Raghav pandit - 4 books and stories free download online pdf in Gujarati

રાઘવ પંડિત - 4

મીરા રોની ને જોઈને બે દિવસ પહેલાની ઘટનામાં સરી પડે છે.
રોની મીરાને જોઈને કહે છે હેલો એન્ડ તુ મીન્સ.
મીરા ભૂતકાળમાંથી બહાર આવીને કહે છે તું અહીં દ્રષ્ટિ તો કહેતી હતી કોઈ genius છે જે મોડી રાત્રે પણ અહીં હતો અને હું સવારમાં કોફી માટે નીકળી ત્યારે પણ lights ચાલુ હતી એટલે મને થયું તે પુરી રાત વાંચતો હશે તો હું તેના માટે કોફી લાવી હતી.
રોની મીરાની વાત સાંભળીને ખડખડાટ હસી પડે છે અને કહે છે તો આ બધા દ્રષ્ટિના કારનામાં છે અને મને તો સવારે થયું હતું તું ખાલી ગુસ્સો કરે છે કોફી પીવડાવે છે એ અત્યારે ખબર પડી અને હસવા લાગે છે.
મીરા રોની ને હસતો જોઈને ફરી ગુસ્સે થવા લાગે છે.
રોની મીરાને જોઈ ને કહે છે સોરી હું તો મજાક કરતો હતો પછી ફરી હસવા લાગે છે અને મીરાના હાથમાંથી કોફી લઈ લે છે અને ટેસ્ટ કરતા કહે છે ખુબ સરસ કોફી સારી છે એન્ડ થેન્ક્સ તું મારા માટે કોફી લાવી.
મીરા રોની ને પૂછે છે પ્રિપેરેશન થઈ ગઈ તારી.
હા હવે બસ ભૂખ લાગી છે ચાલને આપણે કંઈક જઈએ.
મીરા રોની ની સામે જુએ છે અને કહે છે પણ કેન્ટીન હજુ શરૂ નથી થય અને પુરી રાત વાંચે જમ્યા વગર તો ભૂખ તો લાગે જ ને.
હા પણ શું કરું મારી આદત છે કોઈ કામ અધૂરું નહીં છોડવાની ખાલી કાલે તને છોડીને જતો રહ્યો હતો અને ફરી હસવા લાગે છે.
મીરા ગુસ્સામાં પગ પછાડતી પાછળ ફરીને જવા લાગે છે રોની તેનો હાથ પકડીને એક હાથથી પોતાનો કાન પકડીને કહે છે સોરી અને પછી તે મીરાને પોતાની સાથે કેન્ટીન તરફ લઈ જાય છે મીરા પાછળથી જ રોની ને જોઈને સ્માઈલ કરતી હોય છે.
તે વિચારે છે કેવો છોકરો છે પેલા મારી મજાક ઉડાવે છે અને પછી મને જ સાથે લઈ જાય છે.
અચાનક રોની પાછળ ફરીને કહે છે છોકરો તો સીધો જ છું પણ મને કોફી પીવડાવવા વાળી ને મૂકીને એકલો કઈ રીતે નાસ્તો કરવા ચાલ્યો જાવ એન્ડ હવે કંઈ વિચારીશ તો કિડનેપ કરી લઈશ અને ફરી હસે છે.
મીરા વિચારે છે આને કઈ રીતે ખબર પડી હું શું વિચારું છું.
હેલો મેમ આઈ નો એવરીથીંગ ઈન માય ટુ હન્ડ્રેડ મીટર એરીયા હું મનમાં ચાલતા વિચારોને પકડી શકું છું એ મારી સ્ટ્રેન્થ છે અને ગોડ ગીફ્ટ પણ.
મીરા અને રોની હસવા લાગે છે કેન્ટીનમાં પહોંચીને રોની 2 સેન્ડવીચ બનાવે છે અને મીરા ટી બનાવે છે પછી રોની સેન્ડવીચ ને પ્લેટમાં મૂકીને કહે છે તો તૈયાર છે બેસ્ટ ફૂડ ચાલો તૂટી પડો મેડમજી.
પછી બંને નાસ્તો કરવા બેસે છે અને એકબીજાની સામે સ્માઈલ કરે છે નાસ્તો પૂરો કરીને મીરા કહે છે મિસ્ટર જીનિયસ તમારી પ્રિપેરેશન પૂરી થઈ ગઈ છે અને મારી બાકી છે તો હવે હું જઈ શકું છું.
ઓકે.
મીરા રોની ની તરફ જોઈને પોતાના રૂમ તરફ ચાલી નીકળે છે રોની પણ ફ્રેશ થવા માટે રૂમ તરફ ચાલી નીકળે છે.
રૂમમાં પહોંચીને રોની કાર્તિક અને શ્યામને જગાડે છે અને કહે છે સૂતા જ રહેશો કે પ્રિપેરેશન પણ કરશો બંનેને જગાડીને રોની ફ્રેશ થઈ જાય છે પછી full sleeve નું બ્લેક ટીશર્ટ અને જીન્સ પહેરીને હીરોની જેમ હેર સ્ટાઈલ કરીને કેમ્પસ માં ફરવા નીકળે છે બપોર સુધી રોની પુરા કેમ્પસની મુલાકાત લઈ લે છે અને પોતાના રૂમમાં આવીને સુઈ જાય છે.
