varta : global warming books and stories free download online pdf in Gujarati

વાર્તા : ગ્લોબલ વોર્મિંગ

?આરતીસોની?

         ?વાર્તા : ગ્લોબલ વોર્મિંગ?
 
મીરાં સ્કૂલેથી આજે આવી ત્યારથી અપસેટ હતી. દાદીએ પુછ્યું, "દીકા કેમ આજે મોઢું ફૂલાવીને આમ બેઠી છે? શું થયું? બોર્નવીટા પીને નાસ્તો કરી લે, ચાલ આપણે પાર્કમાં જઈએ.."

ના મારે નથી જવું..
પણ કેમ દીકા?

"આજે મારે સ્કૂલમાં "ગ્લોબલ વોર્મિંગ" વિશે લખવાનું હતું પણ મને કંઈ સૂઝતું જ નહોતું. શું લખું."

"બસ એટલું જ એમાં મારી દીકુ આટલી બધી નારાજ થઈ ગઈ છે. ચાલ, જલ્દી જલ્દી નાસ્તો કરી લે હું સમજાવું તને ગ્લોબલ વોર્મિંગ એટલે શું."

મીરાં ફટાફટ નાસ્તો કરી કપડાં બદલી દાદી પાસે આવી ગઈ ને બોલી, "ચાલો દાદી મને કહો જલ્દીથી  ગ્લોબલ વોર્મિંગ એટલે શું.?"

"હાતો સાંભળ.. ગ્લોબલ વોર્મિંગ એટલે..

સુર્ય કીરણો પૃથ્વી પર પડે એમાંના કેટલાંક કીરણો વાતાવરણમાં શોષાઇ જાય છે.. અને કેટલાંક કીરણો અંતરીક્ષમાં પાછા ફરે.. પણ કાર્બન ડાયોક્સાઇડનો ગુણધર્મ છે કીરણોને પાછા જવા નહી દેવાનો."

"તો પછી દાદી ઝાડ તો બહું જ ઉગાડવા જોઇએ આપણે.. કેમકે એ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ને શોષી લે છે અને ઓક્સિજન ફેંકે છે. અને એ ઠંડક પણ આપે છે. ખરું ને દાદી.."

"હા મારી દીકુ કેટલી સમજણી છે..  જો, ચારે બાજુ કોંક્રિટના બિલ્ડિંગોથી ઘેરાયેલાં અને વાહનોનો બેફામ વધારો શહેરોમાં ગ્લોબલ વોર્મિંગ શું છે એ મુદ્દાને સમજવા માટે સમાજમાં જાગરૂકતા લાવવી જરૂરી છે. પર્યાવરણની સુરક્ષા કરવી આપણી નૈતિક ફરજ તો ખરી જ પરંતુ આપણી જવાબદારી પણ બને છે.
      આ વ્હિકલોનો અને ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ એટલો બેફામ બધો વધી ગયો છે જે એના ઝેરી વાયુથી પ્રદૂષણ ફેલાવે છે.. જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ખૂબ વધી ગયું છે." 

"તો તો દાદી એ સૂર્ય કિરણોને અહીં જ રોકી લે તો ગરમી ખૂબ લાગે. આપણે પ્રદૂષણ ફેલાવે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.."

"આ પ્રદૂષણની સમસ્યા એટલી ગંભીર છે કે આપણે સામાન્ય નાગરિકોની પણ પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ કેળવવાની જરૂર છે.  નહીંતર પર્યાવરણની સમતુલા ખોરવાઈ જવાની શક્યતાઓ છે. ઈશ્વરની ભેટ સમાન કુદરતી સત્વિક તત્વોથી ભરપૂર સંપત્તિનો ધ્યાન પૂર્વક, સમજદારીથી અને કરકસર પૂર્વક ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં કુદરતી આફતોનો સામનો કરવાનો વખત નહીં આવે."

મીરાં દાદીને વળગી પડી બોલી, "હેં દાદી એટલે શું થાય પછી.?"

"અને દીકુ જો, પૃથ્વી પર કાર્બનડાયૉક્સાઇડ આ કારણોસર વધવાથી સુર્યના જે કીરણો અધોરક્ત સ્વરૂપે પાછા ફરતા હતાં તે પૃથ્વીપર રોકાવા લાગ્યા અને પૃથ્વીનું તાપમાન લગભગ ૧ અંશ શેલ્સીયસ વધારી નાખ્યું છે હજારો વર્ષ પહેલાં ભૂતકાળમાં પૃથ્વી પર ૨ અંશ શેલ્સીયસનો વધારો પૃથ્વીપર હિમયુગ લાવ્યો હતો.."

"હા એટલે જ દાદી, આ વખતે ઠંડી બહું જ પડી ને ગરમી પણ બહું જ પડી છે.."

