Bhutiya Hotel books and stories free download online pdf in Gujarati

ભૂતિયા હોટેલ

શૈલેષ અને સીમા તેની કાર લઈને જઈ રહ્યા હતા.પર્વતાળ વિસ્તાર હતો એટલે કાર ધીમે-ધીમે આગળ વધી રહી હતી.કારના ટેપમાં મધુર ગીતો વાગી રહ્યા હતા અને બન્ને વાતો કરતા આગળ વધી રહ્યા હતા.

ત્યાં જ અચાનક કારમાં અવાજ થયો અને કાર ઝટકા ખાઈને બંધ થઈ ગઈ.શૈલેષ કારમાંથી બહાર નીકળી ચેક કરે છે કે શું થયું છે પણ તેને કશું સમજાતું નથી એટલે તે કારમાં પાછો આવે છે અને સીમાને બધી વાત કરે છે અને હવે શું કરવું તે વિચારે છે.

સીમા : ચલો એક કામ કરીએ અજુબાજુમાંથી કોઈ મિકેનિક ને બોલવી લાવીએ.

શૈલેષ : હા તે ઠીક રહેશે.

શૈલેષ કારને લોક કરે છે અને બન્ને સદકના કિનારે આગળ વધે છે.થોડે દુર જતાં તેમને એક હોટેલ જોવા મળે છે.બન્ને ત્યાં જઈ પૂછવાનું વિચારે છે અને હોટેલ તરફ આગળ વધે છે.

શૈલેષ : સીમા,તું અહીં ઉભી રહે હું અંદર જઈ પૂછીને આવું છું.

સીમા : ઠીક છે.પણ જલ્દી આવજે.

શૈલેષ અંદર જાય છે અને રિસેપ્સન ડેસ્ક પર જઈ મેનેજરને બધી વાત કરે છે અને આજુબાજુમાં કોઈ મિકેનિક મળશે કે નઇ એમ પૂછે છે.

મેનેજર : સર, એક મિકેનિક છે થોડીદુર પણ આજે તે આવ્યો નથી એટલે હવે તો તમારી કાર કાલે જ રીપેર થઈ શકશે.
શૈલેષ : (ઉદાસ થઈ જાય છે) બીજો કોઈ રસ્તો નથી.

મેનેજર : ના સર.

શૈલેષ વીલા મો એ પાછો આવે છે.તેને જોતા જ સીમા તેને પૂછે છે.

સીમા : શુ થયું કોઈ મિકેનિક મળ્યો કે નઇ?

શૈલેષ : ના.એક મિકેનિક છે જે કાલે આવશે.

સીમા : તો આજે આખી રાત આપણે શું કરશું?

શૈલેષ : (થોડો રોમેન્ટિક થતા) એ જ કરશું જે બધા હનીમૂન પર કરે છે.

સીમા : (શરમાઈને) પણ આપણે ક્યાં હનીમૂન પર આવ્યા છીએ.

શૈલેષ : અરે તો માની લઈએ ક આપણે હનીમૂન પર આવ્યા છીએ.

સીમા : પણ જઈશું ક્યાં?

શૈલેષ : આ જ હોટેલમાં.બીજે તો ક્યાં જઈશું?

સીમા : ઠીક છે.

બન્ને જણા અંદર જાય છે.

શૈલેષ : (મેનેજરને) એક્સકયુઝ મી.અમને આજ રાત માટે કોઈ રૂમ મળશે?

મેનેજર : સોરી સર.પણ બધા જ રૂમ કાલે સવાર સુધી બુક છે.

શૈલેષ : અરે થોડા પૈસા વધુ લઇ લેજો.

મેનેજર : સોરી સર.

વેઈટર : (મેનેજરને હળવેથી) સર, પેલો રૂમ નંબર 17 ખાલી જ છે તે આપી દો.

મેનેજર : તે રૂમ કોઈને પણ આપવાની સરે ના પાડી છે ને.

