Bade papa - 12 books and stories free download online pdf in Gujarati

બડે પાપા - નવલકથા - પ્રકરણ 12

બંને ઘરે પહોંચ્યા . સુહાની બે દિવસમાં જ પાછી આવી ગઈ હતી . તે બદલ દેરાણી જેઠાણીએ કોઈ અચરજની લાગણી વ્યક્ત કરી નહોતી ! તે જોઈ સાળી જીજુને નવાઈ લાગી હતી .


લલિતા બહેને તરતજ પોતાના જમાઈને ખખડાવી નાખ્યો .:  

' તમને ના પાડી હતી છતાં તમે સુહાનીને હસમુખના ઘરે શા માટે લઇ ગયા ? :


આનાથી એક વાત સાબિત થતી હતી . હસમુખે ફોન કરી સારો હવાલો આપી દીધો હતો !

સત્યમ તેનો કોઈ જવાબ આપે તે પહેલા જ સુહાનીએ દરમિયાનગીરી કરી પોતાના જીજુનો બચાવ કર્યો .


' તમારે આ મામલામાં જીજુને જવાબદાર ગણવાની કોઈ જરૂર નથી . હસમુખને ત્યાં જવાનો નિર્ણય મારો હતો ! "

' તો પછી તેમણે સારો કાફલો લઇ તારી પાછળ આવવાની શી જરૂર હતી ? શું 
તે દિવસ જેવી હરકત કરવા માટે સાથે આવ્યા હતા ?

' તેમણે તે દિવસ જેવી કોઈ જ હરકત કરી નથી . આ બધો હસમુખની ઈર્ષ્યાનો પ્રતાપ છે . આગલી વાર પણ તેને કારણે હોબાળો ખડો થયો હતો . તે દિવસે હસમુખે જ જીજુ વિરુદ્દ મારા કાનમાં વિષ રેડીને તેમને ગુસ્સો કરવા વિવશ કર્યા હતાં . તેણે જ મારા દિમાગમાં ઠસાવી દીધું હતું . તેઓ તબિયતનું બહાનું
  ના પાડી હતી . મેં હસમુખના કહેવાથી તેમને ડોક્ટર બોલાવવા માટે ના પાડી હતી . આ વાતનો તેમને ખ્યાલ આવી ગયો હતો  અને તેમણે ગુસ્સામાં આવી જઈ  મારા પેટમાં લાત મારી હતી અને તેઓ લોકનજરે ગુનેગાર બની ગયા હતા . અને હસમુખ આગ લગાડી ખસી ગયો હતો . મારે કારણે જ જીજુએ સિગારેટ પીવાની શરૂઆત કરી હતી . આ જ વાત મને કહેવા તેણે મને નીચે બોલાવી હતી . જીજુનો આ તર્ક સાચો હતો . પણ સંજોગોએ તેમને અપરાધી બનાવ્યા હતા ! '


આટલા ખુલાસા બાદ લલિતા બહેનની આંખો સામે સચ્ચાઈ આવી ગઈ હતી . તેમણે પોતાના જમાઈની માફી માંગી હતી . તેમણે હસમુખને બોલાવી આકરા શબ્દોમા ઠપકો આપ્યો હતો . તેનું સારું ગુમાન ઊતરી ગયું હતું . તેનું લલિતા બહેનના ઘરમાં શાસન ખતમ થઇ ગયું હતું . બંને સુહાની પ્રત્યે અદ્રિતિય લાગણી હોવાનો દાવો કરતા હતા . પણ તેને નિભાવવાના રસ્તા અલગ હતા જેને કારણે લલિતા બહેન સહિત હર કોઈએ તેને ' લાગુ પ્રસાદની 

 ઉપાધિ બક્ષી હતી જયારે સત્યમને ' મોટા ભાઈ ' ની ડિગ્રી હાંસલ થઇ હતી .
મોડી રાત્રે સત્યમ સુહાનીને ઘરે મૂકી તેપોતાના પરિવારને લેવા હસમુખના ઘરે ગયો હતો ત્યારે તે સુહાની સાથેના તેના પ્રેમની વાતોનો નિરાલીને હવાલો આપી રહ્યો હતો . તેનું અસલી રૂપ નિહાળી સત્યમ ચુપચાપ પોતાની પત્ની અને બાળકને લઇ પોતાના ઘરે પાછો ફર્યો . તે ખૂબ જ થાકી ગયો હતો છતાં તેણે મોડી રાત સુધી જાગીને સઘળી વાતો  ડાયરીમાં ટપકાવી લીધી હતી .


