Bade Papa - 14 books and stories free download online pdf in Gujarati

બડે પાપા - નવલકથા - પ્રકરણ ૧૪

સુહાનીએ જ આ ભેદ ખોલ્યો હતો ..

હકીકત જાણી સત્યમ ચોકી ઉઠ્યો હતો . 

સોમેશ્વર પુરુષમાં જ નહોતો . લલિતા બહેને જિદમાં આવી જઈને કોઈ પણ જાતની તપાસ કર્યા વિના પૈસો જોઈને  દીકરીને વળાવી દીધી હતી .

કુલ દિપકનાં આગમને ઘરમાં આનંદ ઉલ્લાસનું મોજું ફરી વળ્યું હતું . તૃષાલીના સાસુ સસરાને વંશ જોઈતો હતો  . પેદાશ કયા ખેતરની હતી  તેઓ બધું જાણતા હતા ? . તેમને કેવળ કેરી ખાવાથી મતલબ હતો . લાલુને  તેમણે પૈસા આપી ખુશ કરી દીધો હતો ! તેના તો બંને હાથોમાં લાડવા હતા . તે ગમે ત્યારે તૃષાલી પાસે પહોંચી જતો હતો . તેણે કીધેલ વાત એક બહુ જ મોટો નાટયાત્મક વ્યંગ્ બની ગયો હતો . તેણે એક વાર તૃષાલીને પ્રેગ્નન્ટ બનાવવાની વાત કરી હતી . અને તે વાત સાચી નીવડી હતી .

સત્યમના બિલ્ડિંગમાં અનિકેતની બિરાદરીના અનેક લોકો વસતા હતા . લોકો એ અનિકેતને ભડકાવવામાં કોઈ જ કસર બાકી છોડી નહોતી . પણ લગ્ન પહેલાં સુહાની પ્રેગ્નન્ટ હતી . તેને અંધારામાં રાખી આ લગ્ન કરવામાં આવ્યા હતા . સત્યમ બધું જ જાણતો હતો . તેણે મિત્ર દ્રોહ કર્યો હતો . આ વાત અનિકેતના જહમમાં ઘુસી ગઈ હતી . 

લગ્ન થયાને ત્રણ વરસ વીતી ગયા હતા . છતાં તેની કૂખ સુની જ રહી ગઈ હતી . જ્યોતિષે તેના વિષે આગાહી કરી હતી .

' તેના નસીબમાં એક જ સંતાનનો યોગ હતો ! '

જેનો ત્રણ વર્ષ પહેલા જ ખાત્મો કરી દેવાયો હતો . જેમાં સત્યમે પણ એક અહમ ભૂમિકા નિભાવી હતી . અનિકેત તો સુહાનીને બાળક સહિત  સ્વીકારવા તૈયાર હતો . સત્યમે આ સંભાવનાની કલ્પના પણ કરી નહોતી . પણ એક વાત સાફ હતી . તે સુહાનીને બેપનાહ પ્રેમ કરતો હતો . એક સાચા પ્રેમી તરીકે અનિકેતે જરૂર તેના બાળકને અપનાવી લીધો હોત .

સચ્ચાઈ જાણ્યા બાદ તેણે ખેલદિલી પૂર્વક પરિસ્થિતિને અપનાવી લીધી હતી . પણ તેની મા આ વાત સ્વીકારવા તૈયાર નહોતી . તેણે દહેજની લાલચમાં આવી જઈને દીકરાની પ્રેમિકાને ઘરની વહુ તરીકે આગલું પાછલું અભરાઈએ ચઢાવી સ્વીકારી લીધી હતી .

બીજા બે વર્ષ પણ પસાર થઇ ગયા . પણ સુહાનીની કૂખ સુની રહેવા જ સર્જાઈ હતી . કઈ કેટલીય બધા ઓ માનતા રાખી , દોરી ધાગા બાંધ્યા , મંત્ર જાપ હોમ હવન કાર્ય પણ સરવાળે મીંડું જ હાથ લાગ્યું .

