Vhem hato aene aena vishwas no - 3 books and stories free download online pdf in Gujarati

વહેમ હતો એને એના વિશ્વાસ નો - 3

દિપક અને અનુ ના છૂટાછેડા થઇ ગયા .
હવે એ બેઉ એક બીજા થી આઝાદ હતા . દેવ પણ ખુશ હતો કે અનુ દુઃખ માંથી છૂટી ગઈ . બીજી બાજુ દીપકે મોહિની જોડે લગન કરી લીધા . પણ હવે દિપક પહેલા કરતા પણ વધારે દારૂ પીતો હતો .
અનુ એના માતા પિતા ના ઘરે રહેવા લાગી અને જોબ ચાલુ રાખી .
એના મન માં પણ દેવ માટે લાગણી હતી પણ એ હમણાં કોઈ ને કહેવા માંગતી નહોતી .દેવ અને અનુ હજી પણ સાથે જ જોબ કરતા હતાં .
ધીરે ધીરે સમય વીતવા લાગ્યો . બધું વ્યવસ્થિત થવા લાગ્યું .
એક દિવસ અચાનક જ દિપક ઓફિસ માં ચક્કર ખાઈ ને ઢળી પડ્યો . તેને દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો .
ત્યાં તેના રિપૉર્ટ કરતા ખબર પડી કે તેની બેઉ કિડની ખરાબ થઇ ગઈ છે . જો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં નઈ આવે તો તેનું મોત થશે . તેની દવા પાછળ ધીરે ધીરે બધા રૂપિયા જવા લાગ્યા . પણ હજી કોઈ કિડની ડોનર મળ્યું નહોતું . આ વાત ની જાણ અનુ ને થઇ . તે તરત જ દવાખાને આવી ગઈ પણ તેણે આ વાત ની જાણ દિપક ને થવા દીધી નહોતી . અનુ એ પોતાની એક કિડની દિપક ને ડૉનેટ કરી . બીજી બાજુ મોહિની ને લાગ્યું કે હવે અહીં દિપક જોડે થી વધારે કઈ આશા રાખવી નકામી છે . આથી એ દિપક ને છોડી ને જતી રહી.બીજી બાજુ મોહિની ને લાગ્યું કે હવે અહીં દિપક જોડે થી વધારે કઈ આશા રાખવી નકામી છે . આથી એ દિપક ને છોડી ને જતી રહી .
દિપક નું ઓપરેશન થઇ ગયુ . તેને ઠીક થતા દવાખાના માંથી રજા મળી ગઈ . હવે તે ઘરે આવી ગયો હતો પણ હજી તેને ખબર નહોતી કે તેને કોણે કિડની આપી છે .
રજા લઈ ને દિપક ઘરે તો આવી ગયો હતો પણ હવે તેને આ ઘર માં ગમતું નહોતું . કારણ કે તે હવે એકલો પડી ગયો હતો . હવે તેને અનુ ની યાદ આવતી હતી.
એક મહિના જેવો સમય વીતી ગયો હતો . એક દિવસ અચાનક દિપક ને એક કુરિયર આવ્યું . તેણે તે ખોલી ને જોયું તો તેમાં એક પત્ર અને એક વીંટી નીકળ્યા . આ એ જ વીંટી હતી જે તેણે અનુ ને લગ્ન સમયે પહેરાવી હતી . તેણે પત્ર ખોલી ને વાંચ્યો ,
" પ્રિય દિપક, મને આશા છે કે તારી તબિયત માં સુધારો થયો હશે . આ આપણા લગ્ન ની વીંટી છે જે તારી આખરી નિશાની રૂપે મારી પાસે હતી તે તને હું પરત કરું છું અને તારી યાદો ને મારાથી હંમેશા માટે દૂર કરું છું .
તારી સાથે લગ્ન કરવા એ મારા જીવનની સૌથી મોટી ભુલ હતી અને તને કિડની ડૉનેટ કરીને મારી એ ભુલની સજા સ્વીકારુ છુ. તને આ તારી આખરી
નિશાની પરત કરી હુ આજ થી મારા જીવનની નવી શરુઆત કરું છું.તારી સાથે લગ્ન કરવા એ મારા જીવનની સૌથી મોટી ભુલ હતી અને તને કિડની ડૉનેટ કરીને મારી એ ભુલની સજા સ્વીકારુ છુ. તને આ તારી આખરી
નિશાની પરત કરી હુ આજ થી મારા જીવનની નવી શરુઆત કરુ છુ.
મહેરબાની કરીને મને શોધવાની કોશિશ ના કરતો. હુ તને નથી મળવાની. તારા સ્વાસ્થય ની કાળજી રાખજે. હંમેશા ખુશ‌‌‌ રહે એવી શુભકામના....."
- અનુરાધા
હવે અનુ એ દેવ સાથે લગ્ન કરી લીધા અને પોતાની બધી જૂની અને ખરાબ યાદો ને ભુલાવીને નવી જીંદગીની શરૂઆત કરી. બીજી બાજુ દિપક આજે પણ પેલી વીંટી ને જોઇને પોતે કરેલી ભુલો પર પસ્તાવો કરી રહ્યો છે.

વાચક મિત્રો અહીંયા હું મારી વાર્તા પૂર્ણ કરું છું
ફરી એક વાર માફી ચાહું છું કે વાર્તા ના પેલા ભાગ માં જોડણી ની ભૂલો હોવા છતાં તમે આટલો પ્રતિભાવ આપ્યો એટલે આપનો આભારી છું ....
થોડા સમય ની અંદર નવીજ અને નવા પ્લોટ સાથે એક નવી જ વાર્તા લઈ ને આવું છું....

ખુબ ખુબ આભાર ....

આપનો જ
મિલન પાટીદાર

* જય સ્વામિનારાયણ *
*જય કષ્ટભંજન દેવ*