સવારના ઉઠીને તેણે ઓફિસ જતી વખતે સૂચના આપી હતી !

' બપોરના સમય કાઢીને મારી ડાયરી વાંચી લે જે ! '

' ઓ કે ! ' 


' જય શ્રી કૃષ્ણ ' કહી સત્યમ ઓફિસ જવા રવાના થઇ ગયો .

ગાડીમાં પગ દેતા જ તેના દિમાગ પર સુહાનીની યાદ સવાર થઇ ગઈ .

' પ્લીઝ ! મારો વિશ્વાસ કરજે . તું હસમુખના ઘરે જાય તેમાં મને કોઈ પ્રોબ્લેમ નહોતો . તારી માતાની સુચનાએ મને વિમાસણમાં મૂકી દીધો હતો . કાંઈ અનર્થ થવાની દહેશત થકી હું સારો રસાલો લઇ કેવળ તારી ખાતર સ્વમાનના ભોગે હસમુખના ઘરે આવ્યો હતો .

' મોટા ભાઈ ! તમે નાહક ચિંતા કરવાનું બંધ કરી દો . હવે ચિત્ર બિલ્કુલ સાફ થઇ ગયું છે . આ વખતે તમારો કોઈ જ વાંક કે અપરાધ નહોતો છતાં તમે ભાવુકતાના પ્રવાહમાં વહી જઈ દોષનો સારો ટોપલો તમારે માથે ઓઢી હસમુખને વિના કારણ તમારા પર હાવિ થઇ જવા દીધો .આજે રહી રહીને સારી સચ્ચાઈ મારી સામે છતી થઇ ગઈ છે . મેં હસમુખની પાછળ આંધળી દોટ મૂકી હંમેશા તમારી લાગણી દુભાવી છે ! તેના ડબલ ઢોલકી વ્યવહારે તે બડી મા અને મારી નજરમાંથી ઊતરી ગયો છે .મારી નજરમાં સારો બની રહેવા માટે તેણે અનેક ધતીંગો નો આશરો ગોત્યો હતો અને તેની આજ પોલિસી તેને ભારે પડી ગઈ . '

' તું પણ એક વાત માને છે ને ? આજે મારો કોઈ જ વાંક નહોતો .? '


' બિલકુલ નહીં . બાકી જે કાંઈ થાય છે તે સારા માટે .તમે માન અપમાનની પરવા ના કરતા મને હસમુખના ઘરે ના લઈ ગયા હોત તો ? સચ્ચાઈ કદી સામે ના આવી હોત ! તમારા બંને વચ્ચે બુનિયાદી તફાવત છે .તમે લાગણી કરતાં કર્તવ્યને શિરમોર ગણો છો .આજ સાચા જુઠા આદમીની સહી ઓળખ છે .'


' હું તને સદાય એક ફ્રેન્ડ , ફિલોસોફર અને ગાઈડ માનીને ચાલતો આવ્યો છું . અને આજે મારી માન્યતા સાર્થક થઇ છે . '

' જીજુ ! હું તમને પ્રોમિસ આપું છું . હું તમારા વિશ્વાસ પર ખરી ઊતરીશ . પણ તમારે એક વાયદો સામે આપવો પડશે .'

