Chapti Sindur - 4 books and stories free download online pdf in Gujarati

ચપટી સિંદુર ભાગ-૪

(આગળના ભાગમાં નવ્યા તેના કાકા ના ઘેર ચાલી ગયી છે.. તેને મનાવવા નિકેશ ઘણા કોલ કરે છે પણ નવ્યા રીસ્પોન્સ નથી આપતી... નિકેશ નવ્યા ને કેમ સમજાવવી તે દ્વિધામાં છે અને વિચારોમાં નવ્યા સાથે વિતાવેલા દિવસોની યાદો માં ખોવાઈ જાય છે... એક પછી એક ઘટના તેના સ્મૃતિપટ પર આવે છે....)

નિકેશ તેના ખાસ મિત્ર પ્રજ્ઞેશના વેવિશાળ માટે છોકરી જોવા માટે ગયો હોય છે, અને એ છોકરીનું ઘર નવ્‍યાના ઘરની બીલકુલ બાજુમાં એટલે કે નવ્‍યાના પાડોશીના ઘેર. 

નિકેશ, પ્રજ્ઞેશ તથા તેનો પરિવાર ઘરમાં બેઠાં હોય છે, અને છોકરી જોવા આવ્‍યા હોય છે એટલે છોકરી વાળા ના ઘરમાં ચહલ પહલ વધુ હોય તે તો સ્‍વાભાવિક છે. પાડોશીના નાતે છોકરી વાળા ઘરમાં હાથ બટાવવા નવ્‍યા પણ કામમાં હાથ દેવડાવતી હોય છે.

આ સમય એ છે જ્યારે નિકેશે પ્રથમ વખત નવયાને જોઇ હતી, બન્‍ને અપરિચિત છે એકબીજાથી. નવ્‍યાને જોઇને નિકેશ ત્‍યારે પણ તેના પરથી પોતાની નજર હટાવી શકતો ન હતો. નવ્‍યા છે જ એટલી નમણી કે કોઇ પણ તેને પેલી વખત જુએ તો નજર ના જ હટાવી શકે. તે પ્રસંગમાં છોકરી (નિશા) તો પ્રજ્ઞેશને ગમી ગઇ અને નિશાને પણ પ્રજ્ઞેશ ગમી ગયો માટે બન્‍નેના વેવિશાળ નક્કી થયા. 

પ્રજ્ઞેશ અને નિશાના વેવિશાળ બાદ, નિશાએ જ ‍નવ્યાના ઘરની સ્થિતિ, આર્થિક પરિસ્થિતિની વાત પ્રજ્ઞેશને કરેલી. માટે પ્રજ્ઞેશે નિકેશને નવ્યા માટે કોઇ સારી જોબ શોધવા માટે જણાવેલું હતું. આથી નિકેશે પોતે જ્યાં જોબ કરે છે તે જ સંસ્‍થામાં નવ્‍યાની જોબ કરાવી આપેલી. 

આમ નવ્‍યા અને નિકેશનો એકબીજા સાથેનો પરિચય થાય છે. ત્‍યારબાદ તો બન્‍ને એક જ જ્ઞાતિના હોવાનું પણ તેઓ બન્‍નેને ખબર પડે છે. સાથે કામ કરતાં કરતાં ક્યારે મીત્રતા થઇ ગયેલી તે તેઓ બન્‍ને ને ખબર પણ ના પડી. ‍રોજ નવ્‍યાને પીક અપ કરવી, સાથે કામ કરવું, લંચ સાથે કરવું બધું સામાન્‍ય અને રોજીંદુ હતું. આ ઘટનાક્રમમાં નવ્‍યા ક્યારે નિકેશને ચાહવા લાગેલી, કયારે તેના મનમંદિરમાં નિકેશની છબી વસી ગઇ તે કદાચ નવ્‍યા પણ જણાવી શકે તેમ નથી અને અંદરો અંદર નિકેશ પણ નવ્‍યાને ચાહવા લાગેલો હતો. પરંતુ પોતે મેરીડ હતો, એક સંતાનનો પિતા હતો માટે પોતાની ફીલીંગ્‍સ ક્યારેય દેખાડતો નહિં, એમ કરવામાં ‍નિકેશ પોતે ક્યાંકને ક્યાંક રાશી સાથેના વિશ્વાસઘાત કરતો હોવાની લાગણી પણ અનુભવતો. પણ કહેવાય છે ને કે નિયતીએ જે કરવું હોય તે કરીને જ રહે છે.

