Hu tari yaadma - 15 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં (ભાગ-૧૫)

પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(ગયા ભાગમાં આપણે જોયુકે સ્ટોરીમાં ચિરાગ અને દિતિક્ષા નામમાં બે નવા પત્રોનો ઉમેરો થાય છે જે મિતના કઝીન હોય છે. ડિનર ટાઈમે અંશને ચિરાગ અદિતિ સામે જુએ છે એવું લાગે છે જેના કારણે તેને જીલિયસ ફિલ થાય છે અને સામે દિતિક્ષા પણ અંશ સામે જુએ છે. બધા પોતાના પાત્રો શોધીને ડાન્સ કરવા લાગે છે જેમાં અંશ-દિતિક્ષા એન્ડ ચિરાગ-અદિતિ હોય છે. બીજે દિવસે બધા બીચ પર ફરવા જાય છે જ્યાં દિતિક્ષા અંશ પર ખોબો ભરીને પાણી ઉડાડે છે અને આ વાત અદિતિને સહન નથી થતી અને તે ગુસ્સો કરે છે.)
હવે આગળ.......

અદિતી : હા, કદાચ. કારણકે ખબર નથી મને. મારાથી જે ભૂલ થઈ એના પછી….
દિતિક્ષા : તારો પ્રોબ્લેમ શુ છે ? કઈ ભૂલ ?
(અદિતિ એને અંશ સાથેની બધી વાત ટૂંકમાં જણાવે છે)
દિતિક્ષા : જો અદિતિ, એ આજે પણ ગુસ્સે થતો હોય તે બીજા કોઈ સાથે જોઈને તો એ નક્કી તને પ્રેમ કરે છે. તારે એકવાર એની સાથે વાત કરી લેવી જોઈએ. નહિ તો પછી એવું ના થાય કે તું એને હમેશા માટે ખોઈ બેસે અને મારા જેવું બીજું કોઈ તારા અંશને લઈ જાય. જો તારામાં હિંમત હોય અને તારો અંશ તારે હમેશા માટે પાછો જોઈતો હોય તો તારી પાસે આજે છેલ્લો દિવસ છે. તારા અંશને કોઈપણ રીતે પાછો મેળવી લેજે નહીતો કાલે કદાચ એ બીજા કોઈનો થઈ જશે.
અદિતિ : ઠીક છે, તારો આભાર મને હિંમત આપવા માટે. મારો અંશ મારાથી દૂર નહિ જાય.
દિતિક્ષા : સારું, હવે તારા અંશ સાથે મસ્તી કરું તો મારા પર ગુસ્સે ના થતી હો.
અદિતિ : સારું બસ. નહિ થાવ.
અદિતિ દિતિક્ષા પાસેથી એનો કોન્ટેક્ટ નંબર માગે છે અને પોતાના મોબાઈલમાં સેવ કરી નાખે છે. ફાઇનલી બપોરનો સમય થતા બધા સાથેજ ત્યાં બીચ પર એકસાથે લન્ચ કરે છે અને પછી પાછા જવા માટે નીકળે છે. હોટેલ પર પહોંચતાજ અંશ કાર પાર્ક કરે છે. દિતિક્ષા અને અદિતિ આગળ તરફ ચાલતા થાય છે. અંશ ચિરાગને ઉભો રાખે છે.
અંશ : ભાઈ, તારી સાથે વાત કરવી છે.
ચિરાગ : હા બોલ હું ફ્રી જ છું.
અંશ : તારો પ્રોબ્લેમ શુ છે ? તું અદિતિને તાકી-તાકીને કેમ જુએ છે ?
ચિરાગ : અંશ મને ખોટું બોલવાની આદત નથી અને સાચું કહું તો મને અદિતિ ગમે છે.
અંશ : અદિતિ મને પણ ગમે છે અને એ મારી ગર્લફ્રેન્ડ છે. બોલ હવે શું કરીશું ?
ચિરાગ : શુ ? પણ મેં તો એને તારી નજીક આવતા પણ નથી જોઈ. તમે બંને એકબીજાથી દૂર ભાગો છો.
અંશ : એ અમારો પર્સનલ પ્રોબ્લેમ છે. એમા તારે વચ્ચે પડવાની જરૂર નથી. અમે અમારી રીતે અમારો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીશું.
ચિરાગ : ઠીક છે. સારું થયું કે તે મને જણાવી દીધું વળી હું તો આજે રાત્રે 8 વાગે અદિતિને પ્રપોઝ કરવાનું વિચારતો હતો.
