Suicide books and stories free download online pdf in Gujarati

આત્મહત્યા

"આત્મહત્યા".....!!!

એક શબ્દ કહું, વિચાર કહું કે એક અંતિમ રસ્તો..!?

વિશ્વમાં આજે સૌથી વધુ આત્મહત્યા આપણા ભારતમાં નોંધાય છે. કેવી ગર્વ લેવા જેવી વાત છે નહીં!??

એથી મોટી અને વિશેષ પ્રકારની ગર્વ લેવા જેવી વાત કહું તો, આવા અદ્ભૂત, અદમ્ય સાહસ કરનારાની ઉંમર ૧૪ વર્ષ થી ૨૮ વર્ષનાં વિરોની હોય છે..!!

######################

"જીવન" અને "મૃત્યુ"ની વચ્ચે 'આત્મહત્યા' નામની એક એવી સરસ મજાની સીઢી બનાવી મૂકી છે ને કે લોકો( એવા લોકો કે જેનું હુલામણા નામ આપવા મારી પાસે શબ્દ નથી) આરામથી ચડી જાય છે. જીવનની કોઈ પણ નાની અમથી પરિસ્થિતિમાં કે મુશ્કેલીઓમાં આવી 'ને ફટાફટ આ જ સીઢી ચડી જાય છે.

પેલી વાર્તાની જેમ કહી શકાય, સિંહ આવ્યો અને મિત્રને છોડીને પોતે ઝાડ પર ચઢી જાય છે.( અહીંયા ઝાડ આત્મહત્યા છે, મિત્ર તમારા પરિવારથી માંડીને એવા તમામ લોકો જે તમારા હૃદયમાં છે અને સિંહ એક સ્થિતિ કે મુશ્કેલી છે.)

#####################

ઉદાહરણ:
૧.:
એક વ્યક્તિ જેને પ્રેમ થાય છે અને,આહાહા...!! એનો અદ્દભુત પ્રેમ એટલો કે એના ન મળવા પાછળ દુનિયાને તુચ્છ બનાવીને પેલી સ્વર્ગની સીઢી(આત્મહત્યા) ચડી જાય છે..

૨.:
એક વ્યક્તિ કે જેને ક્યારેય કોઈ મુશ્કેલી કે અડચણની પરાકાષ્ઠા જાણી નથી કે સમજી પણ નથી, એ આવનારી કણ-કણ જેવી અડચણો થી દોડીને કણમાં સમાવવાનું નક્કી કરી જાય છે.

#####################

શાસ્ત્રોમાં "આત્મહત્યા"ને પાપ ગણાવ્યું છે.

આપણું જીવન એક વરદાન છે અને કોઈ વરદાન આપોઆપ મળી જાય ખરાં!!???

બસ તો, આ અમૂલ્ય જીવનને મેળવવા એવા હજારો રસ્તાઓ પરથી પસાર થવું જ પડે છે જે રસ્તાઓ પરથી હટી જવા તમે વારંવાર આત્મહત્યા નામની સીઢી શોધમાં રહો છો.

આજની આ પીઢી વાયુ વેગે આગળ વધી રહી છે, તેવામાં અનેક દુષણો સામે આ એક એવું દુષણ છે જેને સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે, એટલે કે હારી ગયેલ વ્યક્તિ આ પાસાંને બાથ ભરે છે.

જો જીવન➡️મૃત્યુ શરૂઆત અને અંત છે, અને જે કાંઈ પણ ગોટાળા છે એ બધા આ બંનેની વચ્ચે છે અને તે સ્વાભાવીક કે વાસ્તવિક છે. કેમ કે,કોઈ શરૂઆત થી અંત સુધી પહોંચવું આટલું સરળતો હોતું નથી ને..!?? અને આ ગોટળા/ઘોટલાં બધાની પાસે જોવા મળશે જ.

આપણી જોવાની દ્રષ્ટિ અન્યની સફળતા પ્રાપ્તી સાથે બદલાય જાય છે. આપણે સીધુ એવું જ બોલીએ છીએ કે,"આતો કાંઈ નોતો 'ને જોવ તો ક્યાં પોચી ગ્યો.!"


