Vruddhashram ek abhishap books and stories free download online pdf in Gujarati

વૃદ્ધાશ્રમ એક અભિશાપ..

          સુમિત આજે તેના પિતા કેશવલાલ ને વૃદ્ધાશ્રમ માં મૂકી ને આવ્યો. સુમિત નું ઘર નાનું હતું. તો સુમિત અને તેની પત્નિ મીરાં ને ઘરમાં માં ના ફાવતું કે એક રૂમ કેશવલાલ ને આપવો પડે.  મીરાંને બહાર જવાનું હોય કેશવલાલ ઘરે હોવાથી મીરાં ને તકલીફ પડતી. સુમિત પણ મીરાં નું સાંભળીને ઘણી વાર કેશવલાલ પર ગુસ્સે પણ થતો.  અને આજે તો સુમિતે મની જ લીધું હતું કે, 'પપ્પા ને હવે તો કઈ કરવું જ પડશે. હું મીરાં ને ના છોડી શકું.  મારે હજી મારા બાળક નિતેશ નું વિચારવાનુ છે. તેને પણ એક રૂમ જોઈશે મોટા થઇ ને. આજે કંઈક તો કરવું પડશે. '


                                 કેશવલાલ ને વૃદ્ધાશ્રમ માં મૂકી ને મીરાં અને સુમિત બંન્ને તેમના દોસ્તો જોડે બહાર ફરવા નીકળી ગયા.  નિતેશ હજી 7વર્ષ નો જ છે.  નિતેશ ના મગજ માં હજી તેના દાદાની છેલ્લી નજર અને અવાજ જ દેખાય ને સાંભળ્યા કરે છે. એકીટસે કેશવલાલ સુમિત ના ચહેરા પર નજર ઠરી રહી હતી.  અને બસ એક જ શબ્દ, ' બેટા! તું તારૂ ધ્યાન રાખજે. ' આના શિવાય કેશવલાલ  કંઈજ બોલ્યા નહીં અને આંખમાં પાણી લઈને દુઃખ મનમાં ને મનમાં જ રાખ્યું. જયારે નિતેશે મીરાં ને પૂછ્યું કે,  ' મમ્મી આપણે કેમ દાદાને અહીં મુકવા આવ્યા છે??  શું હવે દાદા આપણી સાથે નઈ રહે??' મીરાં એ હસતાં હસતાં નિતેશ ને કહે છે કે, ' બેટા તું હજી ખૂબ નાનો છે.  તને નઈ સમજાય. જયારે ઘરડાં થઇ જઈને એટલે અહીં જ આવું પડે. તું જા શાંતિ થી રમવા જા. ' સુમિત અને મીરાં ખૂબ જ ખુશ હતાં. તેમને કઈ ફરક જ ના પડતો. અને તેઓ પોતાની જિંદગીમાં આગળ વધી ગયા.


                      સ્મિત તેના છોકરા નિતેશ ને ખૂબ જ પ્રેમ કરતો. નિતેશ ને જોઈતી બધી જ વસ્તુ લઇ આપે. દરરોજ સ્કૂલ મુકવા જાય.  ને રસ્તા માંથી રોજ આઈસ્ક્રીમ આપવાનો.  નિતેશ ના મોંમાંથી માંગે એટલી વસ્તુ લઇ આપે સુમિત અને મીરાં.


                       સુમિત, મીરાં અને નિતેશ નું જીવન ખૂબ જ સારી રીતે વીતી રહ્યું હતું. કોઈ ને કઈ જ માથાકૂટ નઈ.  નિતેશ તે પોતાના માં પોતાના જ વ્યસ્ત રહેતો. મીરાં નું જીવન પણ કંઈક એવું જ.  દરરોજ કંઈક ને કંઈક ફંકશન હોય, પાર્ટી હોય, બસ આવા જ કામો માં વ્યસ્ત રહે.  અને સુમિત આ બંન્ને ની જરૂરિયાત પુરી કરવા માટે રાત દિવસ દોડ દોડ કરે. સમય વીતતો ગયો.  નિતેશ હવે મોટો થઇ ગયો હતો. તેની પણ હવે લગ્ન કરવાની ઉંમર થઇ ગઈ હતી.


                           નિતેશે સંધ્યા સાથે લગ્ન કરી લીધા હતાં. મીરાં અને સુમિત ની પણ ઉંમર થઇ ગઈ હતી.  સુમિત હવે ઓફિસ માં વધારે જઈ પણ ના શકતો.  મીરાં ને પણ હવે ઢીંચણ નો દુખાવો થતો. જયારે પણ મીરાં ને ઉભું થવું હોય ત્યારે સંધ્યા ને બૂમ પડી ને બોલાવે.  સંધ્યા કઈ પણ કામ કરતી હોય તો એ કામ મૂકી ને તેને આવું જ પડે. અને આ વાત થી સંધ્યા ખૂબ જ ચીડાતી હતી. સંધ્યા મીરાં ના સામે તો કઈ ના કહી શકે. પણ જયારે નિતેશ ઓફિસ થી આવે એટલે ઝગડે.  ખૂબ જ બોલે. ઘણી વાર તો શાંતિ થી જમવા પણ ના દે. નિતેશ પણ રોજ રોજ ના આવા બેમતલબ ઝગડા થી કંટાળી ગયો હતો. 


