Hu taari yaadma - 14 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં (ભાગ-૧૪)

પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(ગયા ભાગમાં આપણે જોયુકે પ્રિયા રવિને ઇશારો કરીને પોતાની પાસે બોલાવે છે અને અદિતિ-અંશ વચ્ચે થયેલી ગેરસમજ જણાવે છે. બંને જણા અંશ-અદિતિને એક કરવા માટે પ્લાન બનાવે છે અને રૂમમાં બધાને મળવાનું નક્કી કરે છે. રવિ અને નીલ પ્રિયા પર ચાન્સ આપવાનું બહાનું આપીને અલગ રૂમમાં જાય છે જ્યાં પ્રિયા બધાને પ્લાન જણાવે છે.)
હવે આગળ.......

બધા લોકો પ્લાન સાથે સહમત થાય છે અને પોતપોતાના રૂમમાં પાછા જાય છે. બધા પાસે ફક્ત ૨ દિવસ બાકી હતા પ્લાનને અંજામ આપવા માટે કારણકે ૨ દિવસ પછી મિત-માનસીના લગ્ન હતા અને લગ્ન પછી ફરીવાર બધા અલગ થઈ જવાના હતા. આ ૨ દિવસની અંદર અંશ-અદિતિને કોઈપણ રીતે એક કરવાના હતા. સાંજના સમયે બધા મિત્રો ડિનર માટે એકઠા થાય છે. બધા લોકો સાથે હતા એટલામાં મિત-માનસી પાસે બે નવા ટીનેજર્સની એન્ટ્રી થાય છે. મિત બધા સામે એમને ઇન્ટ્રોડ્યુસ કરાવે છે. 
મિત : મિત્રો, આ મારો કઝીન છે ચિરાગ અને આ એની સિસ્ટર છે દિતિક્ષા. હાલ બન્ને યુ.એસ.એ માં ડોકટર છે અને ત્યાંજ રહે છે. 4 વર્ષ પછી મેરેજમાં આવ્યા છે. અહીંયા એ એકલા છે તો હું ઇચ્ચું છું કે તમે લોકો એમને કંપની આપો અને તમારા ગ્રુપમાં એડ કરી લો. જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો.
પ્રિયા : અમને શુ પ્રોબ્લેમ હોય. વેલકમ મિસ્ટર ચિરાગ અને મિસ દિતિક્ષા.
ચિરાગ : થેન્ક યુ. મિસ…
પ્રિયા : માય સેલ્ફ મિસ પ્રિયા અને આ અમારું ગ્રુપ છે. કાવ્યા, અદિતિ, અંશ, નીલ અને રવિ. (દરેક સામે હાથનો ઈશારો કરીને દેખાડે છે)
ચિરાગ : હેલો, એવરિવન નાઇસ ટુ મીટ યુ ઓલ.
રવિ અને નીલ એની સાથે શેક હેન્ડ કરે છે પણ અંશ એમજ ઉભો રહે છે. ચિરાગ સામેથી એની પાસે જાય છે અને શેક હેન્ડ કરવા માટે હાથ લાંબો કરીને કહે છે.
ચિરાગ : હેલો મિસ્ટર અંશ.
અંશ : હેલો ચિરાગ.
દિતિક્ષા : (બધા સાથે શેક હેન્ડ કરે છે અને લાસ્ટમાં અંશ પાસે જાય છે) હેલો મિસ્ટર અંશ ગજ્જર.
અંશ : હેલો, બટ તમને મારી સરનેમ કઈ રીતે ખબર ?
ચિરાગ : અમે તમારા વિશે ઘણુંબધું જાણીએ છીએ. આઈ મીન મિતે ઘણીવાર તમારી વાતો કરી છે જ્યારે તમે બધા સાથે કોલેજ ટાઈમમાં હતા ત્યારે એને તમારા ઘણાબધા વખાણ કર્યા હતા. બાય ધ વે તમે ખૂબ સારા લેખક છો. તમારી ઘણીબધી ઇબુક્સ અમે રીડ પણ કરી છે.
અંશ : થેન્ક યુ.
મિત : ચાલો બધા ડિનર કરી લઈએ પછી તમારે બધાને રેડી પણ થવાનું હશે ને ?
પ્રિયા : અરે હા, ચાલો મને ભૂખ પણ લાગી છે.
