Tu j che maro pyar - 7 books and stories free download online pdf in Gujarati

તું જ છે મારો પ્યાર - 7

નિશા ચા લઈશ કે કોફી. અને વિકી તારા માટે શું ઓર્ડર કરું. બધા માટે રાજ કોફી નોં ઓર્ડર આપી દે.

સાલ ને નિશા ડેટ પર જઈએ. તને કેટલી વાર કહું રાજ આપણે જસ્ટ ફ્રેન્ડ છીએ આમ વારમ વારમ પૂછી મિત્રતા નું અપમાન નાં કર. ઓકે નિશા પણ આપણે થોડુ આગળ વધવું જોઈએ. રાજ મારી કૉલેજ પુરી થાય પછી વિચારીશ ત્યાં સુધી મને આમ ડેટ ની વાત ના કર. ચાલો હવે લેક્ચર મિસ થઈ જાસે.

રાજ અને વિકી રોમાન્ટિક તો ખરા પર તેમાં કોઈક ને ટોર્ચર કરવાનો મોકો છોડે નહીં. આનો ચિકાર રોજ થાય છે મન.
મન રોજ કેન્ટિન માં ચા પીવા આવે અને રોજ તે રાજ અને વિકી ચિકાર થાય પણ મન એકદમ સાંત અને કામ થી કામ રાખે. નિશા રાજ અને વિકી ને ટોકે પણ તે આવું રોજ કરે. મન ના સાંત સ્વભાવ થી નિશા તેની પર લાગણી ની નજરે જોતી.

નિશા બેટા સૂતા પેલા જમી લેજે.. હા મમ્મી.. મમ્મી તું આ કામ છોડી કેમ દેતી નથી. બેટા હું જે કામ કરું છું તે એક દલદલ છે અને એક વખત તે દલદલ માં પડી ગયા પછી પાછું નીકાળી નહીં શકાતું અને જો કોશિશ કરી ને નીકળો તો સાફ કરવા ગંગા જોઈએ એ તો અહીં નથી. બેટા તું ભણી ને અહીંથી દૂર જતી રહેજે હું તને સેક્સ વર્કર નથી બનાવવા માગતી. બાઈ બેટા, બાઈ મમ્મી. 

બપોર નો સમય થયો મન ને કૉલેજ ની બાલ્કની માં નિશા જુએ છે. મન ઓ મન ઉભો રહે મારે વાત કરવી છે શું બોલ નિશા. I am sorry તને મારા ફ્રેન્ડ તંગ કરે છે એટલે પણ તું કેમ બોલતો નથી. હું... હું શાંત અને એકલો મને જગડવા મા કોઈ રસ નહી. તે તેનું કામ કરે હું મારું કામ કરે થાકી જાસે એટલે બંધ થઈ જાસે. પણ તું અહીં.... મને તારી સાથે વાત કરવામાં સારું લાગે છે. મન નાસ્તો કરીશ પણ અહીં, હા કેમ નહીં મારા મમ્મીએ હાથ થી આલુ પરોઢા બનાવ્યા છે. લે.. કેવું લાગ્યું. બહુ સરસ છે. અને મીઠાસ પણ છે. નિશા તારી ઘરે કોણ કોણ છે. હું અને મમી. તારે કોણ કોણ... હું મમ્મી, પપ્પા બહેન અને નોકર. તો તો તું ખુશ નસીબ છો. તારે ફેમીલી છે. અરે નાના, તું તો તારા મમ્મી સાથે ટાઇમ તો ગાળે છે મારે તો તેની સાથે વાત પણ થતી નથી. કેમ ? પપ્પા IAS એન મમ્મી કલેકટર બહેન છે તે ઓસ્ટ્રેલિયા હવે કે કોણ મારી સાથે ટાઇમ સ્પેન્ડ કરે. ઓકે સારું બાય...

કોલેજ મા મ્યૂઝિક એવોર્ડ માટે સ્ટુડન્ટ ને કોલેજ તરફ થી પાર્ટીસિપેટ માટે ફરમાન આપવામા આવે છે. તેમાં રાજ નું બેંડ હોવાથી નિશા પાર્ટીસિપેટ થાય છે અને મ્યૂઝિક એવોર્ડ માટે ગ્રુપ ખૂબ મહેનત કરે છે. સાથે સાથે નિશા ને ટાઇમ મળે એટલે મન ને મળવાનું ચૂકે નહીં. આમ તે બંને ખાસ ફ્રેન્ડ બની ગયા. મન ને પણ નિશા સાથે રહેવાથી એકલતા માંથી બહાર નીકળ્યો એવું ફીલ થવા લાગ્યું.

