Anshma Purna books and stories free download online pdf in Gujarati

અંશમાં પૂર્ણ

નોંધ : અહીં અંશ શબ્દને ઘણા અર્થમાં લીધેલ જેમ કે (પળ માત્ર,સમયનો ભાગ માત્ર,જીવ માત્ર અને અંશ એક નામ)

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

'Hey..! કેમ છે!?'

'ઓહ!..'

'શું ઓહ!?..'

'તો શું કહું!?,
એક તો આટલા સમય પછી તું મને યાદ કરે છે ને ખાલી, હેય..! કેમ છે!?'

'અરે યાર...
હું પણ શું કહું તને? કેવી રીતે તને Message પણ કરું!?'

'કેમ! એવું તો શું થયું કે આજ સુધીમાં એક Message પણ ન કરી શકી?,તું જોઈ શકે હું લગભગ હજારો Message કરી ચુક્યો છું..'

'આપણી છેલ્લી અધૂરી મુલાકાત હજું પણ ત્યાંજ થંભી છે...
તારા ગયા પછી ઘણું થયું...!!'

'ઓહ યાર..!
તું આવી Puzzle ન બનાવ! મારી Heartbeats વધી જાય છે..એવું તે શું થયું!!??'

'અરે...મારે ઘણું બધું કહેવું છે,આપણી એ મુલાકાત ને ફરી ક્યારે પૂર્ણ કરીશું એ બોલ..?'

'હું પણ હજું એ સમયથી દૂર ગયો જ નથી,બસ ચાલ તું કહે ત્યારે એ સમય ફરી જીવંત કરીએ....'

'Ok..! તો આ Sunday Final.
તું ગમે તે રીતે આપણા Place પર આવી જજે, સમય તને ખબર જ છે..'

'હા..! અધીરાઈ થી પેહલા ત્યાં હોઈશ.'

'અધૂરું પૂર્ણ કરીશું, મળીએ...'

'Okay..! I will be there...See you.'

###################################

આ છે 'પૂર્ણા' અને હું 'અંશ'.

પૂર્ણા સાથેની એ પ્રથમ ઝલકની ઝાકળ-સ્મૃતિમાં વિચરુ તો,

【મને યાદ છે એ દિવસ જેનું ક્યારેય એવું સપનું પણ ન આવે એવી મારા સાથે એ હકીકતની પળ બની હતી.

એ દિવસે સાગર કિનારે હું પ્રકૃતિની ગોદમાં ખેલતો સૂરજની સોનેરી કિરણો જે સંધ્યાકાળે કેસરીયા કરતી હોઇ અને મારા પગ પંપાળતી સાગરની એ લહેરો સંગાથે મારા અંતકાળમાં ખોવાયેલો હતો.અશ્રુભીની મારી આંખો ક્ષિતિજને સમીપે વિચરતી હતી.
આટલામાં પાછળથી એક મધુર સ્વર સીધો જ મારા હૃદયના દરવાજાને દસ્તક આપે છે અને હું ધ્યાન ભંગ થઉં છું..

'... Excuse me!?
હું ક્યારની તમને નિહાળી રહી છું.એક ક્ષણ માટે ખુદને રોકી ન શકી એટલે શું હું મારા મનની જીજ્ઞાશા ને શાંત કરવાં પૂછી શકું કે એવું તો શું થયું છે તમને જે આટલા વિચલિત બન્યા છો..!?'

(મારી દ્રષ્ટિ સીધે એની આંખોને નિહાળે છે અને હું એક પળમાં અનંત અવકાશ બની ગયો.એનો સ્વર અને એના ચહેરાનું એ અવિરત તેજ સીધે મારા માનસપટ પર પ્રકાશ ફેલાવી ગયું.એકપળ હું નિ:શબ્દ બની ગયો.)

'Sorry..! હું આવી રીતે તમને પૂછી ન શકું,જીજ્ઞાશા પૂર્વક બોલી ઉઠી હતી.I am really sorry!,હું જઉ છું.'