અંશ : ભૂલથી પણ આવી ભૂલ ન કરતો. હવેતો ખબર પડી ગઈ છે ને તને તો બસ.
ચિરાગ : ઠીક છે ચાલ, આઈ હોપ તું તારી અદિતિને મનાવી લઈશ. બેસ્ટ ઓફ લક બ્રો….
ચિરાગ ત્યાંથી ચાલતો થઈ જાય છે. અંશ પોતાના રૂમમાં આવે છે અને રવિને ચિરાગ સાથે જે કાંઈ બન્યું એ જણાવે છે. રવિ એ એ શાંતવના આપે છે અને ચિંતા ના કરવા જણાવે છે અને એ પણ જણાવે છે કે કાલે સવારે તું અદિતિ સાથે એકવાર વાત કરી લેજે કદાચ એ માની જાય. જવાબમાં અંશ ઠીક છે હું સવારે વાત કરી લઈશ એમ જણાવે છે. 
રાતના ૭:૪૫ વાગ્યાનો સમય થતા દિતિક્ષા અદિતિને ફોન કરે છે અને જણાવે છે કે ૮ વાગ્યે મને હોટેલના પાછળના દરવાજા પાસે આવેલા રૂમ પાસે મળજે મારે તારું થોડુંક કામ છે. ૮ વાગતા અદિતિ દિતિક્ષાએ જણાવેલી જગ્યા પર જાય છે. અદિતિ ત્યાં જઈને થોડીવાર ઉભી રહે છે એટલામાં અંશ ત્યાં દોડતો દોડતો પહોંચે છે. અંશન ચહેરા પર થોડો ગુસ્સો અને ડર દેખાય છે. અચાનક અદિતિને ત્યાં જોતાજ એના ચહેરાની નિશાનીઓ બદલાઈ જાય છે અને બોલે છે.
અંશ : અદિતિ, ક્યાં ગયો પેલો ?
અદિતિ : કોણ ?
અંશ : ચિરાગ, તેને તને કાઈ કીધું તો નથી ને ? કાંઈ આડું અવળું બોલ્યો તો નથી ને ?
અદિતિ : અરે ચિરાગ અહીંયા આવ્યો જ નથી. પણ તું અહીંયા શુ કામ આવ્યો છે ?
અંશ : એને શોધતો શોધતો આવ્યો છું પણ તું અહીંયા કેમ આવી છે ?
અદિતિ : હું દિતિક્ષાને મળવા આવી છું. એનો ફોન હતો કે મારે કામ છે તારું એટલે. પણ તું અહીંયા ચિરાગને શોધતો-શોધતો કેમ આવ્યો છું ?
અંશ : મેં એને મારા રૂમ પાસેથી આ તરફ આવતા જોયો એટલે……એ બધું છોડ હવે. મારે તને કાંઈક કહેવું છે એના પહેલા કે ઘણું મોડું થઈ જાય.
અદિતિ : કહેવું તો મારે પણ તને કાંઈક છે. પણ પહેલા તું જણાવી દે.
અંશ : અદિતિ હું તને બીજા કોઈ સાથે નહિ જોઈ શકું. મને નથી ખબર કે મારાથી શુ ભૂલ થઈ હતી પણ હું એની માફી માંગીને ફરીવાર તારો સાથ ઈચ્છું છું. શુ તું મને ફરીવાર માફ કરીશ ? શુ તું મને ભૂલ સુધારવા બીજો ચાન્સ આપીશ ?
અદિતિ : ના, હું તને માફ નહિ કરું.
અંશ : પણ કેમ અદિતિ ? શુ કારણ છે માફ ના કરવા માટેનું ?
અદિતિ : કારણકે તું માફી માંગવાને લાયક નથી. ભૂલ તારી છે જ નહીં તો માફી તારે શુ લેવા માંગવાની ? ભૂલ તો મારી હતી કે મેં જોયા વિચાર્યા વગર તારા પર શક કર્યો. માફી માંગવાની જરૂર તો મારે છે અને હવે મારે આખી જિંદગી તારો સાથ જોઈએ છે. શુ તું મને માફ કરીને મને ફરીવાર અપનાવીશ ?
આના જવાબમાં અંશ અદિતિના હાથ પકડીને પોતાની તરફ ખેંચીને ભેટી પડે છે. અદિતિ પણ પોતાના બંને હાથ અંશ ફરતે વીંટાળીને એને ભેટી પડે છે અને આઈ એમ સોરી અંશ….આઈ લવ યુ સો મચ……બોલતા બોલતા રડી પડે છે. અંશ તેને માથેથી થોડી અળગી કરીને તેના વાળ પાછળ તરફ કરીને કપાળ પર ચુંબન કરે છે અને કહે છે. આઈ લવ યુ ટુ અદિ……….