"પર્યાવરણને ભરખી જતાં અને દાનવ સમા પ્રદૂષણનો જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. પર્યાવરણ રુંધાઈને ભડથું થાય એ પહેલાં નુકસાનકારક હોય એવા કેમિકલ્સનો, પ્લાસ્ટિક બેગનો અણધડ  ઉપયોગ ન કરતા કુદરતી સંપત્તિનો ઇકો ફ્રેન્ડલી દ્વારા સમજદારીથી કરેલો ઉપયોગ પર્યાવરણને બચાવવામાં મદદ થશે."

"દાદી, આકાશેથી ઓકાતા પ્રકોપથી બચવાનો પણ સહેલો અને સરળ ઉપાય છે વૃક્ષો, પાણી, હવા..ને પ્રદૂષણ મુક્ત રાખીએ.  
વૃક્ષોનું થતું વિચ્છેદન..
પાણીનો થતો દુર્વ્યય..
વાહનો દ્વારા હવામાં ફેલાતું પ્રદૂષણ અટકાવવું આપણા હાથમાં જ છે.
જીવાદોરી સમાન શ્વસનતંત્રને  આબાદ બચાવી શકીએ છીએ.."

"અને મીરાં દીકા, આપણે જ ભૂલી ગયાં છીએ આપણાં પ્રકૃતિનાં ઋતુચક્રને.!! એ કુદરતની અમૂલ્ય ભેટને.! નદી, સરોવર અને સમુદ્રમાં ઠલવાતો કચરો શું રોકી ન શકીએ.? આપણો સમાજ જાગૃત થઈ આગળ આવે તો જ આપણે પર્યાવરણની જાણવળીનો યક્ષપ્રશ્ન ઉકેશી શકીએ. આ ગંભીર યક્ષપ્રશ્ન માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહિ આપણે પણ પર્યાવરણની સુરક્ષા માટે એટલો જ સાથ સહકાર આપવો જોઈએ."

"અને દાદી આ પર્યાવરણની સુરક્ષાની આપણાંથી જ પહેલ કરી એ તો કેવું રહેશે..! આડેધડ કપાતા વૃક્ષોને ચાલો આપણે જ બચાવીએ તો!"

"બહુ હોશિયાર થઈ ગઈ છે મારી દિકુ તો, આપણાં ઘરની આજુબાજુ ખુલ્લી જગ્યામાં વૃક્ષનું એક બીજ રોપીએ! જે સમય જતાં એ એક ઘટાદાર વૃક્ષ બનશે. એ તમને અને આપણી આવનારી પેઢીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ.."

"અને દાદી, અમને સ્કૂલમાં શીખવ્યું હતું એકવાર, શાકભાજીના કચરાને ફેંકી ન દેતાં એને ક્યારામાં નાખવાથી ખાતર બને અને માટી ફળદ્રુપ થાય છે.."

"પાણીનો થતો વ્યર્થ વ્યય આપણા ઘરેથી જ અટકાવીએ તો! કપડાં અને વાસણ સાફ કરવામાં સમજણથી પાણીનો ઉપયોગ કરીશું તો પાણીનો ખોટો વ્યય અટકશે..
     વિજળી અને વાહનનો ઉપયોગ સમજણપૂર્વક કરીશું તો વાતાવરણમાં ફેલાતું પ્રદૂષણ નિયંત્રણ થશે. વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવી. જ્યાં વીજળીનો બિનજરૂરી વપરાશ અને વિજળી વ્યર્થ થતી અટકાવવી આપણાં હાથમાં જ છે.. જ્યાં પગપાળા ચાલીને જઈ શકાય તેમ હોય ત્યાં વાહનનો ઉપયોગ ટાળી શકાય છે એ આપણા હાથમાં જ છે..
     ઇકોફ્રેન્ડલી કાગળની બેગનો વપરાશ વધારી, પ્લાસ્ટિક બેગનો અણધડ ઉપયોગ ટાળી શકાય છે.."

"હવે સમજી ગઈ દાદી, પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ ઓછો હોય તો ગરમીનું પ્રમાણ વધતું નથી અને પૃથ્વી પર વાતાવરણ પ્રદૂષણ મુક્ત જળવાઈ રહે છે.."

"પેટ્રોલીયમનો બેફામ ઉપયોગ, વીજળી ઉત્પાદન માટે કોલસો બાળીને, મોટા મોટા કારખાનાઓમાં કેમિકલ્સનો બેફામ ઉપયોગ આ તમામ બાબતોના પરિણામે પૃથ્વી વધારે ને વધારે ગરમ થવા લાગી તે પ્રક્રિયાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે."

"દાદી.. આજે મને ખબર પડી આ ગ્લોબલ વોર્મિંગ એટલે શું.. તમે ખૂબ સુંદર રીતે સમજાવ્યું.. થેન્ક્યુ દાદી.."©

-અસ્તુ
-આરતીસોની © રુહાના.!