??
જે લાગણીઓને સમજી શકે એવાં વ્યક્તિને કોણ ચાહવા ના ઈચ્છે?"

"તારી આ લાગણીઓને હું સારી રીતે સમજી શકું છું પરંતુ..."

"એ બધું છોડ. બસ તું દિલ પર હાથ રાખીને કહી દે એકવાર.."

"હા..! નહીં રોકી શકતો આ ઉભરાયેલ ચાહતને.."

"તારી આ ચાહતને હું મારી ચાહત બનાવીશ, ચાલ હવે સુઈ જા...Love you so much.."

"હાહાહા..!!, જા હું પણ તને આપી ચૂક્યો છું..."

આ ચાહતની અધીરાઈ શરૂ થઈ ચૂકી હતી.અમે રોજ વાતો કરવા લાગ્યા હતા. આવી રીતે ઘણાં મહિનાઓ વિત્યા.મારા માટે એ હવે મારી ચાહતની કાલ્પનિક દુનિયા બની ગઈ હતી જેમા હું મારી ચાહત સાથે રહેવા લાગ્યો હતો.મારી એ મિત્ર મારી એવી ચાહત બની ગઈ કે એના સાથે મારા દિલની ધડકન જોડાય ગઈ હતી.

"ઓય! આપડે ક્યારે મળશું? આટલો સમય વિત્યો પણ હજુ સુધી તે એક મુલાકાત નથી આપી.."

"મળવું મારે પણ છે.! ચાલ તો એક કામ કરીએ,થોડા દિવસ પછી મારી Friends મારા ઘરે આવવાની છે તો તું પણ આવી જજે."

"પણ બધા હશે તો હું ત્યાં ? મને અજુગતું નહિ લાગે?"

"અરે! એ બધું છોડ. હું હોઈ પછી શું!!? તું આ રવિવારે પહોંચી જજે"

"સારું.."

મારા માટે એ રવિવાર કદાચ ક્યારેય નહીં આવ્યો હોય કે ના આવશે.એ ફોન મુક્યા પછી હરેક Second દિલની ધડકન સાથે ધડકતી હોય એવું લાગતું હતું.

"કાલે આવે છે ને ?"

"આ કાલ મારા માટે ક્યારે આવશે એ નથી સમજાતું"

"બસ હવે, ચાલ કાલે મળીએ."

"બસ સ્ટેન્ડ આવીને ફોન કરીશ"

"જોવ છું ઓળખે છે કે પછી.."

"જેવુ ચિત્ર દિલમાં બન્યું છે એનાથી વધુ જીવંત હોઈશ..."

"તને વાતોમાં નહીં પોહચાય,ચાલ હવે..."

આખરે શનિવારની રાત આવી ગઈ, એ રાતની એકેએક પળ હું જોડતો રહયો.આકાશ સામે મીટ માંડીને જોતો રહ્યોં, તારાનો એ ટમટમાટ મારી આંખના ઝળઝળિયાં સાથે રમી રહ્યો હતો.

એ ચહેરાના ચિત્રને વાસ્તવિક બનાવવા નીકળી પડ્યો હતો.
મનની બધી ગતિવિધિ ફક્ત એને જ સ્મરણ કરતી હતી અને હું એના શહેર પહોંચી ગયો.

"Good morning !!, તારા શહેરમાં હું મારું સ્વાગત કરું છું...હાહાહા"

"હે..??!!, તું આટલો વહેલા પોહચી પણ ગયો? હજુ તો હું પથારીમાં છું"

"વાહ! ચાલો મારા સમયની કિંમત આજે મને જ સમજાય ગઈ."

"હા. બસ હવે ખોટુ સંભળાવિશ નહીં, તારી કિંમત હું આંકી ના શકું.."

"બસ રહેવા દે, અને હવે મારે શું કરવાનું અહીં?"

"મારી Friend આવે છે તને લેવા, ફોન કરશે ત્યાં પોહચીને. બહાર આવેલા Circle પાસે રાહ જો."

"આભાર તમારો!"