(હતાશ થઈ એ જતી હતી,એને જતા જોઈ કેમ જાણે મને કંઈક લાગી આવ્યું અને મેં એને સાદ આપ્યો.)

'Sorry..! માફ કરશો,હું ખુદમાં જ થોડો ડૂબેલો હતો અને તમને પ્રત્યુત્તર ન આપી શક્યો.'

'Its ok.પરંતુ મારે આવી રીતે તમને પુછવું યોગ્ય નહોતું.
હું જ થોડી વધુ ઉત્સુકતા દાખવી ગઈ.'

'અરે નાહ! ખુદને દોશી ન ઠરાવો.આ દિલની જીજ્ઞાશાને કોઈ રોકી શકે નહીં અને કોણ રોકી પણ શક્યું છે?.'

'બસ,ખુદને રોકી ન શકી.ખુદની પ્રકૃતિ જ એવી છે જે અહીં આવવા મને મજબૂર કરી ગઈ.'

'તમારી આ જીજ્ઞાસા કહું કે હ્રદયભાવ!?.
જે કોઈપણ અજાણ વ્યક્તિ સાથે પળભરમાં આટલો સ્નેહ દર્શાવી જાય.!આવી માનસ્કૃતિ કોઇ સામન્ય વ્યક્તિમાં ક્યારેય જોવા ન મળે.'

'જયારે કોઈની આંખો જ આટલી સરળતાથી કાંઈ વ્યક્ત કરતી હોય તો કોણ આ સવાલ ન જતાવે.!?'

(આ સાંભળી સ્વાભાવિક રીતે ચહેરા પર એક ખુશી છવાઈ)

'ઓહ.! એક વાત કહી શકું.?'

'હા..! કેમ નહીં.'

'એક ક્ષણમાં પ્રભાવિત કરનાર અને આ આંખો વાંચનાર એવી પ્રતિકૃતિ છે કોણ..!!?'

'પૂર્ણા..
અને આટલા હ્રદયસ્પર્શી વ્યક્તિત્વ ધરાવનાર એવાં તમે.!?'

'અંશ..'

'જીવંત દ્રષ્ટિકોણને પૂર્ણ કરવાં ભટકતા અને લાખ ઝંખનાઓની તરસ પોષતા એવાનો કોઈ એક સંગમ લાગે છે આ અંશ..'

'આભાસની દુનિયાથી બહાર રહી જોઉં છું તો આજે એવું લાગે છે જાણે આ અંશને પૂર્ણા પૂર્ણ કરી રહી હોઈ,એક આસને પૂર્ણ કરવા ઈચ્છતો જાણે પૂર્ણા વગર એક નાનો અંશ જ બની રહીશ.'

'હવે તો લાગે છે આ અંશ ક્યારેય એક અંશ બની ન રહે માટે આ પૂર્ણા જ અંશપૂર્ણ બનશે.'

'ખુદને સોપી ખુદને પરીપૂર્ણ કરી જવુ એ કોઈ આપથી શીખે.'

'આંખોનો રસ્તો જ એવો છે જે જુવે છે એ લાગણીઓની સવારી થકી સીધે હૃદયે આવી પહોંચે છે.'

'હવે મારી પાસે કોઈ શબ્દ રહ્યા નથી,આ અંશને પરીપૂર્ણ કરવા પૂર્ણા અંશને જાણે અંશપૂર્ણ બનાવી ગઈ..'

'આજે આ પૂર્ણાને પણ એના જીવનનો અંશ કાંઈ પૂર્ણ કરી ગયો છે.'

'જીવનની દોર પ્રભુ કોઈને કોઈ રીતે એકના હાથે સોંપી જાય છે.બસ,મને આજે લાગ્યું આ દોર તુજ ખેંચી શકીશ.'

'એ દોસ્ત!,સમજી લે આજે એ દોરમાં જ આપણે બંધાઈ ગયાં.'