અડોસ પડોસના લોકો પણ સુહાનીને ' વાંઝણી ' હોવાનું મહેણું મારતાં હતા ! આ સાંભળી  સુહાનીનું કાળજું ચિરાઈ જતું હતું . નિષ્ઠુર સંવેદનશૂન્ય  લોકો તેની હાજરીમાં અનિકેતની મા ને પાનો ચઢાવતા હતા .

' તમારા છોકરાને માટે બીજી વહુ લઇ આવો  ! '

તેઓ નિર્લજ બની સુહાનીની હાજરીમાં આવી ઘાતક વાતો કરતા હતા .!

તેની દેરાણીએ લગ્ન થયા ને બીજે જ વર્ષે પુત્રને જન્મ આપ્યો હતો . આ હાલતમાં તેની અવગણનાનો પારો ઘણો જ ઉપર ચઢી ગયો હતો  . તેને કદમ કદમ પર મહેણાં અપશબ્દોનો પ્રહાર ઝીરવવો પડતો હતો . અડોશ પડોશના લોકો પણ તેને જોઈ મોઢું બગાડતા હતા !!

ધન તેરસના દિવસે વિદાય થતી વેળાએ સુહાનીએ સત્યમ સામે દિલ ખોલતાં જાહેરાત કરી હતી .

' મોટા ભાઈ ! લાભ પાંચમના દિને હું એક સંતાન દત્તક લેવા જઈ રહી છું ! '

' ધેટ ઇઝ ગ્રેટ ન્યૂઝ ! ઓલ ધ  બેસ્ટ !! '

પણ હોનીને ભલા શું મંજુર હતું ? 


એ ભલા કોણ જાણી શકે છે .

સત્યમ માટે જીવનનો આ મહત્તમ પ્રસંગ કહો કે તહેવાર તે દર વર્ષે કાગડોળે તેની વાત જોતો હતો . આ વખતે પણ એ જ હાલ હતાં . દિવાળી પસાર થઈ જતા જ તેના દિમાગમાં કાઉંટ ડાઉન શરૂ થઈ ગયુ હતું . દર વર્ષે સુહાની ભાઈ બીજના દિવસે પોતાના જીજુ કમ મોટાભાઈને પોતાના ઘરે બોલાવતી હતી . બેસતા વર્ષે સુહાની અને અનિકેત સાલ મુબારક કરવા તેના ઘરે આવ્યાં હતાં . તે દિવસે સવારે જ કંઈ એવું બની ગયુ હતું . જેની ચાડી તેનો ઉદાસ ચહેરો ખાઈ રહ્યો હતો . તેને  શું થયું હતું ? આ વિશે તેણે કોઈને વાત પણ કરી 
નહોતી ..

તે વહેલી સવારે પડોસમાં પાણીનો ઘડો લેવા ગઈ હતી . ત્યારે પડોશની મોટી ઉંમરની મહિલાએ તેને મહેણું માર્યું હતું .


'  સપરમા દિવસે હું કોઈ વાંઝણીનું મોઢું જોતું નથી . ' 

આ ટકોર તેને હાડોહાડ લાગી આવી હતી . દિવસ ભર તેણે કંઈ ખાધું પણ નહોતું . 

સત્યમ તેની દિમાગી હાલત કળી ગયો હતો . પણ તેણે કોઈ ખુલાસો કર્યો નહોતો .

 છેલ્લાં કેટલાય દિવસથી તે માનસિક રીતે તો કંગાળ થઈ ગઈ હતી . તે સરખી રીતે ખાઈ શક્તિ નહોતી . તેના વિશે ઘરમાં કોઈને તેની ચિંતા કે ફિકર નહોતી . તે જ દિવસોમાં અનિકેતને પ્રમોશન મળ્યું હતું . પગાર સાથે તેની જવાબદારી અનેક ગણી વધી ગઈ હતી . આ જ કારણે તે સુહાનીનો ખ્યાલ રાખી શકતો નહોતો . આ વાતની તેના દિલો દિમાગ પર અવળી અસર થઈ ગઈ હતી . તેનું શરીર પણ ગળી ગયુ હતું . વજન ઘટી જતાં તે એક હાડપિંજર જેવી લાગતી હતી . તેના એક એક હાડકાં સાફ દેખાતા હતાં . તેની જીવવાની ઇચ્છા પણ મરી પરવારી હતી .વળી દિવાળીના દિવસે જ અનાથાલયના સંચાલકનો ફોને આવ્યો હતો .