એના આ શહેરની હરએક હવા મને એનો આભાસ કરાવી રહી હતી.હું ચારે તરફ હરએક ચહેરામાં એની છબી શોધી રહ્યો હતો અને આટલમાં મારા ફોનની Ring વાગી.

એની Friend આવી અને અમે નીકળ્યા. ભૂલભુલૈયા માંથી એવી શેરીઓ પકડી કે મને સમજ ના પડી.ઉપરથી મારા વિચારો બસ ખોવાયેલા હતા.

સ્કૂટર રોકાયું,મારા દિલની ધડકને જાણે સહેજ વિસામો લીધો એવું લાગતુ હતું.

ધડકનના ધબકારાની સાથે મેં એના ઘર ભીંતા મારા પગલાંઓ માંડ્યા. દરવાજો ખૂલ્યો, મારી નઝર એ છબીને જીવંત જોવા તરસતી હતી.સામે જોવ છું તો એની ત્રણ Friends બેસી હતી, પણ મારી નજરમાં એક તરસ અધૂરી હતી.

"હાહાહા...!!આટલી આસાનીથી નહીં મળી જાય.! શોધી કાઢો.."

કાંઈ પણ વાગોળી નહોતો શકતો અને એમાં પણ આ ખેલ બનાવી રહી હતી.બધું તપાસી જોયું અને મારી અધીરાઈ આડે આવી રહી હતી.અચાનક પાછળથી મારી આંખો મીંચાઈ,

"Welcome to my home dear.."

શ્વાસ થંભી રહયો, હવાઓએ એની ગતિ વધારી,ધડકન અવાઝ બનાવી રહી,સમય રાહ જોઇ બેઠયો....

એના હાથ નીચે કર્યા અને પાછળ ફર્યો.

એક શબ્દ નહોતો એ સમયે!!,મારા મુખ પર એવી Smile ખીલી ઉઠી જે હું વર્ણવી પણ ના શકું.
એની આંખો સામે જોઈ રહ્યો, અને એ પણ આ પળમાં ખોવાય ગઈ હતી.કાંઈ પણ બોલ્યા વગર મને Hug કરી ગઈ...!!!

મારી આંખો મીંચાઈ ગઈ હતી,મારા દિલને હવે એના દિલની ધડકન ચલાવતી હતી એવું લાગ્યું.આટલું બધું મહેસૂસ ક્યારેય નહોતું કર્યું. આ એવો પળ બની ગયો હતો જાણે બંનેના બોલ્યા વગર આ સમય બધું કહી જતો હતો.મારી આંખ ના રહી શકી,અને એણે અશ્રુઓ થકી બધું કહી દીધું...

"આ શું?, હજુ મેં એક પણ ખેંચી નથી એ પેલા રોઈ પડ્યો..??"

"જાને હવે, હું શું કામ રડું?, બહારથી આવ્યો એટલે પવન લાગી ગયો."

"બસ રહેવા દે. જો આમને મળ,
આ બધી મારી ખાસ Friends, તારથી પણ ખાસ જોઈ લે...!!!"

"Hello everyone"

(એમની Friends_: હવે તું ના બોલ તોજ સારું, અમને ખબર છે કોણ કેટલું ખાસ બની ગયું છે..)

"બસ હવે, હજુ આને થોડીવાર શ્વાસ લેવા દો; એને મારી નાખવામાં હજુ સમય પડયો છે.."

"વાહ તારા બફાટ વાહ!!, સારૂ છે તે તારા બચાવ માટે તારી આ team રાખી લીધી, કામ આવશે તારી વિધિ પૂર્ણ કરવામાં.."

"ઓ Mr.!, હવે પેલા મોં ધોઈ આવો પછી બરોબર મારા હાથનું જમાડું.."

ટીખળખોરી ચાલુ રહી..,
બધા સાથે એવો રંગ લાગી ગયો કે જાણે અમે બધાં એક ભાતમાં રંગાયા હોય.