' જરૂર બોલ શું વાત છે ? તારે માટે તો હું કાંઈ પણ કરવા તૈયાર છું ! '


' તમારે સિગારેટ સ્મોકિંગને કાયમ માટે ગુડ બાય કરવું પડશે ! '

' પણ તેને માટે તારે પણ એક વાયદો કરવો પડશે ! હું જાણું છું કે આ માંગવાની ચીજ નથી પણ કમાવવાની ચીજ છે . પણ હું તે કમાઈ ચુક્યો છું . તેથી કહી રહ્યો છું . હું મોટા ભાઈનું સન્માન તો કમાઈ ચુક્યો છું . બસ જિંદગી ભર મારી આ કમાણીનું જતન કરતી રહેજે ! '

' હા મોટા ભાઈ તમારી આ કમાણીને વ્યર્થ નહીં જવા દઉં ! '

' બસ આઈ એમ વેરી હેપ્પી ! ' સુહાનીનો હાથ પક્ડી અત્યંત ભાવુક મુદ્રામાં પોતાનો હરખ વ્યક્ત કર્યો . 

તેઓ હસમુખના ઘરમાંથી બહાર નીકળ્યા કે તરતજ પોતાની સર્વોપરિતા જાહેર કરવાની કોશિશમાં લલિતા બહેનને સારો હવાલો આપી પોતાની નિમ્નતર કોટિનો પરિચય આપ્યો હતો .

લંચ બાદ સત્યમેં ફોન કરી નિરાલીને ડાયરી બાબતે પૂછપરછ કરી હતી અને  નિરાલીએ પતિની પ્રશંસા કરી બંને સાળી બનેવીને  એકમેકને કરેલા વાયદા બદલ આભાર માન્યો હતો ..


નિરાલીએ નિત્ય ક્રમ પ્રમાણે પોતાની ડાયરી વાંચી હતી .તે બદલ સત્યમે તેનો હૃદયપૂર્વક પાડ માન્યો હતો . તે ઉપરાંત પોતાના ખરાબ મૂડની માફી પણ માંગી હતી ડાયરીને કારણે તેમના લગ્ન જીવનમાં કોઈ વિક્ષેપ પડ્યો હતો ના તો કોઈ આંચ આવી હતી . 


સાંજના ઓફિસેથી સત્યમ એકલો જ ચાલીને સ્ટેશન ભણી જઈ રહ્યો હતો . તે વખતે તે એક તત્વ ચિંતકની વાતને વાગોળી રહ્યો હતો .


' ક્યારેક શબ્દ હથિયાર બની જાય છે . શબ્દને અંગ્રેજીમાં વર્ડ્સ કહેવાય છે . તેને ઉલટાવવાથી તે સવૉર્ડ - તલવાર બની જાય છે .આપણા શબ્દોની છાબ શૂળોથી નહીં પણ ફૂલોથી ભરેલી હોવી જોઈએ ! '


જયારે કોઈ વ્યકતિ બીજાની અવહેલના કરેછે , વ્યંગાત્મક શબ્દોના તીર છોડે છે ત્યારે ' મહાભારત ' ની સ્થિતિ નિર્માણ થાય છે . જેને કારણે ભલભલા સંબંધો ભસ્મીભૂત થઇ જાય છે .જેને પુનઃ સ્થાપિત કરવા નામુમકિન બની જાય છે .


જમાઈ અને સાસુ વચ્ચે માનો જન્મ જન્મના વેર હતા . પહેલી વાર મળ્યા ત્યારથી જ બંનેની ભીતર શીત યુદ્ધ જારી હતું . ન જાણે બંને અલગ અલગ મુદ્દા પર ના જાણે કેટલી વાર આથડી પડયા હતા  .

તત્વ ચિંતક શ્રી કૃષ્ણકાંત ઉનડકટની આ ચિંતન કડીએ સત્યમને ઘણીજ સહાય કરી હતી .

ગમે તે હોય પણ એક વાત સાફ થઇ ગઈ હતી . હસમુખ જેવા ગૉસીપર પાસે સાચા મિત્ર બનવાની ક્ષમતા કે લાયકી નહોતી .આ કક્ષાના માણસો ભલા લોકોની લાગણી કે પીડાને શું સમજવાના ? 


