Chapti sindur - 8 books and stories free download online pdf in Gujarati

ચપટી સિંદુર - ભાગ-૮

(ભાગ-૭માં નવ્યા અને પ્રશાંત હનીમુન પર ગયા હોય છે. એક દિવસ સવારના નિકેશ બ્રેકફાસ્‍ટ કરી રહ્યો હોય છે ત્યાં પ્રજ્ઞેશનો કોલ આવે છે, પ્રજ્ઞેશ બીજું કાંઇ નહીં ટી.વી. ઓન કરી ન્યુઝ જોવાનું કહે છે)

પ્રજ્ઞેશને આ રીતે ગભરાયેલ સમજીને નિકેશ જલ્‍દી થી ટી.વી. ઓન કરે છે અને ન્યુઝ રાખે છે. સમાચાર હોય છે કે કુલુ મનાલી ની કપલ ટુરની કોઇ બસનું એકસીડન્‍ટ થઇ ગયેલ હોવા અને તેમાં કુલ્‍લ ચાલીસ થી વધુ લોકોના મૃત્‍યુના સમાચાર જુએ છે. આ સાંભળી રાશી અને નિકેશના પગ તળેથી જમીન સરકી પડે છે. કેમ કે નવ્યા અને પ્રશાંત પણ કપલ ટુરમાં કુલુ મનાલી જ ગયા હોય છે.

રાશી જલ્દીથી નવ્યાને કોલ કરે છે, તેનો સેલ ફોન આઉટ ઓફ રીચ આવે છે, પ્રશાંતને કોલ કરે છે તેનો સેલ પણ આઉટ ઓફ રીચ આવે છે. શંકાના વાદળો ગેરાતા જાય છે.
નિકેશ બન્‍નેના સેલ ફોન આઉટ ઓફ રીચ છે.

હે ભગવાન કાંઇ ખોટું ના થયું હોય ... રાશી નિશાશો નાંખી બેસે છે.

કાંઇ જ નહીં થયું હોય, નવ્યા અને પ્રશાંત ગયા હોય તે જ બસ હોય એવું થોડીને છે અને ફરવા ગયા છે ત્યાં આમેય નેટવર્ક ના કારણોસર કોલ ના લાગે તું ચિંતા ના કર.. નિકેશ કહે છે.

ત્‍યાં તરત જ ન્‍યુઝમાં હેલ્‍પલાઇન નંબર પણ ડીસપ્લે થાય છે. નિકેશ ઝટથી તે નંબર પર કોલ કરે છે અને સમાચાર અંગેની પુષ્‍ટી મેળવે છે, તે સાંભળીને નિકેશ પડી ભાંગે છે અને સોફા પર જ બેસી જાય છે.

શું થયું નિકેશ... કાંઇ બોલો તો ખરાં ... શું થયું અને તમને શું થાય છે... રાશી એક સાથે બોલતી જાય છે.

રાશી.... રાશી.... તારી ચિંતા વ્‍યાજબી જ છે તે એ જ બસ છે જેમાં નવ્યા અને પ્રશાંત ગયા છે.

હે ..... ભગવાન... તારાથી કોઇની ખુશી જોવાતી નથી નહીં... રાશી બળાપો કાઢે છે.

નિકેશ પ્રજ્ઞેશને કોલ કરે છે અને તે ઇન્‍સીડેન્‍ટ વાળા સ્‍થળે તપાસ માટે જવા માટે કહે છે અને તેઓ બન્‍ને જણા કુલુ મનાલી જવા નીકળી જાય છે.

ત્યાં પહોંચી તેઓ દરેક હોસ્‍પીટલ ફરે છે.. સરકારી ખાતામાંથી એક્સીડન્‍ટ અન્‍વયે મૃતકોની, ઘાયલોની વિગતો મેળવે છે. તપાસમાં પ્રશાંત એકસીડન્‍ટમાં મૃત્‍યુ પામ્યો છે તે જાણવા મળે છે અને નવ્યાની કોઇ જ ભાળ નથી તેવા પણ સમાચાર મળે છે. નિકેશ દુઃખમાં ઘરકાવ થઇ ગયો છે. શું કરવું,... શું ના કરવું કાંઇ જ ખબર નથી. પડતી.

એક્સીડન્‍ટમાં મૃત્‍યુ પામેલ મૃતકોના શવ સીવીલ હોસ્‍પીટલ ના મોર્ગ રૂમમાં રાખેલા હોવાની માહીતી મળતાં તેઓ બન્‍ને ત્યાંની સીવીલ હોસ્‍પીટલમાં તપાસ કરે છે. ત્યાં પ્રશાંતના શવનું આઇડેન્‍ટીફીકેશન કરી બધી ફોર્માલીટીઝ પુરી કરે છે.

નિકેશ પ્રશાંત અકસ્‍માતમાં અવશાન પામ્યો છે અને ‍નવ્યાના કોઇ સમાચાર નથી તે બધી સૂચના રાશીને આપે છે અને રમણકાકાની ખ્યાલ રાખવા, કિશોરકાકા ને સમાચાર આપવા, પ્રશાંત ની બોડી પ્રજ્ઞેશ લઇ આવતો હોવા અને તે નવ્યાને શોધવા ત્યાં જ રોકાશે તેવું કહે છે. પ્રજ્ઞેશ પ્રશાંતની બોડી લઇ ને નીકળી જાય છે.

નિકેશ નવ્યાની તપાસ કરતો રહે છે. બે ત્રણ દિવસ નીકળી જાય છે પણ નવ્યાની કોઇ ભાળ નથી મળતી. અંતે સીવીલ હોસ્‍પીટલમાં કોઇ સ્‍ત્રી અકસ્‍માતમાં ઘાયલ છે અને કોમામાં ચાલી ગયેલી છે અને તેના કોઇ સંબંધી પુછવા પણ નથી આવ્યા તેવી ચર્ચાઓ સંભળાય છે.

