Rangeen duniyanu meghdhanushy - 14 books and stories free download online pdf in Gujarati

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૪

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૧૪

વિકિના ડિસ્ચાર્જની વાત કરવા જેકી ડૉક્ટર પાસે જાય છે.

'મે આઈ કમ ઈન? વિકિના ડિસ્ચાર્જની થોડી વાત કરવી છે.', જેકીએ કહ્યું.

'હા, સ્યોર. આપણે ડિસ્ચાર્જ પેપર રેડી કરી લીધા છે. તમે બસ સાઈન કરીને સબમિટ કરાવી લો.'

કલાક પછી જેકી બધી જ ફોર્માલિટી પતાવીને આવ્યો અને વિકીને ઘરે લઇ જવા કાર કાઢી, વિકી કારમાં બેઠો સાથે હૅલન અને શનાયા પણ હતા.

'જેકી, પ્લીઝ, કમ. આઈ નીડ ટુ ટૉક વિથ યુ.', ડોક્ટરે જેકીને બોલાવીને કહ્યું.

જેકી થોડા સમય પછી વાત કરીને આવ્યો અને કાર ચાલુ કરી.

'અરે દોસ્ત! શું વાત છે? ડોક્ટરે કેમ તને ફરી બોલાવ્યો?? અને આ પોલીસ વાળા સાહેબ હજી કેમ અહીંયા જ છે? એમને વિશ્વાસ નથી થયો હજી કે બધું બરાબર છે?? વાત શું છે? અને આ હૅલન કેમ એટલા ટેન્શન માં છે?', વિકી બધાની સામે એકશ્વાસે બોલ્યો.

'ના. બધું બરાબર છે. ટેન્શનની કોઈ વાત નથી. હવે ઘરે જઈને હૅલનના હાથના ભજીયા ખાવા છે. આ તારા ચક્કરમાં કેટલાય દિવસથી સરખું જમ્યું નથી અને આ શનાયા પણ ક્યારની આમ જ બેઠી છે. તું મને ઘરે એકલામાં મળ દોસ્ત એટલે તારી વાત છે. તું છૂપોરુસ્તમ તો નીકળ્યો જ!', જેકી આંખ મારતા બોલ્યો.

'દોસ્ત, ઘરે લઇ લે ભાઈ. માથું ભારે લાગે છે. તારે તો ઠીક છે લાવરીઓ કરવી છે. શનાયા તારે ઘરે જવાનું નથી?? તું પણ હૅલનના ઘરે આવે છે? હું તો હમણાં અહીંયા જ રહેવાનો છું. આ હૅલન અને જેકી મને ઘરે નહિ જવા દે. અમે તને ઘરે મૂકી જઈએ પછી અમે ઘરે જતા રહીશું.', વિકી શાનયા સાથે વાત કરતા બોલ્યો.

'ના, આજે કોઈ ઘરે નહિ જાય. શનાયા પણ અહીંયા જ રહેશે. ચાલ જેકી જલ્દી ઘરે લઇ લે.', હૅલને કહ્યું.

જેકીએ બધાને સમયસર ઘરે પહોંચાડ્યા અને વિકીને એના રૂમમાં આરામ કરવા મૂકીને નીચે આવી સોફા પર આડો પડ્યો.

'જેકી, શું વાત છે?? તું કાંઈક ટેન્શનમાં લાગે છે ? શું વાત છે?', શનાયાએ પૂછ્યું.

'ના, બસ થોડા વિચારોમાં. ખાસ કઈ નથી થયું. કેટલાય દિવસથી સરખું કામ-કાજ ચાલતું નથી અને નવું વર્ષની શરૂઆત જ આવી થઇ છે તો આગળ કેમનું થશે બસ એ જ વિચારું છું. કાલથી મારે થોડું કામમાં ધ્યાન એવું પડશે. હમણાંથી તો મે મારા લાઈવ મ્યુઝિકમાં પણ કામ નથી કર્યું. થોડું એ વિચારીને બધું સેટ કરવું પડશે. હૅલન-વિકી અને તારી સાથે જે થયું એ બધું જ મારા લીધે થયું છે. હવે મને સમજાતું નથી કે હું શું કરું!', જેકી થોડા ચિંતામાં બોલ્યો.

'બધું જ ઠીક થઇ જશે. થોડા સમય આપ. સમય સાથે ચાલીશું એટલે બધું જ ઠીક થશે.' શનાયા બોલી.

'વાત જે ચિંતા છે એ જ કહીશ તો મને વધારે ગમશે. ડૉક્ટર પાસે જઈને તે શું વાત કરી?? મારા સાથે જ થયું છે એની અસર તમારા બધા પર હું નથી પડવા દેવાની. એનું ટેન્શન કરીને તું તારો કિંમતી સમય ના બાગાડીશ. હવે માંડીને વાત કર દીકરા.',હૅલન બોલી.
(જેકી થોડો વધારે ઉદાસ થઇ ગયો)

'વાતમાં વધારે કઈ નહિ પરંતુ ડોક્ટરે વિકીને એકલા મુકવાની ના કહી છે. હમણાં જ ઓપેરેશન થયું છે અને મગજના ભાગમાં થોડી ઇન્જરી છે એટલે વધારે કઈ નહિ તો એને ટેન્શન અને પ્રેશરથી દૂર રેહવાની સલાહ આપી છે. એનું બારીકાઇથી ધ્યાન રાખવાનું કીધું છે અને આ વાત વિકીને ખબર ના પાડવી જોઈએ. એ એકલો હશે તો એનું મગજ વધારે વિચારવા મજબૂર થશે જે એની માનસિક સ્થિતિ માટે યોગ્ય નથી. હવે સમજ નથી પડતી કે એની સાથે હંમેશ માટે તો કોણ રહી શકે!'. વિકીએ વાત કરી.

