Mukti books and stories free download online pdf in Gujarati

મુક્તિ

મુક્તિ

(રેલવે સ્ટેશન પર "મુક્તિ એક્સપ્રેસ" આવી ને ઉભી રહે છે, લાઉડ સ્પીકર માં ૧૫ મિનિટ ના હોલ્ટ ની જાહેરાત થાય છે. વિવેક અને રાધિકા પ્લેટફોર્મ પર એક બેન્ચ પર બેઠેલા છે. રાધિકાના ડાર્ક ગોગલ્સ એના ચહેરા ના નૂર ને વધારે છે પણ એના હાથ માં રહેલું પ્લાસ્ટર એની છબી માં ભંગ પડે છે.)

રાધિકા: ટ્રેન આવી ગઈ છે હું જાઉં છું,

વિવેક: જવું જરૂરી છે...?

રાધિકા: તો શું કરું રોકાઈ ને...?

વિવેક: ઘરે પાછા જઈએ...

રાધિકા: ક્યાં ઘર ની વાત કરે છે તું?

વિવેક: આપણા..

રાધિકા: કે તારા?

વિવેક: આપણું ઘર

રાધિકા: એમાં મારુ શુ છે??

વિવેક: હું છું ને?

રાધિકા: (હસીને) તું તારા મમ્મી પપ્પાનો નથી થયો મારો શુ થવાનો...

વિવેક(થોડો ચિડાઈ જઈ, પણ પોતાના પર કાબુ રાખી): ફરી શરૂ ના કર...

રાધિકા: હું એજ કહું છું, બહુ થઈ ગયું હવે તું ફરી શરૂ ના કર...

વિવેક (ગળગળો થઈ ને): હું તારા વગર...

રાધિકા: તું મારા વગર જ જીવે છે... બસ તને એવું લાગે છે કે.. (નિશાસો)

વિવેક (રાધિકા ને સમજાવતા): છો હું ના બોલું પણ હું પ્રેમ કરું છું તને..

રાધિકા(વિવેક સામે જોઈ ને): પ્રેમ માં શરીર પર love bites અપાય fracture નહીં...

વિવેક (થોડો હેબતાઈ જાય છે, પણ પછી નરમાશ થી): એતો ભૂલ માં મારા થી ધક્કો...

રાધિકા: તું સમજદાર માણસ છું, તને ખબર જ છે તે કેટલી ભૂલો કરી છે... એ વખતે પણ તારો હાથ ભૂલ માં જ ઉપડી ગયો હતો...

વિવેક(પોતાની જાત ને કોસ્તા):શુ કરું હું emotional માણસ છું.. હું કાબુ માં નથી રાખી શકતો પોતાની જાત ને...

રાધિકા: તારા માં emotion જ નથી... જો તું પોતાની જાત પર કાબુ ના મેળવી શકતો હોય તો તું પરિસ્થિતિઓ પર કાબુ મેળવવા કેમ માંગે છે??

વિવેક: કારણકે હું પ્રેમ કરું છું તને...

રાધિકા: તું મને પ્રેમ કરે છે..?

વિવેક: હા, બહુ જ...

રાધિકા: મારી આંખ માં આંખ નાખી ને કહી શકે છે?? (આંખ પર થી ગોગલ્સ ઉતારી લે છે, રાધિકા ની એક આંખ સુજી ગયેલી દેખાય છે.)

વિવેક (રાધિકા ના ચેહરા થી નજર હટાવી લે છે) : ગોગલલ્સ પહેરી લે...

રાધિકા: કેમ શરમ આવે છે? કાલે રાતે તો નોહતી આવી...

વિવેક (આજુ બાજુ જોઈ ને): જો પ્લેટફોર્મ છે... અહીં આ બધું... લોકો જુએ છે..

રાધિકા: કેમ? કાલે ઘરે ઓછા લોકો એ આવી ને જોયું છે...??? (રાધિકા શરમથી ગોગલ્સ પહેરી લે છે.)

વિવેક: જો , મેં આ બધી વસ્તુ માટે મેં તને સોરી કીધું જ છે ને..

રાધિકા (ડુસકા જોડે): તારું સોરી, અબોર્શન થી તેં મારી નાખેલ મારુ બાળક મને પાછું નહિ આપી દે..

