Friendless books and stories free download online pdf in Gujarati

ફ્રેંડલેસ !

૦૧ ગર્લ ઓન લાસ્ટ બેન્ચ !

ગામડેથી શહેરમાં તો આવી ગયાં , પણ હવે યક્ષપ્રશ્ન એ હતો કે શાળા ગોતવી કેમ ? આમ તો શહેરમાં આવી ને શાળા કેમ ગોતવી એ પ્રશ્ન જ હાસ્યાસ્પદ કેવાય પણ ' આપણાં પ્રમાણે શાળા ' ગોતવી હોય ત્યારે આ પ્રશ્ન હાસ્યાસ્પદ નહીં પણ ખડમાંથી સોય ગોતવા જેવો વિકટ પ્રશ્ન બની જાય છે. કેમકે ગામડે તો દસમા સુધી મફત શાળા હતી પણ અહીં મફત શાળા અને એ પણ અગિયાર બારની ! રામ બોલો રામ !

ને...એ દસ બાય દસની બે ઓરડીમાં રહેતાં એ પાંચ સભ્યોના પરિવારમાં ઘમાસાણ શરૂ થઈ ગયું . દસમાની પરીક્ષા હજી હમણાં જ પુરી થઈ હતી . ને...

બીજા દિવસથી શાળાઓનાં ટોળામાંથી માફક આવે તેવી શાળાની શોધ શરૂ થઈ . એની સાથે એક રાબેતા મુજબનું શિડયુલ પણ જાણે શરૂ થઈ ગયું .

લગભગ શાળામાં આવું બનતું .

પેહલા તો રજિસ્ટ્રેશન કરવામાં આવતું. થોડી વાર બેસવામાં આવતું . ને પછી ઓફિસમાં ચર્ચા માટે એટલે કે ' વહીવટ ' માટે બોલાવવામાં આવતા .

' બેસો ! '

' હા ...'

' લાવો પ્રમાણપત્ર ! '

ને એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ આવેલાં પ્રમાણપત્ર જ્યારે આપવામાં આવતા ત્યારે એ ઓફિસની ખુરશીમાં બેઠેલો માણસ ( ? ) પ્રમાણપત્ર ના બદલે ' પ્લાસ્ટિકની થેલી ' ને તાકી રે'તો . જાણે એને એડમિશન આપવાનું હોય એમ એનાં ભવાં કઈક અલગ જ ભાવ બતાવવા લાગતા ને આખરે....

' 5000 રૂપિયા થશે . ! '

ને એ સાથે જ ચર્ચા પુરી થઈ જતી . આ રીતે લગભગ દરરોજ બસ બાર , તેર ..જેટલી દેખાઈ તે શાળામાં ' ચર્ચા ' કરી આવિયા પણ ક્યાંય મેળ બેઠો નહીં .

'ટકા તો બહુ સારા આવ્યા છે ' શબ્દ સાંભળી ને અનુભવાતો આંનદ બીજી જ પળે ' 5000 કે 7000 આપવા પડશે એ સાંભળતા જ ઉદાસી છવાઈ જતી ને એ સાથે જ વીસ સૂરજ હડિયાપટી કાઢી એમથી તેમ દોડી ગયા . પુરા મહિનાની કમાણી જ જ્યાં 7000 હોય ત્યાં એટલાં શાળામાં તો કેમ દય દેવા ? માનો કે દય પણ દેવી પણ પછી......

ને આખરે નક્કી થયું કે , ' આજ તું જ જા . આજે જો કોઈ વાત ન બને તો કાલથી આપણે આ બધું બંધ કરી હીરામાં કામે ચડી જાવ ! '

એક કાળો સન્નાટો છવાઈ ગયો . સાતમા ધોરણથી મોત જેવા લાગતાં 'હીરા '! લાચારીએ સાતમા ધોરણમાં જ હીરાને આકાર આપતા શીખવી દીધું હતું પણ હવે એ તો.....

ને હું એ સવારે મારા કાગળિયા ( હવે તો એ માત્ર ' કાગળિયા ' જ હતાં ને ? ) લઈ નીકળી પડ્યો . અગિયાર નમ્બરની બસ પકડી ચાલવા ...!

એક કલાક બાદ હાઇવે આવ્યો ને ' અહીં કોઈ સસ્તી ને સારી શાળા ખરી ? ' આ પ્રશ્ન જ્યારે એ દુકાનદારને પૂછ્યો ત્યારે જાણે હું કોઈ દરિયામાંથી આવેલ કોઈ અજીબ પ્રાણી હોય એમ મને ઘુરતો રહયો .

' આ હામેના સર્કલથી ડાબા હાથ પર હાલ્યો જા...ઇયા થી રોજ છોકરા છોકરીયું આવતાં હોય છે....'