વેઈટર : અરે એક રાતમાં સરને શુ ખબર પડવાની.અને પૈસા મળે તે આપણા બે ના.

મેનેજર : પણ તને ખબર છે  ને ત્યાં શુ થાઈ છે.

શૈલેષ બન્નેની વાત સાંભળી જાય છે અને કહે છે આ રૂમ નંબર 17 ખાલી છે તો કેમ નથી આપતા?

મેનેજર : સર પણ અમને તે રૂમ કોઈને પણ આપવાની મનાઈ છે.

શૈલેષ : અરે થોડા પૈસા વધારે લાઇ લેજો.

વેઈટર : આપી દો, સર.

મેનેજર : પણ તે રૂમમાં આત્માઓનો વાસ છે સર.

શૈલેષ : (જોર જોરથી હસવા માંડે છે) અરે ભૂત બૂત જેવું કઈ હોતું નથી.તમે એ રૂમ અમને આપી દો.

મેનેજર : ઠીક છે તો.(તે વેઈટરને રૂમની ચાવી આપે છે અને વેઇટરને રૂમ ખોલી આપવા જણાવે છે.)પણ સર અહીં અંધારું થયા પછી મેઈન ગેટ બંધ થઈ જાય છે અને તે બીજે દિવસે સવારે જ ખુલે છે.

શૈલેષ : કેમ?

મેનેજર : કેમ કે રાત્રે અહીં ભૂત આવે છે એટલે મેઈન ગેટ બંધ જ રાખવો પડે છે.

સીમા અને શૈલેષ બન્ને આ સાંભળી હસવા લગે છે અને હસતા હસતા બન્ને ઉપર જતા રહે છે.તેમનો રૂમ પહેલા માળ પર હતો.રૂમમાં ગયા પછી બન્ને જણા બેડ પર આડા પડે છે.

સીમા : હું ફ્રેશ થઈને આવું છું.

શૈલેષ : ઓકે.

સીમા બાથરૂમમાં જતી રહે છે અને શૈલેષ ત્યાં જ સૂતો હોય છે ત્યાં જ બાથરૂમમાંથી સીમાની ચીસ સંભળાય છે.એટલે શૈલેષ ભાગતો ભાગતો ત્યાં આવે છે.

શૈલેષ : સીમા તું ઠીક છે ને?

સીમા : (બહાર નીકળીને) બાથરૂમમાં મારા પર ગરોળી પડી.

શૈલેષ : શુ તું પણ.હું તો ડરી જ ગયો હતો.

સીમા : અને આ કેવી હોટેલ છે જેમાં બાથરૂમમાં ટોઇલેટરીસ જ નથી.

શૈલેષ : હું હમણાં મેનેજરને ફોન કરું છું.

શૈલેષ રૂમનાં ઇન્ટરકોમમાંથી રિસેપ્સન પર ફોન કરે છે તો કોઈ રિંગ નથી વાગતી.આ જોઈને તેને ગુસ્સો આવે છે અને તે રીસીવર પછાડે છે.ત્યાં તેની નજર પડે છે કે રીસીવરનો વાયર ડિસ્કનેક્ટ કરેલો છે.તે વાયર જોડે છે અને ફરી ફોન કરે છે.

શૈલેષ : (ફોનમાં ગુસ્સામાં) આ બધું શુ છે?અમારા રૂમ માં ટોઇલેટરીસ નથી?જલ્દી મોકલો.

સામેથી : ઓકે સર.

ફોન કર્યાનો અડધો કલાક થઈ જાય છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી.શૈલેષ ફરીથી ફોન કરે છે અને ટ્વિ ખૂબ ગુસ્સા માં છે.

શૈલેષ : (ફોનમાં) આ તમારી રીત છે.એક તો પૈસા વધારે લીધા અને અડધા કલાક પેલા ફોન કર્યો પણ હજુ સુધી કોઈ ટોઇલેટરીસ મુકવા નથી આવ્યુ.

