Raghav pandit - 5 books and stories free download online pdf in Gujarati

રાઘવ પંડિત - 5

અભય સર ખુબજ ઝડપથી કોમ્પ્યુટર સ્ક્રીન પર કંઈક જોતા હોય છે અચાનક તેમની આંખો પહોળી થઈ જાય છે તે ઝડપથી કેટલીક સ્વીચ દબાવે છે ત્યાં જ તેમના ટેબલ પર રાખેલો ફોન રીંગ થાય છે અભય સર ફોન રિસીવ કરે છે સામે ભરત સરનો અવાજ હોય છે.
અભય તે એક્ઝામ શીટ ચેક કરી.
હા એ જ કરું છું પણ............. અભય કંઈક વિચારતા વાકયોને અધુરુ છોડી દે છે.
ભરત સર અભય શું આવું થઈ શકે છે કે કોઈ મિસ્ટેક છે.
હું પણ એ જ વિચારું છું આવી કોઈ મિસ્ટેક ના થઈ શકે તે genius છે.
અભય તું મારા કેબિનમાં આવ ઝડપથી ઓકે સર.
અભય ભરત સર ના કેબિનમાં જાય છે.
અભય થ્રી આઈ ની હિસ્ટ્રીમાં તું જ એક છે જેણે પેપર 30 મિનિટમાં ક્લિયર કર્યું છે અને આ રાઘવ પંડિત 20 મિનિટમાં બધા રાઇટ આન્સર સાથે કઈ રીતે ક્લિયર કરી શકે શું તે ખરેખર genius હોઈ શકે છે.
અભય સર તમે તેને અહીં બોલાવી શકો છો.
ભરત સર હા અભય અને ભરત સર એક કમાન્ડો ને રાઘવ ને બોલાવવા માટે મોકલે છે.
કમાન્ડો રાઘવ રૂમ માં પહોંચીને કહે છે તમારામાંથી રાઘવ ને ભરત સર પોતાના કેબિનમાં બોલાવે છે.
રાઘવ તરત જ કમાન્ડો ની સાથે ભરત સરના કેબિનમાં જવા નીકળે છે.
હેલો સર રાઘવ અંદર પહોંચીને કહે છે હેલો રાઘવ અમારે તને થોડા પ્રશ્નો પૂછવાના છે.
હા સર તમે મને કંઈપણ પૂછી શકો છો.
રાઘવ અને અભય સર એકબીજાની સામે બેસે છે અભય સર કેટલા ક સવાલો અલગ અલગ રીતે રાઘવ ને પૂછે છે અને રાઘવના દરેક જવાબની સાથે ભરત સર અને અભય બંનેના ચેહરા પર આચાર્ય થાય છે રાઘવ દુનિયાના બેસ્ટ એજન્ટોને પૂછાતા સવાલોના પણ જવાબ સાચા આપતો હતો ભરત સર he is a genius અભય.
અભય સર રાઘવના સામે આશ્ચર્યથી જુએ છે રાઘવ ને કંઈ સમજમાં આવતું નથી પછી ભરત સર રાઘવ ને જવાનું કહે છે.
અભય આ છોકરો દુનિયાનો બેસ્ટ એજન્ટ બની શકે છે.
હા સર રાઘવ જે સવાલોના જવાબ આપતો હતો તે દુનિયાના બેસ્ટ એજન્ટને પણ મુશ્કેલ લાગે તેવા હતા અને રાઘવ ખુબજ આસાનીથી આન્સર આપતો હતો સર તમે હવે નોટીસબોર્ડ પર રીઝલ્ટ એનાઉન્સ કરી શકો છો અને અભય સર બહાર ની તરફ નીકળી જાય છે.
બધા લોકો રીઝલ્ટ જોવા માટે નોટિસબોર્ડ પાસે ભેગા થયા હોય છે મીરા અને દ્રષ્ટિ પણ રીઝલ્ટ જોવા માટે આવે છે મીરા રીઝલ્ટ ચેક કરવા ઉપર જોવે છે ફસ્ટ નંબર પર રાઘવ પંડિત લખેલું રીડ કરે છે.
દ્રષ્ટિ મીરા તું જ ફર્સ્ટ આવી હશે.
મીરા થોડા આચાર્ય ભાવ સાથે ના દ્રષ્ટિ કોઈ રાઘવ પંડિત ફર્સ્ટ આવ્યું છે.