બધા લોકો ડિનર કરવા માટે બેસે છે. અંશ અને ચિરાગ સામે સામે બેઠા હતા. ડિનર સમયે અંશ ચિરાગને ઘણીવાર જોઈ રહ્યો હતો. અંશે ઘણીવાર નોટિસ કર્યું કે ચિરાગ અદિતિ સામે નીરખીને જોઈ રહ્યો હતો. અંશને આ વાત થોડી અજીબ લાગતી હતી. થોડીવાર પછી અંશે પોતાની બાજુમાં બેઠેલા રવિને કાન પાસે જઈને કહ્યું.
અંશ : અરે, આ ક્યારનો અદિતિનો સામે જોઈ રહ્યો છે.
રવિ : ભલે ને જોતો એમાં તને શું પ્રોબ્લેમ છે ?
અંશ : પ્રોબ્લેમ તો હોય જ ને. હું અદિતિને પ્રેમ કરું છું ભાઈ.
રવિ : પણ અદિતિ ?
અંશ : એ પણ મને પ્રેમ કરતી જ હશે. એની આંખો પરથી મને એવું લાગે છે.
રવિ : અચ્છા, તો હવે શું કરવાનું છે ?
અંશ : ખબર નથી. પણ હું નથી ઇચ્છતો કે એ અદિતિની વધુ નજીક આવવાનો પ્રયત્ન કરે.
રવિ : ઠીક છે, વિચારો બંધ કર અને જો પેલી દિતિક્ષા ક્યારની તારી સામે જોવે છે. લાગે છે એને તારામાં કાંઈક ખાસ દેખાઈ ગયું છે.
અંશ : ભલે જોતી, એક કામ કર તું જઈને એની બાજુમાં બેસી જા.
રવિ : અત્યારે ડિનર કર આરામથી.
 ડિનર પતાવીને ફરીવાર બધા પોતપોતાના રૂમમાં રેડી થવા માટે જાય છે અને ચિરાગ અને દિતિક્ષા પોતાના રૂમમાં જાય છે. રૂમમાં જતાજ અદિતિ પ્રિયાને કહે છે.
અદિતિ : પેલી દિતિક્ષા કેવી અંશ સામે જોતી હતી ?
પ્રિયા : હા, મેં પણ નોટિસ કર્યું પણ પેલો ચિરાગ તારી સામે જોતો હતો એ ખબર છે.
અદિતિ : ના, મારુ ધ્યાન ત્યાં નહોતું. મારુ ધ્યાન દિતિક્ષા પર હતું.
પ્રિયા : સારું. ચાલો હવે તૈયાર થઈ જઈએ હમણાં ડાન્સ પણ કરવો છે ને ?
અદિતિ : હા, ચાલો.
બધા લોકો રેડી થઈને ગાર્ડનમાં ભેગા થાય છે. બધા પોતપોતાની રીતે તૈયાર થયા હોય છે. અદિતિએ બ્લેક કલરની ચણીયા ચોળી પહેરી હતી, રેડ કલરનો દુપટ્ટો, લાંબા ખુલ્લા વાળ જેની લટો થોડી વારે એની આંખ અને કાન પાસે આવીને અટકતી હતી જે એના રૂપને વધુ સુંદર બનાવી રહી હતી. અંશે સેમ બ્લેક કલરનો જબ્બો અને પજામો પહેર્યો હતો જે લાઈટ બિયર્ડ લૂક સાથે એના લૂકને વધુ ડેશીંગ બનાવી રહ્યો હતો. થોડીવારમાં ચિરાગ અને દિતિક્ષા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ડાન્સ શરૂ થતાંજ થોડીવારમાં બધા લોકોએ પોતપોતાના પાર્ટનર સાથે કપલડાન્સ શરૂ કરી દીધો. લાગ જોઈને રવિએ પ્રિયાને ડાન્સ માટે પોતાની પાર્ટનર બનાવી દીધી અને નિલે કાવ્યાને પોતાની પાર્ટનર બનાવી દીધી હતી. હવે રહી ગયા હતા ફક્ત ચિરાગ, દિતિક્ષા, અંશ અને અદિતિ. અંશ-અદિતિના