સામેથી : (શાંતિથી ) પણ સર અમે તો જેવો તમે ફોન કર્યો તેવા જ ટોઇલેટરીસ મૂકી ગયા હતા.તમે એક વાર ચેક તો કરો.

શૈલેષ બાથરૂમમાં જઈ ચેક કરે કબે તો ત્યાં હકીકતમાં બધી જ ટોઇલેટરીસ રાખેલી હોય છે.પણ રૂમમાં તો કોઈ નથી આવ્યું.આ જોઈને બન્ને જણા થોડા ડરી જાય છે.

શૈલેષ : અઅઅઅઆ કેવી રીતે બને?

સીમા : (ડરતા ડરતા) મને પણ નથી સમજાતું.

ત્યાં જ બહાર કોઈ જોર જોરથી દરવાજો ખખડાવે છે.શૈલેષ જઈને દરવાજો ખોલે છે તો ત્યાં વેઈટર ઉભો હોય છે.

શૈલેષ : શુ છે ?

વેઈટર : સર,ડિનર.

શૈલેષ : ઠીક છે અને હવે અમને ડિસ્ટર્બ ના કરતા.(તે ડિનર લાઇ લે છે અને દરવાજો બંધ કરી દે છે.)

સીમા : (બાથરૂમમાંથી બહાર નીકળતા જ પૂછે છે)કોણ હતું?

શૈલેષ : વેઈટર ડિનર આપવા આવ્યો હતો.

સીમા : ઠીક છે.

એટલી વારમાં ફરીથી કોઈ દરવાજો ખખડાવે છે.

શૈલેષ : કોણ છે?

પણ કોઈ જવાબ નથી આપતું અને વધુ જોરથી દરવાજો ખખડાવે છે.

સીમા : વેઈટર હશે જા ને જઈને દરવાજો ખોલ.

શૈલેષ : આ વેઇટરને તો હું નહિ છોડું.

શૈલેષ ગુસ્સામાં જઈને દરવાજો ખોલે છે તો બહાર કોઈ નથી હોતું આ જોઈને તેને વધુ ગુસ્સો આવે છે.તે જોરથી દરવાજો બંધ કરે છે.

સીમા : હશે કોઈ બાજુ વલનો નાનો બાળક.

હજી તો તે પાછળ જ ફરે છે ત્યાં ફરીથી દરવાજો ખખડે છે.શૈલેષ હાથમાં ફૂલદાની લાઈને દરવાજો ખોલે કજે તો ફરીથી બહાર કોઈ જ નથી હોતું.

શૈલેષ : કોણ છે......?

આટલું બોલતા જ તેને કોઈ જોરદાર ધકકો મારે છે અને તે દૂર જઈને પડે છે તે ઉભો થઈને જુએ છે તો કોઈ દેખાતું નથી અને દરવાજો બંધ થઈ જાય છે.

સીમા : ( નજીક આવીને)શુ થયું?

શૈલેષ : કોઈએ ધક્કો માર્યો.

સીમા : પણ બહાર તો કોઈ ન હતું.

ત્યાં જ કોઈ સીમાને વાળ ખેંચીને હવામાં ઉંધી કરે છે અને શૈલેષ ને ગળામાંથી પકડીને દૂર ફેંકી દે છે.રૂમની બધી વસ્તુ આમતેમ ઉડવા લાગે છે.થોડીવારે સીમા નીચે પડે છે અને બન્ને જણા રૂમની બહાર ભાગે છે.

જેવા બન્ને જણા નીચે આવે છે તો મેઈન ગેટ બંધ હોય છે.શૈલેષ વેઇટરને દરવાજો ખોલવા કહે છે.

વેઈટર : (હસતાં હસતાં)સર.. દરવાજો તો કાલે જ ખુલશે.કેમ કે દરવાજો બહારથી બંધ છે.

શૈલેષ દરવાજા પર લાત મારે છે.

સીમા : (ખૂબ જ ડરેલી હોય છે)હવે શું થશે?

