તું જ છે મારો પ્યાર 6

પપ્પા મને આશીર્વાદ આપો કે હું એન્જીનીયરીંગ મા ટોપ કરી આવું. બેટા વડોદરા કરતા અહીં કરે તો વધારે સારું. મમ્મી પપ્પાને સમજાવ ને અહીં કરતા વડોદરા નું ભણતર બહું સારું છે. ઓકે બેટા જેવી તારી મરજી.. જવા દવ એક સરતે રોજ ફોન કરવો પડશે. હા મમ્મી, પપ્પા ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તારું ધ્યાન રાખજે.

આ સ્ટોરી નું મહત્ત્વ નું પાત્ર નું નામ તો ભૂલી ગયા. નામ છે જીત. હું નહીં પણ મારો મિત્ર જીત.

જીત વડોદરા પહોચી એક રૂમ રાખી જેમાં તુષાર અને રસિક તેના નવા મિત્રો હતા એક અમરેલી અને બીજો ભાવનગર ના હતા. પહેલા દિવસે ખૂબ મસ્તી કરી. તેમાં રસિક ને છોકરી પાછળ લટ્ટુ થવાનો બહુ શોખ પણ મેળ પડે નહીં. ત્રણે મિત્રો એક નિયમ રાખ્યો કે સવાર માં ગર્લ્સ કોલેજ માંથી પસાર થવું. પણ કોઈ ની છેડતી નહી કરવાની.

કોલેજ નો પહેલો દિવસ ગર્લ્સ કોલેજ પાસેથી પસાર થયા ને ગેટ પાસે ત્રણે મિત્રો બેઠા. તેજ સમયે જીત ના મમ્મીનો ફોન આવ્યો. કવરેજ નોં પ્રોબ્લેમ થયો એટલે જીત રોડ પર જઈ હલો હલો કહેવા લાગ્યો. તેને ખ્યાલ નોં રહ્યો કે હું ક્યાં છું બસ ફોન માં મશગુલ રહ્યો. ત્યાં થી અચાનક એક બુરખા વાળી છોકરી જીત ની બાજુમાંથી પસાર થઈ જીત ને લાગ્યું કે મારો ફ્રેન્ડ છે તરત તેનો હાથ પકડી ફોન પર વાત કરવા લાગ્યો. તે ને ખ્યાલ ન રહ્યો કે મેં એક છોકરી નોં હાથ પકડ્યો છે. છોકરી હાથ સોડવાની ઘણી કોશિશ કરે પણ જીત તો ફોન માં વ્યસ્ત તો હાથ કેમ છૂટે. આખરે જીત નોં ફોન પુરો થતાં ખ્યાલ આવે છે કે તેને એક છોકરી નો હાથ પકડયો છે. હાથ છોડે છે પણ જીત છોકરી ની આંખ જ જોઈ રહ્યો. તે છોકરી પણ જતી જતી પાછી વાળી ને જીત ને નિહાળતી રહી.

હવે જીત ને તેની આંખો નજર સામે આવવા લાગી. તેની આંખો માં ખોવાઈ ગયો હોય તેવો ભાસ થયો. રાતે જીત ને નિંદર પણ ન આવી માંડ માંડ સવાર પડયું.

જીત અને તેનાં ફ્રેન્ડ સવારે ગર્લ્સ કોલેજ ના ગેટ પાસે જઈ તે છોકરી ની રાહ જોઈ રહ્યા. રસિક અને તુષાર મજાક ઉડાવવા લાગ્યા ભાઈ ને તો પેલા દિવસે પ્રેમ અને એ પ્રેમ પણ કેવા ખાલી આંખો થી. હવે બસ કરો ને બુરખા વાળી છોકરી આવતી હસે. રાહ ઘણી જોઈ પણ આખરે જીત ને નજર સમક્ષ દેખાય છે. જીત વિચારે તેની પાસે જવું કેવી રીતે. તે આવતી હતી ત્યારે હાથ માંથી બૂક સરી પડી ત્યાં તો જીત દોડી ને મદદ કરવા ત્યાં ગયો. તેની મદદ તો કરી પણ બંને એક બીજાને જોઈ રહ્યા. જીત તેની આંખો જોઈ રહ્યો.

