Apeksha books and stories free download online pdf in Gujarati

અપેક્ષા

" અપેક્ષા ". " અપેક્ષા "**********************એય, અપેક્ષા, શું વિચારે છે?. કાલે આપણે છેલ્લું પેપર છે.હવે પછી શું કરવાનું છે?. અને હા, વેકેશનમાં ક્યાં જવાની છે?." આકાશ બોલ્યો."બસ ,એજ કે હવે આપણે ક્યાં અને કેવી રીતે મલીશુ.કાલ ના પેપર ની તૈયારી કરી લીધી છે.હવે પછી MBA કરવાનો વિચાર છે.પણ તું આગળ અભ્યાસ કરવાનો છે?.અને હા, વેકેશનમાં પપ્પા એ કેરાલા જવાનું બુકિંગ કરાવ્યું છે.તુ વેકેશનમાં ક્યાં જવાનો છે?.તારા વતન માં ? ઉમરેઠ."અપેક્ષા બોલી." ના,ના, ઉમરેઠ નથી જવાનો.પણ પપ્પા - મમ્મી ને છપૈયા સ્વામિનારાયણ મંદિર, અયોધ્યા જાત્રા એ લઈ જવા છે.મમ્મી કહેછે કે છપૈયા મંદિર સ્વર્ગ જેવું છે.તેમની ઈચ્છા એક વાર છપૈયા જવાની છે.હવે વધુ ભણી શકું તેમ નથી.કોઇ સારી જોબ કરી લઈશ.પપ્પા પર વધુ બોજો નાખવો નથી.". *************** આકાશ અને અપેક્ષા ભરુચની m.k.college of commerce માં કોમર્સ ના છેલ્લા વર્ષમાં સાથે સાથે અભ્યાસ કરતા હતા.આકાશ જોષી કોલેજ નો ટોપર વિદ્યાર્થી છે.તે તેના પિતા અને માતા સાથે ભરુચ માં લલ્લુ ભાઈ ના ચકલા વિસ્તારમાં રહે છે.તેના પિતા ઉમરેઠ ના બ્રાહ્મણ હોય છે.અને કેટલાય વર્ષોથી ભરુચ માં રહેતા હોય છે.પિતા કર્મકાંડી બ્રાહ્મણ, જેમતેમ ઘર ચાલતું હોય છે.જેથી આકાશ છુટક નોકરી કરે અને સવારે ન્યુઝ પેપર નાખવા જતો હોય છે.અપેક્ષા ભરુચ પાસે ના ગામ ની વતની,તેના પપ્પા અને મમ્મી સાથે હાઈવે પાસે ની સોસાયટી માં રહેતી હોય છે.તેના પપ્પા ની નાની ફેક્ટરી અંકલેશ્વર માં હોય છે. અપેક્ષા અને આકાશ છેલ્લા બે વર્ષથી સાથે અભ્યાસ કરતા હોય છે શરુઆત માં શરુ થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમે છે. *********************કોલેજ ના ફાઈનલ ની પરીક્ષા પતી ગઈ.આકાશ અને અપેક્ષા એ વેકેશન પછી ફરી થી મલવાનુ નક્કી કર્યું.આકાશે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન માં તત્કાલ માં ત્રણ સ્લીપર સીટ નું બુકીગ કરાવી દીધું.આકાશ પોતાના પપ્પા મમ્મી ને લઈ ને અયોધ્યા જવા નીકળ્યો.લખનૌ બારાબંકી ગયા પછી ફૈઝાબાદ આવવાની વાર હતી.ટ્રેન ની ગતિ વધુ હતી અને એક ધડાકા સાથે ચાલુ ટ્રેન ના પાંચ થી છ ડબ્બા ઉંધા પડ્યા.ટ્રેન ને મોટો અકસ્માત થયો.ચાર ડબ્બા કચડાઇ ગયા. આકાશ ને ઘણું વાગ્યું હતું અને બેભાન થઈ ગયો.રેલ્વે સત્તા વાળા ઓ એ યુદ્ધ ના ધોરણે બચાવવાનું કામ શરૂ કર્યું.ટીવી ચેનલો માં આ અકસ્માત ના સમાચાર આવ્યા.પચાસ જેટલા મરણ પામ્યા જેમાં આકાશ ના પપ્પા નું નામ હતું.અને ગંભીર ઘાયલ માં આકાશ ના મમ્મી નું નામ હતું.આ સમાચાર વહેલી સવારે અપેક્ષા એ જોયા.રેલ્વે ઈન્કવાયરી માં તપાસ કરતાં આકાશ ના કોઈ સમાચાર નહોતા.