શૈલેષ : પ્લીઝ દરવાજો ખોલો નહીં તો તે અમને બન્નેને મારી નાખશે.

મેનેજર : સર મેં તમને પહેલા જ કહ્યું હતું તે રૂમમાં આત્મા રહે છે.ઓન તમે ના માન્યા.એટલે હવે મરો.સીમા તો આ સાંભળીને બેભાન થઈ જાય છે.

શૈલેષને તેનો મિત્ર કૌશિક યાદ આવે છે જે આ વિસ્તારમાં એક પોલીસ અધિકારી છે.તે તેને ફોન કરે છે અને તેનું એડ્રેસ કહી બચાવો બચાવો એટલું કહી બેભાન થઈ જાય છે.

બીજે દિવસે સવારે જ્યારે બંનેને હોશ આવે છે ત્યારે તે એક હોસ્પિટલમાં સુતા હોય છે.

સીમા : અમે અહીં ક્યાંથી આવ્યા?

નર્સ : તમને ઇન્સ્પેક્ટર કૌશિક અહીં લાવ્યા છે અને તે આવજ કરી કૌશિકને અંદર બોલાબે છે.

કૌશિક : તમે બંને ત્યાં એ ખંડેરમાં શુ કરતા હતા.

સીમા અને શૈલેષ : (આશ્ચર્ય સાથે) અમે તો હોટેલમાં હતા.

કૌશિક : (હસતાં હસતાં)સમજી ગયો.

તે બંનેને કાઈ સમજાતું નથી કે કૌશિક કેમ હશે છે અને તેને શું સમજાયું.કૌશિક બંનેને લઈને તે હોટેલ પર જય છે તો બન્નેના આશ્ચર્યનો પાર નથી રહેતો.જ્યાં તેઓ ગઈ કાલે હોટેલમાં આવ્યા હતા ત્યાં આજે હોટલનું નામોનિશાન ન હતું હતું તો બસ એક ખંડેર અને એક બોર્ડ હોટેલ સ્વપ્નસૃષ્ટિ.

શૈલેષ : પપ...પણ અહીં તો ગઈ કાલે હોટેલ હતી.

કૌશિક : હા કોઈ એક જમાનામાં અહીં હોટેલ હતી પણ જ્યારે ત્યાં એક મર્ડર થયું તે પછી થોડા જ સમયમાં એક દિવસ આખી હોટલનો સ્ટાફ મુત્યુ પામેલી હાલતમાં મળ્યો અને પછી આ ખંડેર છે.ઘણા લોકોને તમારી જેમ જ આવો ભ્રમ થઈ ચુક્યો છે.પણ તેમાંથી કોઈ જીવતું નથી.તમે નસીબવાળા છો કે જીવતા પાછા આવી ગયા છો.તમારી કાર રીપેર થઈ ગઈ છે તમે શાંતિથી ઘરે જાવ.

શૈલેષ અને સીમા આ સાંભળીને ધુજી રહ્યા છે.પોલીસને ગયાને એક કલાક થઈ ગયો પણ હજુ પણ બંને ત્યાં જ ઉભા છે.

સીમા : શૈલેષ ચાલ હવે.

શૈલેષ કાર સ્ટાર્ટ કરે છે અને તેઓ આગળ વધે છે.જેવા તે થોડે આગળ જાય છે તો શૈલેશને પાછલી સીટમાં હોટલનો મેનેજર દેખાય છે અને તે કહે છે."તમે બન્ને જીવતા પાછા નહીં જાવ" શૈલેશને રોડ પર વેઇટર ઉભેલો દેખાય છે અને તે કારનો કાબુ ગુમાવી દે છે અને કાર સીધી ખાઈમાં પડે છે........

તો કેવી લાગી આ હોરર સ્ટોરી.
જરૂર જણાવજો મને.
હું તમારા જવાબની રાહ જોઇશ.

મળીએ એક નવી વાર્તામાં.