(મારા જીવનની આ અતુલ્ય પળ એવી બની જે એક અંશમાં મારી અંદર ખૂંચતા કંઈ અધૂરા ભાગને પૂર્ણ કરી ગઈ.એકપળમાં મને એવો સંગાથ મળ્યો જે મને આજે સંપૂર્ણ કરી ગયો.એજ પળમાં,એ અતુલ્ય અંશમાં અમે ગાઢ મિત્ર બની ગયાં,આ સંબંધની રેખાં ક્યારે પણ અધૂરી ભાસે એવી સ્મૃતિ પણ સર્જાશે નહીં..)】

###################################

પૂર્ણાની એ સ્મૃતિમાંથી વર્તમાનમાં પાછો ફર્યો..

પૂર્ણાના Offline થયાં પછી હું સ્તબ્ધ બની ગયો હતો.સામાન્ય લાગતી એ વાર્તાલાપ ઘણું અધૂરું છોડી રહી હતી.એણે જે રીતે વાત કહી,"તારા ગયા પછી ઘણું થયું." એમાં જાણે હજારો પ્રશ્નાર્થ,મારા ન હોવાની ખાલી Space અને મહદ અંશે દર્દ ભર્યું હતું,જે મને મનોમંથનમાં જવા રોકી ન શક્યું.
મારાં મનમાં તોફાનો ઉઠી રહ્યાં હતાં,એવું તે શું થયું હતું જે આજ સુધી બાકી રહી ગયું હશે!? અમારી એ પહેલી મુલાકાત કેમ આજે અધૂરી રહી ગઈ હોય તેવું લાગે છે.!
મને એવું લાગતું હતું કે હું કેવી રીતે એ મુલાકાતમાં પૂર્ણાને સમજી ન શક્યો!?,કેવી રીતે હું એની આંખોને વાંચી ન શક્યો!? બસ,એ માટે હું ખુદને જ દોષ આપવા લાગ્યો હતો.

ખુદથી શું ખાલી રહી ગયું હશે એ વિચારોમાં હું ફરી સપડાય ગયો એ ભૂતકાળની બીજી મુલાકાતને પહેલી મુલાકાત બનાવતી સ્મૃતિઓમાં...!

【(સાગરની લહેરો સંગાથે વિશેષાત્મક રીતે જોડાયેલી એ સંધ્યાનો સમય અને મુજને પૂર્ણ કરતી એ પૂર્ણાની મુલાકાતમાં મારૂં અસ્તિત્વ જ ત્યાં પૂર્ણ થઈ જતું.

એ દિવસના(દરિયા કિનારાના) પડેલા પ્રભાવ બાદ અમારા વચ્ચે અતૂટ ગાંઠ બંધાઈ ગયેલી.અમે Social media through વધુ પરિચીત થવા લાગ્યા હતાં.ધીરે-ધીરે એક ગહેરી મિત્રતા ખીલી ઊઠી હતી અને દિવસે-દિવસે વધું જ નિખરતી જતી હતી.અમારી હરેક પસંદ-નાપસંદ એક બની જતી.એવી કોઈપણ Feelings, dreams, aim, wishies નહીં હોય કે જેમાં અમે એનાથી પરિચીત ન બન્યા હોઈ.

નજીવા દિવસોમાં અમે એકમેક બન્યાં હતાં અને એક દિવસ અમે અમારી આ દોસ્તીની ચહેકમા ફરી દોસ્તીના નામે એક મુલાકાત કરીશું એવા દ્રષ્ટિકોણથી ખરેખર અમારી બીજી મુલાકાતને પહેલી મુલાકાત બનાવવા જઈ રહ્યા..)

જ્યાં અંશપૂર્ણ થયાં હતાં,અમે ત્યાં ફરી મળ્યાં હતાં.પણ એ મુલાકાત મને એક નવી પૂર્ણા સ્વરૂપે મળી હતી.એ પૂર્ણાને હવે હું ખુદથી વધું ઓળખતો હતો અને પૂર્ણા આ અંશને હવે અધૂરો નહોતી જોતી.