વિવેક (બીજી દિશા માં જોતા): એ વાત ને બે વર્ષ થયા...

રાધિકા: અને છત્તા છેલ્લા બે વર્ષ થી હું તારી સાથે રેહતી હતી...

વિવેક: આપણી financial condition ત્યારે એવી નોહતી કે.. આપણે એ બાળક ની જવાબદારી ઉપાડી શકીએ...

રાધિકા: આપણી financial condition એવી નો હતી કે તારી mental condition એવી નોહતી કે તું એક 'બાળકી' ને સ્વીકારી શકે???

વિવેક: મારી માનસિક સ્થિતિ સારી નથી? મારી?? તે તારા અબોર્શન પછી દવાઓ લેવાની ચાલુ કરી છે.. શુ એ હું નથી જાણતો..??drugs લે છે તું...

રાધિકા:(હસે છે, પર્સ માંથી એક દવા ની strip કાઢી આપે છે.) ગર્ભ નિરોધક ગોળીઓ છે.. મારી કૂખ એક વાર કબર બની એ પછી.. મારા માં માતા તારીખે એ શક્તિ જ નોહતી રહી કે હું... હું..

વિવેક (આઘાત માં): કે હું શું...? હું શું??? તને ખબર છે ને કે આપણે છેલ્લા 1 વર્ષ થી try કરી રહ્યા હતા કે... આપણા વચ્ચે પડેલી આ ખાઈ એક નાના બાળક ની આંગળીઓ થી ભરાઈ જાય... (રડી પડે છે.)

રાધિકા: ખબર છે મને.. પણ હું મારા બાળક ની આંગળી પકડી ને.. એને નર્ક ના બગીચામાં તો ના જ ફરવા લઈ જઈ શકું ને.. એટલી, કુરબાની તો હું એક માતા તરીકે આપી જ શકું ને?? (ફિક્કું હસે છે)

વિવેક (આક્રોશ માં): તે દગો કર્યો છે મારી જોડે...

રાધિકા: પોતાના આવનાર બાળક ને તો દગો ના આપી શકું ને?

વિવેક(રડતા): આપણો સંસાર બાળી નાખ્યો તેં...

રાધિકા: ચલો, એ આગ ની હૂંફ થી કોઈક બાળક તો બચી ગયું..

વિવેક (તૂટી પડે છે) : શુ હું એટલો ખરાબ છું... કે... હું એક બાળક નો પિતા પણ ના બની શકું..

રાધિકા (એક આત્મવિશ્વાસ જોડે): ના... પણ તું મારા બાળક નો પિતા બનવાને તો લાયક નથી જ...

વિવેક (પાગલ બની ને): હું પતિ છું તારો.. પ્રેમ કર્યો તો આપણે.. લગ્ન કર્યા છે, આપણે... એક બીજા જોડે સ્વપ્નાઓ જોયા હતા આપણે...

રાધિકા: (વાત કાપી) હા, પ્રેમ કર્યો તો મેં તને.. ખોટા સપના બતાવ્યા હતા તે મારા માતાપિતા ને.. લગ્ન ના નામે દહેજ થી તે પોતાની જાત નો સોદો કર્યો હતો મારા માતાપિતા જોડે.. અને છતાંય છેલ્લા 6 વર્ષ થી હું તારી પત્ની છું.. તું મારો પતિ ક્યારેય નથી બન્યો...

વિવેક: (ગુસ્સે થઈ જાય છે) શુ બકે છે તું...?? તારા બાપ કરતા વધારે સારી રીતે રાખી છે તને.. મોંઘા મોંઘા કપડાં.. મોટી ગાડી.. નવો ફ્લેટ શુ નથી આપ્યું મેં તને..

રાધિકા (શાંતિ થી): પ્રેમ, respect.. હૂંફ નથી આપી.. ફ્લેટ લોકો ને બતાવવા, ગાડી સ્ટેટ્સ જાળવવા.. અને સારા કપડાં ના ગિફ્ટ રેપર માં વિટાળેલી એક ટ્રોફી વાઈફ મિત્રો ને બતાડવા... બધા માં બસ તું ખુશ થવો જોઈએ... કાલરાત ના આખા તાયફા પછી તું આજે પણ અહીં ખાલી એ માટે છે કે જેથી હું પછી આવી જાઉં અને તારી સોસાયટી ના લોકો સામે લાજ રહી જાય.. you are just a selfish jerk..તે કદી મારી ખુશી પણ જોઈ છે??

વિવેક: અચ્છા, તો તારી ખુશી .. સારું ચાલ માંગ આજે શુ આપું હું તને.. તને એવું લાગે છે કે તને હું પ્રેમ નથી કરતો.. તો માંગ આજે તું જે માંગીશ એ હું તને આપીશ...

રાધિકા: સાચ્ચે તું મને પ્રેમ કરે છે? તારી પાસે હું જે માંગીશ એ તું મને આપીશ..??

વિવેક: હા હું તને બહુ જ પ્રેમ કરું છું, તું જે માંગીશ એ હું તને આપીશ... (રાધિકા નો હાથ પકડી લે છે.)

રાધિકા :(હાથ છોડાવી, પર્સ માંથી પેપર કાઢે છે..) divorce papers છે, આજે તું મને બસ આના પર તારી signature આપી દે..

વિવેક: આ પેપર તે ક્યારે બનાવ્યા....

રાધિકા: છેલ્લે મમ્મી ને ત્યાં ગઈ હતી ત્યારે..

વિવેક: એતો.. બે મહિના પહેલા...

રાધિકા: હા, જ્યારે આપણો ઝગડો થયો હતો.. ને તેં મારી પીઠ પર પોતાના પટ્ટા થી ચિત્રકલા ની આકૃતિ બનાવી હતી ત્યારે..

વિવેક: બની જ ના શકે.. હું તારા પપ્પા ને ફોન કરું છું... કે તમારી છોકરી.. પાગલ થઈ ગઈ છે...

રાધિકા (વિવેક ને ફોન કરતો અટકાવી): Actually, પપ્પા એ જ મારી પીઠ પર તારી ચિત્રકાલા નો નમૂનો જોઈ.. મને.. કાગળો આપી ને કીધું હતું કે.. ચિત્રકાર ને કહે જે કે યાદગીરી માટે આ કાગળ પર પોતાનો ઔટોગ્રાફ આપી દે અને પછી પોતાના માટે... બીજું કોઈ કેનવાસ શોધી લે...પણ હું નાદાન.. દરરોજ સવારે તને એક chance આપતી રહી.. કે કાશ આજે તું મારી જિંદગી માં પ્રેમ ની પીંછી ફેરવિશ... પણ હવે હું થાકી ગઈ છું.. આજે હું તારી પાસે છેલ્લી વાર પ્રેમ માંગીશ... Please આમાં sign કરી મને 'મુક્તિ' આપી દે...

( વિવેક સ્તબ્ધ થઈ જાય છે, ટ્રેન ના ઉપડવાની છેલ્લી announcement થાય છે, રાધિકા બેગ લે છે.. ટ્રેન તરફ ચાલે છે, ટ્રેન માં ચઢે છે, ટ્રેન માં ઉભી રહી પાછળ ફરી વિવેક ને જુએ છે.)

રાધિકા: ટ્રેન ઉપડે છે, તું સહી કરી ને મોકલાવી દે જે કુરિયર માં.. વાંચી લે જે.. મારે તારી ખાધા ખર્ચી નથી જોઈતી.. મને બસ તું મારી જિંદગી પાછી આપી દે.. મને તું મુક્તિ આપી દે..

