પ્રેમકુંજ - (ભાગ-૧૭)

પ્રેમકુંજ-(ભાગ-૧૭)

પ્રેમમાં જીતવું જરૂરી નથી હોતું,જીવવું જરૂરી હોય છે. અને એટલે જ એક તરફી પ્રેમ કરનારા દિલ ખોલીને પ્રેમ કરી શકે છે,દિલ ખોલીને જીવી પણ શકે છે,બસ પોતાના પ્રિયજન સામે જતાવી નથી શકતાં.

એક તરફી પ્રેમને સાચો પ્રેમ એટલા માટે કહું છું કે એ પ્રેમમાં પવિત્રતા છે. નિઃસ્વાર્થ ભાવના રહેલી છે. કોઈ પણ જાતની આશા કે ઈચ્છા વગર બસ સામેના વ્યક્તિને ચાહતાં જ રહેવાનું મન થાય છે. ખબર નથી હોતી પરિણામ શું આવશે આ એક તરફી પ્રેમનું છતાં એજ વ્યક્તિને ગળાડૂબ પ્રેમ કરવો ગમે છે.

કુંજ મને મળશે?
કુંજ મને છોડી તો નહીં દે ને?
કુંજ મને પ્રેમ કરશે?
કુંજ મને ના તો નહીં પાડે ને?

આ સવાલોના જવાબ જ એક તરફી પ્રેમ કરવાનું રિયાને બળ આપતા હતા.

આજ રિયાને નિંદર નોહતી આવી રહી તેને સવાલ પર સવાલ થઈ રહિયા હતા.શું મારે કુંજને કેહેવું જોઈએ કે કુંજ હું તને પ્રેમ કરું છું.નહીં હજુ તો મિત્રતાની અમારી શરૂવાત થઈ છે.ના,હું નહીં કહી શકું પણ જો કુંજ મને આ પરિસ્થિતિમાં છોડશે તો હું કહી પણ કરી શકું.કુંજને હું અનહદ પ્રેમ કરું છું.

કુંજ..કુંજ..કુંજ તું આગળ નહીં જા ત્યાં ખાડો છે.અને દરિયાના મોજા તો જો.તું મારે પાસે બેસી મારી સાથે વાત કર ને.

રિયા મને કહી નહીં થાય.આજુ બાજુમાં તું નજર તો કર કેટલા લોકો દરિયામાં નાંહીં રહિયા છે.નહીં કુંજ તું આગળ નહીં જા મને ડર લાગે છે.

તું થોડીવાર મારી પાસે આવ મારે તને એક વાત કહેવી છે.બોલને રિયા હું તારી પાસે જ છું...!!નહીં મારી નજક આવ.

હા,બોલો રિયાજી..!!!

કુંજ હું તને પસંદ કરું છું.હું તારી જીવનસાથી બનવા માંગુ છું.કુંજ હું તને ખૂબ પ્રેમ કરું છું.હું તને વચન આપું છું કુંજ કે હું તને જીવન ભર પ્રેમ કરતી રશ.

કુંજ તું મને પસંદ કરે છે...?
કુંજ તું મારી સાથે લગ્ન કરીશ ને?
કુંજ આઇ લવ યુ..!!!!

કુંજ રિયા સામે થોડીવાર જોઈને મોટે મોટેથી હસવા લાગીયો.

પ્રેમ...પ્રેમ...હા..હા..હા..!!!હું અને પ્રેમ એ પણ તને.

કુંજ પાછળ ન જા ત્યાં ખાડો છે,પ્લીઝ
પ્રેમ...પ્રેમ...હા..હા..હા..!!!હું અને પ્રેમ એ પણ તને.
કુંજ દરિયામાં બોલતો બોલતો પાછળ જઈ રહીયો હતો એ જ જગ્યા પર પાછળ ખાડો હતો.

ત્યાં જ અચાનક કુંજનો પગ તે ખાડામાં ગયો.અને તે  નીચે પડીયો.

