એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭

જેવી ખુશી ત્યાં પહોંચી ને જોવે છે તો કાકા માથે હાથ દઈ ને જમીન પાસે બેસેલા જોવા મળે છે। ખુશી તરત દોડી ને કાકા પાસે બેસી ને પુચ્ચે છે કાકા ચીસ તમે પાડી ? શું થયું ? તમને વાગ્યું કે શું?। નીરવ બોલે છે ના ખુશી એમને વાગ્યું નથી એ તો બચી ગયા હું એ જેવી ડાંગ ઊંચી કરી ને એ જાનવર સમજી ને મારવા ગયો ત્યાં કાકી ની ચીસ સંભળાયી અને જોયું તો કાકા આમ નીચે અહીં બેઠા છે.

 

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૭

ખુશી કાકા ને જોઈ ને ખુબ ખુશ થયી ગયી અને કાકી પાસે જઈ ને ભેટી પડી । કાકી ને કહ્યું કે સવાર થી તમે બંને ક્યાં જતા રહ્યા હતા અને બધે એમને શોધી વળી પણ ના મળ્યા અને કાકા ને શું થયું કાકા આમ ની છે કેમ બેઠા છે ને તમે કેમ ચીસ પડી એમ ઉપર છાપરી સવાલો પૂછવા લાગી । કાકી હસી પડ્યા અને બોલ્યા કે કઈ નઈ એ તો હું અને કાકા ધીરે ધીરે ચલતા હતા અને કાદવ ના લીધે કાકા નો પગ લપસીયો ને એમ નીચે બેઠા એટલે માં મેં આ બે ભાઈ ઓ ને મેં જોયા તો હું બી ગયી અને પછી એમના હાથ માં ડાંગ જોઈ ને મને લાગ્યું કે લૂંટારુ હશે એટલે મેં ચીસ પાડી અને હું ને તારા કાકા તારી ચિંતા કરતા હતા કે આ દીકરી ને અમે મૂકી ને ગયા છે અને અમને નતી ખબર કે વાતાવરણ આમ અચાનક બદલાઈ જશે એટલે અમે જંગલ મા જેવા આવ્યા સતત તારી ચિંતા માં આગળ ઘર તરફ આવ્યા । હું કાદવ ના લીધે થોડી ધીરી પડી એમાં આવું થયું પણ દીકરી આ બધા કોન છે અને અહીં ક્યાંથી.

 

હસુમતિ કાકી અને કાકા ને હાથ પકડી ને નીરવ અને કાર્તિક ઝૂંપડી તરફ આગળ વધ્યા । કાકા ને બેસાડી ને પૂછ્યું કાકા તમને કશું વાગ્યુંનથી ને કાકા બોલ્યા ના બેટા મને નથી વાગ્યું। જેવા કાકા અને કાકી ખુશી ને મળ્યા કે જાણે વાતાવરણ પણ શાંત થયી ગયું વરસાદ પણ વરસતો બંધ થયી ગયો બધા ભેગા થયી ને ઝૂંપડી ની અંદર આવ્યા। ખુશી એ હશમુખ કાકા અને હસુમતિ કાકી ને બધા ની ઓળખાણ આપી અને સાથે સાથે ખુશી જે સવારે ગમગીન હતી તે પાછી પોતાના અંદાઝ માં પાછી આવી ગયી। મારી ખુશી ની રોનક વધી ગયી। કાકી અને કાકા ને પાણી આપ્યું અને એમની પાસે બેસી ગયી અને સવાર થી સાંજ સુધી જે કઈ બન્યું તે વિગત વાર વાત કરી અને કાકા કાકી ને પૂછવા લાગી કે તમે આમ ક્યાં જતા રહ્યા હતા અને એ પણ મને કહ્યા વગર।

 

ખુશી ના સવાલો સાંભળી ને કાકી ને થયું કે અમારી આટલી ચિંતા માં આ છોકરી પોતાના મિત્રો ને પણ અહીં રોકી રાખ્યા બાકી બીજું કોઈ હોત તો જતું રહ્યું હોત। હસમુખ કાકા ખુશી ને ક્યાં ગયા હતા એ જણાવા માંગતા ન હતા તેથી એમને વાત વાળવાની કોશિશ કરી। પણ ખુશી આ વખતે પણ સમજી ગયી. એટલે એને પેહલા કાકા કાકી ને ભીના થયેલા કપડાં બદલવાનું કહ્યું અને બધા મિત્રો ને પણ કપડાં બદલી ને શાંતિ થી વાત કરીયે એવું કહી ને ટેન્ટ તરફ જવા ઈશારો કર્યો. ખુશી અને બધા મિત્રો કપડાં બદલવા ગયા. બધા કપડાં બદલી ને ઝૂંપડી માં ભેગા થયા.

 

ક્રમશ:

 

***

Rate & Review

Mukesh 1 month ago

Vidhi ND. 3 months ago

Sonu 3 months ago