નિકેશ સીવીલ હોસ્પીટલમાં તપાસ કરે છે અને તે સ્‍ત્રી બીજી કોઇ નહીં પણ નવ્યા જ છે. તે જાણીને ખુશ થઇ જાય છે... પણ... .પણ .... નવ્યા તો કોમામાં જ છે. શું કરવું શું ના કરવું તે ફરી અસમંજસમાં પડી જાય છે.

નિકેશ રાશીને કોલ કરે છે અને કહે છે કે નવ્યા મળી ગઇ છે... સાંભળી ને રાશી ખુશ થઇ જાય છે, પણ....

પણ શું નિકેશ... રાશી પુછે છે...

પણ નવ્યા કોમા માં છે..નિકેશ કહે છે.

આ સાંભળીને રાશીને આઘાત લાગે છે.

રાશી હું થોડા દિવસ હજી અહીં જ છું ... નવ્યાંને ત્યાં લઇ આવવા માટે શું કરી શકાય છે તે જોઉ;... એમ કહે છે. રાશી ઓકે કહે છે અને પોતાનું ખ્યાલ પણ રાખવાનું કહે છે.

હોસ્પિટલમાં ડોક્ટર્સ ના કહેવા મુજબ નવ્યાની સ્થિતિ ઘણી નાજુક હોવા, હાર્ટ બીટ અનિયમિત હોવાથી અને કોમામાં હોવાથી જ્યાં સુધી બ્લડ પ્રેસર અને હાર્ટ બીટ કન્ટ્રોલમાં ના આવે ત્યાં સુધી પેશન્ટને ડીસ્ચાર્જ આપવું કે અન્ય સ્થળે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવું વ્યાજબી નહીં હોવાની સલાહ આપે છે. નિકેશ સ્થિતિની ગંભીરતા સમજી જ્યાં સુધી ઓકે ના થાય ત્યાં સુધી ત્યાં જ રોકવાનું નક્કી કરે છે.

દિવસો ઉપર દિવસો વિતતા જાય છે. દસ બાર દિવસ બાદ નવ્યાની સ્થિતિમાં સુધારો આવે છે પણ હજી નવ્યા કોમા માં જ છે. નિકેશ હોસ્પિટલમાં નવ્યા ના બેડ પાસે નવ્યાનો હાથ પકડીને બેઠો બેઠો નવ્યાથી એકલો જ વાતો કરતો હોય છે. નવ્યા ને હોશમાં આવવા વિનવે છે પણ નવ્યા તો અચેત છે. તેને કાંઈ જ અસર નથી થાતી.

અચાનક જ નિકેશના મોબાઈલની રીંગ વાગે છે... સ્ક્રીન પર નવ્યા નો કોલ જોઈ અચંભીત થાય છે... નિકેશ કોલ રીસીવ કરે છે... સામે થી ઈસ ધેર મી. નિકેશ ?

યસ નિકેશ હીઅર... નિકેશ રીપ્લાય આપે છે.

હું જર્નલિસ્ટ કવિતા બોલું છું. થોડા દિવસો પહેલાં જે અકસ્માતનો બનાવ બનેલો તે સ્થળ પર થી મને એક સેલ ફોન મળેલો. તેમાં કોઈ રાશીના ઘણા મીસ્ડકોલ હતાં તે નંબર પર કોલ કરતાં તેમણે મને આપના નંબર આપેલા એટલે આપને કોલ કર્યો છે. આપને આ સેલફોન ક્યાં આપી જાવ.

જી આપનો ખૂબ આભાર. રાશી મારા પત્ની છે અને આપની પાસે જે સેલફોન છે તે મારા રીલેટીવ જેઓ તે અકસ્માતમાં ઈન્જર્ડ છે તેમનો છે. હાલમાં હું અહીં જ સીવીલ હોસ્પિટલમાં જ છું. આપ મને અહીં આપી જશો તો આપનો આભારી રહીશ. નિકેશ કહે છે.

નો નો ઈટ્સ ઓકે. હું ત્યાં આવીને આપને ફરી કોલ કરીશ. કહીને કોલ કટ કરે છે.

નિકેશે નવ્યા ના કોલ માટે રીંગટોન સજી નહીં બારાત તો ક્યા વાળા સોંગ ની રાખેલી હતી પણ ત્યારબાદ નવ્યા નો એક પણ કોલ નિકેશ ને આવતો જ ન હોવાથી તે રીંગટોન રાખેલ હોવાનું ખુદ જ ભૂલી ચૂક્યો હોય છે.

નિકેશ બસ કોઈપણ રીતે નવ્યા કોમા માંથી બહાર આવી જાય તે જ ઈચ્છતો હતો. એ જ વિચારોમાં બેઠો હતો ત્યારે ફરીવાર નિકેશ નો સેલફોન વાગે છે ને રીંગટોન પેલા ગીતની વાગી રહી છે.

કહે છે ને કે પ્રેમ જો સાચો હોય તો ભગવાને પણ નમવું પડે છે. નવ્યા અને નિકેશના પ્રેમ સંબંધને નામ આપનાર ગીત આજે નવ્યા માટે સંજીવની બની ગયો ગીતના શબ્દોથી અચેત નવ્યામા ચેતના જાગી ઉઠે છે અને નવ્યા કોમા માંથી બહાર આવી જાય છે. નિકેશ માટે આ એક ચમત્કારથી ઓછું ન હતું.

ક્રમશ: