Ghardaghar books and stories free download online pdf in Gujarati

ઘરડાઘર

      "આ તમારા માવતાર થી તો તોબા તોબા હો ભાઈ! ન જાણે કંઈ માટિથી ઈશ્વરે એમને ઘડ્યા છે એ જ મને નણી સમજાતું!"

       "કેમ, શું થયું વળી? બે હું કંટાળી ગયો છું! આ તમારી રોજેરોજની તકરારનો અંત ક્યારે આવશે? આવા  સમજુ થઈને એકબીજાને તમે ન સમજો તો મને તો સમજો! મારે કઈ દિશામાં જવું લ્યા?"

        "અરે, ભાઈ આખો દિવસ કેવું  ટક ટક કર્યા કરે છે? જો પૂરી જિંદગી તો હું એમની આગળ કાઢીશ ને તો કદાચ પાગલ બની જઈશ. ઘણીવાર મને એવું લાગે છે કે હું જાણે પાગલખાનામાં તો નથી આવી ગઈ ને!"

      "અરે યાર! તને કેટલી વાર કીધું છે કે  તારી આ બધું મગજમાં નહીં લેવાનું? બા-બાપુજી હવે ઘરડા થયા છે. એમને હું કશું કહી શકું અને કહીશ તોય અટકવાના નથી. તને ખબર નથી ઘરડા લોકોની આદત?"

       "હા યાર પણ હું તો એનાથી કંટાળી ગઈ છું. લીમીટ હોય! દરેક બાબતે રોજના બે-ચાર મહેમાન તેડી લાવે છે. મહેમાન વિના તો એમને જાણે જપ જ નથી પડતી. આ કચરા પોતું કર્યું ન કર્યા જેવું કરી નાખે છે. ને પેલા સંડાશ -બાથરૂમ ની દશા જોઈ આવો! કેવા જાહેર ટોઇલેટ જેવા કરી નાખ્યા છે.હું તો શું સૌના વૈતરા કરવા કે ટક ટક સાંભળવા આવી છું? ઘરમાં  મિરી કોઈ કિંમત જ નહી?"

        પત્નીના આવા રોજના રોજના રોંદણા સાંભળતા વંશમે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને એ બાથરૂમમાં ન્હાવા જતો રહ્યો.
        વંશમ એના માવતરનો એકનો એક દીકરો. પેટે પાટા બાંધીને એને ઊછર્યો હતો. માવતરે ક્યારેય એને કોઈ વાતે ઓછું નહોતું આવવા દીધું. એ પણ માવતરનો આજ્ઞાપાલક દીકરો બની રહ્યો હતો.
        લગ્નના પહેલાજ દિવસે વંશમે આરોહીને કહ્યું હતું:" આરોહી! મારી પાસે બે કોહીનૂર છે. આજ સુધી મે એમને જીવની જેમ જતન કરીને સાચવી રાખ્યા છે. હવે એમને વધું સારી પેઠે સાચવવાની જવાબદારી હું તને આપું છું. આશા રાખું છું કે તું એ કામમાં સફળ થઈશ."
        આરોહી પહેલા તો કોહીનૂરનું નામ સાંભળતા જ ખુશીથી ઝુમી ઊઠી હતી. પણ જેવા વંશમે કકઓહીનૂર તરીકેની ઓળખ રુપે માવતર તરફ ઈશારો કર્યો કે આરોહી મનમાં હલબલી ઊઠી હતી.
            
       હજુ નળ ચાલુ કરે એના પહેલા તો એના કાને ઘાટા પાડતો અવાજ ફરી અથડાયો:"અરે, યાર કહું છું બે એક વરસ બાદ આપણા ઘેર બાળક અવતરશે. શું એના ઉપર પણ તમારા માવતર જેવા સંસ્કાર પાડવાના છે? એના કરતાં તો તમારા આ માવતરને ઘરડાઘરમાં મુકી આવો એમનેય શાંતિ ને આપણને શાંતિ!"
       સાંભળીને  વંશમનો પિત્તો હલી ગયો કિન્તું એણે ગમ ખાધો. સૂતી વેળાએ એણે આરોહીને કહ્યુ:"આરુ! તું ગમ ખાતા શીખી લે. માવતર હવે પીળા પાન થઈ ગયા છે. ખબર નહીં ક્યારે ખરી પડે! એમના જીવને શું કામ તું નક્કામી ચર્ચાઓ કરીને હડફેટે લે છે અને તું એમની નજરમાંથી ઊતરતી જાય છે."
       "મારાથી એમને સહન નથી થતાં." વચ્ચે જ આરહી બોલી ઊઠી. વળી આગળ કહે:" તમે મને આવી સુફિયાણી સલાહ આપો છો તો કોઈક દિવસ તમારા માવતરનેય કહો ને કે શાંતિથી બેસી રહે. ને રામ-રામ કરે."
       "તું સમજતી કેમ નથી?  માવતરને આપણે સલાહસૂચદ ન કરી શકીએ? અને શાયદ હું કહીશ તો એમને માઠું લાગશે. 'કહેશે જો પત્નીનો થઈ ગયો!"
       'તો પછી મનેય કશું કહેવુ ટાળતા રહો.'
       આરુ, જો હું હવે સૂડી વચ્ચે સોપારી થઈ ગયો છું. ક્યારે કપાઈ જઈશ ખબર નહી. એના કરતા લેટ ગો કરતા શીખી જા. ફાયદામાં રહીશું. અને ઘરડા માવતરના દિલ દુભાવાના પાપમાંથી બચતા શીખ."
       અને આરોહી તાડૂકી ઊઠી હતી:" તમારે માવતર જોઈએ છે કે પત્ની?"
       "બંને!"
       "હાં, તો કાલે સવારે જ માવતરને ઘરડાઘરમાં મૂકી આવો!"
      

       પત્ની નું છેલ્લું વાક્ય સાંભળ્યું અને વંશમનો પિત્તો ગયો. અને ને એ જ ઘડીએ પળનોય વિલંબ કર્યા વિના પોતાના ઘરડા માવતર ખાતર પત્નીને કાયમને  માટે પિયર મૂકી આવ્યો.