પણ એ ક્યારેક જ કોઇક આધાર બનાવતા હોઈ કે એની સફળતા પાછળ એ વ્યક્તિના વર્ચસ્વનો ઘસારો. આ દ્રષ્ટિ કેળવવાની છે.

#######################

વાત કરીએ ઉપર દર્શાવેલ ઉદાહરણ ૧ ની એટલે મહાન પ્રેમી-પંખીડાઓની..

હું કોઈ પ્રેમ કે પ્રેમીઓનો વિરોધી નથી પણ અહીંયા શબ્દો દ્વારા મારો પ્રયાસ છે કે એ મૂળ સમજે પ્રેમનો સાચો અર્થ સમજે, અન્યથા માફ કરો પોગો જોવો પણ આત્મહત્યા તો ના જ કરો.!!

હા, તો મારો કહેવાનો અર્થ એ કે થોડા સમયમાં મળેલો પ્રેમ, કે અમુક વર્ષો સુધીના પ્રેમીઓ અંતે એક બીજાના થવા સૌથી સહેલો(એમની દ્રષ્ટિએ) રસ્તો અપનાવી જાય છે. તેઓ એ એક પળ માટે પણ નથી વિચારતા કે શું તમને મળેલો પ્રેમ એટલો અમૂલ્ય કે અતુલ્ય છે!..??? કે તમે જે ઉંમરે પહોંચ્યા અને તે ઉંમરે આ પગલું ભરોછો ત્યાં સુધીમાં (માતાનાં ગર્ભમાં બનેલા એક નાના અમથા અંશથી માંડીને હાલની ઉંમર) તમારા માતા-પિતા,તમારો પરીવાર,મિત્રો કે એવા તમામ લોકોનો પ્રેમ જે તમારા હૃદયમાં ધબકે છે એમના પ્રેમનું મૂલ્ય શું..!??? તમે કરેલા પ્રેમ પાછળ તમે આ પ્રેમના મૂલ્યને ધૂળ કરી મુકો છો.

તમે જે પ્રેમને ન મેળવ્યાં પાછળ પરાકાષ્ઠાની સીઢી ચડશો અને એ સીઢી ચડ્યા પછી પાછળના પ્રેમનું કે જેને તમે તમારા એ પ્રેમ પાછળ તુચ્છ મૂક્યું એમને શું મળશે!?. અને ખરેખર જો તમે ચાર દિવસની જિંદગીને અતુલ્ય પ્રેમ સમજો અને તેમાં પૂર્ણ થવા ઇચ્છયાં હોવ તો તમે શૂન્ય અવકાશમાં જ શોભશો.!

કહેવાનો અર્થ પ્રેમ ખોટો નથી પણ એને પામવા તમે જે વિચાર કરો છો એ તદ્દન અર્થહીન છે. અને સાચો પ્રેમનો અર્થ જેને ખબર છે અથવા જે પ્રેમને સમજે છે ત્યાં આ વિચારનું શૂન્ય પણ નથી હોતું..
"પ્રેમમાં પામી લેવું જ સર્વસ્વ નથી, સર્વસ્વમાં પ્રેમને માણવો સર્વસ્વ છે."

હવે વાત કરીએ ઉદાહરણ ૨ ની એટલે એવા મહાન યોદ્ધાઓ જે માખણની તલવાર લઈ ને યુદ્ધ મેદાને ઉતરી પડે છે.

ઉપર કહ્યું એમ જીવનનો અર્થ છે કે તમે અર્થ તરફ જીવો. જિંદગીમાં જે ગોટાળા લાગે છે એ ગોટાળાને સીધા કરવા અનેક રસ્તાઓ હોય છે, પણ આ મહાન યોદ્ધાઓ તો એવી તલવાર લઈને ફરે છે કે સીધી ઘૂસ કાઢી નાખવામાં જ વિજય સમજે છે.

