Challenge - 13 books and stories free download online pdf in Gujarati

ચેલેન્જ - 13

ચેલેન્જ

કનુ ભગદેવ

(13)

ત્રિપુટી…!

મૂનલાઈટ ક્લબમાં રાતનાં બાર વાગ્યે મનોરંજનની મહેફિલ શરુ તાતી તે છેક વહેલી સવાર સુધી ચાલતી હતી.

ઓરકેસ્ટ્રામાંથી પાશ્ચાત્ય સંગીતનો શોર શરુ થતાં જ હ્હોલ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સ્ટેજ પર ઉભેલી યુવતીએ એક ખુબ જ રોમેન્ટિક ગીત શરુ કર્યું. એ સાથે જ પેલો નવયુવાન યુવતીના વસ્ત્રો ઉતરવાનો હાવભાવ પ્રદર્શિત કરવા લાગ્યો.

ઉષા નત મસ્તકે ટેબલ પર આંગળી વડે જાણે કોઈક અદ્રશ્ય ચિત્ર દોરતી હતી.

‘આજે હું મારી જાત પર કાબુ રાખી શકીશ.’ દિલીપને પોતાની સામે નજર કરતો જોઇને એણે કહ્યું, ‘આજે મને ઉબકા નહીં આવે?’

‘એ દિવસે પણ તમે આવું જ અશ્લીલ દ્રશ્ય જોયું હતું?’

‘હા...એ દિવસે યુવાનને બદલે એક આધેડ માણસ હતો.’

બંને નત મસ્તકે બેસી રહ્યા.

થોઈ વાર પછી વેઈટર ડ્રીન્કસ લઇ આવ્યો.

એ જ વખતે સહસા ઓરકેસ્ટ્રાનો શોર વ્વાધી જતા દિલીપે સ્ટેજ તરફ જોયું.

ત્યાનું દ્રશ્ય જોતા જ એને ધ્રુણા થઇ ગઈ,

પેલી નૃત્યાંગના તદ્દન નિર્વસ્ત્ર સ્થિતિમાં નવ યુવાન સાથે હાથમાં કપડા ઊંચકીને સ્ટેજની પાછળ જતી દેખાઈ.

પછી એણે વેઈટર સામે જોયું.

એ જ વખતે હોલની છતમાં સ્થિત બલ્બ ફરીથી ઝળહળી ઉઠ્યો.

વેઈટરે દિલીપ સામે બીલ મુક્યું.

દિલીપે જોયું તો એક ડ્રીન્કસની કિંમત પંચોતેર રુપીયા હતી. એણે ચુપચાપ પચાસ રૂપિયાવાળી ત્રણ નોટો કાઢીને ટ્રેમાં મૂકી દીધી.

‘હું જોનીને મળવા માંગુ છું.’ ઉષાએ વેઈટરને કહ્યું.

‘ભળે હું તમારો સંદેશો પહોંચાડી દઉં છું.’ કહ્હીનને વેઈટર ચાલ્યો ગયો.

દિલીપે હોલમાં મોઝુદ પ્રેક્ષકો પર નજર દોડાવી. નાની-મોટી ઉંમરના તમામ સ્ત્રી-પુરુષોથી હોલ ખીચોખીચ ભરેલો હતો.

‘આ છોકરા-છોકરીઓ ક્લબમાં જ નોકરી કરે છે.’ ઉષાએ સત્તર-અઢાર વર્ષની વયના અને સ્ટેજ પર આવી ઉભેલા છોકરાં-છોકરીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું.

‘એ તો બરાબર છે. અહીં સેકસના ધૃણિત પ્રદર્શન સિવાય બીજું ખાસ કંઈ મને લાગતું નાથ્હી.’ દિલીપ બોલો, ‘આ હોલ ઉપરાંત બીજું અહીં શું શું છે?’

હોલ્મમાં ફરીથ્હી અંધારું ચાવી ગયું અને સ્પોટ લાઈટના અજવાળામાં સ્ટેજ પર પાંચ-સાત અર્ધનગ્ન યુવતીઓ નૃત્યનાં નામ પર અશ્લીલ રીતે પોતાના દેહને ઉછાળવા લાગી.

‘આ મુખ્ય હોલ છે અને અહીં કોઈ પણ આવી શકે છે. પરંતુ આનાથી આગળ જવા માટે કલબના સ્થાયી મેમ્બર હોવું જરૂરી છે. અથવા તો પછી જે લોકોને અહીનો સ્ટાફ સારી રીતે ઓળખતો હોય કે પછી કોઈ સ્થાયી મેમ્બર ભલામણ કરે તો જ બીજાઓને જવા દેવામાં આવે છે.’ કહીને એણે વ્હીસ્કીના ગ્લાસમાંથી એક ઘૂંટડો ભર્યો.