સત્યમને કેવળ એક જ વાતનો રંજ થતો હતો . હસમુખના ઘરમાં સુહાની એક નવાણિયાની માફક કૂટાઈ ગઈ હતી . તેને બંને પક્ષે સાંભળવું પડ્યું હતું . હસમુખે નિરાલીના દેખતા જ સત્યમનો ભાંગરો વાટી નાખ્યો હતો . નિરાલીને રીતસર ભડકાવાની ચેષ્ટા કરી હતી  .પણ તેને નાકામી જ સાંપડી હતી .સત્યમની ડાયરીએ નિરાલીના મનમાં ઘુસવા મથતા કચરાને વાળી ઝુડી સાફ કરી દીધો હતો : તેણે લગ્ન બાદ નિરાલીને આપેલો વાયદો નિષ્ઠાપૂર્વક પાળ્યો હતો .

લગ્ન બાદ તરત જ લલિતા બહેને દીકરીના લગ્ન તોડવાની કોશિશ આદરતા પોતાના જમાઈને વણમાગી સલાહ આપી હતી :

' તમારા ઘરમાં સાવકી મા છે . કાલે ઉઠીને ઘરમાંથી કાઢી મુકશે તો શું કરશો ? ક્યાં જશો ? '

આ સાંભળી સત્યમ ભડકી ઊઠ્યો હતો . તેણે તરત જ સાસુમાનું મોઢું તોડી લીધું હતું :

' મેં તમારી દીકરી જોડે લગ્ન કર્યા છે . તેને સાચવવાની સંપૂર્ણ જવાબદારી મારી છે . તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી . '

પોતાની દાળ ના ગળતા લલિતા બહેને દીકરીને મહેણું પણ માર્યું હતું .

' તારો ધણી તો ભૂખડી બારસ છે . અમારી પસંદના છોકરા જોડે પરણી હોત તો ? કેટલું બધું પામી હોત ! '
લલિતા બહેને જમાઈના દેખતા જ દીકરીના દિમાગમાં ઝેરના બીજ રોપ્યા હતા .પીઠ પાછળ ના જાણે તેમણે  નિરાલીના કાનમાં ભર્યું હતું ?  ભગવાન જાણે  .નિરાલી અત્યંત ભોળી તેમજ સરળ સ્વભાવની હતી . તે ગીતા બહેનને એક માતા માનતી હતી . આથી તેના પર માતાની બહેકાવનારી  વાતોની કોઈ અસર થઈ નહોતી .

સત્યંમ પોતની પત્ની પ્રત્યે થોડો ઘણો લાપર
વાહ તેમજ ઉદાસીન બની ગયો હતો ..તેમા નિરાલીનો કોઈ જ વાંક ગુનો નહોતો . તેના માથે જવાબદારીનો બોજ ખડકાઇ ગયો હતો . આ કારણે તે શયનેષુ રંભાp બનવામાં વિફળ રહી હતી .દિવસને અંતે તે થાકીને લોથપોથ થઈ જતી હતી તેથી તેના પતિને વાંછિત દામ્પત્ય સુખ આપી શક્તિ નહોતી .સત્યમને રોજ સેક્સ જોઈતું હતું . આ કારણે તે પત્નીની ઇચ્છા અનિચ્છાનો વિચાર કર્યા વિના પત્ની જોડે દૈહિક સમ્બન્ધ બાંધવાની કોશિશ કરતો હતો . આ જ કારણે નિરાલીએ તેને મહેણું માર્યું હતું જે તેના દિલની આરપાર નીકળી ગયું હતું 

' તમે  સાવ જંગલી જાનવર જેવા છો . તમારે મન શારીરિક સમ્બંધ સિવાય 

અન્ય કંઈ  મહત્વનું નથી . '

નિરાલીના શબ્દો  સત્યમ  માટે ઘાતક પુરવાર થયા હતા .શાયદ આજ કારણે તે ભટકી ગયો હતો 
તેના ગુસ્સાનું કારણ કદાચ તેની બહેન સુહાની હતી . સત્યમ તેનું વિશેષ ધ્યાન રાખતો હતો . આ વાત ઘરમા કોઈને અને ખાસ કરીને તેના સાસુમાને ગમતી નહોતી . તેમણે એક દીકરી ને બીજી દીકરી વિરુધ્ધ ભડકાવી હતી ..જેની શરૂઆતમા ખુદ સત્યમને પણ  જાણ નહોતી ! ગમે તે હોય પણ તેણે જે રીતે સુહાની 
નું ધ્યાન રાખી તેની ઇજ્જત બચાવી હતી . તે જોઈ 



