Vhem hato aene aena vishwas no - 2 books and stories free download online pdf in Gujarati

વહેમ હતો એને એના વિશ્વાસ નો - ૨


*અનુ ની નોકરી ની વાત પર દિપક ને ના ગમ્યું હોવાથી આગળ અનુ સાથે શુ ઘટના બનવાની હતી એના થી તો અનુ અજાણ જ હતી.જેની એને કલ્પના પણ કદાચ નહતી કરી પણ અનુ ને એક બધા માથી છુટકારો મળવાનો હતો. અને અનુ ના જીવન માં આગળ સુ વળાંક આવાનો હતો એ જાણવા હવે વાંચો આગળ*

આથી ના મને પણ દિપક એ એનું ને નોકરી કરવાની હા પાડી . ધીરેધીરે આર્થિક સ્થિતિ સુધરતી જતી હતી. પણ અનુ પર નો ત્રાસ તો ચાલુજ હતો. ત્યા ઓફિસ મા અનુની મુલાકાત દેવાંગ સાથે થઇ.દેખાવે સાધારણ પણ ગુણ અને સંસ્કાર માં એકદમ શ્રેષ્ઠ હતો. તેની કામ પ્રત્યેની લગન અને શાંત સ્વભાવ બધા ને ખબર હતી.કોઈ છોકરી સાથેએ આંખ ઉઠાવી ને વાત પણ નહોતો કરતો .

આમ તો દેવાંગ છોકરીઓ થી દૂર જ રહેતો હતો પણ જયારે એણે અનુને જોઈ તો બસ જોતો જ રહી ગયો . એને અનુ સાથે વાત કરવાની ઈચ્છા થઇ આવી. કારણ કે એને અનુના એ ખોટા હાસ્ય પાછળ નુ દુઃખ કદાચ જોઈ લીધુ હતું .જે અનુ આખા ઓફિસ થી છુપાવતી હતી.
પહેલા તો ખાલી હાઈ હેલો ની જ વાત થઇ .પણ થોડા દિવસ પછી દેવાંગ એ અનુને કોફી નું પૂછ્યું .પહેલા તો અનુ એ ના જ પાડી પણ પછી દેવાંગ ના બઉ કહેવાથી એ દેવાંગ સાથે કોફી પીવા જવા તૈયાર થઇ.થોડી આડીઅવળી વાતો પછી દેવાંગ એ અનુને પૂછ્યું કે તારી લાઈફ મા કોઈ પ્રોબ્લેમ છે?
પહેલા તો અનુએ ના પાડી પણ હવેએ થાકી ગઈ હતી બધુ સહન કરી ને એટલે એણે એનુ બધુ દુુઃખ દેવાંગ ની સામે બેધડક બોલી દીધું. દેવાંગ અંતર મન થી ઘણો દુુઃખી થયો.એ દિપક સાથે લડવા અને અનુને આ દુુઃખ માંથી બહાર કાઢવા તૈયાર થયો.પણ અનુએ એને ના પાડી કેમકે અનુના ઘરે કોઈ જાણતુ નહોતુ અને બીજી વાત કે દિપક આમ પણ અનુની
નોકરી ની પણ વિરુદ્ધ માં હતો . તો મુસીબત વધી જાય નઈ એટલા માટે અનુએ દેવાંગ ને ના પાડી .
પણ દેવાંગ ને ચેન નહોતુ પડતુ. કારણ કે એ મનોમન અનુને પસંદ કરતો હતો . સાાંજે દેવાંગ એ અનુને કોલ કર્યો.ત્યારે દિપક અનુ ની સાથેવાત કરતા જોઈ ગયો .એમ પણ એ અનુના નોકરી કરવાથી ગુસ્સે હતો અને અનુ
નેિેવ સાથે વાત કરતા જોઈ ગયો . એટલે વધારે ગુસ્સે થયો .
એણે અનુને બહું જ મારી . અને સુઈ ગયો .પછી સવારે ઉઠી ને એણે એક વિચાર કર્યો ઉઠી આમ પણ મોહિની લગ્ન માટે જીદ કરેછે. અને અનુ સાથે હવે આ
સબંધ વધારે ટકે એમ નથી તો આ એક કાંકરે બે કામ થઇ જશે .
એણે વકીલ ને કહી છુટ્ટા છેડા ના કાગળ તૈયાર કરાવી દિધા. અને અનુને આપતા કહ્યું કે હવે હું તને વધારે સહન નથી કરી શકતો . આ સાાંભળી અનુ પણ વિચારવા લાગી કે કોણ આજ સુધી સહન કરતું હતું !!!!!
પણ એક વાત એ સારી બની કેઅનુઆ બધા માથી છુટી ગઈ ....

આગળ અનુ દેવાંગ અને દિપક ના જીવન માં હજી એક ટ્રેજેડી તો હજી બાકી જ છે જાણવા અવશ્ય વાંચજો (પાર્ટ 3) ફાઇનલ ડેસ્ટિનેશન ...
અને હા એક વાત બીજી કે

પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત ....તો જાણવા માટે પાર્ટ 3 અવશ્ય વાંચજો ...


વાંચક મિત્રો તમારા બધા ની દિલ થી માફી માંગુ છું કે પહેલા ભાગ માં જોડણી ની ભૂલો રહી ગઈ હતી, પણ એ નજર અંદાજ કરી ને પણ તમે વાર્તા ને સારો પ્રતિભાવ આપ્યો એટલે જ આપનો ખરા હ્ર્દય થી આભારી છું.