elon musk books and stories free download online pdf in Gujarati

એલોન મસ્ક ધ ફ્યુચરઇસ્ટિક મેન - ઈલોન મસ્ક

આ ઇલોન મસ્ક છે કોણ? આ સવાલ દરેક વ્યક્તિ ને થાય છે જે આ લેખન વાંચી રહ્યુ છે. આપનો ધન્યવાદ પાઠકો જે મારી અપડેટ રેગયુલર વાંચે છે. તો ચલો શરૂ કરીએ.

ઇલોન મસ્ક એક લામ્બા દૃષ્ટિકોણ ધરાવનાર તેેેમજ એક નવા અને ઉજ્વળ ભવિષ્ય નું વિચારનાર અને એક અડચણ વગરનું વિચાર ક્ષમતા રાખનાર વ્યક્તિ છે.આ એક અમેરિકન અને કેનેડિયન બિઝનેસમેન છે. ઇલોન મસ્ક વિશ્વના સૌથી શક્તિશાળી અને સૌથી ઉચ્ચ કક્ષાની વિચાર ક્ષમતા રાખનાર સદીના સૌથી મોટા મહાન વ્યક્તિ છે જે ભવિષ્યને કાબૂમાં રાખવાની ક્ષમતા રાખે છે કઈ નિર્માણ કરવાનું અને આગળનું વિચારવાનું આ બે ક્ષમતાઓ તેમને પહેલેથી જ વિકસાવી લીધી હતી.
નાનપણમાં જ એમને એટલી બધી ચોપડીઓ વાંચી લીધી હતી કે એક ગ્રેજ્યુએટ વ્યક્તિ પણ નથી વાંચી શકતો તેના ગ્રેજ્યુએશન દરમિયાન જ્યારે તેઓ બાર વર્ષના હતા ત્યારે તેમને ઘરે બેઠા એક કમ્પ્યુટર ગેમ બનાવી હતી જેનું નામ છે બ્લાસ્ટર અને આ ગેમ તેમને એક ઓનલાઈન કંપનીને વેચી હતી ૫૦૦ ડોલરમાં.

નાનપણથી તેમને એક જ વિચાર હતો કે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે કે જેનું સોલ્યુશન નથી અને જેનું સોલ્યુશન આપણે શોધવાનું છે.
આનો અર્થ એ કે તે કહે છે કે સમસ્યા એ મોટી સમસ્યા નથી પણ તેનું સમાધાન શોધવું એ સૌથી મોટી અને જટિલ સમસ્યા છે એમની કંપનીમાં કોઈ વર્કર એમ કહી દે કે આ મારાથી નથી થઇ શકતું તો તે વ્યક્તિનો તેમની કંપનીમાં છેલ્લો દિવસ હોય છે તેની નોકરી નો તેઓ તેમના વર્કર્સને એક જ વસ્તુ કહે છે કે પછી જરૂરથી થશે પણ કઈ રીતે થશે તે વિચારો તેમનું માનવું છે કે અસફળતા એ જ એકમાત્ર વિકલ્પ છે સફળતા મેળવવાનો આ એક એવા વ્યક્તિ છે જે પૃથ્વી માટે જીવવા માંગે છે અને બધી સૃષ્ટિ માટે એક પ્રેરણારૂપ વ્યક્તિ છે.

આમણે સોલર સીટી બનાવી જે એક ટકાઉ ઉર્જા નિર્માણ પર કામ કરે છે અને એક ટેસ્લા મોટર કંપની બનાવી જે એક ટકાઉ ઊર્જા વપરાશ પર કામ કરે છે ફોરબિસ મેગેઝિનના અનુસાર તેઓ વિશ્વના 21 માં સૌથી અમીર અને શક્તિશાળી વ્યક્તિ છે તેઓ એક પ્રોગ્રામર અને રોકેટ સાયન્ટીસ્ટ છે તેમને રોકેટ સાયન્સનો અભ્યાસ નહોતો કર્યો પણ તેમણે રોકેટ સાયન્સ ના વિશે બુકો વાંચી વાંચીને પોતાની જાતને રોકેટ સાયન્સ માટે તૈયાર કરી હતી નાનપણથી જ તેઓ પુસ્તકકિય કીડા હતા.

