Second chance - 13 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | સેકેન્ડ ચાન્સ - ભાગ 13

સેકેન્ડ ચાન્સ - ભાગ 13

આશુતોષ ગાડી લઈ સીધો અર્ચનાના ઘર પાસે આવે છે અને અર્ચના ને ફોન કરી નીચે બોલાવે છે. અર્ચના વિચારે છે કે અત્યારે આશુને મારુ શુ કામ પડ્યું !!! વિહુને તો કંઈ ના થયું હોય!! અને તે વિચારતી વિચારતી નીચે આવે છે. તેની નજર હાથની હથેળી આપસમાં ઘસતા આશુતોષ પર જાય છે. તે તેની નજીક જાય છે. આશુતોષના ચેહરા પર તે નર્વસનેસ જૂએ છે. તે કહે છે, શું થયું આશુ any problems !!  અર્ચના એટલા પ્રેમથી પૂછે છે કે આશુતોષનો નિર્ણય પાક્કોથઈ જાય છે. આશુતોષ કેવી રીતે વાત કરવી એની ગડમથલમા હોય છે અર્ચના તેના ખભા પર હાથ મૂકે છે અને કહેછે, વિહુ તો સારો છે ને એને કંઈ થયું તો નથી ને !!

ના વિહાન એકદમ ફાઈન છે પણ મને સારુ નથી આશુતોષ અર્ચનાની આંખોમાં જોતા કહે છે.

અર્ચના : કેમ તમને શું થયું તબિયત તો બરાબર છે ને ?

આશુતોષ : તબિયત તો બરાબર છે. પણ દિલ બેચેન છે.

અર્ચના : મતલબ

આશુતોષ : જો અર્ચના મને ફેરવી ફેરવીને વાત કરવાની આદત નથી. મારી વાત ધ્યાનથી સાંભળજે. અને તને મારી કોઈ વાતથી ખોટું લાગે તો અત્યારથી માફી માંગુ છું.

આશુતોષની વાત સાંભળી અર્ચનાનું દિલ ધડકવા લાગે છે.

અર્ચના : તમે પહેલા વાત તો કરો એનાથી મને ખોટું લાગશે કે નહી એ હું નક્કી કરીશ.

આશુતોષ : અર્ચના હું તને પસંદકરવા લાગ્યો છું. ઈન્ફેક્ટ તને પ્રેમ કરવા લાગ્યો છું. આ કંઈ પહેલી નજરનો પ્રેમ નથી. પણ જેમ જેમ તને જાણતો ગયો , સમજતો ગયો તેમ તેમ તું મારા દિલમા સમાતી ગઈ. વિહાન જ્યારે તારો અને મારો હાથ પકડીને ચાલે છે ત્યારે મને મારો પરિવાર પૂરો લાગે છે તુ સાથે હોય ત્યારે મને મારી કે વિહાનની કોઈ ફિકર રેહતી નથી. મને એક તસલ્લી હોય છે કે તુ અમને બંનેને સંભાળી લેશે. તારો વિહાન પ્રત્યેના પ્રેમને જોઈ અને તારા જીવનમાં જે કંઈ પણ બની ગયુ તેને અવગણીને તને જીવનને ખુશીથી જીવતા જોઈ મને તારા પ્રત્યે ઘણુ માન થતુ. પણ જેમ જેમ તને જાણતો ગયો તેમ તેમ તારા તરફ આકર્ષાતો ગયો. અને એ આકર્ષાણ ક્યારે પ્રેમમાં બદલાઈ ગયો મને ખબર જ ન પડી.

અર્ચના શુ તુ મને તારી જીંદગીમાં સામેલ થશે ? શું તુ મને તારા  જીવનનો હિસ્સો બનાવશે ? જો હુ તને પહેલા કેહતે તો તુ કદાચ વિહાનના કારણે તુ હા પણ પાડત. પણ એનાથી વિહાનને મા જરૂર મળતે પણ તને પતિ કે મને પત્ની નહી મળત. હુ ઈચ્છતો હતો કે તારી આંખોમાં વિહાન પ્રત્યે જેવી મમતા જોવા મળે છે તેવો પ્રેમ મારા પ્રત્યે પણ જોવા મળે. હુ તો હજુ પણ કઈ નહી કેહતે પણ જ્યારે મમ્મીએ તારા માટે મેરેજ પ્રપોઝલ ની વાત કરી ત્યારથી મારુ મન બેચેન થઈ ગયુ. એક અજબ પ્રકારની ટીસ હ્રદયમાં ઊઠતી હતી. છેલ્લે નક્કી કર્યું કે જે થાય તે એકવાર મારી લાગણીઓને તારા સમક્ષ રજુ કરી દઉ. પછી તારો જે નિર્ણય હશે તે મનેસ્વીકાર્ય હશે.

જો અર્ચના હુ જાણુ છું કે હુ એટલો રોમેન્ટિક નથી અને મને મારી લાગણીઓ વ્યક્ત કરતા નથી આવડતું. તને રોજરોજ ફૂલો આપી ન શકુ પણ તારો હરએક દિવસ ફૂલોની સુગંધની જેમ મહેંકતો રેહશે તેવુ પ્રોમિસ આપુ છું. તુ એવુ ના વિચારતી કે તુ ના પાડશે તો વિહાન, મમ્મી કે બીજાબધા સાથેના તારા સંબંધો પર અસર પડશે. તુ હા પાડે કે ના પાડે તુ વિહાનની મમ્મી જ રેહશે. માટે હ્રદય પર કોઈ પણ બોજ નહી રાખતી અને જે તારુ દિલ કહે એ જ કરજે. અત્યારે હુ  જાઉ છું. હુ તને અત્યારે જ જવાબ આપવાનુ કહી ને તને અસહજ મેહસુસ નથી કરાવવા માંગતો. so take your time.  અને દિલને સાંભળીને નિર્ણય લેજે. અને તને મારી સામે કેહતા સંકોચ થતો હોય તો ફોન પર પણ ફક્ત હા કે ના લખી દે જે હુ સમજી જઈશ. હવે હું જાવ છુ. good night & take care.