'વિકી સાથે હું રહીશ. એ પણ લગ્ન કરીને.', શનાયા કશું જ વિચાર્યા વગર બોલી.

(સંપૂર્ણ શાંતિ સ્થપાઈ ગઈ)

'શનાયા, તું શું બોલે છે? તું વિકી સાથે લગ્ન કરવાની...', જેકી અવાચક બનીને બોલ્યો.

'દીકરા, હજી ૧૦વાર વિચારીને કહે જે. લગ્ન એ રમતની વાત નથી. જીવનભર સાથ અને પ્રેમથી રેહવાની વાત છે. વિકીને તું ઓળખે જ છે એટલે એ તું વધારે સારી રીતે સમજી શકીશ.', હૅલન બોલ્યા.

'હા, હું જ કઈ પણ કહું છું એ હોશમાં જ કહું છું. આ વાત હું હજી વિકી સાથે કરી શકું એવો કોઈ જ મોકો મને મળ્યો નથી. અને હવે હું વધારે વિચારીને આ મોકો મારા હાથમાંથી જતો નહિ કરી શકું. મને
વિકી જેવો જ જીવનસાથી મળે એવી ઈચ્છા હતી અને એ ભગવાને પુરી કરી છે.', શનાયાએ મક્કમતાથી કહ્યું.

જેકી અને હૅલન શનાયાને ભેટી પડ્યા. હવે વાત ત્યાં આવે છે કે વિકી સાથે કોણ વાત કરશે? બધા જ એની ચિંતામાં ફરી બેઠા છે.

'હૅલન, આ વાત પણ સ્વીટ અને ભજીયા તો બનવા જ જોઈએ. હું વિકીને નીચે લઈને આવું છું એને પણ દવા લઈને જમવાનું છે.', જેકીએ કહ્યું.

'જેકીજી, તમને કઈ વાંધો ના હોય તો હું મારા થનાર પતિદેવને નીચે જમવા માટે બોલાવી લાવું??', શનાયા થોડા મસ્તીના મૂડમાં આવીને બોલી.(બધા જ હસી પડ્યા)

'ઓહ! કેમ નહિ ભાભીજી..', જેકીએ હસતા-હસતા કહ્યું.

શનાયા ઉપ્પર જઈને વિકીને બોલાવી લાવે છે. નીચે જમવાની તૈયારી ચાલે છે અને ડાઇનિંગ ટેબલ પર બધા બેઠા છે અને ફોનની રિંગ વાગે છે. હૅલન ફોન ઉપાડે છે અને દૂર જઈને વાત કરે છે.

'વિકી, હવે કેવું લાગે છે તને?? આપણે ૨ દિવસ પછી ફરી ડૉક્ટર પાસે જવાનું છે રૂટિન ચેક અપ માટે. મારે થોડું કામ છે એટલે તું શનાયા સાથે જઈ આવજે. શનાયા હમણાં અહીંયા જ છે.', જેકીએ કહ્યું.

'શનાયા?? શું થયું તને? તને કઈ નહિ થાય એની હું ગેરંટી આપું છું. હૅલન વાળી વાતનું આપણે સોલ્યુસન લઇ દઈશું.તું આમ ઉદાસ ના થા. તને કઈ કેહવું છે? મનની વાત કહી દઈશ તો મન હળવું થઇ જશે. પ્લીઝ કાંઈક બોલ.', વિકીએ કહ્યું.

'અને હા જેકી, હું જતો આવીશ શનાયા સાથે ડૉક્ટર પાસે. તું ચિંતા ના કર. શાંતિ થી કામે જ. કાલે તો મારે પણ જોબ પર ફોન કરવાનો છે.', વિકીએ જેકીને કહ્યું.

આ બધી જ વાતમાં હજી પણ હૅલનનો ફોન ચાલે છે અને બધાને શંકાની નજરે જોવે છે. હૅલન દૂર રહીને વાત કરે છે.


*શું આવશે હવે પછીનો વળાંક?
*શું હૅલનની સમસ્યાનો ઉકેલ આવશે?
*શનાયા વિકીને લગ્નની વાત કરશે?
*વિકિના માનસિક હાલતમાં એનો સાથે કોણ આપશે?
*શું વિકીને કોઈ બીજી બીમારી છે? જેકી કાંઈક છુપાવે છે?

મળીએ આપણે આગળના ભાગમાં.... ત્યાં સુધી આપણા અભિપ્રાય.
-બિનલ પટેલ