રિયા એ જોરથી ચીસ પાડી...કુંજ...કુંજ...કુંજ..કુંજ
તે બેડ પર ઉભી થઇ ગઇ.પરસેવે રેબઝેબ થઈ ગઈ.રિયાને થોડીવાર પછી ખ્યાલ આવીયો કે હું એક સપનું જોઈ રહી હતી.

નહીં કુંજ તું સપનામાં પણ મારી સાથે આ રીતના વર્તન નહિ કર નહીં તો એકદિવસ મારો જીવ ચાલ્યો જશે.

કુંજ આઇ લવ યુ..!!!!

આજ કેમ સવાર પડી એ રિયાને ખબર પણ પડી નહીં ઘડિયાળ પર જોતા સવારના સાત વાગી ગયા હતા તે જલ્દી ઉભી થઇ અને રસોડા તરફ ગઇ.

પ્રેમ કોઈને કરવોએ સહેલી વાત છે,પણ પ્રેમને ટકાવી રાખવો એ સૌથી વધુ કઠીન છે.હરેક પળ તમારે પ્રેમનો અનુભવ કરવો જોઈએ.

કુંજને થોડાક દિવસોમાં કોલેજમાં પરીક્ષા શરૂ થઈ રહી હતી.કુંજ તેની ત્યારી કરી રહીયો હતો.રિયા પણ તેનું ધ્યાન રાખતી હતી.કે કુંજની પરીક્ષામાં હું તેને અડસન ઊભી ન કરું.તે દુકાન પર તેનું કામ કરી રહી હતી.કયારેક કુંજ તેને મળવા આવતો દુકાન પર મળીને તરત જ તે વહી જતો.

આજ લાસ્ટ પેપર હતું.કુંજે રિયાને કહ્યું હતું કે મારા બધા જ પેપર પુરા થાય એટલે હું તને સાંજે મળવા
આવીશ.

રિયા એ પણ હા પાડી હતી.આજ શુક્રવાર હતો કુંજ 
આજે વહેલા હતો.રાત્રીના નવ વાગે દુકાનની પાછળનો દરવાજો ખટખટાવ્યો.રિયાને થયું કુંજ જ હશે તે જલ્દી જલ્દી નીચે ગઇ અને દરવાજો ખોલ્યો.

આજ તો સાહેબજી વહેલા એમ ને..!!તે જ રિયા કહ્યું હતું કે તું વહેલા આવજે.હું ન આવું તો તું નિરાશ થઈ જા. 

એટલું બધું વહેલા નોહતું કહ્યું કુંજ...!!રિયા મનમાં જ બોલી હજુ તો હું તને પસંદ આવે તેવી ત્યાર પણ નથી થઈ.

કેમ આજ કઈ બહાર જવાનું છે કુંજ?

નહીં કેમ?જો તારે જાવું હોઈ તો બહાર જઈએ પણ બહાર મને અને તને કોઈ રાત્રે જોઈ જશે તો પ્રોબ્લમ થશે રિયા.

તારે પ્રોબ્લમ આવશે કુંજ મને તો કોઈ તારી અને લાલજી સીવાય કોઈ આળખતું નથી.તારો કહેવાનો મતલબ રિયા એમ છે કે હું તને મારી સાથે બહાર લઈ જતા ડરુ છું.

નહીં કુંજ એવું મેં ક્યાં તને કહ્યું..!!!!આપડે કહી નહીં જઈએ આજ રૂમમાં બેસીને વાતો કરીશું.

ઓકે રિયા..!!

કુંજ મારી નજીક આવીયો.રિયા હું તને એક વાત કહેવા માંગુ છું...?

હા,બોલને કુંજ મેં ક્યાં મારા કાન પર હાથ રાખ્યા છે.
હું સાભળું છું.તારે જે કેહવું હોઈ તે કે પણ પ્લીઝ કુંજ આજ મારી પાસે નાસ્તો જરા પણ નથી.તું નાસ્તાની માંગ મારી પાસે નહિ કરતો.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

Rate & Review

Kajal diyora

Kajal diyora 10 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 9 months ago

Vasu Patel

Vasu Patel 9 months ago

Daksha

Daksha 10 months ago

Nidhi Mehta

Nidhi Mehta 10 months ago