તેઓ માનતા હતા કે GREAT LEADER DON'T TRY TO FORCE A SQUARE OEG INTO A ROUND HOLE. આનો અર્થ એ છે કે મહાન વ્યક્તિઓ પોતાનો સમય કોઇ નકામા કામ માટે નથી બગાડતા પરંતુ ઉચ્ચ કક્ષાની ટીમ બનાવવામાં અને એ ટીમની અંદરની ક્ષમતા ઓળખવામાં સમય બગાડે છે અને આનો બીજો અર્થ એ છે કે ક્યારેય માછલી ઝાડ ઉપર નથી જઇ શકતી ઝાડ ઉપર તો વાંધો ચડી શકે છે પણ માછલી ગમે તેટલો પ્રયત્ન કરી લે તો પણ નથી ચડી શકતી કેમકે તેને પાણી વગર રહી શકાતું નથી તેમનું માનવું છે કે કોઈપણ અસાધારણ કામ કરવું હોય અથવા કરાવવું હોય તો તેમની ટીમ એક સક્ષમ અને ઉચ્ચ કક્ષાની હોવી જરૂરી છે.

તેઓનું એમ પણ માનવું છે કે પહેલી વારમાં જ એક સારો વ્યક્તિ પસંદ કરો જે યોગ્ય હોય તમારા કામ માટે એક હારી ગયેલો વ્યક્તિ ક્યારેય કામ આવી નથી શકતો કેમકે તે તો હંમેશા નેગેટીવ જ વિચાર કરશે કે મારાથી આના થઈ શકે હું ના કરી શકું તેઓ માને છે કે પરિણામ ગમે તે હોય અને ન થાય એનાથી મતલબ નથી પણ કઈ રીતે કરવું તે જ વિચારવું અને તેના માટે અલગ-અલગ ઉપાયો વિચારીને તેને અજમાવવા એ જ તેમનો સિદ્ધાંત છે એટલે કે ઉદ્દેશ નથી બદલવાનો પણ તેના પર કાર્ય કરવાના અલગ અલગ પ્રયત્નોને બદલવાના છે તેમ જ તેમની ક્ષમતા અને બદલવાની છે ના કે ઉદ્દેશને.

નાનપણ આખો 12થી 15 કલાક ભણવામાં જ કાઢી નાખ્યો અને તેને સમજવામાં જ કાઢી નાખ્યું આખી જિંદગી કામ જ કર્યું દિવસના પંદર પંદર કલાક તેઓ કામ કરતા હતા અને પોતાની જાત પાસેથી અશક્ય ક્ષમતા ની માંગણી કરતા હતા એલોન મસ્ક પોતાની પાસે ધાર્યા કરતાં વધારે ફળ ની આશા રાખતા હતા કારણ કે તેઓ માનતા હતા પોતાની જાત પર અને આવું કરનાર સો માંથી કોઈ એક જ વ્યક્તિ હોય છે તેઓ કહેતા હતા કે મારે એ નથી કરવું જે થઈ શકે છે મારે તો એ જ કરવું છે જે કામ કરવાનું બાકી રહી ગયું છે. I DON'T EXPECT TO DO WHAT IS POSSIBLE I WANT TO DO WHAT IS NEEDED TO BE DONE.


એલોન મસ્ક એ ઘણી બધી હાઈ ક્લાસ કંપની નું નિર્માણ કર્યું હતું જેમાં સમાવેશ થાય છે ઝીપ ૨ એક્સ ડોટ કોમ પેપલ સ્પેસ એક્સ ટેસલા મોટર સોલાર સિટી હાઇપરલુપ વન ઓપન એ આઈ ન્યુટરાલિંક ધ બોરિંગ કંપની વગેરે અને આ બધી કંપનીઓ ની ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે મસ્ક નુ એવું માનવું છે કે તેઓ મંગળ ગ્રહ ઉપર લોકોને મોકલશે અને મંગળ ગ્રહ પર જીવન ચાલુ કરશે સાલ 1995માં એલોન મસ્ક એ પોતાના ભાઇ કિંબલ સાથે મળીને જીપ 2 નામની સોફ્ટવેર કંપની ચાલુ કરી અને આ કંપની માટે તેમને મદદ પણ મળી રહી તેમના પરિવાર તરફથી તેમજ બહારથી પણ મદદ તેમને મળવા લાગી નાની ઉંમરમાં જ તેઓ કંપનીના સીઈઓ બની ગયા હતા પરંતુ તેમના સભ્યો એટલે કે તેમના કંપનીના સભ્યોને એ ગમતું નહોતું તેથી તેમના કંપનીના સભ્યોએ તેમને હટાવવાની માંગ કરી કેમ કે તેઓ માનતા હતા કે આટલી નાની ઉંમરમાં બનેલા સીઈઓ પાસે અનુભવ ક્યાં હશે.