                            મીરાં ને સુમિત સાંજે બહાર બેઠા હતાં.  બંન્ને ઘણા દિવસ થી ઘરમાં ચાલી રહેલું સંધ્યા અને નિતેશ વચ્ચે ની ચર્ચા ની વાતો કરતાં હતાં.  મીરાં સુમિત ને પૂછતી હતી કે, ' નિતેશ ને કઈ પ્રોબ્લમ આવી છે ધંધા માં? નિતેશ અને સંધ્યા ઘણા દિવસ થી કઈ વાતો ચિતો કરે છે. બંન્ને ના વચ્ચે કોઈ પ્રોબ્લમ થયો છે કે શુ???' સુમિત મીરાં ને સમજાવતા કહે છે કે, 'ના, તો ખોટું આટલું બધું વિચારે છે.  અરે હશે એ બંન્ને વચ્ચે કઈ વાત.  આપણે એ બંન્ને માં ના પડાય.  તું શાંતિ થી અહીં જીવ ને.  ચાલ આપણે આપણા જુના દિવસો યાદ કરી એ. ' 


      

                          બંન્ને નિતેશ ની યાદો તાજા કરી રહ્યા હતાં.  અને એક બીજા ને કહી રહ્યા હતાં. કે કેવી રીતે બન્ને નિતેશ ને આંગળી પકડી ને સ્કૂલ મુકવા જતા.   કેવી અડધી રાતે તેના તેના માટે આઈસ્ક્રીમ લેવા જતો હું.  આવી ઘણી બધી યાદો તાજા કરી ને બંન્ને હસતાં હતાં.  


   

                       બંન્ને વાતો કરી રહ્યા હતાં ને એટલા માં જ ત્યાં નિતેશ અને સંધ્યા આવ્યા.  નિતેશે તેના મમ્મી પપ્પા ને તૈયાર થવાનું કહ્યું.  બહાર જવાનું હોવાથી.  બધા તૈયાર થઇ ને ગાડી માં બેસી ગયા. સુમિત નિતેશ ને પૂછે છે કે, ' આપણે ક્યાં જઈ રહ્યા છીએ.  કહો તો ખરા. આટલા બધા કપડાં લીધા છે તો કેટલા દિવસ રોકવાનો ઈરાદો છે. મારી અને તારી મમ્મી ની દવા પણ લેવાની છે. ' નિતેશ બોલે છે, ' અરે પપ્પા શાંતિથી બેસો ને.  બધું જ લઇ લીધું છે. તમને અને મમ્મી ને કોઈ જ તકલીફ નઈ પડે. હવે શાંતિ રાખો.  મને ગાડી ચલાવવા દો. '



                           થોડી જ વાર માં બધા પહોંચી ગયા.  નિતેશ અને સંધ્યા ગાડી ની નીચે ઉતરી ને સુમિત અને મીરાં ને ઉતારે છે.  સુમિત અને મીરાં ના પગ નીચે થી જમીન હઠી જાય છે.  મીરાં ખૂબ જ રડવા લાગી. નિતેશ ને સંધ્યા ના આગળ હાથ જોડી મિન્નતો માંગવા લાગી.  પણ ત્યારે નિતેશ બોલ્યો,  'અરે! મમ્મી આવું કેમ કરે છે???  તે તો કહ્યું હતું કે, જયારે ઘરડાં થઇ જઈએ ત્યારે અહીંયા આવવું જ પડે.  તો અમે તને અહીં મુકવા આવ્યા છીએ.  તમે પણ દાદા ને મુકવા આવ્યા જ હતાં ને.  દાદા ક્યાં આવું કરતાં હતાં.  તો તમે કેમ આવુ કરો છો. ' 



                            સુમિત કઈ પણ બોલ્યા વગર મીરાં ને લઈને વૃદ્ધાશ્રમ માં રહેવા જતો રહ્યો અને મીરાં ને કહ્યું, ' મીરાં આ આપણા જ કર્મો છે જે આજે આપણે અહીં મૂકી ગયા.  જો એ સમયે પપ્પા ના છેલ્લા શબ્દો સમજ્યા હોય તો આજે આપણે અહીં ના આવવું પડે. '  સુમિત અને મીરાં આંખમાં આશુ લઈને તેમને વર્ષો પહેલા કરેલી ભૂલ ની સમજ આવી.