Asha nu kiran books and stories free download online pdf in Gujarati

આશા નું કિરણ

 "આશા નું કિરણ".                                               અવાજ-" હે પ્રભુ,અમારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો.અમને હંમેશા સત્ય ના માર્ગે લઈ જજો,જેથી માનવ જાત નો ઉત્કર્ષ થાય.".                 કિરણ નો સ્ટેજ પર પ્રવેશ થાય છે.કિરણ-" હે પ્રભુ,આ દેશ નું શું થવા બેઠું છે? એક તરફ કોમી દાવાનળ અને બીજી તરફ આતંકવાદ.                 " અરર...."ના સમજી નું કામ માનવી અહીં કરતો જાય છે,માસુમ નું લોહી જોઈ પ્રભુ પણ શરમાઇ જાય છે.".     અમર નો સ્ટેજ પર પ્રવેશ થાય છે.અમર -" આ હિંસા અને આતંકવાદે માજા મુકી છે. શું ખરેખર ભગવાન ,ઈશ્વર આ દુનિયા માં છે?"                 કિરણ-"અમર,અત્યાર ના સમાજ માં ધન સર્વસ્વ થઈ ગયું છે.ધન ની લાલસા માણસ ને ભ્રષ્ટાચારી બનાવે છે, ત્યારે તે ભગવાન થી દૂર થઈ ગયો કહેવાય.".     અમર -"હા,કિરણ તારી વાત સાચી છે.માણસ નૈતિકતા ગુમાવી બેઠો છે . અનૈતિકતા અને અસત્ય ના કારણે જ હિંસા નો જન્મ થાય છે." કિરણ -"અત્યારે જરુર છે નૈતિકતા ની અને સત્ય ની.સમાજ ની શક્તિ ને યોગ્ય માર્ગે લઈ જાય તેવા વ્યક્તિ કે સંઘ સમાજ ની જરુરત છે.જેથી આખો  યુગ પલટાવી શકાય."                     અમર -" કિરણ,આના માટે વિચારો ના ક્રાંતિ ની જરુર છે.જન સુધાર ની જરુર છે.ભારત ના ગામે ગામ વૈચારિક ક્રાંતિ દ્વારા જન સુધાર ની જરુર છે. આની પહેલ આઝાદી માટે ગાંધીજીએ કરી હતી,ને ભારત આઝાદ થયું હતું. શું હાલ માં આવા વ્યક્તિ કે સમુહ નો શુન્યવકાશ છે?" કિરણ -"પ્રેમ થી જીતાય છે પશુ ને, પ્રેમ થી જીતાય છે કુદરત ને, માનવી જીતાય છે હવે તો,માનવ પ્રેમી બનીને તો".અમર આની શરુઆત આપણાથી જ કરીએ તો સારુ."              અમર -"કિરણ, દરેક મનુષ્ય ના હ્રદય માં ભગવાન વસેલા છે.તેમને ઓળખ વાની જરુર છે.આપણે આપણી શક્તિ ને ઓળખ વાની જરુર છે." કિરણ - " મારું માનવું છે કે શુભ રસ્તે ઉપયોગ માં લીધેલી શક્તિ મનુષ્ય ને મહાન બનાવે છે અને અશુભ રસ્તે વેડફેલી શક્તિ માણસ ને પતન ના માર્ગે લઈ જાય છે." અમર -" હા,આપણે ધરતી કંપ પછી નવસર્જન ના કામો માં ગુજરાત ની પ્રજાની શુભ શક્તિ નો અનુભવ થયો હતો."                  કિરણ -" અમર , સમાજ ના કેટલાક ભટકી ગયેલા માણસો ની શક્તિ અશુભ રસ્તે વળી હતી,તેની વિનાશ કતા  નો પણ આપણ ને અનુભવ થયો હતો."          અમર -" તો કિરણ શું આના માટે કોઈ સારો રસ્તો છે કે જેથી સમાજ ની  શક્તિ ખોટાં કામો માં ના વળે?."કિરણ -" દુષ્ટ ને દુર કરવા પર દુષ્ટતા દુર થતી નથી, દુષ્ટતા દુર કરવા માટે સદભાવના જગાવવી પડશે."        " કહી ગયા છે ઋષિ મુનિઓ,વિચાર શક્તિ ને વેગ આપીને,માનવતા ના કર્મ માં ,જગત નું કલ્યાણ છે."હા, મને એક આશા નું કિરણ દેખાય છે.એક એવા સમાજ ની રચના કરવી જોઈએ,જે  સત્ય પર આધારિત હોય, જે  નેક હોય,અને સમાજ ના તમામ પ્રશ્નો અહિંસા ના માર્ગે ઉકેલી શકે જેમાં ભ્રષ્ટાચાર ને સ્થાન ના હોય."            કિરણ અને અમર -" આવો ,આપણે આવા સમાજ ની રચના ના ભાગીદાર થઇએ જે " માનવ ધર્મ" પર આધારિત હોય.ચાલો આપણે ' માનવ પ્રેમ 'નો ઉત્સવ ઉજવીએ."        " આયો ઉત્સવ આજ આપણો,  મનમંદિર ખોલવાનો,સમદ્રષ્ટિ ને શુદ્ધ,વાણી સંસ્કૃતિ ટકાવવા નો."   અવાજ --" માનવ એવો બનશે કે, મારો પ્રભુ રાજી રે ,માનવ ધર્મ ની સ્થાપના ,એ પુનઃ કરશે રે." યુગ બદલાય છે માનવ બદલાય છે,એ યુગ નું લક્ષણ છે, દુષ્ટતા જાય માનવતા આવે,એ સતયુગ નું લક્ષણ છે.". " માનવ બનવાનો નેક,એક ધર્મ એક દેશ." સત્યમ્ શિવમ્ સુંદરમ્.          લેખક - કૌશિક દવે