એની મૈત્રી કે એનો પ્રેમ ????
હું સમજી નહોતો શકતો આ સંબંધને.મારા માટે જીવનના અમૂક્યાં પળો હતા. એકએક પળની બધી જ લાગણીઓ મારા જીવનનો અમૂલ્ય ખજાનો હતો..

અમે આખો દિવસ ધમાલમાં જ વિતાવ્યો, નાની નાની બાળપણની રમતો રમી, એકબીજા સાથે Dance કર્યો, આટલા બધા ગાંડા કાઢ્યા કે બાળપણ ફરી જીવતા હોય...

મારા મારે તમામ પળો ભેગી કરવી મુશ્કેલ બની ગઈ હતી.નહોતો સમેટી શકતો કે નહોતો આંખો ભીંની થતા રોકી શકતો.

સમય પણ કેટલો લુચ્ચો હશેને???!!
જ્યારે એની સાથે મુલાકાત થવાની હતી ત્યારે એ એકપણ ઘડી જતી નહોંતી અને આ સમયે હજુ હું એકએક પળમાં જીવેલા એ ચિત્રોના ટુકડાઓ ભેગા કરું આટલમાં મારા જવાનો સમય આવી ગયો...

એ એવી રંગબેરંગી અને એવા ચંચળ જીવમાં પેહલી વાર મેં અશ્રુની એક ધાર જોઈ.

"રોઈ બેસીને !?, હજુ મેં પણ ખેંચી નથી.."

આગળ બોલું એ પહેલાં ભેટી પડી..
મારામાં નહોતી હવે એ શક્તિ કે હિંમત,
જે એ ભાવનાઓને એકત્ર કરી લે...
એક શબ્દ ઉચ્ચાર્યાં વગર હું ત્યાંથી વિદાય લઈ ચુક્યો હતો....

રસ્તામા મને કાઈ ભાસ નહોતો,તેની સાથે વેતેલી એકએક પળ વાગોળાતી હતી,સમયની ખબર ના રહી...

"ઓ ભાઈ..! ક્યાં જવું છે હજુ?
આ છેલ્લો Stop હતો, હવે કૃપા કરો..."

આ દુનિયામાં ફરી ત્યારે આવ્યો હતો જ્યારે એમણે મને જગાડ્યો..

રાત પડી ગઇ હતી અને એવું લાગતું હતું જાણે હજુ હું એ રવિવાર પહેલા વિતાવેલ શનિવારની રાતમાં જીવંત હોય,અને એ દિવસ આવવાનો હજુ બાકી હોય...

"પહોંચ્યો કે રસ્તામાં જ ગ્યો..!!??"

"God એ નવું જીવન ભેટ કર્યું બકા, એમ આ દિલ થંભી ના જાય.."

"Godએ તો બે જ દિલ બનાવ્યા હતા, બસ ભૂલમાં આ દિલની ધડકનની ગતી એક કરી મૂકી.."

"એતો એની અપાર શક્તિનો અનુભવ છે.."

"જા હવે Fresh થઇજા, વાતો માટે સમય ઓછો નથી..."

"હા..! આ સમય જ તો નથી.."

ફોન મુક્યો,સમયની સાથે સાથે ચાલતો ગયો, હું ક્યારેય આ પળોમાંથી ઉભરાયને બહાર ન આવી શક્યો,પથારીમાં પડ્યો અને એના ફોનની રાહ જોતો રહ્યો...

રાત વીતી ગઈ,પણ એનો ફોન ના આવ્યો.
મારુ હૃદય બે-બાંકળું બની ગયું હતું.એના સતત ફોન Try કર્યા પણ એકવાર એનો અવાઝ પણ સાંભળવા મળ્યો નહીં...

ઘણો સમય વિતી ગયો,મારી લાખ કોશિશ બધી નાકામિયાબ રહી. એકવાર પણ હું એ વિચારી નહોતો શકતો કે શું થયું હશે !!???શંકાઓને પેસવા ના દીધી અને હું પ્રાર્થના સાથે રાહે રહી ગયો.