નિકેશ અને નવ્‍યા એકબીજાના ખાસ મીત્ર બની ગયા છે. નિકેશ માટે નવ્‍યાની ખુશી સિવાય બીજું કાંઇ જ છે નહિં. એક વાર તો નવ્‍યાના જન્‍મ દિવસે નિકેશે ઓફીસ પર જ પાર્ટીનું આયોજન કરી નાંખ્‍યુ, કેક કાપી, હળવા નાસ્‍તા નું પણ આયોજન કર્યુ અને આખા સ્‍ટાફે નવ્‍યાના જન્‍મ દિવસની ઉજવણી કરેલી. તે દિવસ નવ્‍યાની ખુશીનો તો જાણે કોઇ પાર જ ન હતો. નિકેશ જે રીતે નવ્‍યાની કેર કરતો હતો તે રીતે શાયદ જ નવ્‍યાનું કોઇ ખયાલ રાખતું હશે. 

નવ્‍યા નિકેશને પ્રેમ કરવા લાગી હતી, પણ હજી સુધી નિકેશ પરણિત છે તે વાતની નવ્‍યાને ખબર જ ન હતી. એક દિવસ નવ્‍યાએ નિર્ણય કરી લીધો કે આજે તો નિકેશને તે પોતાના હ્રદયની વાત કહી જ દેશે. ઓફીસ અવર્સ પુરા થવા બાદ નિકેશ નવ્‍યાને ઘરે જે રસ્તે છોડવા જતો  તે રસ્‍તા પર ગાર્ડન પાસે કોફી શોપ હોય છે તે આવતાં નવ્‍યાએ નિકેશને કોલ્‍ડ કોફી પીવાની ડીમાન્‍ડ કરી. નવ્‍યાની ડીમાન્‍ડ હતી નિકેશ ના કહી શકે તેમ જ ન હતો. તેઓ બન્‍ને કોફી શોપમાં જાય છે, ઓર્ડર આપે છે. દરમ્‍યાન તેઓ બન્‍ને વચ્‍ચે ઔપચારિક વાતો શરૂ થાય છે. 

વાત વાતમાં નવ્‍યા નિકેશને કહે છે.... નિકેશ હું તને કાંઇ કહેવા માંગું છું. 

હા બોલને નવ્‍યા શું કહેવું છે નિકેશ જવાબ આપે છે. 

વાત જરા પ્રાઇવેટ છે ધ્‍યાનથી સાંભળ તો કઉં... નવ્‍યા ઇતરાતા શબ્‍દોથી બોલે છે.

હા કહે... શું કહેવું છે.... કોઇ ગમી ગયું છે શું... કે કોઇ બોયફ્રેન્‍ડની વાત કરવી છે.... નિકેશ મશ્‍કરીના મુડથી બોલે છે.

ના બોયફ્રેન્‍ડ જેવી કોઇ વાત નથી.... મજાક જ કરવી હોય તો જાઓ મારે નથી કરવી વાત. ‍નવ્‍યા નારાજ થાય છે.

અરે... અરે... બસ કોઇ મજાક નહીં બસ,.... કહે શું કહેવું છે. નિકેશ વાત વાળે છે.

હા ગમવાની વાત કહું તો મને કોઇ ગમી ગયું છે નિકેશ... નવ્‍યા કહે છે.

જો હતીને મારી વાત સાચી... ખાલી ખાલી નારાજ થતી હતી મારી વાત પર... નવ્‍યા... નિકેશ કહે છે.

હા નિકેશ ..... મને તું ગમી ગયો છે.... અને આ મજાક નથી. અને હું જાણું છું તું પણ મને પ્રેમ કરે છે પણ કહીશ નહીં.... નહીંતર આ સમયમાં તો છોકરાઓમાં જીગર જ નથી હોતીને પ્રપોઝ કરવાની... માટે હું આગળ વધી... આઇ લવ યુ નિકેશ.... નવ્‍યા એક સાથે બધું બોલી જાય છે.

