એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૪

તે ઘર માંથી રસોડા તરફ બહાર તરફ બધે એમને શોધવા લાગી।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ-૪
ખુશી થી આવે રાહ જોવાય એવી ન હતી એટલે ખુશી એ વિચાર્યું કે ચાલ જંગલ માં જય ને કાકા કાકી ને શોધું આમ એ લોકો મને એકલી મૂકી ને કેમ ના ચાલ્યા ગયા। ખુશી હાંફળીફાંફળી થયી ને જંગલ માં જવાની તૈયારી કરી। બીજી બાજુ સવાર પડી જવાથી ખુશી ના મિત્રો પણ ઉઠી ગયા હતા એમને ખુશી ને ત્યાં ના જોતા ખુશી ની શોધખોળ ચાલુ કરી બધી જગ્યા એ જોયું બધા આવે વિચારવા લાગ્યા કે ખુશી ગયી તો ગયી ક્યાં એમાં પાછા જે થોડા બીકણ હતા એ બોલ્યા કે કદાચ ખુશી ને કોઈ જાનવર તો ઉઠાવી નથી લઇ ગયું ને? પણ એના મિત્રો કઈ જાય એવા થોડી હતા બધા એ ખુશી ને શોધવા જંગલ ની અંદર જવાનું નક્કી કર્યું અને બધા એક સાથે જંગલ ની અંદર જવા લાગ્યા। બધી જગ્યા એ બૂમો મારતા ગયા કે કદાચ ખુશી એમને સાંભળી લે। એના મિત્રો એને શોધતા શોધતા એ ઝૂંપડી તરફ પહોંચ્યા આવા જંગલ માં વળી કોણ ઝૂંપડી બાંધી ને રહે એવું વિચારી ને બધા ઝૂંપડી પાસે ગયા અને બહાર થી બૂમ મારી કે ઘર માં કોઈ છે પણ કોઈ નો સાદ ના મળતા હવે સુ કરવું એ વિચારી રહ્યા હતા। બપોર થવા આવી હતી અને ખુશી ને શોધતા શોધતા એ બધા થાકી ગયા હતા । ખુશી ની મિત્ર નેહા એ થોડી વાર ત્યાં બેસી ને રાહ જોવાનું કહ્યું સમીર,નીરવ ,ચિરાગ ,કાર્તિક ,ગૌરાંગ ,ખુશ્બુ ,ધારા અને બીજા બધા જ સહમતી આપી કે હા થોડી વાર અહીં જ બેસીયે . કદાચ કોઈ આવે અને એ ખુશી ને મળ્યા હોય એટલે ઘર ની બહાર ખુલા મેદાન માં બેસી ગયા બધા ખુબ જ થાકી ગયા હતા અને ચિંતા માં હતા કે ખુશી ક્યાં હશે ।એ સહીસલામત તો હશે ને એને કઈ થયું તો નહિ હોય ને। બીજી બાજુ ખુશી પણ છેક અંદર સુધી કાકા કાકી ને શોધી આવી પણ એ લોકો ની કોઈ ખબર ના મળી આ વખતે ખુશી પોતે ખોવાય ના જાય એટલે દરેક ઝાડ પર નિશાન કરતી ગયી હતી જેથી પછી એ ઘર તરફ જય શકે। ખુશી થાકી ને હારી ને પછી ઘર તરફ વળી એને થયું કે સાંજ થતા સુધી કદાચ કાકા કાકી પાછા આવી જશે એમ વિચારતી વિચારતી એ ઝૂંપડી તરફ ગયી। ઝૂંપડી પાસે પહોંચી ત્યાં એને બહાર આંગણ માં બેઠેલા બધા મિત્રો ને જોયા। એ જેવી ઝૂંપડી પાસે ગયી બધા મિત્રો પણ એને જોઈ ને ખુશ થયી ગયા । બધા ને જે ચિંતા હતી કે ખુશી ને ક્સુ થયું તો નહિ હોય ને એ વિચાર માંથી એ લોકો બહાર આવી ગયા । નેહા તો ખુશી ને ભેટી પડી અને બોલી કે તું ક્યાં ચાલી ગયી હતી અમે સવાર થી તને શોધતા હતા તું અહીં કેવી રીતે આવી એવા કેટ કેટલા સવાલ એક સાથે એને પૂછી નાખ્યા । આ બધા સવાલ તો બધા ના જ મન માં હતા એટલે ખુશી ના જવાબ ની બધા આતુરતા થી રાહ જોવા લાગ્યા। નેહા ને શાંત્વના આપતા ખુશી એ રાત ની સમગ્ર ઘટના કહી સંભળાવી અને આ ઝૂંપડી ના રહેવાસી કાકા કાકી ની પણ બધી વાત પણ વિસ્તાર પૂર્વક કહી। બધા એની વાત શાંતિ થી સાંભળી । ખુશી સવાર થી કાકા કાકી ને શોધી રહી છે એવું પણ જણાવ્યું. બધી વાત સાંભળી ને સમીર થોડો ડરપોક એટલે બોલ્યો ચાલ ખુશી અહીં રેહવું જોખમ ભર્યું છે ના કરે ને નારાયણ કદાચ એ લોકો માણસો ના પણ હોય અને ઉપર છાપરી પૂછવા લાગ્યો કે તે એ કાકા કાકી ને સાચે જ જોયા હતા કે તારો બ્રમ્હ હતો . જંગલ માં તો કોઈ આમ માણસો રહે ખરા .

આ સાંભળી ને ખુશબૂ જે ભગવાન માં ખુબ વિશ્વાસ કરતી એ બોલી કદાચ તું એકલી પડી એટલે ભગવાન આવ્યા હશે તને મદદ કરવા ,એમાં પાછો નીરવ જે અંધશ્રદ્ધા વાળો તે બોલ્યો કોઈ જાદુઈ શક્તિ હશે જે અહીં હશે અને ખુશી તું એમને મળી હશે। આ બધું સાંભળી ને ખુશી હસવા લાગી ને બોલી અરે બુદ્ધુ ઓ હશમુખ કાકા અને હસુમતિ કાકી આપડા જેવા માણસો જ છે પણ અત્યારે મને એમની બહુ ચિંતા થાય છે કે એ લોકો ક્યાં ચાલ્યા ગયા. બધા ને સમજાવી ને ખુશી બોલી થોડી વાર માં સાંજ પડી જશે તો આપડે એક કામ કરીયે આપડે અહીં જ આપડો કેમ્પ કરીયે અને અહીં જ રહીયે

ક્રમશું:

 

 

***

Rate & Review

pradip hirani

pradip hirani 8 months ago

Mukesh

Mukesh 1 year ago

Vidhi ND.

Vidhi ND. 1 year ago

Sejal Butani

Sejal Butani 1 year ago

daveasha42@gmail.com