બીજા દિવસે ત્રણેય મિત્રો પાછા તે જ જગ્યાએ તે પહેરેદારી કરતા હોય તેમ ઊભા રહી ગયા. ઘણી વાર રાહ જોઈ પણ પેલી બુરખા વાળી છોકરી દેખાણી નહીં. એટલે રસિક નો મગજ ગયો. સાલા..... તું અહીં એન્જીનીયરીંગ કરવા આવ્યો લવ કરાવા,બાપા મહેનત કરી તને ભણાવે છે ને તારે વળી લવ સવ કરવા છે. સાનુ મુનો કોલેજે સાલ. હા હા જીત રસિક સાચુ કહે છે. જેવા ચાલતાં થયા ત્યાં જીત ને પેલી છોકરી દેખાઈ પણ તે એક છોકરા સાથે બાઇક પર સવાર હતી. જીત નું મૂડ ખરાબ થઈ ગયું, જતા જતા જીત પાછળ જુએ તો પેલી તેની સામે નજર કરી ગેટ માં દાખલ થઈ. જીત કાંઈ સમજ્યો નહીં ને કૉલેજ જતો રહ્યો.

જીત ફરી સવાર માં તેજ જગ્યાએ ઉભો રહ્યો પણ તેનો સાથ તેના મિત્રોએ આપ્યો નહીં. જીત ને ઘણો સમજાવ્યો કે તેનો કોઈ બોયફ્રેન્ડ હસે તું ભૂલી જા પણ જીત ને એક તરફી પ્રેમ નું ભૂત સવાર હતું એટલે આજ તેના મિત્રોએ સાથ છોડી દીધો. જીત આજ નક્કી કરીને આવ્યો હતો હું આજ તેનો પીછો કરીને પણ તેની માહિતી મેળવીશ. ગેટ પાસે બાઇક ઉભી રહી અને તે બુરખા વાળી છોકરી બેસી પણ જીત સામે એક વાર જોયું કે તરત જ જીત તેની પાછળ બાઇક લઇ પીછો કરવા લાગ્યો. છેક તેનું ઘર આવ્યું નહી ત્યા સુધી પીછો કર્યો ઘર જોઈ જીત પાછો ફર્યો.

જીત આ વખતે કૉલેજ ના ગેટ પાસે નહીં પણ તેના ઘર પાસે તેની રાહ જોવા ઉભો રહયો. તે ભાઈ બહેન ગાડી પર સવાર થઈ નીકળ્યાં ને જીત પણ તેની પાછળ પાછળ જઈ રહ્યો. તેની ગાડી એક મસ્જિદ પાસે પાર્ક કરી બંને નમાજ અદા કરવા ગયા. જીત પણ તેની પાછળ પેલી વખત મસ્જિદ માં પ્રવેશ કર્યો. નમાજ અદા કરતા આવડી નહીં પણ તે છોકરી ની સામુ જોઈ રહ્યો. બુરખા વાળી ને ખબર તો પડી ગઈ કે મારો પીછો કરે છે.

હવે જીત કૉલેજ ના ગેટ પાસે નહીં પણ મસ્જિદ પાસે રાહ જોવે. તેની પાછળ પાછળ નમાજ પણ અદા કરે આવું ચાર પાંચ દિવસ સાલ્યુ આખર જીતે હિંમત કરી એક લવ લેટર એક નાના બાળક ની મદદ લઇ તે છોકરી પાસે પહોચાડ્યો. બીજા દિવસે જવાબ આવ્યો ચાર વાગ્યે હું ગાર્ડન માં મારી રાહ જોજે.