દ્રષ્ટિ પણ આચાર્ય ભાવ સાથે તો મીરા તારો નંબર શું આવ્યો. મીરા ફરી નોટિસ બોર્ડ ઉપર જુએ છે બીજા નંબર પર તેનું નામ હોય છે. ત્રણ નંબર પર અમિત અને ચાર-પાંચ પર કાર્તિક દ્રષ્ટિ અને છ નંબર પર સૌરવ અને સાત નંબર પર શ્યામ નું નામ હોય છે મીરા બધા ના રીઝલ્ટ જોઈને ત્યાંથી થોડે દૂર જાય છે અને ત્યાં જ ઉભી હોય છે દ્રષ્ટિ તેની પાસે આવે છે અને તે બોલે છે આ રાઘવ પંડિત કોણ છે.
મીરા કહે છે ખબર નહી પણ હું કેવી રીતે સેકન્ડ આવું.
દ્રષ્ટિ પણ મીરા તું આવું કેમ વિચારે છે આટલા બધામાં તું સેકન્ડ રેન્ક પર છે એ પણ કંઈ ઓછું છે તારે પાર્ટી તો આપવી જ પડશે ચાલ આપણે કેન્ટીનમાં જઈએ.
મીરા થોડી અપસેટ હોવા છતાં દ્રષ્ટિ સાથે કેન્ટીનમાં જવા તૈયાર થાય છે અને તે બંને કેન્ટીન તરફ જાય છે.
આ તરફ રોની ના રૂમમાં શ્યામ અને કાર્તિક ખુબજ ખુશ હોય છે. રોની ચાલો બંને પાર્ટી આપવા તૈયાર થઈ જાઓ મેં શું કહ્યું હતું તમે બંને પણ એક્ઝામ ક્લિયર કરી લેશો.
એ સાચું છે પણ મિસ્ટર genius તમે અહીંયા પણ ટોપ કરીને બાજી મારી લીધી અને પછી બધા ખડખડાટ હસી પડે છે અને કેન્ટીન તરફ જવા નીકળે છે.
આ તરફ અમિત ખુબજ ગુસ્સામાં હોય છે તે સૌરવ પર ગુસ્સો નીકળે છે હું કેવી રીતે ત્રણ નંબર પર આવી શકું અને આ રાઘવ પંડિત કોણ છે.
સૌરવ ભાઈ તમે શાંત થઈ જાઓ પ્લીઝ તમે આટલા બધા કેન્ડિડેટ માં ત્રણ નંબર પર આવ્યા છો.
ઓય ત્રણ નંબર પર નહીં હું ફર્સ્ટ કેવી રીતે ના આવ્યો હું કેવી રીતે હારી શકું હું આ રાઘવ પંડિત અને મીરાને જોઈ લઈશ. સૌરવ જેમ તેમ કરીને અમિતને શાંત પાડવાની કોશિશ કરે છે.
આ તરફ મીરા અને દ્રષ્ટિ કેન્ટીનમાં મેગી ઓર્ડર કરે છે અને એક તરફ ના ટેબલ પર ગોઠવાય છે.
તેની સામેના ટેબલ પર કાર્તિક શ્યામ અને રોની પણ મસ્તીના મૂડમાં ગોઠવાયા હોય છે રોની કાર્તિક ને પીઝા નો ઓર્ડર આપવાનું કહીને શ્યામ ની મસ્તી કરતો હોય છે કે તમે બંને છોકરીઓથી પણ પાછળ રહી ગયા અને ખડખડાટ હસતો હોય છે તેનું હસવાનું જોઈને મીરાને અને દ્રષ્ટિ ની નજર તેના પર પડે છે અને રોની પણ એના તરફ જોવે છે અને શ્યામ ને લઈને તેના ટેબલ તરફ જાય છે.
કોન્ગ્રેચ્યુલેશન દ્રષ્ટિ એન્ડ તને પણ મીરા રોની કહે છે.
દ્રષ્ટિ અને મીરા થેન્ક્યુ.
અને હા હું તમને ઈન્ટ્રોડ્યુસ કરાવી દવ ત્યાં કાર્તિક પણ આવે છે.
રોની આ છે મારા બેસ્ટ ફ્રેન્ડ કાર્તિક અને શ્યામ અને આ છે દ્રષ્ટિ જેને હું લાઇબ્રેરીમાં મળ્યો હતો અને આ છે મીરા જેની સાથે મારી પહેલી મુલાકાત સારી નહોતી રહી અને રોની હસી પડે છે મીરા પણ શરમાઈને હસી પડે છે અને હું છું રોની.