આટલું કહી આશુતોષ તો ચાલ્યો જાય છે પણ અર્ચના તો ત્યાં ને ત્યાં જ ઊભી રહે છે. આશુતોષની વાત સાંભળી અર્ચના એકદમ શોક્ડ થઈ જાય છે. આશુતોષે જે પણ કહ્યુ તેની પર તેને વિશ્વાસ જ નથી આવતો. એને હમણા પણ આ બધું સપના જેવુ લાગે છે. એટલામાં એની મમ્મીનો અવાજ આવતા એ તંદ્રામાથી જાગે છે અને ઘરમાં જાય છે.

પોતાના રૂમમાં જઈ અર્ચના ખૂબ વિચાર કરે છે. આશુતોષ દ્વારા કેહવાયેલા હરએક શબ્દને યાદ કરે છે. પછી પોતાના મન સાથે જ વાતો કરે છે. શું હુ પણ આશુતોષ માટે એ જ લાગણી અનુભવું છું. આશુતોષે કહ્યું એ પ્રમાણે વિહાન તરફની લાગણીના કારણે તો હું એની તરફ નથી ઢળી ને !!
પણ એવુ હોય તો કેમ હુ રોજ આશુતોષના ફોનની રાહ જોવ છું!! કેમ મારા કાન હંમેશા એનો અવાજ સાંભળવા માટે આતુર હોય છે!! કેમ એ આસપાસ હોય ત્યારે મારી નજર વારંવાર એની ઉપર જાય છે!! અને એ આસપાસ ના હોય ત્યારે મારૂ મન કેમ બેચેન બની જાય છે!! કેમ જ્યારે એણે પ્રેમનો એકરાર કર્યો ત્યારે મારા દિલને એક અજબની ખુશી મેહસુસ થઈ હતી.

આટલા બધામનોમંથન પછી અર્ચનાને સમજાય છે કે એ પણ આશુતોષને પ્રેમ કરે જ છે. જેવી એ આ નતીજા પર આવે છે તેના ચેહરા પર ચમક આવી જાય છે. પણ પછી એના ચેહરા પર થોડુ ટેન્શન આવી જાય છે કેમકે એને તો આશુતોષ તરફના પ્રેમનો એહસાસ થઈ ગયો હતો પણ એનો ઈઝહાર આશુતોષ સમક્ષ કેવી રીતે કરવો અવિચારી તે ડરી જાય છે. એ વિચારે છે હુ આશુતોષની સામે તો કોઈ દિવસ મારી ફીલીંગ નહી કહુ શકું. હવે શું કરવું એ વિચારતી હોય છે ત્યારે એને આશુતોષની ફોન પર જવાબ આપવાની વાત યાદ આવે છે. એને પણ આ રીત જ યોગ્ય લાગે છે. અને તે ફોન હાથમાં લે છે.

હાથમાં ફોન લેતા જ એના હાથ ધ્રુજવા લાગે છે. એનુ દિલ જોરજોરથી ધડકવા લાગે છે. એના પેટમાં હજારો પતંગીયા ઊડતા હોય એવું એ અનુભવે છે. એ મેસેજ ટાઈપ કરવા જાય છે પણ પછી ઘડિયાળમાં જુએ છે તો બે વાગીને વીસ મિનિટ થઈ ગઈ હોય છે. અને તે વિચારે છે કે આટલી રાત્રે મેસેજ કરવો યોગ્ય નથી. વહેલી સવારે જ કરીશ એમ વિચારી તે સૂવા જાય છે. પણ બંનેની આંખોમાંથી ઊઘ ગાયબ હોય છે. આશુતોષ અર્ચનાનો શું જવાબ આપશે એ વિચારે છે, અને અર્ચના આશુતોષને કેવી રીતે જવાબ આપવો એ વિચારે છે. બંને એકબીજાને યાદ કરતા સૂઈ જાય છે. 

છ વાગ્યાની આસપાસ અર્ચનાની આંખો ખુલે છ. આંખો ખોલતાં જ એની નજર ફોન પર પડે છે અને એના હાથફોન તરફ લંબાઈ છે. અને જલ્દી જલ્દી એ વ્હોટએપ ખોલી આશુતોષને મેસેજ કરે છે. 

"મારી આંખોની ભાષા તમે સમજી લેશો એવો વિશ્વાસ છે,
  તમારા આ પ્રેમનો મને પણ એહસાસ છે.
  જો જીવનમા તમે પણ સામેલ હો મારા,
  તો હરએક દિવસ સપનાની સોગાટ છે.
  એક સવાલ લઈને આવ્યા હતા તમે કાલે,
  એ સવાલનો જવાબ મારો પણ 'હા' જ છે."

આટલું લખી અર્ચના સેન્ડનુ બટન દબાવે છે.આ બાજુ આશુતોષ ક્યારનો હાથમાં ફોન લઈ અર્ચનાના મેસેજની રાહ જુએ છે. જેવો ફોનમાં નોટીફીકેશનનો સાઉન્ડ આવે છે તે તરત જ જુએ છે તો અર્ચનાનો જ મેસેજ આવેલો હોય છે. તે એકદમ બેબાકળો થઈને મેસેજ રીડ કરે છે. મેસેજ વાંચીને તે એક લાંબો શ્વાસ લે છે અને પછી ખૂબ ખુશ થાય છે.