નિરાલીની       
 આંખો ખુલી ગઈ હતી . તેની મા તેને ગલત માર્ગે દોરતી હતી આ વાતનો પણ તેને ખ્યાલ આવી ગયો હતો  વળી તેની ડાયરી લખવાની આદતે પણ તેની ગેર સમજણ દૂર કરવામા સહાય કૃ હતી . સુહાની પ્રત્યેની તેની લાગણી સાફ દિલ હતી . તે પોતાની સાળીને લઈને ઘણો ચિંતિત રહેતો હતો . આજ કારણે તે ઘણી વાર પોતાની જવાબદારી વિસરી જતો હતો  તે વાતનો સત્યમને અહેસાસ થતો હતો તે બદલ તે અફસોસની લાગણી અનુભવતો હતો .
ના જાણે કેમ ? તેના આંતર મનમાં ભાવનાનું અજીબો ગરીબ તાંડવ નૃત્ય ખેલાઈ રહ્યું હતું .તે લગાતાર ભાવનાના મહાસાગરમાં ડૂબકી લગાવી   ? રહ્યો  હતો .
ઘર પરિવારની જવાબદારી , બે  બાળકોન  ઉછરની જ્વાબદારી તેને શયનેષુ રંભા બનવાની આડે 
  આવી હતી . 
ભોજ્યેશું માતા ,, કાર્યેષુ મંત્રી ,  ચર્ણેષુ દાસી ,  શયનેષુ રંભા ,

તે ચાહવા છતા પણ તેના પતિની સેક્સની ભૂખ ભાંગવામાં અસફળ રહી હતી . લગ્ન બાદ બંનેએ અંદરોઅંદર એક સમજ કેળવી હતી . તે મુજબ તેઓ રાતના ભગવાન સમક્ષ એક પ્રાથના કરતા હતા .

'  ભગવાન આજના દિવસે અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજે . અમે તમારા બાળક છીએ . '

પણ નિરાલીની ટકોરને કારણે બધું જ બદલાઈ ગયુ . પહેલી વાર સત્યમને તેની પત્નીમાં સાસુની છબી દેખાઈ . દીકરી સદાય મા ના પગલે ચાલે છે . એ વાત પણ યાદ આવી ગઈ .

નિરાલી વધુ સમય ઘરના કામમાં રોકાયેલી રહેતી હતી . સત્યમની માફક નિરાલી પણ ખુબજ ઓછું બોલતી હતી . કદાચ તેથી જ તેમની વચ્ચે સમ્વાદ સેતુ બંધાયો નહોતો ..નિરાલી દુનિયાદારીથી ઘણી જ છેટે હતી . તે વધારે ભણવા પામી ન

  હોતી . તેની પાસે વાતો કરવાના કોઈ ખાસ વિષય કે ટોપિક નહોતા ! તે રસોડા અને ઘરની ચાર દીવાલોમાં જ માનો પુરાયેલી રહેતી હતી . તે કદી ઘરની બહાર નીકળી નહોતી .

એવું કહેવામાં આવે છે . લગ્ન પછી પતિ પત્નીએ કમ સે કમ પાંચ વરસ સંતાનો જણવાનો વિચાર પણ ના કરવો જોઈએ . ભણેલો ગણેલો સત્યમ પણ આ મામલે થાપ ખાઈ ગયો હતો . અઢી વર્ષની અંદર જ.તેણે નિરાલીને બે સંતાનોની માતા બનાવી દીધી હતી . દુનિયાના અસંખ્ય દમ્પતીની માફક તેઓ આ મામલે ભૂલ કરી  ગયા હતાં . ખુબજ નાની વયે નિરાલીના માથે પહાડ જેવો બોજ આવી ગયો હતો .
 તેના પણ હરવા ફરવાના સપના હતાં જે ચકનાચૂર થઈ ગયા હતા . આ વિશે સત્યમને koi.અંદેશો પણ નહોતો આવ્યો . તે લગ્ન બાદ અભ્યાસ કરતો હતો. વળી તે નોકરી પણ કરતો હતો . તેનું પોતાનું એક સ્વપ્ન હતું . એક મહાન લેખક બનવાનું . પણ લેખનને આજીવિકાનું સાધન બનાવી શકાય તેમ નહોતું . એક લબ્ધ પ્રતિષ્ઠિત લેખકે તેને સલાહ આપી હતી .