સાલ 2000માં ડોટકોમ બબલ અલ્પ થવાની તૈયારીમાં હતી તો કંપનીના સભાએ વિચાર્યું કે હવે આ કંપની વેચી નાખવી જોઈએે અને આ કંપની વેચી નાખી જેનો મુનાફો હતો લગભગ 3૦૭ મિલિયન ડોલર જેમાંથી એલોન મસ્ક ના ભાગમાં સાત ટકા એટલે કે 22 મિલિયન ડોલર આવ્યા. અને આ ૨૨ મિલિયન ડોલર ને બીજી કંપની ના નિર્માણ પર લગાવી દીધા જેનું નામ છે એક્સ ડોટ કોમ આ એક ઓનલાઇન ટ્રાનજેકશન કંપની હતી. એટલે કે એક બેન્કિંગ કંપની હતી.

આગળ જતાં આ એક્સ ડોટ કોમ નામની કંપની નું સંગઠન થયું કન્ફીનીટી નામની કંપની સાથે અને તેનું નામ પાડવામાં આવ્યું પાયપલ.એક વખત એલોન મસ્ક ની તેમના ચીફ ટેકનિકલ ઓફિસર સાથે બબાલ થઈ ગઈ અને આ બેહેસમાં વાત એ હતી કે લિનક્સ પર રાખવી કે વિન્ડોઝ ઉપર રાખવી આ બેન્કિંગની સિસ્ટમને અને તે સમયે ચીફ ટેકનીકલ ઓફિસરે બોર્ડના બધા મેમ્બર્સને સંગઠન કર્યા અને એલોન મસ્ક ને કાઢી મૂકવાની વાત થઈ કંપનીમાંથી તે સમયે એલોન માસ્કના નવા નવા લગ્ન થયા હતા જ્યારે તેઓ તેમની પત્ની સાથે હનીમૂન પર ગયા હતા ત્યારે બોર્ડના બધા મેમ્બર એ તેમને પાછળથી કાઢી મુક્યા કંપની માંથી નીકળ્યા બાદ તેમને મળતી રકમ ખુબ જ મોટી હતી જેની કિંમત હતી લગભગ ૧૬૫ મિલિયન ડોલર.

પાયપલ માંથી નીકળ્યા બાદ તેમને સ્પેસ રિસર્ચ પર કામ કરવાનું શરૂ કર્યું અને મંગળ ઉપર જીવન શોધવાનું શરૂ કર્યું અને વિચાર્યું કે મંગળ પર જીવન નો વિકલ્પ મળતા જ ત્યાં હું લોકો માટે જીવન ચાલુ કરીશ અને આ કામ માટે તેઓ રશિયા ગયા અને રશિયાના સ્પેસ રિસર્ચ સેન્ટરમાં વાત કરી કે મારે રોકેટ જોઈએ છે જેની મદદથી હું મંગળ ગ્રહ ઉપર જઈ શકું જીવનની શોધ માટે અને રશિયાએ આ રોકેટ નો ખર્ચો કર્યો હતો લગભગ આઠ મિલિયન ડોલર આઠ મિલિયન ડોલર ની વાત સાંભળતા જ એલોન મસ્ક એ કહ્યું કે આ ખૂબ જ મોટી રકમ છે તો રશિયાએ તેમનો આ પરિપત્રનો અસ્વીકાર કર્યો.


ત્યારબાદ તેઓ રશિયાથી પાછા આવ્યા અને વિચારવા લાગ્યા કે કેમ હું જ રોકેટ બનાવી દઉં મંગળગ્રહ ઉપર જવા માટે તો તેમને આ રોકેટના બનાવટ માટે ઘણી બધી પુસ્તકો વાંચી રોકેટ સાયન્સ ના લગતી અને તેમના ઘણા બધા પ્રયત્નો અને વાંચન ના આધારે reusable રોકેટ નું નિર્માણ કરી નાખ્યું.અને તે સમયે તેમને સ્પેસ એક્સ નામની કંપનીની શરૂઆત કરી આ reusable રોકેટ નો કોન્સેપ્ટ એવો હતો કે રોકેટને અંતરિક્ષમાં મોકલવા તેનું પરીક્ષણ કરવું એટલે કે આંતરિક્ષ પરીક્ષણ કરવું અને ત્યારબાદ તે જ રોકેટ પોતાની મૂળ જગ્યાએ પાછું આવી જાય.