ને હું એ દિશામાં કોઈ અદમ્ય ઉત્સાહથી ચાલવા લાગ્યો . વાત સાચી હતી . થોડી વાર પછી એક મકાન દેખાયું . પણ આ થોડું વિચિત્ર હતું .જાણે કોઈ રેલગાડી હોય એમ એક જ હારમાં લગભગ 12 થી 13 વર્ગખંડ હતાં . હું અંદર પ્રવેશ્યો ?

સાચે જ આજ સુધી જોયેલી શાળાઓમાં આ કઈક અલગ હતી . મોટા બંગલા ને બદલે મકાન સાદું હતું. મેદાનમાં ગાડીઓ ના બદલે ઝાડવા હતાં . હું તો બસ આવી ગયો . ગભરામણ થતી હતી...

' કોનું કામ છે ? ચોકીદારે પૂછ્યું .

'અગિયારમા ધોરણમાં એડમિશન લેવું છે....'

' ...ભલે.....સામે જતો રે . ત્યાં ઓફીસ છે. '

આમ તો રેલગાડીમાં એન્જીન આગળ હોય પણ આ શાલમાં એન્જીન ( ઓફીસ ) વચ્ચે હતી. હું એ તરફ આગળ વધી ગયો .

'અંદર આવું સર ! '

' હા ...'

' બોલો...! '

' જી . સર અગિયારમા ધોરણમાં .....'

' ભલે....સાંભળ બેટા ! આ ફોર્મ ભરી દે . બધાં ડોક્યુમેન્ટ જોડી અહીં જ પાછા આપી જા . ને બે દિવસ પછી સામેનાં નોટીસબોર્ડમાં નામ જોઈ લેવું . જો નામ આવી જાય તો 1230 રૂપિયા આખા વર્ષની ફી...ને બસ...તારું એડમિશન થઈ જશે....'

હું ઘડીક તો કઈ સમજ્યો જ નહીં. આવા વાક્યોની આદત નોહતી ને ? મેં ફોર્મ ભર્યું ને આપ્યું .

હીરા કે ચોપડા ?

બસ બે દિવસમાં નક્કી થઈ જવાનું હતું. પણ મને લાગતું હતું કે આવનારો સમય અહીં આ શાળામાં જવાનો છે.....

ને ....ત્રીજા દિવસે જયારે હું એ નોટીસબોર્ડ જોવા ગયો તો.....આંખના ખૂણામાં કઈક પાણી આવી ગયું... મારું નામ એ લિસ્ટમાં ત્રીજું જ હતું.....ને હું ચોપડા લઈને જવાનો હતો....

-

ફી ભરાઈ ગઈ ને યુનિફોર્મ ..બધી તૈયારી પુરી થઈ ને મારી શાળા શરુ થઇ .

એ દિવસે મારો પહેલો દિવસ હતો. હું ફોર્મ ભરવા આવેલો એ દિવસે જેટલો ગભરાયેલો હતો એનાથી વધુ આજે ગભરાયેલો હતો. ચારે બાજુ ટોળાં જ ઉભા હતાં . અફસોસ કે બધાં અજાણ્યા હતા ને હું પણ !

હું એક લીમડા નીચે ઉભો રહી ગયો . ચકળવકળ આંખે બધું જોતો હતો...

' અગિયારમુ....! ' એક છોકરો મને પૂછતો હતો .

' હા...'

' નવુ એડમિશન ? '

' હા...અને તું....'

' હું પણ...'

' ચિરાગ '

' હું શંકર ! '

ને એ નવી શાળામ નવા સાથે પહેલી વાત !

ને પ્રાર્થના નો બેલ પડ્યો . બધા વર્ગખન્ડમાં ભાગવા લાગ્યા . હબે પ્રાર્થના તો ગ્રાઉન્ડમાં કે હોલમાં થાય ને ? પણ અહીં તો....

બધાં જતાં હતા પણ મારે ક્યાં જવું....હડબડીમાં પેલો પણ અલગ થઈ ગયો . ..હવે વર્ગ કયો એ જ ખબર ન હોય તો કરવું શું ?

બસ હાલ્યા જવું , બીજું તો શું ? હેં ?

ને હું એ રેલગાડી જેવી શાળાના પ્લેટફોર્મ જેવા વર્ગખન્ડની હરોળમાં આવી ગયો .

' એ ભાઈ . આ અગિયારમા ધોરણનો વર્ગ કયો...?

' બારમો...! ' કહી એ ભાઈ તો ફાઇલ લઈને ચાલતા ચાલતા જ જવાબ દઈ ચાલ્યા ગયા...