આપણે ત્યાં લેખકની કોઈ જ કિંમત નથી . ભલભલા લેખકો ભૂખે મરે છે ..

આ વાત સત્યમના ગળે ઊતરી ગઈ હતી . લેખકની સલાહ પ્રમાણે સત્યમે લેખન પ્રવ્રૂતિને એક શોખ તરીકે ચાલું રાખી હતી .

ગીતા બહેન નિરાલીને પોતાની દીકરીની
 જેમ સાચવતા હતાં . તેને કોઈ વાતનું ઓછું આવવા દેતા નહોતા !

અન્ય પત્નીની માફક તેની પણ ઇચ્છા હતી . તેનો પતિ તેને ઘર કામમાં મદદ કરે . તેમાં કંઈ જ ખોટું નહોતું ..તેના પિતાને તેણે ઘરના બધા જ કામ કરતા નિહાળ્યા હતાં . આથી તે પણ આવું જ કંઈ વિચારતી હતી હતી પણ આ તેને માટે શક્ય નહોતું  .

 તે ખુદ માનતો હતો . લગ્ન એક ભાગીદારી છે . તેમાં બંને પક્ષની સરખી જવાબદારી છે . પણ આપણી સામજિક વ્યવસ્થા પણ આ વાત સ્વીકારે છે , , પતિ કમાય અને પત્ની ઘર ચલાવે  .
પણ  સમયની સાથે ઘણું બધું બદલાઈ ગયું હતું અને સત્યમ  સમય સાથે ચાલવા માંગતો હતો .પણ તેની કામ કરવાની ઇચ્છા તેના પિતાએ  કુચલી  નાખી 





 હતી . સત્યમ આજે પણ તે ઘટનાને સંભારી રહ્યો હતો .
તે નાનો 
 હતો ત્યારે પિતાને મદદ કરવાના આશયે પ્રાઈમસ પેટાવવા જતા દાઝી ગયો હતો . તે જોઈ સત્યમના પિતાજી ખૂબ ગભરાઈ ગયાં હતાં .ત્યાર બાદ તેમણે દીકરાને ઘરના કોઈ કામને હાથ લગાડવા દીધો નહોતો .. આ જ કારણે તે નિરાલીને મદદ કરી  શકતો નહોતો .
તે થોડીક વિચિત્ર સ્વભાવ ધરાવતી હતી . એક તરફ તે  ચાહતી હતી  તેનો 
પતિ તેને ગૃહકાર્યમાં મદદ કરે પણ બીજી બાજુ તે સત્યમને કામમાં હાથ લગાવવા દેતી નહોતી 
સત્યમ પત્નીને મદદ કરવા ચાહતો હતો છતા તે માનતો હતો કે પત્નીએ પોતાના પતિ માટે અમુક કામો કરવા જોઈયે . તે પત્નીને નોકરાણી નહોતો માનતો .છતા ઘણી વાર ગુસ્સામાં સત્યમને મ્હેંણા મારતી હતી : હું આ ઘરની નોકરાણી છું ! ' .આ તેની માતાના સંસ્કારો  તેમના વૈવાહિક સમ્બન્ધની આડે આવતા હતાં .

છતાં પણ સત્યમ પોતની ગૃહસ્થીની ગાડી બરાબર ચલાવતો હતો .

ગમે તે હોય પણ એક વાત નિરાલીની સત્યમને ખૂબ જ ગમતી હતી . તે સંતોષી જીવ હતી . તે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા કરતી હતી ના તો કદી કોઈ ચીજની માંગણી કરતી હતી 

00000000000 ( ક્રમશ )..