(ઘણાં દિવસો બાદ એની Friendનો મારા પર ફોન આવે છે અને કહે છે:
"મહેરબાની કરીને હવે તું એને ફોન કરવાની કોશિશ ના કરતો એના Familyને બધી વાત ખબર પડી અને એના આ બધા બાળપણથી ખૂબ નારાજ છે,એનો ફોન બંધ કરાવી દે છે અને હવે એને બહાર Study માટે મોકલી આપવાના છે,એણે જ મને કહ્યું કે શક્ય એટલા વહેલા તું એને ભૂલી જજે..."

વાદળો ઘેરાઈ ગયા,ભીંની વર્ષાએ મને ભીંજવી નાખ્યો,ધડામ વીજળી ત્રાટકયી અને મારા હૃદયના ટુકડા કરી નાખ્યા....

સ્તબ્ધ બની રહ્યો,હૃદયમાંથી જ્વાળા ઉમળી,દરિયાની લહેરો છલકાય પણ આંખોમાં આવીને સુકાઈ જતી હતી.
શું પ્રતિભાવ આપું?!..? હજારો સવાલ એક બન્યા હતા અને મારી પાસે એ ભાવનાઓને પહોંચી વળવા કોઈ આધાર જ નોહતો.એકપણ ખ્યાલ એવો નહોતો જેણે મારા શરીરમાં ઘાવ ન કર્યો હોય.નાસૂર બની ગયો,લાગણીઓ માટે કોઈ સ્થાન ન હતું.

હું એની અગાઢ મિત્રતા કે અપાર પ્રેમ!??? એ બંનેમાંથી ઉભરી નહોતો શક્યો અને આવી સ્થિતિનું સ્વપ્ન પણ જે ભાસ ના કરાવે એવી સમયની વિચિત્ર માયા મારી સાથે સર્જાઈ ગઇ હતી.કાલે મારા માટે બધું જ જીવંત હતું અને પળવારમાં હું જ નજીવો રહી ગયો...

થોડા સમયમાં અમે ઘણું જીવી ચુક્યા હતા અને જે કલ્પનાઓ સર્જી હતી એનાથી પણ વધુ અમે અમારા હૃદયમાં છુપાવીને રાખી મૂકી હતી,એકબીજા સાથે જે પળમાં રહેવાની કલ્પના સાધી હતી એ અમે એકબીજાની આંખોમાં વાસ્તવિક બનાવી લેતાં. શબ્દો ઓછા અને મૌન પૂર્ણ કથા કરી આપતું હતું....

"આજે એ કલ્પનાઓ અને વાસ્તવિકતાઓ સાથે ચાલી નિકળ્યો છું,
એની હરએક આસને મારા શ્વાસમાં સમાવી ચૂક્યો છું,
મારા દિલમાં એની ધડકન બનાવી બેઠયો છું,
મારી આંખોમાં એના અશ્રુ છુપાવી બેઠયો છું,
એની કોઇ એક નજીવી યાદમાં મારી વાત બનાવી બેઠયો છું,
મને ખબર છે સમયની આ નાની ઘડીમાં અમે થોડા અંશે જીવ્યા હતા,
પરંતુ સમયના થોડા ચક્રમાં મારી આખી "એ" જીંદગી છુપાવી બેઠયો છું....."

સમય સાથે જોડાયને કાર્યશીલ બન્યો હતો,
બસ આ સમયને પસાર કરવા દરિયા સાથે ગુંજતો હતો
દરિયાની આ લહેરો જોરથી ગૂંજે અને કહે છે : "મને છલકાવી આપ થોડું તારી આંખોનું મોતી,હું પણ તારાં હૃદય જેટલો ગહેરો છું અને તારું આ મોતી સરળતાથી છુપાવી લઈશ.."

હસ્યો થોડું જવાબ આપતા,
: "છુપાવીને જ રાખ્યું છે એ મોતી;હૃદયથી આંખનો રસ્તો એટલો પણ નજીક નથી કે જે મારા દિલના દરિયામાંથી એ અધૂરી આસ આજે છલકાવી જાય..."


✍️ હાર્દિકસિંહ બારડ