અપેક્ષા એ તેના પપ્પા ને આકાશ સાથે ના પ્રેમ ની વાત કરી અનેતેના પપ્પા સાથે ફૈઝાબાદ તપાસ કરવા જવા નીકળ્યા.************************* ઘાયલ પેસેન્જરો ની સારવાર ફૈઝાબાદ ની હોસ્પિટલમાં કરવામાં આવી.તેમા આકાશ પણ હતો. એક પુરુષ નર્શે આકાશ ને જોયો ને તે બોલી ઉઠ્યો "યે તો હમારે ગાંવ લખમીપુર કા લલન હૈ જો તીન સાલ પહલે ગાંવ છોડકર ચલા ગયા થા.મૈ અભી લાલી ભાભી કો મેસેજ ભેજ દેતા હું".આ અકસ્માત પછી આકાશ ની યાદદાસ્ત જતી રહે છે અને પોતાની ઓળખ આપી શકતો નથી. મેસેજ મલતા લખમીપુર ની લાલી હોસ્પિટલ સત્તા વાળા ને ઓળખ આપી આકાશ ને લઈ જાય છે.***********અપેક્ષા અને તેના પપ્પા ફૈઝાબાદ આવી ને તપાસ કરતાં આકાશ ની મમ્મી ને હોસ્પિટલ માં મલે છે અને આકાશ વિશે પુછે છે.આકાશ ની કોઈ માહિતી ન મલતા તેના ફોટા હોસ્પિટલ માં બતાવે છે ત્યારે પેલા પુરુષ નર્શ બતાવે છે કે એ અમારા ગામ નો લલ્લન છે અને લાલી તેને લખમી પુર લઈ ગઈ છે.તે ગુજરાતી બોલતો હતો પણ તેની યાદદાસ્ત જતી રહી છે. આ સાંભળીને અપેક્ષા તેના પિતા જી ને લઈ ને લખમી પુર જાય છે.ને લાલી ને મલે છે.આકાશ કોઈ ને ઓળખી શકતો નથી. લાલી," મેડમ જી ,યે હમરે ભંવરી કે બાબુજી હૈ.જો તીન સાલ પહલે હમેં છોડ કર ચલે ગયે થે." અપેક્ષા," પણ આ ભરુચ નો આકાશ છે અને યાદદાસ્ત ભુલી ગયો છે આ સાથે તેના માતાજી છે.અમને આકાશ ને લઈ જવા દો તેને સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવીશું.". " ઐસે કૈસે જાને દે.સારા ગાંવ જાનતા હૈ યે લલ્લન હૈ." અપેક્ષા," તો આ આકાશ ગુજરાતી કેમ બોલે છે?. લલ્લન ને કોઈ વ્યસન હતું." લાલી," હાં તંબાકુ બહુત ખાતા થાય ઔર કભી કભી થર્રા ભી પી લેતા થા.હા જબ સે આયા હૈ ના થર્રા પીતા હૈ ના હી તંબાકુ ખાતાં હૈ" હવે અપેક્ષા બોલી," આ જ આકાશ છે તેને કોઈ વ્યસન નથી તંબાકુ પણ ખાતો નથી. હાં તો, લલ્લન ક્યું ઔર કભી ગાંવ છોડકર ચલા ગયા?" લાલી," લલ્લન હમારે ગાંવ મેં દૌડને મેં ટોપ આતા થા ઔર ઉસને નૌટંકી દેખને કા શૌક થા.એક દિન ગાંવ મેં નૌટંકી આઈ થી.રાજા હરિશ્ચંદ્ર, રાજા ભતૃહરિ,બાબા ગોરખનાથ કે નાટક થે.નૌટંકી કે જાને કે બાદ લલ્લન ખોયા ખોયા સાથે રહતા થા.ઔર ભંવરી કે પૈદા હોને કે જો મહિને કે બાદ ગાંવ છોડકર ચલા ગયા ઔર આજ તીન સાલ બાદ વાપસ આયા". ઘણી રકજક કરવા છતાં લાલી માની નહીં અને ગામ ના લોકો એ લાલી ની તરફેણ કરી ને અપેક્ષા ને ગામ છોડી ને જવાનું કહ્યું.અપેક્ષા તેના પપ્પા ની સાથે આકાશ ના મમ્મી ને લઈ ને ભરુચ આવી.*. **** આકાશ અને અપેક્ષા નું કોલેજ નું રીઝલ્ટ આવી ગયું બંને ફસ્ટ ક્લાસ આવ્યા.પણ હવે અપેક્ષા નું મન આગળ ભણવા માં લાગ્યું નહીં.અને એકાંત માં ગમગીન બની ને બેસી રહેતી.