તું જ છે મારો પ્યાર - 5

રોહિત ઓ રોહિત જલ્દી તયાર થયો કે નહીં મોડું થાય છે છોકરી વાળા રાહ જોઈ રહ્યા હસે. સારું મમ્મી હું તો ત્યાર જ છું આ તમારો લાડલો ભાવેશ જોને બહુ વાર લગાડે છે કેમ એને છોકરી જોવા જવી હોય. ઓય બીગ બ્રો છોકરી ભલે તમે જોવો પણ પસંદગી તો મારી જ હોય હું કહું તો જ હા હો..... ઓકે બાબા તું કે તેમ હવે કરીશ 

રોહિત, ભાવેશ અને તેના મમ્મી પપ્પા ગાડી માં છોકરી વાળા ને ત્યાં પહોંચી બેલ વાગડયો. ટીક ટોન ત્યાં તો દરવાજો ખોલતા જ પ્રિયા નોં સૂરીલા અવાજ સંભળાયો આવો આવો જય શ્રી કૃષ્ણ પધારો પધારો તમારી તો રાહ જોઈ રહ્યા છીએ અંદર પધારો....

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસો બેસો. પ્રિયા બેટા મેમાન માટે પાણી અને નાસ્તો લઈ આવ. બને પરિવારો વચ્ચે વાત સાલી રહી હતી. પ્રિયા બેટા રોહિત તને ગમે છે હા પપ્પા તમે રાજી તો હું રાજી. પણ રોહિત ને પૂછો ? ત્યાં તો ભાવેશ બોલ્યો હા હા અમને તો પ્રિયા ગમી. બોલો બ્રો પ્રિયા ગમે છે ને. હા મને તો ગમે છે પ્રિયા પણ મમ્મી પપ્પા રાજી તો હું રાજી.

લો વેવાઈ મોં મીઠું કરો. તમે પણ લો. સગાઈ ની તારીખ નક્કી કરી લઈ. હા હા આવતા મહિને રાખીએ...

સગાઈ ની ખરીદી મા રોહિત પ્રિયા સાથે ખરીદી કરે પણ પ્રિયા ભાવેશ ની પસંદગી ને જ માન્યતા આપતી, ભાવેશ જે પસંદ કરે તેમાં પ્રિયા ને ખુબ ગમતી. ભાવેશ હમેશા દોસ્ત જેમ પ્રિયા ને પીયૂ કહીને બોલાવે. સગાઈ ની તૈયારી રોહિત ની હતી પણ લાગતુ હતું કે ભાવેશ ની પસંદગી પર બધી ખરીદી થતી હતી.

સગાઈ ની તયારી મા પ્રિયા અને ભાવેશ એક બીજા સાથે સાથે ખરીદી કરે અને રોહિત તો બસ જોયા કરે, બધી વસ્તુ મા પ્રિયા રોહિત કરતા ભાવેશ ને પસંદગી માગતી. આમ ભાવેશ અને પ્રિયા ફ્રેન્ડ ની જેમ વર્તાવ કરે. ધીમે ધીમે પ્રિયા રોહિત કરતા ભાવેશ સાથે ફોન માં વાતો કરતી.

ભાવેશ અને પ્રિયા ના આ વર્તન થી કોઈ ને પણ તકલીફ ન હતી બધાં ને એમ લાગતું કે ભાવેશ તો પ્રિયા ને ભાભી ની જેમ બહુ ધ્યાન રાખે છે. પણ તે લોકો ને ક્યાં ખબર હતી કે આગળ શું થવાનું છે.

સગાઈ નો દિવસ હતો બંને પરિવારો બહું ખુશ હતા, પ્રિયા ના મનમાં સગાઈ ની ખુશી થોડી ઓછી જોવા મળી. રોહિત અને પ્રિયા એક બીજા અંગૂઠી પહેરાવી રહ્યા હતા, પણ પ્રિયા નું ધ્યાન તો ભાવેશ બાજું હતું. ભાવેશ ને ખબર પડી કે પ્રિયા મારી સામે જોવે છે અને મારા પ્રત્યે કાંઈક ફીલ થય રહ્યું છે, ભાવેશ ત્યાં પહોંચી બોલ્યો ભાભી બ્રો રાહ જોઈ રહ્યા છે તેને અંગૂઠી નહીં પહેરાવો. હા હા ભાવુ પ્રિયા કાન માં જઈ ભાવેશ ને કહ્યું મને ભાભી ન બોલાવ હું તારી ફ્રેન્ડ છું. ઓકે ઓકે બાબા જલ્દી રસમ પુરી કરો.