કોલેજ મા એવોર્ડ માટેનો આજે દિવસ હતો. નિશા ને ખબર હતી કે અમારી મહેનત રંગ લાવશે. બધા શો જોવા હાજર હતા. મન પણ હતો. શો શરૂ થાય છે નિશા ના ગ્રૂપ નો વારો આવે છે ગ્રુપ ખૂબ સારું પર્ફોર્મન્સ કરે છે અને વિનર ઘોષિત થાય છે. ટ્રોફી નિશા ના હાથમાં આવતા ખુશ થઈ પણ તેને ક્યાં ખબર હતી મારી ખુશી થોડો સમય રહેંસે.

તે સમયે પત્રકાર નિશા ને થોડા સવાલ પૂછે છે. નિશા પુરા જવાબ આપી નથી શકતી. પત્રકાર ને તેના વીસે જાણવા ની જિજ્ઞાસા થાય છે. તે તેની બધી માહિતી મેળવી લે છે.

બીજે દિવસે અખબાર માં આવે છે કે એક પ્રોસ્ટીટ્યુત ની દીકરી મ્યૂઝિક કોમ્પિટિશન માં વિનર. ત્યાં તો કૉલેજ માં નિશા ની સાથે વિપરીત પરિસ્થિતિ ઉભી થઈ કાલે વાહ વાહ કરતું આજે તેને તાના મળ્યું મારવા. કૉલેજ માં તેની ખૂબ બદનામી થઈ. કૉલેજ પ્રિન્સીપાલ ઉપર દબાણ આવ્યું. નિશા ને કૉલેજ માંથી બરતરફ કરવામાં આવી.

નિશા પડી ભાંગી હવે કૉલેજ જઈ શકે તેમ નહોતી અને ઘરે જાસે તો તેના મમ્મી ના ધંધામાં પડી જાસે. એટલે નિશા ખૂબ હિમ્મત વાળી હતી, આત્મ હત્યા નોં વિચાર પણ નોં કર્યો. તે સીધી મન પાસે જાય છે. મન ને બધી વાત કરે છે. આખરે મન ને ગળે વળગી ખૂબ રડી. રડતી રડતી બોલી...
I love you..... મન
મને તેના આંસુ લૂસ્યા આશ્વાસન આપ્યું. તું ચિંતા ના કર હું છું ને. નિશા હું પણ તને પ્રેમ કરું છું પણ પેલા મારું ફ્યુચર્. પછી પ્રેમ. પણ હું કોઈ ને કોઈ રસ્તો કાઢુ છું.
I love you નિશા

મન નિશા ને લઈ તેના ઘરે લઈ ગયો તેના પપ્પાને બધી વાત કરી. પપ્પા અમને તમારી મદદ ની જરૂર છે. બેટા આજે તમે નિરાંતે આરામ કરો કાલે હું કોઈ રસ્તો કાઢુ છું.

બીજા દિવસે મન અને નિશા ને તેના રૂમમાં બોલાવે છે. બેટા એક સરતે મદદ કરું જો તમે બંને તમારો અભ્યાસ પૂરો નહીં કરો ત્યાં સુધી તમે લગ્ન નહીં કરો. પપ્પા હું તમને વચન આપું છું. મન ના મમ્મી ત્યાં આવી વિરોધ વ્યક્ત કરે છે પણ આખરે તે પણ માની જાય છે. લે બેટા ઓસ્ટ્રેલિયા ની બે ટિકિટ અને ત્યાં તારી બધી વ્યવસ્થા કરી આપી છે. જા બેટા જા તારી જીંદગી તું જીવી જા.

મન, નિશા ખુબ રડ્યા અને મમ્મી પપ્પા નો ખૂબ આભાર માન્યો ને આશીર્વાદ લીધા.
મન :I love you મમ્મી, I love you પપ્પા. બેટા નિશા નું ધ્યાન રાખજે. 

 મન નિશા ને આલિંગન આપી બોલ્યો. 

I love you નિશા 
I love you to મન 

જીત ગજ્જર