અપેક્ષા ના પપ્પા એ તેને સમજાવવા ની ઘણી કોશિશ કરી પણ અપેક્ષા આકાશ વગર રહી શકે તેમ નહોતી.અપેક્ષા ના પપ્પા અપેક્ષા ની મુંજવણ દૂર કરવા અને મન ને શાંત રાખવા માટે એક દિવસ નારેશ્વર નર્મદા નદી ના કિનાર તેમના ગુરુ આશ્રમ માં રહેતા હતા ત્યાં લઈ ગયા.ગુરુજી એ આશિષ આપી સમજાવ્યા પણ અપેક્ષા નું મન માનતું નહોતું.અને નર્મદા ના કિનારે બેસી ને આકાશ ની વાતો ને યાદ કરતી હતી.તે જ વખતે ...અલખ નિરંજન...અલખ નિરંજન....બોલતા એક સાધુ બાવા ને નદી કિનારે બેસેલા જોયા. કુતુહલવશ અપેક્ષા એ સાધુ બાવા સામે જોયું તો તેને કાંઈ ક પરિચિત હોય તેવું લાગ્યું..... અરે....આતો આકાશ.....જેવા જ.દેખાય છે! હવે અપેક્ષા ને સમજાયું કે આ જ કદાચ લલ્લન હોઈ શકે.એટલે તેણે બુમ પાડી.." લાલી.....ભંવરી...." આ સાંભળી ને સાધુ બાવા ચોંક્યા ને અપેક્ષા સામે આશ્ચયૅ થી જોયું. .હવે અપેક્ષા બોલી," નન્હી પરી ,ભંવરી પરી, યાદ કરતી પાપા કો,રોતી રોતી લાલી સે પુછતી, લાલી બોલતી ,આ જાયેંગે પાપા તેરે,ખિલૌને લાયેગે "..... .આ સાંભળી ને સાધુ બાવા રડી પડ્યા અને અપેક્ષા પાસે આવી ને ભંવરી અને લાલી વિશે પુછ્યું.અપેક્ષા એ સઘળી વાત આકાશ ની કહી ને વિનંતી કરી કે મારા આકાશ ને લઈ આવો અને એક સારું કર્મ પણ તમારા કુટુંબ ને હર્ષોલ્લાસ માં લાવશે.આ સાંભળીને ને તે સાધુ બાવા એ પોતાની લલ્લન તરીકે ની ઓળખ આપી.તેઓ લખમી પુર લાલી પાસે જવા તૈયાર થયા અને પાછા સંસાર માં આવવા ની તૈયારી બતાવી.અપેક્ષા તેના પિતા જી અને લલ્લન ફૈઝાબાદ લખમી પુર જવા નિકળ્યા.લખમીપુર જ ઈ ને લલ્લને લાલી ને જૂની વાતો યાદ કરાવી ને પોતે જ લલ્લન છે એમ જણાવ્યું.લાલી અને ગામ લોકો સાચા લલ્લન ને ઓળખી લીધો. અપેક્ષા આકાશ ને લઈ ને ભરુચ આવી.આકાશ ની બરોડા માં સારા ડોક્ટર પાસે સારવાર લીધી.ત્રણ મહીના માં આકાશ સાજો થઈ ગયો અને યાદદાસ્ત પણ આવી ગઈ. અપેક્ષા," આકાશ હવે તને સારું છે ને?" " હા, હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું" " તો આકાશ હવે આપણે લગ્ન કરી લઈએ.તારા વગર હું રહી શકું તેમ નથી.આ પ્રસંગો થી સાચો પ્રેમ શું છે તે ખબર પડી." એક મહિના માં આકાશ અને અપેક્ષા ના લગ્ન થઈ ગયાં........... એક વર્ષ પછી આકાશ અને અપેક્ષા આકાશ ની મમ્મી ને લઈ ને છપૈયા, અયોધ્યા જાત્રા એ ગયા.દર્શન કર્યા પછી અપેક્ષા આકાશ ને લઈ ને લખમી પુર આભાર પ્રગટ કરવા આવી... .." આવો મેડમ. હવે આકાશ ને કેવું છે? લલ્લન બોલ્યો." અમે લગ્ન કરી લીધા છે હવે આકાશ ને સરસ છે.અને ભંવરી ને લાલી ક્યાં?" અપેક્ષા બોલી. " લાલી ઈધર આ,દેખો તો કૌન આયા હૈ? " આ સાંભળી ને લાલી દોડતી આવી સાથે કાખ માં નાનકડું બાળક હતું.બોલી" મેડમ જી આઈ હૈ." હમારે બેટે કો આશિર્વાદ દો ઈસકા નામ " આકાશ" રખા હૈ........ ....‌‌‌‌...@ લેખક- કૌશિક દવે