'  સૉરી !  તમારી માનસિક તેમ જ શારીરિક હાલત નિહાળી અમે તમને બાળક દત્તક નહીં આપી શકીએ ..' 


દિવાળીના સારા દિવસોમાં તેના માથે આફતોનો મોટો પહાડ ખડો થઈ ગયો હતો .

રાતના લગભગ એક વાગ્યા સુધી સત્યમ તેના બાળકોને ફટાકડા ફોડાવવામાં વ્યસ્ત હતો ! 

થોડી વાર પછી તે પલંગમાં આડો પડ્યો . બીજા દિવસની યાદેં સત્યમની આંખો સામે સુહાનીનો ચહેરો ખડો થઈ ગયો . તેને કોઈ પ્રોબ્લેમ  હતો . આમ તો તે પોતાના જીજુ કમ 
, મોટાભાઈ જોડે બધી જ વાતો શેર કરતી હતી . પણ બે જ દિવસમાં તે ઘણી જ બદલાઈ ગઈ હતી .

સત્યમને એક જ વાતનો અફસોસ રંજ થતો હતો . તે સુહાનીને મદદ કરવા ચાહતો હતો . પણ તે પોતાની જાતને જ મદદ કરતી નહોતી તેને ભલા કોઈ તો શું ભગવાન પણ મદદ કરી શકતો નથી .

તેની આંખો માંડ જ બિડાઈ હતી . તે જ વખતે તેના ટેલિફોનની ઘંટડી બજી ઉઠી .

નિરાલી થાકને કારણે ઘસઘસાટ ઊંઘી ગઈ હતી . આ હાલતમાં સત્યમેવ સફાળા ઊભા થઈ રિસીવર ઉઠાવી કાને લગાડ્યું .

સામે છેડે અનિકેત હતો . તેના સ્વરમાં ભીનાશ વર્તાઇ રહી હતી . તેનો અહેસાસ થતાં સત્યમે ચિંતિત સ્વરે સવાલ કર્યો .

'  વોટ ઇઝ ધ મેટર ? ' 

'  સત્યમ ભાઈ !  સુહાની .. સુહાની ... ? ' 

' શું થયું ? ' 

' સુહાની ઈઝ નો મોર ' 

સામ્ભળી સત્યમ અવાક થઈ ગયો . તેના સ્વરમાં પણ ભીનાશ આવી ગઈ હતી . તે સામ્ભળી નિરાલી પણ જાગી ગઈ હતી .

'  શું થયું ? તમે કેમ રડવા જેવા થઈ ગયા ?  ' 

તે વખતે આઘાતને કારણે સત્યમના હાથમાંથી રિસીવર છટકી ગયુ . નિરાલીએ તેને ઉપાડી કાને ધર્યું .

સામે છેડે કોઈ અવાજ સંભળાતો નહોતો .

આ હાલતમાં નિરાલી પણ મૂંઝાઈ ગઈ હતી . 

ઘરમાં ચહલ પહલ થતી હોવાનો અણસારો આવતા સત્યમના પિતાજી પણ જાગી ગયા હતા . 