તો તેમને ખૂબ જ ઓછી કિંમતમાં reusable રોકેટ નું નિર્માણ કર્યું જ્યારે એલોન મસ્ક એ પોતાનું પહેલું રોકેટ અંતરિક્ષમાં છોડ્યું ત્યારે તેમના રોકેટના એન્જિનમાં આગ લાગી ગઈ હતી જેથી તેમને પ્રથમ પ્રયત્ને અસફળતા મળી હતી અને આ અસફળતા ખૂબ જ મોંઘી પડી હતી ત્યારબાદ તેમને બીજો પ્રયત્ન કર્યો અને આ બીજા પ્રયત્નમાં તેમનું રોકેટ અડધેથી જ પોતાની દિશા ભટકી ગયું હતુ. અને આ બીજા પ્રયત્નમાં એટલું મોટું નુક્સાન થયુ હતુ કે તેમને મળેલું બધું જ ધન આ બીજા પ્રયત્ન માં પૂર્ણ થઈ ગયું હતું. અને તેમને ત્રીજો પ્રયત્ન પણ કર્યો અને તેમાં પણ તેમને અસફળતા મળી અને તેમને મળેલ નસા તરફથી પૈસા પણ પૂર્ણ થઈ ગયા. અને તેમને ચોથો પ્રયત્ન પણ કર્યો અને આ ચોથા પ્રયત્ન પર પોતાનું બધું જ દાવ પર લગાવી દીધુ અને ભાડા ના મકાનમાં રેહવા માટે જતા રહ્યા.

ચોથા પ્રયત્નની સફળતા પણ મળી અને નાસા તરફથી 1.5 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો.નાસા અને ઈસરો આ બન્ને સરકારી કંપનીઓ છે પરંતુ તેમની પાસે reusable રોકેટની ટેકનોલોજી ન હતી જે elon musk એ 4 પ્રયત્ને કરી બતાવ્યું હતું. અને આજની તારીખમાં elon musk નાસાનું ઇક્વિપમેન્ટ તથા કાર્ગો અને સેટેલાઈટને આંતરિક સુધી પહોંચાડવાનું કામ પણ કરે છે તેમની કંપની સ્પેસ એક્સ દ્વારા.

ત્યારબાદ તેમને મળેલા પૈસા ટેસ્લા મોટર કંપની પર લગાવ્યા અને ખૂબ જ જલ્દી તેઓ આ કંપનીના સીઇઓ પણ બની ગયા. અને ટેસ્લાની લઈને એક ઇલેક્ટ્રિક કાર બનાવવાનું સપનું પણ તૈયાર કરી દીધું હતું એલોન મસ્ક એ. પહેલી ઇલેક્ટ્રીક કારની કિંમત હતી લગભગ 109000 ડોલર કિંમત ખૂબ ઊંચી હોવાને લીધે આ ગાડી માર્કેટમાં વેચાઈ ન હતી અને અસફળતા મળી હતી. બીજા પ્રયત્ને આ ગાડીની કિંમત ઓછી થઈ હતી અને ત્રીજા પ્રયત્ને આ ગાડીની કિંમત તેની મૂળ સ્થિતિ પર આવી હતી એટલે કે માર્કેટમાં વેચવા યોગ્ય કિંમત ઉપર આવી હતી.આમ ઘણી અસફળતા ઓ મળ્યા પછી પણ તેઓ આજની તારીખમાં એક સક્સેસફૂલ બિઝનેસમેન અને સક્સેસફુલ વ્યક્તિ છે જેમની વાર્ષિક આવક 20 મિલિયન ડોલર છે. અને વિશ્વના 50 અમીર વ્યક્તિઓમાં આજની તારીખમાં તેમનું નામ છે.વિશ્વભરમા એલોન મસ્ક એક મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે પ્રખ્યાત છે.

તો આમ એલોન મસ્ક એક ભવિષ્યવાદી અને ભવિષ્ય વિશે વિચારનાર તથા એક અડચણ વગર ની મહાન વિચારધારા રાખનારા મહાન વ્યક્તિ છે.