' હેં ! બારમો! '

ને મને થયું કે અગિયારમાં નો બારમો કેમ હોય...? ને હું વર્ગ નમ્બર 11 માં બેસી ગયો .

સાહેબ આવ્યા . ને હાજરી પુરાઈ પણ મારું નામ ન આવ્યું .

સાહેબ પણ કંઈક ચકરાવા હોય એમ મને જોઈ રહ્યા.

'બોલ ભાઈ....'

' હું પાછળ જોઈ ગયો...'

' પાછળ નહિ...હું તને જ કહું છું...! '

' જી સર નવું એડમિશન ! '

' હા...એ બરાબર પણ કયું ધોરણ ? '

' અગિયારમું....! '

જેવું હું અગિયારમું બોલ્યો કે બધા હસી પડ્યા . એક તો પહેલો દિવસ ને મોટા વર્ગમાં બધાં હસે તો શું દશા થાય ?

'બેટા ...આ બારમા ધોરણનો વર્ગ છે. અગિયારમા ધોરણનો વર્ગ બાજુનો....છે...'

' સોરી સર....' કહેતો હું વર્ગમાંથી માંડ માંડ બાર નીકળ્યો..

' પેહલા જ દિવસે ભોપું વાગી ગયું..ને હું મારાં વર્ગખન્ડ તરફ આગળ વધ્યો . સાચે જ અગિયારમા રૂમમાં બારમું હતું ને બારમા માં અગિયારમું ! આખરે મારો વર્ગ મળ્યો ખરો...!

હું જેવો અંદર જવા જવ ત્યાં ...

' આંધળીનો છે...જોઈને હાલતો હોય તો...! '

' તારે આંખું હોય તો તું જ જોઈને હાલને આંધીળીની ! '

ટેવ કંઈ જાય ?

ને પેલી રાતી ચોળ થતી થતી જતી રહી...

ને હું પણ ...

અહીં પણ બાંધેલી જગ્યા જ મળી . છેલ્લી બેન્ચ ને છેલ્લી જગ્યા ને એ પણ બારી પાસે !

' કા...શંકર ..સુ કેતિતી પેલી....'

ઘડી તો હું ચમક્યો....ને આગળની બેન્ચમાં બેસેલો ચિરાગ પાછળ ફર્યો...

' અરે ! તું .....એ સુ કે...! '

' જરા બચીને રેજે...! '

' હં.....' કહી હું મારી જગ્યાએ ગોઠવાયો...

થોડી વાર માં સાહેબ પણ આવી ગયાં . હાજરી પુરાઈ. મારૂ નામ આવી ગયું..મોટી ચિંતા ગઈ ને મારી આ શાળામાં સાચે જ નવી શરૂઆત થઈ...

હાજરી પુરાઈ પછી સાહેબ પોતાનો પરિચય આપવા લાગ્યા.

' મારુ નામ જયંતભાઈ પરમાર ! હું તમને ગુજરાતી ને સંસ્કૃત વિષય સમજાવીશ. ટાઇમટેબલ તમને કાલે મળી જશે. ને એ સાહેબે સંસ્કૃત શરૂ કર્યું ને હું પણ સાથે લાવેલા પસ્તીના ચોપડો લઈ ' બી રેડી ' થઈ ગયો . બધાંના માથા રાબેતા મુજબ પુસ્તકોમાં ઘુસાડેલા હતાં . ટેવ મુજબ મન થયું કે થોડી વાત કરીએ પણ કોની સાથે ...?

થોડો ડર પણ લાગતો હતો...કેમકે અહીં સામન્ય પ્રમાણે નોહતું..આમ તો વર્ગમાં છોકરીયું ઓછી હોય ને છોકરા વધુ હોય પણ અહીં તો એંસીના વર્ગમાં 80 તો છોડીયું જ હતી ને છોકરાં 30 ! આમેય તે એ પાર્ટી સાથે કયારેય બન્યું જ નોહતું કેમકે....કેમકે એવું જ હતું...!

પણ ટેવ મુજબ ઉપર જોવાઇ ગયું. મારી જેમ જ છોડીયુંમાં પણ છેલ્લી બેંચે બારી પાસે એક છોકરી હતી . મારુ જોવું ને એનું જોવું ...અચાનક ખબર ન પડે એમ સંધાઈ ગયું . ને....એ ..

' ઓય....! '

' હં..' હું ચમક્યો.....!

' શું હતું ..? ' ચિરાગે હસતા હસતા જ પૂછ્યું ને મેં પણ એ રીતે જવાબ આપ્યો , ' કંઈ નહિ ...! '

પણ કદાચ ...ત્યાં બઘું જ હતું...બઘું ...! બસ એને નામ શું આપવું એ નામનો શબ્દ જ ન મળ્યો .....