સત્યમે સ્વસ્થતા જાળવી ઘટસ્ફોટ કર્યો :

' સુહાની આપણને બધાને છોડીને જતી રહી છે !  ' 

સમાચાર સુણી નિરાલી પણ ભાંગી પડી . સત્યમે તેને સંભાળી લેતા અરજ કરી :

' નિરાલી !  પ્લીઝ તારી જાતને સંભાળ . જે થવાનું હતું તે થઈ ગયુ . આપણે તેને બદલી શકવાના નથી . તું જલ્દી તૈયાર થઈ જા . આપણે જલ્દીથી અનિકેતના ઘરે જવું પડશે . આપણી ત્યાં વધારે જરૂર છે !  ' 

તે સામ્ભળી સત્યમના પિતાજી એ કહ્યું :

' હું પણ તમારી સાથે આવું છું ! ' 

સત્યમે તેમને રોકતા કહ્યું :


' તમે હમણા રહેવા દો . હું તમને ફોન કરીશ પછી તમે રિક્ષા કરીને સીધા જ આવી જજો ! ' 

ગમે તે થયું હોય પણ તેમણે સુહાનીને પોતાના દીકરાની બહેન તરીકે સ્વીકારી લીધી હતી . તેમને  પોતાની દીકરી ગુમાવ્યા જેવી વેદના થઈ રહી હતી .

નિરાલીનું રુદન કેમેય કરીને શમતું નહોતું . આ હાલતમાં તેમણે પોતાની પુત્રવધૂને આશ્વસ્ત કરી હતી .

' બેટા ! રડવાથી ,, હિંમત ખોઈ બેસવાથી કંઈ વળે તેમ નથી .તું તો સમજું છે . બધું જાણે છે . જનારા કદી પાછા આવી સકતા નથી . પછી એવું શા માટે કરે છે ? તારે તો જઈને બનેવી અને તેના પરિવારને સંભાળવાના છે ! ' 

પોતાના સસરાની લાગણીભરી વાતો સામ્ભળી નિરાલીએ પોતાની જાતને સંભાળી 


 તૈયાર થઈ ગઈં . અને તેઓ રિક્ષામાં અનિકેતના ઘર ભણી રવાના થઈ ગયા . 

રસ્તામાં સત્યમ સતત નિરાલી સાથે વીતેલ અતીતની ઘટનાને વાગોળી રહ્યો હતો ..

'  મોટા ભાઈ !  પ્લીઝ સિગારેટ પીવાનું બંધ કરી દો !  ' 

' હું તમને સદાય મોટાભાઈ કહીને જ બોલાવીશ ! ' 
રાતના ત્રણ વાગ્યા હતા .

' મૈંને તો બસ માંગી યે દુવાએ ,, ફૂલોં કી તરહ સદા મુસ્કુરાએ .' 

' પ્યાર કા ઐસા ફસાના રચેગે કે યાદ હમારી જમાના કરેગા ! ' 

' બીતે તેરે જીવન કી ઘડિયાં આરામ કી ઠંડી છાઓ મેઁ , કાંટા ભી છૂ ના પાયે કભી મેરી લાડલી તેરે પાઓ મેઁ , 

સત્યમના આંતરમનમાં વારાફરતી આ બધા ગીતો ગુંજી રહ્યા હતા .

' તમે ખરેખર ભગવાનનું માણસ છો ! ! ' 

સુહાનીના આ શબ્દોની સ્મૃતિથી સત્યમની આંખોમાં આંસૂ આવી ગયા . 

તે એક વાર સુહાનીને ઈરાની હોટેલમાં લઈ ગયો હતો જ્યાં લગ્ન પહેલાં સત્યમ નિરાલીને લઈ જતો હતો .તેણે વાતવાતમાં તેનો હાથ પકડી જ્યોતિષ શાશ્ત્રનું જ્ઞાન હોવાનો ડોળ કરતા કહ્યું હતું ! 

' તારા નસીબમાં તો પૈસાદાર છોકરાનો યોગ છે ! ' 

' મારો અનીસ તો ઘણો ગરીબ છે ! ' 

'  આવતી કાલે તે પણ પૈસાદાર બની શકે છે ! ' 

સત્યમે મજાકમાં પોતાની સાળીને ફ્લર્ટ કરવાના ઇરાદે વાત કરી હતી જેને સુહાનીએ સાચી માની લીધી હતી . 