હું એના પહેલાં જ ત્યાં પહોંચી ગયો હતો.ત્યારે પહેલીવાર મારી દ્રષ્ટિએ એ પ્રકૃતિ સૌન્દર્ય કંઇક અલગ ભાસતું મળ્યું. ખુદની નજર ત્યારે ખુદથી નહોતી અનુભૂત કરતી.બસ,મારાં એકલતાનો સાથી એવું એ સ્થળ મને જોડી રહ્યું હતું.

પૂર્ણા આવે છે અને મારી સમીપે બેસે છે.રોજ એકમેક પર ત્રાસ બની જતા બે વ્યક્તિઓ ત્યારે નિઃશબ્દ બની નજારો જોઈ રહ્યાં હતાં.હૃદય-મન શાંત પડ્યા બાદ મેં પૂર્ણાને એ દિવસ યાદ અપાવ્યો.પૂર્ણા પણ એ પળને સંગ રાખીને જ ચાલતી.

આંખોને સામે રમતું એ રળિયામણું દ્રશ્ય અમોને અધીરૂત કરી જતું.પ્રકૃતિ પ્રેમીઓ મન મુકીને એ લ્હાવો માણી રહ્યા હતાં.એકબીજા વિશે હવે કંઈ જાણવું બાકી રહ્યું તો નહોતું,પણ થોડી ભવિષ્યની બાબતમાં વ્યથિત થઈ જતા હતાં...
(હા,કારણ કે પૂર્ણા એનાં જીવનના બાકીના સપનાઓ સાકાર કરવા US જવાની તૈયારીમાં લાગી ગઈ હતી જે થોડા સમયમાં હકીકતમાં બદલવાના હતા.
શું કહું!,મારા અંશ સાથે જોડાયેલા આ દોસ્તના ઉજ્જવળ ભવિષ્ય માટે હું અંતરથી ખૂબ જ ખુશ હતો અને એનાથી દૂર રહી જઈશ એ વિચાર માત્રથી વ્યથિત પણ.
પરંતુ એ વાતની વ્યથા કર્યા વગર એનો એક Positive સહારો બની અને પૂર્ણાને પણ એક હાસ પુરાવી ગયો.પૂર્ણા પણ મારા સમવિચારોમાં ગૂંથાણી હતી,પણ Practical બની અમે ખુશીથી એના ભવિષ્ય માટે સજ્જ થઈ ગયાં.)

અમોને જોડતું એકમાત્ર એવું સંધ્યા સ્થળ જીવનના આ દોરમાં ક્યારેય નહીં ભૂલી શકીએ.પૂર્ણાને 'All the best for bright future' કહી અમે ત્યાંથી વિદા લઈએ છીએ..】

###################################

(એ સમય હજુ પણ ત્યાંજ હતો.અંશનો કોઈ એક અંશ હજું પણ ત્યાં જ હતો.પૂર્ણા હજુ પણ ત્યાંજ રહી હતી.સાગરની લહેરો વચ્ચે ક્યાંક છુપાયેલું સંગીત,સંધ્યાની કિરણોમાં છુપાયેલી કોઈ ચમક અને ભીંની રેતને સ્નેહભીતી પંપાળતી એ લહેરોમાં હું કંઇક અધૂરું છોડી રહ્યો હતો.)

એ અંશને,એ સમયને આજે બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે,જ્યારે પૂર્ણા મને Message કરે છે..
હા..!હું એજ વિચારમગ્ન બન્યો કે એ સમયથી લઈ ને આજ સુધી પૂર્ણા સાથે મારી વાત નથી થઇ શકી.! કેમ?..
આવા બધાં જ પ્રશ્નનો જવાબ હવે પૂર્ણા સાથેની મુલાકાત જ આપી શકે છે એમ વિચારી હું એ રવિવારની પળ માટે આસી રહ્યો..
હું સારી રીતે જાણતો હતો કે એ સમય ક્યારે આવશે અને બસ એજ રવિવારે પૂર્ણાનો Message આવે છે..

'Hey..!'

'Hi..!'