તરત જ દ્રષ્ટિ અને મીરા કહે છે તો આપણા પાંચમાંથી તું એકજ એક્ઝામ ક્લિયર ના કરી શક્યો. તારું નામ નોટિસ બોર્ડ પર નથી મીરા કહે છે તે નોટિસ બોર્ડ ચેક કર્યું.
તેમનું સાંભળીને કાર્તિક શ્યામ અને રોની આચાર્ય માં તેમની તરફ જુએ છે અને રોની ને સમજાય છે કે તે બંને આવું કેમ કહે છે અને કાર્તિક શ્યામને ચૂપ રહેવા ઈશારો કરે છે.
રોની કહે છે હા મારુ તો નામ જ નથી નોટીસબોર્ડ પર મારું બેડ લક ચાલે છે.
મીરા ગુસ્સામાં એવું કંઈ હોય જ નહીં લક વગેરે લાઇબ્રેરીમાં મસ્તી જ કરી હશે અને હેલ્પ માંગતા તો શરમ આવે મેં પૂછ્યું ત્યારે તો કહેતો હતો એ બધી જ તૈયારી થઈ ગઈ છે અને એક્ઝામિનેશન માંથી 20 મિનિટમાં બહાર જવાનું કોણે કહ્યું હતું.
દ્રષ્ટિ તો રોની તું જતો રહીશ હવે.
રોની બીજો કોઈ ઓપ્શન જ નથી દ્રષ્ટિ.
આ સાંભળીને મીરાના ચહેરા પર કઈક અલગ જ ભાવ આવી જાય છે તે અપસેટ થઈ જાય છે અને તરત જ કહે છે ના હું ભરત સર સાથે વાત કરીશ કે રોની નું રી એક્ઝામિનેશન થાઈ અને હું તેને તૈયારી કરાવીશ.
બધા એકસાથે મીરાં તરફ જુએ છે એ જોઈને મીરા awkward ફિલ કરે છે ત્યાં જ મેગી પિઝા અને કોફી આવે છે.
મીરા કહે છે મારો મૂડ નથી હું જાઉં છું અને તે ઉભી થઈ જાય છે.
રોની તેનો હાથ પકડીને બેસાડે છે અને કહે છે મિસ મીરા આ રીતે પાર્ટી છોડીને કોઈ જઈ ના શકે એન્ડ નાસ્તો તો હું કોઈને છોડીને જવા પણ નહીં દઈશ અને આમ પણ તું સેકન્ડ આવી છે અને મારા બધા ફ્રેન્ડ્સ એક્ઝામ ક્લિયર કરી છે તો હું એન્જોય તો કરી જ શકું અને તે મીરાને પીઝાનો એક બાઈટ ઓફર કરે છે મીરા રોની ની આંખોમાં જોવે છે અને ઓટોમેટીક તેનો હાથ પીઝા નું બાઈટ એક્સ એપ કરી લે છે અને બધા નાસ્તો સ્ટાર્ટ કરે છે અને બધા જ હસી પડે છે.
થોડીવાર પછી કેન્ટીનના સ્પીકર પર એનાઉન્સમેન્ટ થાય છે બધા જ કેન્ડિડેટ ને ઓડીટોરીયમ હોલ માં બોલાવવામાં આવે છે.





શું મીરા અને દ્રષ્ટિ ને ખબર પડશે રાઘવ પંડિત જ રોની છે અને પછી તેમના રિએક્શન શું હશે અને ઓડિટોરિયમમાં બધાને શા માટે બોલાવવામાં આવ્યા છે તે જાણવા માટે તમારે આગળના ભાગની રાહ જોવી પડશે અમે થોડા દિવસો લેટ થવા માટે સોરી પરંતુ બિઝનેસના કારણે થોડો ટાઈમ ઓછો રહે છે તો પ્લીઝ તમે મને સમજી શકશો અને આ સ્ટોરી તમને કેવી લાગી તેના રીવ્યુ આપવાનું ચુકતા નહી પ્લીઝ તમે મારા instagram પર પણ રીવ્યુ આપી શકો છો instagram id :- pratik patel yaaaa. 
                             :-pratik7149

      To be continue.................