અડધા કલાકમાં તેઓ અનિકેતના ઘરે પહોંચી ગયા હતા ! 

ઘરમાં શોકનું વાતાવરણ છવાયેલું હતું . 

અનિકેત માનસિક તૌર પર સાવ ભાંગી ગયો હતો .

એકાએક શું થઈ ગયુ ? સત્યમ માટે કુતૂહલનો વિષય હતો . સુહાનીની ડેડ બૉડીના દર્શન કરવાના ઇરાદે નિરાલીએ પોતાના બનેવીને પૃચ્છા કરી .

તેનો જ્વાબ અનિકેત ના આપી શક્યો . આ હાલતમાં સુહાનીની નણંદે માહિતી આપી .સામ્ભળી સત્યમ અને નિરાલીના માથે જાણે વીજળી તૂટી પડી .

' સુહાની ભાભીએ આત્મહત્યા કરી છે આ હાલતમાં તેમની ડેડ બૉડીને પોસ્ટ મોર્ટમ માટે હૉસ્પિટલ મોકલવામાં આવી છે ! ' 

તેનો મતલબ હતો . સુહાનીનું મોત કુદરતી નહોતું . સત્યમે મૃત્યુની વજહ જાણી બીજો આંચકો અનુભવ્યો .

તેને વળી આત્મહત્યા કરવાની શી જરૂર પડી ? ' 

સત્યમના દિમાગમાં સવાલ ઉદભવ્યો . 

સુહાની એકાએક ગાયબ થઈ ગઈં હતી . 

મોડી રાત્રે સેક્યૂરિટી ઑફીસરે કોઈ કૂવામાં પડ્યું હોવાની ખબર આપી હતી . આ હાલતમાં અનિકેતે ફાયર બ્રિગ્રેડને ફોન કર્યો હતો . તેમણે આવીને સુહાનીની લાશ કૂવામાંથી બહાર કાઢી હતી . આ એક આત્મહત્યાનો કેસ હતો આ હાલતમાં ડૉક્ટરે ડેથ સર્ટિફિકેટ આપવાની ના પાડી હતી .પળભરમાં તેના મૃત્યુની ખબર ચોમેર ફેલાઈ ગઈં હતી . મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો .

સુહાનીએ મરતા પહેલા એક નોટ લખી હતી જેના આધારે તેની સાસુમાને અટકમાં લેવામાં આવ્યાં   હતા . તેમણે વાંઝણી હોવાને કારણે ખૂબ જ માનસિક ત્રાસ આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો . તદઉપરાંત તેણે પોતાની હતાશાની વાત પણ લખી હતી . તેની બગડેલી તબિયત માટે પણ તેણે પોતાની સાસુને જ દોષિત ગણ્યા હતા .

બીજે દિવસે બપોરના સુહાનીની ડેડ બૉડીનો કબજો મળ્યો હતો ! ત્યાર બાદ તેની અગ્નિ સંસ્કારની વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો ..
સુહાનીના મૃત્યુ બાદ અનિકેતના ઘર સામે થૂંકતા હતા .માતાના મતલબી , અવિચારી વર્તનને કારણે અનિકેતની ઇમેજને પણ બટ્ટો લાગ્યો હતો ..

તેની માતાનું અસલી રૂપ નિહાળી અનિકેતના રૂંવે રૂંવે આગ ભડકી ઉઠી હતી .  તેની માતા સુહાનીની  ખરાબ તબિયતનો અનાદર   કરી તેની પાસેથી ગમે ત્યારે ગમે તેવા કામ કરાવતી હતી . બેસતા વર્ષના દિવસે તેની તબિયત સારી નહોતી અને તે આડી પાડી હતી તેમાં તો તેમણે  આખું ઘર માથા પર લઈ લીધું હતું !  આ વાત સુહાની બરદાસ્ત કરી શકી નથી . સાસુના ત્રાસમાંથી છુટકારો મેળવવા જ તેણે મોતને વહાલું કરી લીધું હતું .અનિકેત તેની માતાને નફરત કરવા મંડ્યો હતો .સુધાને પણ માતાના વર્તનથી વસમો આઘાત લાગ્યો હતો .