આટલીવારમાં રૂમ પાસેની લાઈટો ઓન થાય છે અને અજવાળું થતા જ બંનેના ચહેરા એકબીજાને સ્પષ્ટ દેખાવ લાગે છે. અચાનક અંશ – અદિતિ છુટ્ટા પડે છે. બંને સરખા થતા જ એમની નજર પડે છે જ્યાં સામેની દરવાજા બહાર રવિ,પ્રિયા,નીલ,કાવ્યા,ચિરાગ અને દિતિક્ષા ઉભા હોય છે અને અચાનક તે લોકો જોરથી સીટી મારવાનું ચાલુ કરે છે અને બુમો પડવાનું ચાલુ કરે છે. બધા લોકોને અહીંયા એકસાથે જોઈને અંશ – અદિતિ ચકિત થઈ જાય છે. અંશ સમજી જાય છે કે આ બધું આ લોકોનું જ કામ છે.
અંશ : અચ્છા, તો આ બધું તમારા લોકોનો પ્લાન હતો એમને.
પ્રિયા : હા, અમારો જ પ્લાન હતો. તમને બંનેને ફરીવાર એક કરવા માટે નહીતો તમે લોકો આ જન્મમાં કુવારાજ રહી જાત. (હસતા હસતા)
અદિતિ : પ્રિયા……
પ્રિયા : હા બોલ શુ ?
અદિતિ : થેન્ક યુ સો મચ. મને મારો પ્રેમ પાછો આવવા માટે.
પ્રિયા : થેન્ક યુ મને નહિ ચિરાગ અને દિતિક્ષાને કહો. પ્લાન અમારો હતો પણ મહત્વપૂર્ણ રોલ એમનો હતો.
અંશ : સોરી, ભાઈ ચિરાગ. મેં તારા પર ખોટો ગુસ્સો કર્યો એના માટે. પણ આજે તારા કારણે જ મને મારી અદિતિ પાછી મળી છે.
ચિરાગ : અરે ઇટ્સ ઓકે મિત્ર. તમને બંનેને એક કરવા માટે જ તો અમે મહેનત કરી અને એમાં સફળતા મળી એટલે અમે પણ એટલા ખુશ છીએ જેટલા તમે બંને છો.
અદિતિ : થેન્ક યુ સો મચ દિતિક્ષા. આઈ હોપ હવે તને પણ કોઈ સારો જીવનસાથી મળી જાય.
દિતિક્ષા : મારે કોઈ જીવનસાથીની જરૂર નથી. આઈ એમ ઓલ રેડી એંગેજ.
આટલું સાંભળતા બધા લોકો એક સાથે હસી પડે છે. પ્રિયા અદિતિ અંશને જણાવે છે કે ચિરાગ અને દિતિક્ષા બંને એંગેજ છે અને બંને મિતના કલીગ છે. અમે લોકોએ મળીને આ પ્લાન બનાવ્યો હતો તમને બંનેને એકબીજા પ્રત્યે જીલિયસ ફિલ કરાવીને ફરીવાર એક કરવા માટે. એટલામા રવિ બધાને કહે છે કે ચાલો હવે ૯ વાગી ગયા અને મને ભૂખ પણ લાગી છે. ચાલો ડિનર કરતા કરતા બધા સાથે વાતો કરજો અને બધા સાથે નીકળી પડે છે. હોલ તરફ પહોંચતા પહૉચતા અંશ અદિતિને પૂછે છે કે અદિતિ આ વખતે તારા પપ્પા અને ભાઈ બંને ભેગા થઈને મને મારશે તો નહીં ને ? 
એના જવાબમાં અદિતિ જણાવે છે કે ના આ વખતે નહીં મારે તને અને આ વખતે તો હું પણ તારા માટે માર ખાવા માટે તૈયાર છું અને બંને એકસાથે હસી પડે છે. બધા લોકો ડિનર કરતા કરતા વાતો કરે છે અને  અદિતિ  એના અને અંશ વચ્ચે કોલેજકાળમાં જે પણ મિસ અન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી તે બધા સામે ખુલાસો કરે છે. ડિનર પૂરું કરીને બધા લોકો પોતપોતાના રૂમમાં જાય છે જ્યારે અંશ – અદિતિ પોતાની યાદો તાજી કરવા અને મનમાં રહેલી બધી જ દબાયેલી વાતોને એકબીજાને કહેવા માટે એકબીજાનો હાથ પકડીને બહાર ચાલવા માટે જાય છે.