'ચાલ તો રૂબરૂમાં જ મળીએ હવે.!?'

'હા,કેમ નહીં!..I am ready.'

'Okay then see u at_______'

'Ya! Done.'

(Offline થયાની સાથે મારા હ્રદયના ધબકારાની ગતી વધી ગઈ.મનમાં હજારો ગુથી સર્જાયેલી જે વધુ કસાતી જતી હતી, પરંતુ સમય પહેલા એવું કંઈ અવિચારી પેસવા દેવું યોગ્ય ન લાગ્યું એટલે વધુ ન વિચારતા હરણફાળ ગતિએ હું અમારા એ ઝંખનાઓના સ્થળે પહોંચી ગયો.)

આ સાગર,જેમાં મીલન કરતી એ સાંજ એની લહેરોને કંઈ સોનેરી રૂપ આપી રહી. કેસરીયા કરતો એ ગગન અંધકારમાં કેસરિયો પ્રકાશ આપી રહ્યો હતો.આજે આ સંગમ કાંઈ વધું એકાંત લાગી રહ્યો હતો.મારા હૃદયને હંમેશા શાંત કરી જનારો નજરીયો ખબર નહીં કેમ જાણે આજે મારા હૃદયને ચીસ પાડી રહ્યું હતું.હવે આ અધીરાઈ પૂર્ણાની સ્વીકૃતિ કર્યા વગર મારા રોમ-રોમને ધ્રુજાવતી હતી.મીટ માંડીને બેઠો હતો એ રસ્તા પર જ્યાંથી પૂર્ણાના પગરવ ખનકે છે..

મારા હૃદયનાં ધબકારાની ધૂન બનાવતા એ પગરવ મને દ્રષ્ટિભૂત થયાં.એક સમયને આધીન રહી ગયેલી એ આકૃતિને આજે શાશ્વત સ્વરૂપે જોઈ જાણે મેં મારી આંખોના કેન્દ્ર થકી મારા હૃદયને પાર એની ઝળક છાપી હોઈ!! અને એજ પહેલી મુલાકાતનો ઉર્જાના સ્રોત ખંડેરતો ચહેરો એનો આજે આ પ્રાકૃતિક દ્રશ્યને સાપેક્ષે લાલાશ છોડી રહ્યો હતો..

હું એ પૂર્ણાને આજની સાથે સરખાવું કે મારી સમક્ષ વધી રહેલી એ જીવંત રેખાને દર્શાવું? અને મારા માનસપટ પર કોઈ આકૃતિ કંડોરું એ પહેલાં જ પૂર્ણા મને ભેટી પડે છે.
અકલ્પનિય પેટાળમાં સર્જાતી જ્વાળા હોઈ કે પછી આ ધરા ન ખસવાની રીત હોઈ,કે પછી ઉપર દ્રષ્ટિભૂત થતું આ નભ જાણે વાદળોને પોકારી ઉઠ્યું હોય અને કડાકાભેર સાથે મેઘ તાંડવ રચી જાય,એવી રીતે આ અંશને તોડી જતી ચીસ મૂકી પૂર્ણા હ્રદયફાટ રુદન કરી બેસે છે...!!!

...અવાક,સ્તબ્ધ, નિઃશબ્દ, શુન્ય બની ગયો..!!

મારા આ પ્રાણને ચલાવતું એકપણ નાનું એવું અંશ નહીં હોય કે જે પૂર્ણાંના આ પ્રતિભાવથી સ્તબ્ધ બની આ સમયને રોકી ન રહ્યું હોય..!!ખૂદની હલતને ક્યાંય પરે રહી હું પૂર્ણાને આશ્વત કરવા બસ જંપી રહ્યો હતો...!!

'.....પૂર્ણા...ઑય પાગલ!!??'
લાગે છે કોઈને પરીપૂર્ણ કરી જતી આ ચંચળ પૂર્ણામાં આજે ખરેખર કંઈક અધૂરું રહી જ ગયું હોય...!?'

'અંશ....I am pregnant....!!'

(આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ,ખાલી બસ આટલું જ ઉચ્ચારી શક્યો..)

'What...?!??...આ શું બોલે છે!??'

'હા,અંશ..!! આજે હું પૂર્ણ નથી રહી.'

(હું Blank હતો ને હજારો પ્રશ્નાર્થ કેમ ન સર્જાય..!??)

'પણ, પૂર્ણા આ બધું કેવી રીતે!? Please મને શરૂઆતથી કહીશ...!?'

"...અંશ!
મારા જીવનની રેખા બદલવવા જઈ જ રહી હતી,જ્યારે હું US જવા totally prepared હતી.બધું જ સૌમ્ય અને નયન-રમ્ય લાગી રહ્યું હતું.હું પણ જીવનના રંગે રંગાયેલી ઘેલી બની હતી.લાખો સપનાઓ મુઠ્ઠીમાં કૈદ કર્યા હતા જે ધીરે ધીરે આંગળીઓના સહારે ખુલ્લા મુકવાના હતાં.

આખરે એ દિવસ આવ્યો જ્યારે મારી Flight હતી.ખુશીઓ સાથે મને પપ્પાની ચિંતા હતી.આટલી બધી કે મને એ વાસ્તવિક્તા સ્વીકાર્ય જ નોહતી કે હું પાછી ફરીશ ત્યારે મારા પપ્પાને ભેટી શકીશ કે નહીં.!?.તું જાણે છે એ એના જીવનના last stage પર આવી ઉભા છે.

હજારો લાગણીઓ સાથે મેં વિદાય લીધી..હવે શું કહું અંશ..!?(પૂર્ણા ધ્રુસકે ધ્રુસકે રોવા લાગે છે)

વિધીની વક્રતા કહું કે સમયની આક્રોશતા!?,રસ્તામાં જ ઘરેથી Call આવે છે,"બેટા તારા પપ્પા આકસ્મિક રીતે ગંભીર હાલતમાં આવી ગયા,અમો hospital લઈ આવ્યા છીએ..!"
ફોન cut થઈ ગયો ને હું Balnk...?!!!

###################################

બધું જ ત્યજી ઈચ્છાઓ,ઝંખનાઓ,લાગણીઓ અને વેદનાઓની ભાન ભૂલી હું hospital પહોંચી ગઈ.જોયું તો પપ્પા ICUમાં હતાં.બધા પરીવારને સાથે જોઈ મારૂં હૃદય બે બાંકળું બની ગયું અને હું નિઃશબ્દ અને અબોધ બની ગઈ.

(પૂર્ણાંના હરેક શબ્દોમાં હું એ કરૂણા અનુભવી રહ્યો હતો..)

કલાકો વિત્યા અને મને સમયની કોઈ સુજ નોહતી.આખરે જાણે ઈશ્વરએ મારી એક છેલ્લી Wishને તથાસ્તુઃ નું ફળ આપ્યું હોઈ એમ પપ્પાની પરિસ્થિતિ criticalમાંથી ઉભરી આવે છે.આ જાણી હું એકપળ ધડકતી બની.

સમય સાથે પપ્પા થોડા આશ્વત થાય છે અને મારા US ન જવા પર દુઃખ અનુભવે છે.એમનું આ વેદન હું ક્યારેય ન જોઈ શકું.હું પપ્પાને ભેટી પડી અને અમે બંને ન બોલવામાં બધુંજ અશ્રુધારામાં વહોવી ગયાં..
પપ્પા રૂદન સાથે કહે છે,"મારી લાડકી..! આ શરીર શાશ્વત નથી.બસ,હું જીવનની અંતિમ ઘડી પહેલાં તને સોળ શૃંગારમાં સજાવી મારું અંતિમ કર્મ પૂર્ણ કરવા ઈચ્છું છું.!"
આ સાંભળી હું પપ્પાને ભેટીને મારી લાગણી છલકાવ્યા વગર રહી ન શકી.

(મારી અશ્રુધારા સીમિત ન રહી....)