થોડી પળો બાળદ ઉષાએ સ્ટેજ તરફ આંગળી ચીંધતા કહ્યું, ‘સ્ટેજની બાજુમાં આવેલાં બીજા હોલમાં પ્રાઇવેટ શો થાય છે. સ્ટેજની પાછલા પાછળ આરામગૃહ છે. સ્ટેજના પાછલા પડદાની એકદમ પાછળ આવેલ એક બ્બર્નામાં થઈને આના જેવડા જ મોટા હોલમાં જઈ શકાય છે. આરામગૃહનાં બારના એ જ હોલમાં ઉઘડે છે. હકીકતમાં આરામગૃહના નામ પર ત્યાં સાત આઠ રૂમ છે, જેનું ભાડું એક કલાક દીઠ સો રૂપિયાથી માંડીને એક હાજર રૂપિયા સુધીનું છે. ઉપરાંત અહીં બીજા બે વધુ હોલ અને આઠ દસ કેબીનો છે જ્યાં દરેક જાતના ડ્રગ્સ પુરા પાડવામાં આવે છે.’ કહીને ઉષા ચુપ થઇ ગઈ.

‘સમજ્યો...અને ઉપરના ભાગમાં શું છે?’

‘જુગારખાનું...! ત્યાં દરેક જાતનો જુગાર રમવાની ને રમાડવાની વ્યવસ્થા છે. પણ ત્યાં બાજુના એક મકાનમાં થઈને જ જવાય છે. હકીકતમાં ક્લબવળી આ ઈમારત બે ભાગમાં વહેંચાયેલી છે. બીજા શબ્દોમાં કહું તો એક જ ઈમારતના બે ભાગ છે.’

‘વારુ, ડ્રગ્સવાળા રૂમમાં જવું હોય તો ક્યાંથી જવાય છે?’

‘એ હું નથી જાણતી.’ ઉષાએ કહ્યું. પછી થોડી વાર સુધી ચુપ રહ્યા બાદ બોલી, ‘જોની હજુ સુધી કેમ નહીં આવ્યો હોય?’

‘મને તમારી સાથે જોઇને એ ગબરાઈ ગયો હોય અને એ જ કારણે એણે તમને અહીં આવીને મળવાનું માંડી વાળ્યું હોય એવું તો નથી ને?’

‘ના…’ કીને ઉષાએ વ્હીસ્કીનો અધુરો ગ્લાસ ખાલી કર્યો અને પછી ઉભી થઇ, ‘હું હમણાં આવું છું. જોની આવે તો તમે એની સાથે વાતોએ વળગી જજો.’

‘પણ હું એણે ઓળખીશ કેવી રીતે?’

ઉષાએ જોનીના દેખાવનું વર્ણન કહી સંભળાવ્યું.

એ સાંભળીને દિલીપ મનોમન એકદમ ચમકી ગયો. પણ મનના હાવભાવ એણે ચહેરા પર કળાવા દીધા નહીં.

‘તમે ક્યાં જાઓ છો?’ એણે પૂછ્યું

ઉષાએ ચુપચાપ સ્ટેજની બાજુમાં દેખાતા એક બારણા તરફ સંકેત કર્યો. તેના પર ટોઇલેટ અને લેડીઝ લખ્યું હતું.

દિલીપે માથું હલાવ્યું.

ઉષા લોબી તરફ આગળ વધી ગઈ.

હવે સ્ટેજ ખાલી થઇ ગયું હતું અને ફરીથી હોલમાં રોશની ઝળકી ઉઠી હતી.

દિલીપે એક સિગરેટ સળગાવી અને પછી વિચારમાં ડૂબી ગયો.

ઉષા પાસે જોનીના દેખાવનું વર્ણન સાંભળીને એણે તરાત જ વિલિયમ યાદ આવી ગયો. આ વિલિયમ સાથે તે ઉસ્માનપુરામાં નશાકારક પદાર્થો વેંચતા આસામીની તલાશમાં ગયો અને હતો અને ત્યારે વિલિયમની સાથે અજીત મર્ચન્ટ પણ હતો. પરંતુ એ વખતે દલપતરામ સાથે એનો બખેડો થયો હતો અને ત્યારબાદ તે ત્યાં જઈ શક્યો નહોતો. જોની અને વિલિયમ, બંનેના દેખાવનું વર્ણન એક સરખું જ હતું. જરૂર વિલિયમ અને જોની બંને એક જ માણસના બે નામ છે. દિલીપ મનોમન બબડ્યો. આનો બીજો અર્થ એવો થયો કે જોની એણે પહેલી જ નજરે ઓળખી જવાનનો કે પોતે કોણ છે? સાર એ કે પોતે ઉષાનો બોયફ્રેન્ડ છે એ નાટક, નાટક જ પુરવાર થઇ જવાનું હતું. પરંતુ હાવી પીછેહઠ કરી શકાય તેમ નહોતું.