મનમાં થોડી અચકચ થતી હતી જે તેમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. બંને એકબીજાનો હાથ પકડવામાં ડરતા હતા જે વાત મિત અને માનસી દૂરથી ડાન્સ કરતા-કરતા જોઈ રહ્યા હતા. થોડીવાર થતા અંશ અને અદિતિ તરફથી કોઈ હલચલ ના થતા ચિરાગે અદિતિ સામે હાથ લાંબો કર્યો અને ડાન્સ કરવા માટે ઓફર કરી. અદિતિનું મન થોડું અચકતું હતું છતાં પણ તેણે થોડા ડર સાથે ચિરાગનો હાથ પકડ્યો અને ડાન્સની શરૂઆત કરી. આ જોઈને અંશને થોડી ઈર્ષ્યા થવા લાગી હતી અને એ ઈર્ષ્યા રવિ અને પ્રિયા જોઈને મનોમન હસી રહ્યા હતા. અંશ અને દિતિક્ષા એકલા ઉભા ઉભા બધાને ડાન્સ કરતા જોઈ રહ્યા હતા. અંશની નજર સામે અદિતિ બીજા કોઈ સાથે ડાન્સ કરી રહી હતી જે જોઈને તેને ગુસ્સો આવી રહ્યો હતો અને એના ચહેરા અને આંખના હાવભાવ બદલાઈ રહ્યા હતા જે  જોઈને દિતિક્ષાને લાગી રહ્યું હતું કે અંશ-અદિતિ વચ્ચે કોઈ કનેક્શન જરૂર રહેલું છે. દિતિક્ષાએ અંશને પોતાની સાથે ડાન્સ કરવા માટે ઓફર કરી અને અંશે પણ ઓફર સ્વીકારતા દિતિક્ષા સાથે ડાન્સ કરવાનું શરૂ કરી દીધું. બધા લોકો પોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા જ્યારે બે હૃદયો અંશ-અદિતિ થોડીવારે એકબીજા સામે નજર કરીને જોઈ રહ્યા હતા. અંશની આંખોમાં રહેલો ગુસ્સો અદિતિએ પણ મહેસુસ કર્યો હતો જે અદિતિને વ્યાખ્યા આપી રહ્યો હતો કે અંશના દિલમાં હજી પણ અદિતિ માટે પ્રેમ છુપાયેલો હતો. જેના કારણે એ અદિતિને બીજા કોઈ સાથે નહોતો જોઈ શકતો. હજી પણ અદિતિ ડાન્સ કરતા કરતા અંશ સામે જોઈ રહી હતી. છેલ્લે ડાન્સ પૂરો થતાં બધા લોકો એકબીજાથી છુટા પડે છે. અંશ-અદિતિ બંને પોતાના મિત્રો સાથે ઉદાસ થઈને પોતાના રૂમમાં જાય છે. અંશની ઉદાસી અને ગુસ્સાનું કારણ પૂછતાં અંશ રવિને જણાવે છે ચિરાગે અદિતિનો હાથ પકડ્યો હતો અને એની સાથે ડાન્સ કરી રહ્યો હતો એ વાત એનાથી જોવાતી નહોતી એટલા માટે મને ગુસ્સો આવતો હતો. આ બાજુ અદિતિનું ઉદાસીનું કારણ પૂછતાં  એને પણ એજ જવાબ આપ્યો કે દિતિક્ષાની અંશ સાથેની નજીકીના કારણે મને ગમતું નહોતું અને એવુ લાગતું હતું કે જાણે અંશ મારાથી દૂર જતો રહેશે આટલા વર્ષો પછી પણ હું એને ફરીવાર પામી નહિ શકું. આટલું સાંભળતા પ્રિયા થોડું મલકાય છે અને મનમાં બોલે છે કે ચાલો જે કાંઈ થયું હોય પણ એ બહાને આબન્ને એકબીજાની નજીક તો આવી રહ્યા છે. ભગવાન જે કાંઈ પણ કરે છે એ સારા માટે જ કરે છે.