મીરા અને દ્રષ્ટિ રૂમમાં બુક્સ માં જે વિગતો હોય છે તે યાદ કરવાની કોશિશ કરે છે અને આજે ઓલ ડે બંને book માં જ રહેવાની હોય છે.
એક રૂમમાં 2 બીજા વ્યક્તિઓ પણ હોય છે જે એક્ઝામની પ્રિપેરેશન માં લાગેલા હોય છે.
અમિત :- સૌરવ કેટલે પહોંચ્યો.
બસ લાસ્ટ ચેપ્ટર છે.
ઓકે પણ બધું યાદ કરી લેજે ટોપ તો આપણે જ કરવાનું છે.
  ઓકે તું ચિંતા ના કર આપણે જ ટોપ કરીશું.
અમિત ફરી પોતાની ઇન્ફર્મેશન ની બુકમાં ઘૂસી જાય છે.
રોની ખુબજ થાકી ગયો હોય છે તેને ખૂબ જ ઊંઘ આવતી હતી તે એમ જ સૂતો રહે છે ક્યારે સવાર પડી ગઈ તેની પણ તેને ખબર રહેતી નથી કાર્તિક રોની ને સૂતેલો જોઈને જગાડે છે હેલો એકઝામ નથી આપવી એક્ઝામ નું નામ સાંભળતા જ રોની તરત જ જાગી જાય છે અને કાર્તિક ની સામુ જુએ છે કાર્તિક ગુડ મોર્નિંગ રોની ગુડ મોર્નિંગ કાર્તિક અને રોની એકઝાટકે બેડ છોડીને બાથરૂમ તરફ ફ્રેશ થવા જાય છે.
રોની આજે ફુલ સ્લીવ નું વાઈટ ટીશર્ટ પહેરે છે જેના કોલર સ્ટેન્ડ જ હોય છે તેના પર બ્લુ જીન્સ પહેરે છે તે પોતાની હેર સ્ટાઈલ સરસ સેટ કરે છે તે આમ પણ એટલો ક્યુટ હતો અને આજે તે ખુબજ ક્યુટ લાગતો હતો ફટાફટ તે એક્ઝામ હોલ તરફ જવા નીકળે છે અને કાર્તિક શ્યામ બંનેને ઓલ ધ બેસ્ટ વિશ કરે છે.
એક્ઝામ હોલ પાસે પહોચતા જ તેને દૂરથી મીરા દેખાય છે તે ગેટ પાસે ઉભી હોય છે રોની ની તરફ નજર પડતાં જ મીરા તેને જોતી જ રહી જાય છે રોની મીરાંની પાસે પહોંચીને ચપટી વગાડતા હેલો ક્યાં ખોવાઈ ગઈ.
મીરા એકદમ થી કંઈ નહીં અને એ સ્માઇલ કરે છે.
તો મેડમ ને એક્ઝામ નથી આપવી મીરા આપવી છે ને રોની તો ચાલ ને મીરા હા ચાલ.
મીરા વેટ ઓલ ધ બેસ્ટ રોની.
ઓલ ધ બેસ્ટ મીરા અને બંને પોતાની સીટ પર ગોઠવાય છે રોની દ્રષ્ટિ ને જોઈને તેને પણ ઓલ ધ બેસ્ટ વિશ કરે છે.
એક્ઝામ થ્રી આઈ ની વેબસાઈટ પર ઓનલાઇન આપવાની હોય છે બધા પોતાની સીટ પર મુકાયેલા લેપટોપ  ચાલુ કરે છે અને એકઝામ સ્ટાર્ટ કરે છે.
રોની પોતાના લેપટોપમાં પ્રશ્નો ચેક કરે છે અને પછી ફટાફટ બધાના જવાબો લખવાનું શરૂ કરે છે 20 મિનિટ થતા જ રોની કહે છે સર આઈ એમ done.
રોની ને જોઈને પૂરો ક્લાસ હસવા લાગે છે અને સુપરવાઇઝર પણ હસવા લાગે છે અને કહે છે આવડતું ના હોય તો તૈયારી કરાય ને ફરી બધા રોની ને જોઈને હસવા લાગે છે રોની તરત જ એક્ઝામિનેશન હોલ ની બહાર ચાલ્યો જાય છે.
બધાના હસવાનું કારણ એટલું જ હોય છે કે થ્રી આઈ ની હિસ્ટ્રીમાં બધાથી ફાસ્ટ એક્ઝામ ટોપ નંબર સાથે પુરી કરવાનો રેકોર્ડ 30 મિનિટ નો હોય છે જે અભય સર નો હોય છે તો રોની 20 મિનિટમાં બહાર ગયો એટલે બધા હસવા લાગે છે બધા પોતા નું પેપર પૂરું કરીને આવતા રહે છે સાંજ સુધીમાં એક્ઝામ નું રીઝલ્ટ આવવાનું હોય છે અને ૭ કેન્ડિડેટ સ સિલેક્ટ  થવાના હોય છે.
                     To be continue........


હેલો ફ્રેન્ડ્સ તમને મારી આ સ્ટોરી કેવી લાગી તે કહેવાનું ભૂલતા નહિ તમે મારા ઇન્સ્ટાગ્રામ પર પણ રીવ્યુ આપી શકો છો    instagram id .pratik patel yaaaaa
Pratik7149 પર પણ તમારા રીવ્યુ આપી શકો છો 
Plessssss help me friends.