દીકરીના મોતથી લલિતા બહેને મગરના આંસૂ વહાવ્યા હતા . દીકરીની દુર્દશા કરવા બદલ તેઓ પણ એટલા જ દોષિત હતા . તેમણે દીકરીને જૂઠી પટ્ટી ના પઢાવી હોત તો ?  આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત .

સુહાની સત્યમ માટે પીપળાના ઝાડ સમાન હતી . તેની વિદાયે સત્યમનું દિલ ભડોભડ બળી રહ્યું હતું .

જલ રહા હૈ દિલ મેરા 
મૈં ચુપ રહું તો કૈસે 
ઘૂંટ રહા હૈ દમ મેરા 
મૈં કુછ કહું તો કૈંસે 

તેની અંતિમ યાત્રામાં એક શખ્સે હાજરી આપી હતી . સત્યમ તેને ઓળખી ગયો હતો . તે જ સુહાનીના  અસલી પિતા પ્રકાશ ભાઈ હતાં .

બીજા કોઈને તેની અસલિયતની જાણ નહોતી પણ તેની બોડી લેંગ્વેજ અને કકળાટે ઘણા સવાલ ઊભા કર્યા હતાં .સુહાની તેમની દીકરી હતી છતાં તેઓ તેને દીકરી માનવા લાચાર હતાં . લલિતા બહેને તેમણે જૂઠા વાયદામાં બાંધી લીધા હતાં . તેમની આબરૂ તેમજ શાખ જાળવવા તેમણે પોતાના મોઢા પર તાળું મારી દીધું હતું .તેની લાગણી આંસૂ બની ચિતાની આગને ટાઢી પાડી  રહી હતી .તેમને કારણે જ તેમના વૈવાહિક જીવનમાં તિરાડ પડી  હતી છતાં તેને માટે તેમણે સુહાનીને કદી જવાબદાર માની નહોતી . તેમને ખુદના બે મજાના બાળકો હતાં જે લલિતા બહેનના સ્વાર્થની આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતાં ! 

સત્યમ તેમની વ્યથા નિહાળી ખૂબ જ અપસેટ થઈ ગયો હતો . તેણે સુહાનીના પિતાને આશ્વસ્ત કર્યા હતાં ! 

એક માત્ર સત્યમ જ હતો જે તેમને બરાબર સમજ્યો હતો . આ બદલ તેમના હૈયે અહોભાવની લાગણી ઉભરાઇ હતી . ત્યાર બાદ બંને એકમેકના આપ્ત જન બની ગયા હતાં .બંને એકમેકને મળતા પણ હતાં . તેમની વચ્ચેની આત્મીયતા નિહાળી લલિતા બહેનનું હૈયું ચચરી જતું હતું .

બેસતા વર્ષના દિવસે સાસુમાએ તેમની વહુ
ને માનસિક રીતે અનેક ઝાટકા આપ્યાં હતા ..સુહાની બધું જ ચૂપચાપ સહી રહી હતી પણ તેની સાસુમા એ સત્યમ અને સુહાનીના નિષ્પાપ , નિષ્કલંક સમ્બંધ સામે કાદવ ઉછાળ્યો હતો . આ વાત સુહાની બરદાસ્ત કરી શકી નહોતી . અને આ જ વાત તેની આત્મહત્યાની વજહ બની ગઈં હતી .

સુહાનીની અંત્યેષ્ટિમાં તેના અસલી પિતા પ્રકાશ ભાઈ પણ મોજૂદ હતાં . વિપુલે જ તેમને સુહાનીના મૃત્યુની જાણ કરી હતી અને તેઓ હાવરા બાવરા બની સ્મશાન દોડી આવ્યાં હતાં !  તેની ચિતા આગળ પોક મૂકીને તેઓ નાના બાળકની માફક રડવા લાગ્યા . તે જોઈ સત્યમ પણ અસ્વસ્થ થઈ ગયો . તેઓ માનસિક બબડાટ કરી રહ્યા હતાં . 