ઈચ્છા મુજબ સર્વને મળી જતું હોય અને ઈચ્છા ધાર્યું થતું હોય તો તમે આ તુચ્છ મનુષ્યરૂપ થોડીને ધારણ કરો!!?, તમે તો ઈશ્વરને પણ લાલકારો આપી દો..!!

"આત્મહત્યા" માર્ગીય રાહદારીઓ, તમારી લાગણીઓને સમજવા જઉં તો હસેજ કંઈક એવી સ્થિતિ કે જેમાં તમે અંધકારમાં એક જ જ્વલંત રસ્તો દેખાતો હોય. પણ આંખો થોડી વધુ પહોળી કરીને અને જે કરવા જઈ રહ્યાં છો એમના બદલે એના થી ભાગવાના બદલે એમનો લોહિયાળ તલવાર સાથે સામનો કરો. તમારા હૃદયમાં રહેતા વ્યક્તિઓને આ યુદ્ધની સાંકળ સોપો. એવું હજાર વાર બનશે કે તમે આ અંધારીયું યુદ્ધ જીતી જશો...!!

કેટલો સાહેલાય થી આ જ રસ્તો શોધી લેતા હોય છે નઈ!!?? તમે તમારી આસપાસ પણ આવા પ્રાણીઓને ભાસ્યા જ હશે. કંઈક થાય એટલે બસ, "મારે મરી જાવું."
'હા બાપા મર તું મર...'

#######################

સાર એટલો જ છે કે તમે સામનો તો કરો,એવી પરિસ્થિતિ તો ક્યારેય બનશે જ નહીં કે તમારે સામે ચાલીને મૃત્યુને ગળે મળવું પડે. અને ગમે એવી સ્થિતિ તમે સમાજ/લોકો સામે લાવતા ડરો છો તો એ વ્યર્થ ચિંતા છે. તમારી સામે જે સમાજ છે એ તમારૂ જ કંઈક સ્વરૂપ છે અથવા જે એમના વિચારો અને એમના 'શું કેહવા' જેવા શબ્દોનો હાવ છે તો સમજી લો કે મૂર્ખ એ છે, તમે નહીં. એ નાના વિચાર એમનામાં છે તમારામાં નહીં.

વ્યક્તિ વિચારોથી મહાન બને છે, તમને તમારૂ વર્ચસ્વ સાબીત કરવા દુનિયા સામે ધીંગાણું કરવાની જરૂર નથી.

આત્મહત્યા કોઈ રાહ નથી, એવું વિકટ કંઈજ નથી કે આ રસ્તો શોધી કાઢ્યો હોય, એનો મતલબ એમ કે હજી જીવન સમજ્યા જ નથી. જીવનના રંગોમાં કાળો રંગ પણ હોય એનો મતલબ બધું બધે જ કાળું નથી હોતું. એવા અગણિત જીવન જે છે તમારી આ સ્થિતિ કરતા પણ વિશેષ વિકટ ભોગવી ચુક્યા છે, સહારો મેળવો સીઢી નહીં.

બસ એક પળ માટે આ વિચારને બદલી તમારી સ્થિતિ બદલીલો, અઘરૂ હશે નામમુનકીન નહીં. હારી જશો તો શું ફર્ક પડે છે, સ્વને જોવો તમને કોણ જોશે એ નથી જોવાનું.

જીવન તમારૂ છે, એનું મૂલ્ય તમે જ સમજો. તમારી પાછળ તમારૂ આ જીવન બનાવવા જેમનો હાથ છે અને દેહ રૂપી માટી જેમના ખોળામાંથી બનેલી છે એમનું મસ્તક ઊંચું બનાવો, તમારી છાતી આપોઆપ છલકાતી રહેશે...

મેળવવા પ્રયત્નો કરશો તો બસ દોડતા જ રહેશો,જીવન ખૂબ સુંદર છે એને માણો, આપોઆપ મળી જશે...

(બનવા લાયક ઘણું છે, ખુદને સમજવા લાયક બનો તો બધું જ છે...)

✍️ હાર્દિકસિંહ બારડ