દિવસ કેડે દિવસ જવા લાગ્યા લગ્ન ની તારીખ નજીક આવવા લાગી પ્રિયા ભાવેશ માં એટલી ખોવા લાગી કે તેને ખબર ના રહી મારી લગન ની તારીખ નજીક આવી ગઈ. પ્રિયા મન મા મુંઝાવા લાગી લગન મારા રોહિત સાથે થવાના છે ને હું ભાવેશ ને પ્રેમ કરી બેઠી. જો રોહિત સાથે લગ્ન કરીશ તો ભાવેશ તો રોજ મારી સામુ હસે. મારું લગ્ન જીવન તો અંધકાર માં ડૂબી જાસે. મારે જ રસ્તો કાઢવો પડશે.

પ્રિયા ભાવેશ ને ફોન કર્યો તરત જ બોલી
 I love you ભાવેશ
ભાવેશ થોડી વાર માટે તો કસૂ બોલી પણ ન શક્યો આખરે બોલ્યો પીયૂ આ શું બોલે છે. તારા લગ્ન મારા ભાઈ સાથે થવાના છે ને તું મને પ્રપોઝ કરે છે. ભાવેશ હું તારા વગર નહીં જીવી શકું. તને તો ખબર જ છે કે હું તને પ્રેમ કરું છું. તો સા માટે ગભરાઈ છે. પણ પ્રિયા આપણા પ્રેમ માં બે પરિવાર નું મિલન નહીં અમિલન થઈ જાસે. નહીં હું મારા ઘર નોં રહીશ ના તું તારા ઘર ની. સાંભળ ભાવેશ તું મને પ્રેમ કરે છે. હા પીય. તો બસ સાલ આપણે ભાગી જઈએ. ના ના પીયૂ ભાગશુ તો બદનામ થશુ એના કરતાં કોઈ રસ્તો કાઢીએ.
I love you પીયૂ
I love you to ભાવેશ

ભાવેશ તેના બ્રો ને તેના પ્રેમ ની વાત કરે છે. રોહિત ભાવેશ ને ધમકાવે છે તું આવું કરી બેઠો તને ખબર ન હતી તારી ભાભી કહેવાય. પણ બ્રો પ્રેમ થોડો કોઈ જોવે છે બસ થઈ જાય છે. તમને ખબર હતી કે પ્રિયા તમારી કરતા મારી સાથે વધુ સમય પસાર કરતી. બ્રો તમે જે કહેશો તે હું કરવા ત્યાર છું. ઓકે ભાવેશ તો બધું મારા પર છોડી દે.

ભાવેશે પ્રિયા ને સમજાવી દીધી કે રોહિત ભાઈ આપની સાથે છે. તું ગભરાઈશ નહીં આપણે ચોકસ એક થઈશુ.

રોહિત જાન લઈ લગ્ન મંડપમાં પધારે છે. પ્રિયા પણ મંડપમાં આવે છે. પ્રિયા વિચાર કરતી હતી કે હવે છું કરશે ભાવેશ. હવે જો મોડું કરશે તો મારે ન છુટકે રોહિત સાથે લગ્ન કરવા પડશે.

રોહિત લગ્ન મંડપ માંથી ઊભો થયો ને બધા સંભાળે તેમ બોલ્યો હું આ લગ્ન નહીં કરું. ત્યા તો સન્નાટો છવાઈ ગયો. પણ બેટા કેમ? ના પપ્પા મારે પ્રિયા સાથે લગ્ન નથી કરવા. બેટા હવે જાન તો પાછી નહીં જાય આ તો મારી આબરુ નો સવાલ છે. હા પપ્પા જાન પાછી નહીં જાય.

રોહિત ભાવેશ ને મંડપ પાસે બોલાવ્યો પ્રિયા ને કહ્યું પ્રિયા તું કોને પસંદ કરે છે. હા હું ભાવેશ ને પસંદ કરું છું ભાવેશ પણ બોલ્યો હું પ્રિયા ને પસંદ કરું છું.

તમારી બધા રાજી હોવ તો હું પ્રિયા સાથે લગ્ન કરું. રોહિત હા હા હું રાજી છું. રોહિત ના પપ્પા બોલ્યા વેવાઈ દીકરી તો મારા ઘરે આવવાની છે. બોલો રાજી છો ને. હા વેવાઈ મારી દીકરી જયા રાજી ત્યાં અમે રાજી.

ભાવેશે પ્રિયા ને મંડપમાં તેડી લીધી.
પ્રિયા i love you
ભાવેશ I love you to જાનુ

જીત ગજ્જર 

***

Rate & Review

Verified icon

Jayant 3 months ago

Verified icon

Thakker Maahi 3 months ago

Verified icon

Bhumi Patel 4 months ago

Verified icon

Bhagavatiben 4 months ago

Verified icon

preeti gathani 4 months ago