(પ્લાસ્ટર વાળા હાથ સાથે બીજો હાથ જોડી વિવેક ની આગળ ભીખ માંગે છે.. goggles માંથી એક આંસુ મુક્ત થઈ જાય છે.. ટ્રેન ચાલવા માંડે છે... આંચકાને લીધે રાધિકા નું balance બગડે છે.. પણ તરત એ બાજુ માં પકડી લઇ પોતાની જાત ને સંભાળે છે.. વિવેક ને દૂર જતો જુએ છે.. વિવેક કાગળો અને રાધિકા ને વારાફરતી જોયા કરે છે. રાધિકા ને દૂર જતા નથી જોઈ શક્તો એટલે ટ્રેન પાછળ દોડે છે. જાણે છેલ્લી વાર તૂટેલી જિંદગી પછી મેળવવા માંગતો હોય. રાધિકા એને plaster વાળા હાથે આવજો કરતી ટ્રેન ના દરવાજે ઉભી રહે છે.. ટ્રેન ગતિ પકડી, પ્લેટફોર્મ ને પૂરું કરી ને આગળ વધી જાય છે. વિવેક ટ્રેન નથી પકડી શકતો છતાં હજુ પણ દોડે છે, પ્લેટફોર્મ છોડી ને ટ્રેન ના પાટા ઓ પર ટ્રેન ની પાછળ જાણે ટ્રેન ને કોઈ પણ હાલત એ પકડવા માંગતો હોય એમ દોડે છે. રાધિકા ને વિવેક દેખાતો બંધ થતાં દરવાજા થી અંદર તરફ જાય છે. વિવેક થાકી ને ઉભો રહે છે.. દુર પાટા પર જતી ટ્રેન ને જુએ છે.. હાથ માં ના કાગળો જુએ છે.. એક નજર કરી ફરી ટ્રેન તરફ જુએ છે.. ત્યાંજ બાજુ ના પાટા પર એક બીજી ટ્રેન આવતી ડોકાય છે. વિવેક ફરી કાગળો ને જુએ છે. જિંદગી આખી યાદ કરે છે, જતી ટ્રેન ને જુએ છે, હવે નજર બાજુ ના પાટા પર આવતી ટ્રેન પર રાખે છે.. ધીમા પગલે બાજુ ના પાટા તરફ જાય છે , અને પાટા પર આવી ઉભો રહે છે. ટ્રેન નો ડ્રાઈવર હોર્ન મારે છે. પણ વિવેક સાંભળતો નથી. વિવેક કાગળો તરફ જુએ છે.. હસે છે અને ધીરે થી કહે છે.. "મુક્તિ". ટ્રેન નો ડ્રાઈવર બ્રેક મારે છે પણ ટ્રેન.. બહુ લાંબુ અંતર કાપ્યા પછી ઉભી રહે છે.. ડ્રાઈવર બહાર નિકેળ છે. પાછળ જુએ છે.. હવાના લીધે ટ્રેન નીચે થી લોહી થી ખરડાયેલા કાગળો ઉડી ને બહાર આવે છે.)

( રાધિકા ટ્રેન ના દરવાજે થી અંદર compartament માં જતી હોય છે ત્યાં જ.. એને કાંઈક બેચેની લાગતા બાજુ ના dustbin ને પકડે છે.. અને અંદર ઉલટી કરે છે. બાજુ માં ઉભેલા માજી રાધિકા ની પીઢ પર હાથ ફેરવે છે. રાધિકા ઉલટી ચાલુ રાખે છે.)

માજી: અરે, મારી છોકરી આ દશા માં કોઈ મુસાફરી કરતું હોય?

(રાધિકા હસીને પાછળ જુએ છે, બેગ માંથી પાણી ની બોટલ કાઢવા જાય છે, પણ હાથનું પ્લાસ્ટર નડે છે.)

માજી: (બોટલ કાઢી આપતા) બોલો, હાથ પણ તોડ્યો છે, હવે તું પોતાનો હાથ સંભાળીશ કે.. (રાધિકા ના પેટ તરફ જુએ છે.) કયો મહિનો છે...? લાગે છે હજી શરૂઆત જ છે..

રાધિકા: હા, બીજો મહિનો છે..

માજી : અને આ હાથ..

રાધિકા: પડી ગઈ હતી..

માજી: બેન આ સમય માં તો બહુ સાચવવાનું હોય.. હજુ તો નવુ નવું હોય એમાં તું આમ.. પડી જાય, મુસાફરી કરે.. તારો મર્દ તને કાઈ બોલતો નથી? એને સાચવવું જોઈએ ને તને..

રાધિકા: ના માજી એવું નથી.. હું છું ને.. હું સાચવી લઈશ તૂટેલો હાથ પણ અને ...

(આંસુ ગાલ પર દોડી આવે છે. રાધિકા એને તરત નૂછે છે. માજી રાધિકા ના ગાલ પર હાથ મુકે છે. રાધિકા થી નથી રેહવાતું, પારકા માજી ને ગળે લાગી ને રડી પડે છે. "મુક્તિ એક્સપ્રેસ" પાછળ બીજી ટ્રેન ને નડેલા અકસ્માત ની જાણ વગર અને પરવાહ કર્યા વિના પોતાના માર્ગ પર આગળ વધે છે.)

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.

Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.