આજ ચિંતામાં બંને જણા સુઈ જાય છે કે હવે શું થશે. ફરીવાર ગુડમોર્નિંગ સાથે એક નવી સવાર પડે છે અને આજે છેલ્લો દિવસ છે અંશ અને અદિતિને એક કરવા માટે કારણકે આવતીકાલે મિત-માનસીના લગ્ન છે અને તેના પછી બધાજ મિત્રો અલગ થઈ જવાના છે. સવારમાં ફરીવાર બધા લોકો બ્રેકફાસ્ટ પર મળે છે પણ આજે મિત-માનસીની જગ્યાએ ચિરાગ અને દિતિક્ષા હાજર હતા. વાતો વાતોમાં બધા વચ્ચે બહાર ફરવા જવાનો પ્લાન બની જાય છે. થોડીવાર થતા બધા ફરીવાર હોટેલના ગેટ પાસે મળે છે અને 2 કાર સાથે બધા લોકો બીચ બાજુ નીકળી પડે છે જ્યાં 2 દિવસ પહેલા રાત્રે બધા મિત્રો મળીને ગપ્પા મારતા હતા. એક કારની ફ્રન્ટ સાઈડ અંશ અને ચિરાગ બેઠા હતા અને બેક સાઈડ પર અદિતિ અને દિતિક્ષા બેઠા હતા જ્યારે બીજી કારમાં રવિ, નીલ, કાવ્યા અને પ્રિયા બેઠા હતા. બધા લોકો પોતાના ડેસ્ટિનેશન પર જઈ રહ્યા હતા. કારમાં બેઠા બેઠા અંશ મીરરમાંથી અદિતિ તરફ જોઈ રહ્યો હતો અને એકાએક અંશની નજર ચિરાગ તરફ જતા તેને અનુભવ્યું કે ચિરાગ પણ અદિતિ તરફ નિહાળી રહ્યો હતો. આ જોઈને અંશને ગુસ્સો આવતો હતો અને સાથે સાથે રાતની વાત પણ યાદ આવી રહી હતી. અંશ મનમાં વિચારી રહ્યો હતો કે મન તો થાય છે કે આને અહીંયાંજ ફોડી નાખું પણ એને પોતાનું મન શાંત રાખ્યું અને પોતાના ચહેરા પર સ્માઈલ લાવી દીધી. અંશની એક આદત હતી કે જ્યારે એ વધુ ગુસ્સામાં હોતો ત્યારે પોતાના ચહેરા પર સ્માઈલ લાવી દેતો અને સુનમુન હસ્યાં કરતો હતો જે એનો વધુ પડતો ગુસ્સો વ્યક્ત કરતી હતી. પોતાના ડેસ્ટિનેશન પર પહોંચતાજ બધા પોતાની કારમાંથી નીચે ઉતર્યા. બીચ પાસે જતાજ પ્રિયાને અચાનક મસ્તી સૂઝી અને તેને પાણી પાસે જઈને ખોબામાં થોડું પાણી ભરીને રવિ ઉપર છૂટ્યું. આ લાગ જોતાજ કાવ્યાએ નીલ પર પાણી છાંટયું અને મસ્તી ચાલુ કરી દીધી. આ લોકોને મસ્તી કરતા જોઈને દિતિક્ષાને પણ થોડી મસ્તી કરવાનું નક્કી કરીને અંશ પર ખોબો ભરીને પાણી છાંટયું. અંશ પાણી છાંટવાની જગ્યાએ તેમજ ચૂપચાપ ઉભો રહ્યો. તેના ચહેરા પર થોડો ગુસ્સો દેખાતો હતો. ચિરાગે અંશને ઘણીવાર પોતાના અદિતિ તરફ દેખવાના વર્તનને કારણે ગુસ્સો અનુભવતો મહેસુસ કર્યો હતો જેના કારણે તેને અદિતિ સાથે મસ્તી કરવાની ટાળ્યું. દિતિક્ષાએ અંશને સોરી કહ્યું અને અંશે ફક્ત સ્માઈલ સાથે ઇટ્સ ઓકે માં જવાબ આપ્યો અને કાર પાસે જઈને ઉભો રહ્યો. બધા લોકો મસ્તી કરવા લાગ્યા હતા એટલામાં અદિતિને સમય મળતા તે દિતિક્ષા પાસે ગઈ અને એને પૂછ્યું.
અદિતિ : દિતિક્ષા, તું અંશ પાછળ કેમ પડી છે ?
દિતિક્ષા : અરે હું પાછળ નથી પડી, મને તો ફક્ત તે ગમે છે.
અદિતિ : પણ હું અંશને પ્રેમ કરું છું અને એના પર આજે પણ મારો જ હક છે.
દિતિક્ષા : શુ અંશ તને પ્રેમ કરે છે ?
To be Continued.....

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_