નિકેશની આંખો જ ફાટી જાય છે, એકીટશે નવ્‍યાને જોતો રહે છે. તેને ખબર નથી પડતી કે શું રીએકશન આપે. કુદરત મહેરબાન થઇ છે કે શું ! કે જે મનમાં હતું તે સામેથી મળે છે. નિકેશ વિચારમાં પડી જાય છે. 

બીજી જ ક્ષણે નિકેશને પોતાની વાસ્‍તવિકતાનો ખ્‍યાલ આવે છે કે, પોતે મેરીડ છે અને પોતાના સ્‍વાર્થ માટે જેને પ્રેમ કરે છે તેને દગો તો હું નહિં કરું.....

હેલ્‍લો.... નિકેશ .... કયાં ખોવાઇ ગયો.... આ સ્થિતિ તો છોકરીની હોય કોઇ પ્રપોઝ કરે ત્‍યારે.... તારી કેમ થઇ ગઇ..... નવ્યા નિકેશની મજાક કરે છે.

આ સંભવ નથી નવ્‍યા ..... નિકેશ જવાબ આપે છે.

પણ શુકામ ? નવ્‍યા સામો પ્રશ્‍ન કરે છે. 

નિકેશ શા માટે ઇન્‍કાર કરે છે તે નવ્‍યા સમજી નથી શકતી. ચિંતાની રેખાઓ નવ્‍યાના મસ્તિષ્ક પર આવી જાય છે.

જો નવ્‍યા હું તારાથી કાંઇ પણ છુપાવવા નથી માંગતો.... તારું જીવન બગાડવા હું નથી માંગતો... નિકેશ કહે છે.

પણ આ મારો જવાબ નથી,.... નિકેશ.... નવ્‍યા કહે છે.

નવ્‍યા હું મેરીડ છું અને મારે એક સંતાન પણ છે.... કદાચ તને ખબર નથી. માટે તું આ બધું ભૂલી જા…. નિકેશ કહે છે.

થોડી વાર માટે નવ્‍યાને આઘાત લાગે છે, પણ નિકેશની સત્‍ય પ્રીયતા.... ગમી જાય છે. 

નિકેશ પ્રેમ તો પ્રેમ છે, થઇ ગયો તે થઇ ગયો. હવે કાંઇ ના થાય મારા થી. મારે કહેવું હતું મેં કહી દીધું.... આઇ લવ યુ. હવે હું કાંઇ ભુલી ના શકું અને પ્રેમ એક જ વખત થાય જીવનમાં અને એક સાથે જ થાય. નવ્‍યા કહે છે.

નવ્‍યા સાચું કહું તો મારા હ્રદયમાં પણ ક્યાંકને ક્યાંક તું વસી ગયી છો અને કદાચ હું પણ તને પ્રેમ કરું છું પણ એ રીતે આગળ વધવું વ્‍યાજબી નથી. માટે આપણે જે છીએ તે રહીએ અને સાથે તો છીએ જ ને. નિકેશ નવ્‍યાને કહે છે.

હાશ….તેં એકરાર તો કર્યો નિકેશ... કે તું પણ મને પ્રેમ કરે છે….મારો પ્રેમ સફળ. નવ્‍યા કહે છે.

હા આપણે બન્‍ને એકબીજાને પ્રેમ કરીએ છીએ નવ્‍યા એ સાચું પણ આપણે તે રીતે આગળ નહીં વધી શકીએ સમજી બુધ્‍ધુરામ... નિકેશ કહે છે અને બન્‍ને હસી પડે છે.

વાતો વાતોમાં આ કોલ્‍ડ કોફી હોટ કોફી થઇ ગઇ જો.... ચાલ જલ્‍દીથી પુરી કરીએ અને તને ઘરે ડ્રોપ કરું ઘણી વાર થઇ ગઇ.... નિકેશ કહે છે.

હા... ચોકકસ નિકેશ..... નવ્‍યા કહે છે. 

બન્‍ને ત્‍યાંથી નિકળે છે... નવ્‍યાને ડ્રોપ કરે છે.... નવ્‍યા જાતે જાતે પાછી વળી નિકેશ પાસે જાય છે... અને ફરીથી લવ યુ નિકેશ કહે છે.... નિકેશ પણ મી ટુ.... પણ આપણે જે છીએ .... એમ... કહીને નવ્‍યાને માથા પર હળવી ટપલી મારીને કહે છે..... ચલ બાય... સી યુ ટુમોરો... ટેક કેર... કહીને નિકેશ તયાં થી નીકળી જાય છે.