***** 

सुखेन सर्व कर्माणि करिष्यावह गृहे नौ |
सेवां श्वशुरयोश्चापि बंधुनां संस्कृतिं तथा ||
यत्र त्वं वाह्यहं तत्र नाहं वंचे प्रियं क्वचित् |
नाहं प्रियेण वंच्याहि कन्या षष्ठे पदे ब्रवित् ||

ગોળ મહારાજના મંત્રોચ્ચાર ચાલુ હતા અને હોટેલના ગાર્ડનમાં ભવ્ય રીતે તૈયાર કરેલા લગ્નમંડપમાં બધાજ મહેમાનો પોતાની હાજરી આપી રહ્યા હતા. વર-વધૂ  લગ્નના ફેરા ફરી રહ્યા હતા અને જીવનભર એકમેક થઈને સાથ આપવાના વચને બંધાઈ રહ્યા હતા. બધાજ મિત્રો પોતાના હાથમાં ફૂલની પાંખડીઓ લઈને વર-વધૂ પર નાખી રહ્યા હતા અને લગ્નમાં સહભાગી બની રહ્યા હતા. આજે મિત-માનસી લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા હતા પણ સાથે સાથે બે બીજા બે હૃદયો પણ એક થઈ ગયા હતા અને એ બંને હતા આપણા અંશ – અદિતિ. કોલેજ કાળમાં શરૂ થયેલી લવ સ્ટોરી જે અધૂરી રહી ચુકી હતી એ આજે પુરી થઈ ગઈ હતી અને બે રુહોને હમેશા માટે એકબીજામાં પનાહ મળી ચુકી હતી. અદિતિ વર-વધૂ પર ફૂલોની પાંખડીઓ ઉડાડી રહી હતી એટલામાં અંશે અદિતિનો હાથ પકડ્યો અને અટકાવ્યો.

અંશ : લખતો હતો હું વાર્તા, પણ મારીજ વાર્તા બની ગઈ…..
નથી હું કવિ છતાંય મને મારી કવિતા મળી ગઈ....                                                      
અદિતિ : મારા આ શબ્દોને સોનેરી બનાવીને, સજાવનાર કલમ મળી ગઈ......
મને મારી જીવન જીવવાની વજહ મળી ગઈ....

બંને જણા એકબીજા સામે જોઈ રહ્યા જાણે એકબીજાને કહી રહ્યા હોય કે આપણે પણ આજે જ આ બંનેની જેમ એક થઈ જઈએ…..અને આટલામાં ગોળ મહારાજના છેલ્લા શબ્દો સાથે લગ્નની પૂર્ણાહુતિ થાય છે.

यान्तु देवगणाः सर्वे पूजामादाय मामकीम् |
ईष्टकाम प्रसिद्ध्यर्थ मया पुनरागमनाय च ||
गच्छागच्छ सुर श्रेष्ठ स्वस्थाने परमेश्वर |
यत्र ब्रह्मा दयोदेवास् तत्र गच्छ हुताशन ||
गच्छ त्वं भगवनग्ने  स्वस्थाने कुंड मध्यम |
हुतमादाय देवेभ्य शीघ्रं देहि प्रसीद मे ||

સમાપ્ત
★★★★★★

વાંચકમિત્રો, અહીંયા હું તારી યાદમાં (એન અનકન્ડિશનલ લવસ્ટોરી)ની સમાપ્તિ થાય છે. લેખકને અંત સુધી સહકાર આપવા બદલ આપ સૌ વાંચકમિત્રોનો ખૂબ – ખૂબ આભાર. સ્ટોરી વિશેના આપના પ્રતિભાવો  જરૂરથી જણાવશો.
વોટ્સએપ – 720107186
 ઇન્સ્ટાગ્રામ - mr._author  &  nikitabhavani_