એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૦

હવે ખુશી ને કોઈ ખતરો નથી ચિંતા ના કરશો એમ બોલે છે કોઈ ને કઈ સમજાતું નથી પણ ખુશી ને અડી ને નેહા બોલે છે કાકી એનો તાવ તો ગાયબ થયી ગયો। અને કાકી બહાર જઈ ને બધા ને સમાચાર આપવા કહે છે ।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૦
બધી છોકરી ઓ બહાર આંગણ માં રાહ જોતા છોકરાઓ ને ખુશી ની તબિયત માં સુધારો થવાના સમાચાર આપે છે જેથી છોકરા ઓ પણ હાશકારો અનુભવે છે । નીરવ પૂછે છે કે શું હું ખુશી પાસે જઈ શકું છું? કાકી હા પાડે છે અને નીરવ દોડતો ઘર માં પ્રવેશે છે ને ખુશી ને પોતાની બાથ માં ભરી ને બોલે છે માય લવ આર યુ ઓકે? નીરવ ને નથી ખબર કે ખુશી ને ભાન આવ્યું હતું એને તો એવું કે એ હજી બેભાન જ છે એટલે એને પોતાના પ્રેમ ના ખબર હોય એમ બોલી જાય છે અને ખુશી પણ આંખો બંધ કરી ને સાંભળી રહી હોય છે પણ કઈ બોલતી નથી।
નીરવ ખુશી ને જ્યાર થી પેહલી વખત જોઈ હતી ત્યાર થી એ ખુશી ને અનહદ પ્રેમ કરવા લાગ્યો હતો પણ ખુશી નું બધું જ ધ્યાન હંમેશા ભણવામાં જ રહેતું એટલે નીરવ એ કોઈ દિવસ ખુશી ને પોતાના પ્રેમ વિષે જણાવ્યું જ ન હતું. હવે તો ખુશી પણ જોબ માટે થયી ને યુ એસ એ

જતી રેહવાની હતી એ નીરવ જાણતો હતો પણ પોતાનો પ્રેમ નો ઈઝહાર કેમ કરવો એ નતી ખબર એને એ વિચારી રાખ્યું હતું કે કેમ્પ પૂરો થતા પેહેલા એ ખુશી ને પોતાના પ્રેમ ની વાત કરશે જો ખુશી સ્વીકારશે તો એ ખુશી ને યુ એસ એ નઈ જવા દે ।નીરવ ખુશી ને આમ અચાનક બેભાન થયેલી જોઈ ને ઘણો ઘબરાયી ગયો હતો અને એ ઘભરામણ માં એ પોતાના પ્રેમ વિષે બોલી ગયો। બાકી ના બધા જ મિત્ર મંડળ ને તો ખબર હતી ખાલી ખુશી અને તેની સહેલીઓ જ નીરવ ના પ્રેમ થી અજાણ હતી।

નીરવ આવું બોલી ગયો એ સાંભળી ને ખુશી ને અચમ્બો તો લાગ્યો પણ ખુશી ને પણ નીરવ ગમતો હતો એટલે ગમતી વ્યક્તિ પોતાને જ પ્રેમ કરતુ હોય તો "સો ને પે સુહાગા"। નેહા અને ખુશ્બુ પણ આવું સાંભળી ખુશ થયી ગયા અને બોલ્યા વાહ નીરવ તું તો લુચ્ચાં છુપે રુસ્તમ નીકળ્યો। હશમુખ કાકા અને હસુમતિ કાકી પણ આ વાત સાંભળી ને ખુશ થયી ગયા। સમીર બોલ્યો તારો પ્રેમાલાપ પૂરો થયો હોય તો અમે પણ અમારી મિત્ર ના ખબર અંતર પૂછી લઇ એ ? નીરવ ખુશી થી થોડો દૂર થયો પણ મન માં તો મલકાતો કે આખરે હું ખુશી ને હવે મારા પ્રેમ વિષે કહી શકીશ।
ખુશી પણ લુચ્ચી ભાન હતું તોય ય બેભાન થવા ના નાટક કરી રહી હતી ,જેવો નીરવ ખુશી થી દૂર થયો કે ધીરે ધીરે ભાન આવ્યું હોય એમ ઉભી થયી કાકી એના આ નખરા દૂર ઉભે ઉભે જોઈ હસી રહ્યા હતા। બધા ખુશી ને કેમ છે હવે એમ પૂછી રહ્યા હતા. કાકી બોલ્યા બસ

હવે એને થોડો આરામ કરવા દો અને ચાલો આપડે બહાર જઈ એ અને ચા નાસ્તો પતાવીયે। એવું બોલતા બોલતા બધા ને બહાર જવા નું કહહ્યું અને નીરવ તરફ જોઈ ને બોલ્યા તું થોડી વાર ખુશી પાસે બેસ હું આવું પછી તું જજે । નીરવ ને તો ભાવતું હતું અને વૈધે કીધું એવો ઘાટ થયો એ તરત બોલ્યો હા કાકી તમે તમારે નિરાંતે બધાને ચા નાસ્તો કરવો હું અહીં જ બેસીસ ખુશી પાસે તમે આવશો ત્યાં સુધી। કાકી સાથે બધા બહાર આવ્યા સૌ કોઈ જાણતા હતા કે કાકી એ જાણી જોઈ ને નીરવ ને ત્યાં બેસાડ્યો છે । જેવા બધા બહાર ગયા નીરવ ખુશી ની નજીક ગયો ને બોલ્યો તું ઠીક છે ને? કેવું લાગે છે આવે તને? કઈ તકલીફ તો નથી થતી ને ? એવું હોય તો આપડે અત્યારે જ અહીં થી હોસ્પિટલ બતાવા જઈ એ ? નીરવ ના આટલા બધા ચિંતા વાચક શબ્દો સાંભળી ને ખુશી બોલી ના ડિયર હું ઓકે છું । ચિંતા ના કરીશ નીરવ થી ના રહેવાયું એટલે બોલી પડ્યો કે તારી ચિંતા ના કરું તો સુ બાજુ વાળા ની ચિંતા કરું ? અને હસી પડ્યો । ખુશી નીરવ ના પ્રેમ ને તો જાણી ગયી હતી પણ નીરવ ને એવું કે ખુશી ને નથી ખબર કે એ ખુશી ને પ્રેમ કરે છે .ધીરે રહી ને ખુશી ઉભી થવા ગયી એટલે નીરવ એ એને પકડી ને બેઠી કરી ને પોતાના ખભા પર માથું રાખી ને બેસવા કહ્યું. ખુશી ની માટે આ પેહલી વાર કોઈ પુરુષ નો આવો સ્પર્શ હતો એટલે એ થોડું સર્માઈ ગયી. જતા જતા નેહા ઘર નો દરવાજો બંધ કરતી ગયી હતી કારણ કે એને ખબર હતી કે આ પ્રેમી પંખીડા આજે પેહલી વાર મળી રહ્યા છે તો થોડી પ્રાયવસી આપીયે

ક્રમશ:

***

Rate & Review

Verified icon

Mukesh 2 months ago

Verified icon
Verified icon

Sonu 4 months ago

Verified icon

Mamta Ganatra 4 months ago

Verified icon

Hetal Patel 4 months ago