નિકેશ નવ્‍યાને પ્રેમ તો કરતો જ હતો, પણ તે મેરીડ હોવાથી અને પોતે નવ્‍યા સાથેના સંબંધમાં તે રીતે આગળ વધશે તે વ્‍યાજબી નહિં કહેવાય તે હકિકતથી સંપૂર્ણ રીતે વાકેફ હતો, અને અંદરો અંદર તે એ વાત થી પણ ખુશ હતો કે નવ્‍યા પણ તેને ચાહે છે અને પોતે નવ્‍યા ને ચાહે છે તેની નવ્‍યાને પણ હવે ખબર છે. બન્‍ને જણા એકબીજાને પ્રેમ કરે છે તે હકિકત જ નિકેશ માટે પોતાના જીવનની સૌથી મોટી ખુશી થી વધારે હતી. આ બાજુ નવ્‍યા પણ નિકેશને ખરાં હૃદયથી ચાહે છે, તેના મનમાં પણ નિશ્‍ચલ પ્રેમ છે નિકેશ માટે. મનો મન નિકેશને પોતાનો સર્વસ્‍વ જ માની લીધું છે.

બન્‍ને સાથે કામ કરે છે, સાથે હરવું, ફરવું, જમવું, એકબીજાની કેર કરવી, જરૂરીયાત સમજવી, બન્‍ને એકબીજાની ઇચ્‍છાઓને માન આપતા હતા. બસ સમય તેનું કામ કર્યે જાતું હતું. નવ્‍યા હવે કોઇપણ રીતે નિકેશને ખોવા માંગતી ન હતી અને નિકેશ પણ નવ્‍યાને એટલો જ ચાહે છે, પરંતુ તેઓ બન્‍ને એક થઇ શકશે નહિં, લગ્‍નના પવિત્ર બંધનમાં બંધાઇ શકશે નહિં તે વાત તેઓ બન્‍નેને અંદરો અંદર ખટકતી હતી.

અનેક વખત નવ્‍યા નિકેશને કહેતી નિકેશ આજ નહિં તો કાલે આપણા સંબંધ નું શું થાશે, હું તારા વિના નહીં રહી શકું. તું કાંઇ કરને નિકેશ....

આમા આપણે શું કરી શકશું... તું શાને ચિંતા કરે છે... હમણા તો એવો કોઇ ટેન્‍શન છે જ ક્યાં આપણે સાથે જ છીએને. આપણે આપણું વર્તમાન જીવીએ નવ્‍યા. હું પણ તને ક્યાં ખોવા માંગુ છું નવ્‍યા. આમ કહીને નિકેશ નવ્‍યાની વાત ટાળી જતો. કેમ કે તેઓ બન્‍ને સમજતા જ હતા કે જે રસ્‍તે તેઓ આગળ વધ્‍યા છે ત્‍યાં આગળ ડેડ એન્‍ડ જ છે. પણ તેઓ એકબીજાની સાથેની એકપણ ક્ષણ છોડવા માંગતા ન હતાં. તઓના પ્રેમમાં ક્યાંય પણ વાસના ને સ્‍થાન જ ન હતું. બસ દિવસો પસાર થાય છે બન્‍ને પ્રેમીઓ પોતાનો પ્રેમ નિભાવતા જાય છે અને તેઓના સંબંધની અન્‍ય કોઇને જાણ જ ન હતી.

નિકેશના નવ્‍યાના ઘર સાથે એટલો ઘરોબો થઇ ગયો કે, નવ્‍યાના માતા અનેક વખત નિકેશને તેની પત્‍ની અને પુત્રીને મળવાની જીદ પણ કરતા. એટલું જ નહીં નવ્‍યા પણ રાશી સાથે મળવાની અનેક વખત જીદ કરતી. એક દિવસ નવ્યા.ઓફીસ અવર્સ પછી નિકેશને તેના ઘેર લઈ જવાની જીદ કરે છે....નિકેશ શું કરવું એ સમજી નથી શકતો.....

ક્રમશઃ...