જીત તો તેના મિત્રો સાથે ત્રણ વાગ્યા નોં ગાર્ડન માં રાહ જોઈ રહ્યો. મિત્રો પણ ખુશ હતા. ત્યાં ચાર વાગ્યા એટલે તે આવી એટલે જીતે હાથ લંબાવી હાઈ... કહ્યું. સામે જવાબ આવ્યો હાય.... 
મારું નામ જીત.
મારું નામ જરીન છે.
હું જોવ છું તમે મારો પીછો કરો છો. પણ હું મુસ્લિમ તમે હિન્દુ....
મને પ્રેમ તો તમારી આંખો થી થયો છે પ્રેમ થઈ ગયો તો હું છું કરું.
તમે બહુ સારા છો મારો પરિવાર બહાર જવાની પરવાનગી પણ નથી આપતો. એટલે મને ભૂલી જાવ.
તારી જ્યાં સુધી મને આખો દેખાશે ત્યાં સુધી તને ભૂલવી મુશ્કેલ છે.
તમારી આંખો તો બહુ જોઈ હવે શહેરા ના દર્શન કરાવશો.
જરીન શહેરા પરથી બુરખો દૂર કરે છે. જીત જરીન નોં શહેરો જોતાં જ બોલ્યો માસાહ અલ્લા..... 
હું જાવ છું મારે બહુ મોડું થઈ ગયું છે.
જવાબ તો દે જરીન.....
જરીને પાછું વાળું જોઈ એક હળવું સ્મિત આપ્યું. ત્યાં તો જીત નાશવા લાગ્યો....

જરીન ને રોજ જીત નોં શહેરો જોવે આખરે તેને ફીલ થયું કે મને જીત સાથે પ્રેમ થયો છે. જીત ને મળવા ગાર્ડનમાં બોલાવે છે. બંને મળે છે.ભેટી પડે છે. 
જરીન : I love you જીત
જીત : I love you to.

થોડાક દિવસો મા જરીન અને જીત ના પ્રેમ ને નજર લાગી. બંને ઘરે ખબર પડી ગઈ. જીત ના મમ્મી પપ્પા તો ફક્ત જીત ને ભણવામા ઘ્યાન રાખ એટલું કહ્યું. પણ જરીન નાં ઘરે થી તો જરીન ને બહાર નીકળવાનું બંધ થયું. કૉલેજ પણ બંધ. જરીન ના ભાઈએ જીત ને બહુ માર્યો ને કહ્યું ભૂલી જા. નહીંતર જાન થી જઈશ.

એક બે ત્રણ એમ કરતાં કરતાં આઠ દિવસ થયા પણ જીત ને જરીન નો ચહેરો જોવા ન મળ્યો. આખરે એક રાતે હિંમત કરી જરીન ઘરે જઈ જરીન ને લઈ ભાગી જાય છે.

તેને ખબર હતી આપણા પ્રેમ નો દુશ્મન જાતિ છે. એટલે પેલા તેમણે જાતિ પરિવર્તન કરી જરીન હિન્દુ થઈ અને જીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો.

બંનેએ નિકાહ પણ કર્યા અને લગ્ન પણ કરી લીધા. પછી બંને ના માં બાપ ને બોલાવે છે. તેની સામે ચરણે થાય છે.

જરીન : અબુ હું તમારી જરીન આજે હિન્દુ છું મને સ્વીકાર છો.?
જીત : પપ્પા હું આજે મુસ્લિમ થયો. મને હવે સ્વીકાર છો.

બંને મા બાપ ને શું કરવું તે ખબર ન પડી. છેવટે પ્રેમ ની જીત થાય છે. બંને કુટુંબ ને ખબર પડે છે કે જો પ્રેમ ખાતર ધર્મ પરિવર્તન કરી શકતા હોય તો આના પ્રેમ માં કેટલી તાકાત હસે.

બંને પરિવારો આશીર્વાદ આપે છે. બેટા સુખી થાવ. અને નવી જિંદગી ની શરૂઆત કરો.

ત્યાં થી બંને હાથ માં હાથ રાખી ચાલતાં થયા.

જરીન : I love you જીત
જીત : I love you to.

જીત ગજ્જર

***

Rate & Review

Verified icon

Thakker Maahi 4 months ago

Verified icon

Bhagavatiben 4 months ago

Verified icon

Samsungj6 Amd524 4 months ago

Verified icon

Nilesh 4 months ago

Verified icon

Saroj Bhagat 4 months ago