પિતાને જ પૂજ્ય માન્યા હોય તો હું કેમ એને સાર્થક ન કરું!?.
એમની ઈચ્છા જ શિરોમાન્ય રાખી થોડાં સમયમાં જ મારા લગ્ન મારા પિતાના એક મિત્રનાં પુત્ર સાથે યોજાય છે..!

અંશ,મારા જીવનનો ચાંદ હંમેશ માટે પૂનમ બનવા જય રહ્યો હોય તેમ ધીરે ધીરે મારૂં લગ્નજીવન અમાસમાં ફેરવાય જાય છે.મારા પતિને એમની ઈચ્છા વિરૂદ્ધ લગ્ન કરવા પડ્યા હોય છે,તે અન્ય કોઈ ને પ્રેમ કરે છે જે મને વાસ્તવિક્તા થોડા સમયે સમજાય છે.એના પ્રેમને ન્યાય આપવા એ મારા ઉદર ભીંતે રહેલા અંશ સાથે પણ અન્યાય કરી જાય છે, એમની અંદર રહેલું વ્યક્તિત્વ જાણે શૂન્ય બનાવીને મારો પરીત્યાગ કરી દે છે,એમને એના પ્રેમ જીવન સિવાય કંઈ દ્રશ્યમાન રહ્યું જ નહોતું. એમનો આ અંશ પણ નહીં...!!

અંશ,હું કણ-કણમાં વિભાજીત થઈ જાવ છું.આ સ્થિતિને હું ક્યારેય શબ્દોનું રૂપ આપી નહીં શકું.એકપળ હું જ્યારે ખુદને ઈશ્વરને સમર્પિત કરવા જઈ રહી હતી ત્યાં મારા પિતાનો એ ચહેરો સામે આવી જાય છે.મારી અંદર રહેલો આ અંશ મને એના જીવનની આસ માંગી જાય છે અને હું મારૂં સર્વસ્વ એમને સમર્પિત કરવા દ્રઢી બની જાવ છું...

અંશ,તું મારા હરેક અંશનો અંશ રહ્યો છે.બસ હું આ કરુણામાં તને મારી લાકડી બનાવવા નહોતી ઇચ્છતી.બની શકે તો આ માટે મને માફ કરજે...!!!"

"બસ,પૂર્ણા........ચૂપ થઈ જા!!!!

(...લાગણીઓ સીમાંતર બની ગઈ,એક શબ્દ ન રહ્યો મારી પાસે.શરીર થી માંડી દ્રષ્ટિભૂત થતા ક્ષિતિજને છેવાડે સુધી અનંત અવકાશ છવાઈ ગયો,અશ્રુઓ સરીતા બની સાગર બનાવી ગઈ.
મારી આંખોનું કેન્દ્ર પૂર્ણા બની ગઈ.મારી સામે ઉભેલી એ પૂર્ણા આજે અંશ માત્ર રહી ગઈ હતી.હું એ પૂર્ણાને અપૂર્ણ જોઈ ન શક્યો.એના રગ-રગમાં સમાયેલ દર્દની હું ચાદર બનવા અધીરૂત બની ગયો...)

(મારા શરીરમાત્રને સંભાળતા પગરવ થરથરી આ ભૂમિનો સહારો છોડી રહ્યાં.હું સુધ-બુધ ખોઈ ઢીંચણભેર રહી ગયો....!!અંતરાત્મા બસ એક જ અવાજ કરી ગઈ..)

"પૂર્ણા...!!? આ અંશ તારામાં નિમિત્ત માત્ર બનેલો જ્યારે એ પૂર્ણા જ એને અવર્ણીત કરી જતી હોય તો શું તારા દેહ ભીતર પૂર્ણ બનવાની આસ રાખતો એ અંશને હું અંશપૂર્ણ બનાવી શકું...!!!????"

નિઃશબ્દ પૂર્ણા એના જવાબમા બસ અશ્રુધારા વહોવી જાય છે અને મને ભેટી પડે છે.....


✍️હાર્દિકસિંહ બારડ