' મારા જેવો લાચાર  અસહાય પિતા બીજો કોણ હોઈ શકે ?  જે એક દીકરીને તેની માન્યતા નથી આપી શકતો .મને મારા પરિવારથી વંચિત રાખનાર લલિતાએ મને સુહાનીથી પણ સદાય વેગળો જ રાખ્યો . એટલું જ નહીં ભાઈ બહેનના સમ્બંધને પણ તેમને વાસનાની આગમાં ઝોકી દીધો ! ' 

સત્યમ બધું જ જાણતો હતો . તે પ્રકાશ ભાઈને ઓળખતો હતો . તેમને અનેક વાર પોતાના સાસુ સાથે તેમના ઘરમાં જોયા હતાં . તેઓ પ્રકાશ ભાઈને પોતનો ભાઈ છે તેવું સતત ગાણું ગાતા હતાં :

' પ્રકાશ મારો ભાઈ છે ! ' 

તેઓ બીજી ન્યાતના હતાં . આ હાલતમાં કોઈએ તેમના સમ્બન્ધોંને માન્યતા આપી નહોતી . લલિતા બહેન પરિવારના  સૌથી મોટા સભ્ય હતાં . આ જ કારણે કોઈ જ તેમનો વિરોધ કરી શકતું નહોતું . તેઓ પોતાની મરજી પ્રમાણે જ બધું કરતા હતાં . તેમણે પતિને તો ' જોરૂ કા ગુલામ '  બનાવી દીધો હતો . ઘરમાં તેમનું જ શાસન ચાલતું હતું . તેમના પતિનું ઘરમાં બિલકુલ ચાલતું નહોતું .તેઓ પતિ જોડે એક બાળક જેવો વ્યવહાર કરતા હતાં . તેમને સતત ટોકતા હતાં . તેમને કંઈ જ આવડતું નથી તેવું માનીને વારંવાર ટોણા મારતા હતાં . ઉતારી પાડતા હતાં . આ હાલતમાં તેઓ વધુ સમય ઘરની બહાર રહેતા હતાં . આમ પણ તેઓ ખાસ ભણ્યા નહોતા . આ કારણે તેમની કમાણી પણ વધારે નહોતી . આ હાલતમાં તેઓ ઑફિસમાં ઓવર ટાઇમ કરી ગુજારો કરતા હતાં . ઑફીસ તેમને માટે ઘરની ગરજ સારતું હતું .

લલિતા બહેને પોતાની સોચને કારણે પોતાના જોડા જ ગળામાં પહેરી અનેક મુસીબતોને આમંત્રણ આપ્યું હતું .

સત્યમેઁ તો તેમને જોયા પણ નહોતા . પણ નિરાલી અને સુહાનીના મોઢે તેને પોતાના સસરા વિશે બધી જ જાણકારી મળી હતી . તેને સઘળું જાણી તેના સસરાની ખુબજ દયા આવતી હતી .

પ્રકાશ ભાઈને લલિતા બહેન સાથે સમ્બંધ બાંધવાનો અફસોસ થતો હતો . તેઓ ખૂબ જ પસ્તાઈ રહ્યા હતાં .


લલિતા બહેન જોડેના ગેર કાનૂની સમ્બન્ધોંને કારણે પ્રકાશ ભાઈને પોતાનું બધું જ ખોવાનો વારો આવ્યો હતો ! તેઓ પોતાની પત્ની તેમજ બાળકો પાસે પાછા જવા માંગતા હતાં .પણ સુહાનીના મોતે એક મોટું રહસ્ય ખુલી ગયુ હતું .તેઓ સુહાનીના પિતા હતાં . આ જાણી તેમની પત્નીએ સમાધાન માટેનો એક માત્ર રસ્તો પણ બંધ કરી દીધો હતો . 

        ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( ક્રમશઃ )