વિચારતાં વિચારતાં અચાનક જ તેને આરતી યાદ આવી ગઈ. એણે ગળે ડૂમો બાઝ્યો. છાતીમાં જાણે કે શુળ ભોંકાયું. પછી ઉષાએ સરલા અને જોની વિષે જે તમામ વાતો કીધી હતી એ તેને યાદ આવી.

‘શું જોની જેવો માણસ ઈર્ષ્યાવશ ખૂન કરી શકે ખરો?’

પણ આ વિચાર એના મગજમાં વધુ ટક્યો નહીં. અલબત્ત, પરિસ્થિતિને નજર સામે રાખીએ તો ખ્હુની તરીકે વધારે શંકાસ્પદ વ્યક્તિ સરલા જ દેખાતી હતી. કારણ કે, સરલા પોતાની અને જોનીની વચ્ચે આરતીને આડખીલી રૂપ માનતી હતી. ખૂની વ્યક્તિ ખુબ જ ક્રોધમાં હતી એ તો આરતીના માથામાં ઉપરાઉપરી ઝીંકવામાં આવેલાં પ્રચંડ ફત્કાથ્હી જ સ્પષ્ટ થઇ જતું અતુ. બીજું, ખૂની કોઈ હ્રસ્ત્પુષ્ટ વ્યક્તિ હોય તો બોટલના બે-ત્રણ ફટકા જ આર્તીનનું કું કરવા માટે પૂરતા હતા. એથી વિપરીત કમજોર વ્યક્તિ હોય તો જ ઉપરાઉપરી ફટકા મારવા પડે તેમ હતા. એક શક્યતા બીજી પણ હતી. આરતી મૃત્યુ પામ્યા પછી પણ ક્રોધથી આંધળો થઈને ખૂની લગાતાર ફટકા ઝીંકતો રહ્યો હતો.

સહસા એની વિચારધારાનો ભંગ થયો.

ઉષાને ગાયને દસ મિનીટ થઇ ગઈ હતી.

જોગાનુજોગ હોલમાં પ્રકાશ હતો.

ઉષાને શોધવા માટે એણે હોલમાં ચારેય તરફ નજર દોડાવી પરંતુ એ તેને ક્યાંય દેખાઈ નહીંન. જે બારણામાંથી તે અંદર ગઈ હતી તે બંધ હતું અને બંધ જ રહ્યું.

દિલીપને યાદ આવ્યું કે બારણું ફક્ત લેડીઝ ટોઇલેટ તરફ જ નહીં પણ પ્રાઇવેટ ફ્લોર શો વાળા હોલમાં જનારા માર્ગ પર પણ ઉઘડતું હતું.

ટેબલ પર પડેલા ઉષાના પર્સ સામે તાકતો દિલીપ ખમચાટભર્યા હાવભાવમાં બેસી રહ્યો.

શું જોની પોતાને દુરથી જોઇને ઓળખી ગયો છે? શું જોનીએ જ હકીકતમાં આરતીનું ખૂન કરી નાંખ્યું છે અને હવે પોતાની વિરુદ્ધ કોઈ પણ જાતના પુરાવાઓ ન રહેવા દેવા માટે એણે જ ઉષાને કામના બહાને અહીં બોલાવી છે? શું એ ઉષાને પણ મારી નાંખવા માંગતો હશે?’

દિલીપ વધુ વખ્હત સુધી બેસી શક્યો નહીં. ટેબલ પર પડેલું ઉષાનું પર્સ ઉન્ન્ચ્કીને તે ઉભો થયો. ટેબલ પર પોતાનો વ્હીસ્કીનો ગ્લાસ હજુ એમ ને એમ ભરેલો પડ્યો છે એની પણ તેણે પરવાહ ન કરી.

એ જ વખતે હોલમાં ફરીથી અંધકાર છવાઈ ગયોઅને આ અંધકારનો લાભ લઈને દિલીપ સ્તેજ્નની બાજુમાં આવેલું બંધ બારણું ઉઘાડીને તેમાં દાખલ થઇ ગયો.

તે એક પંદરેક ફૂટ લાંબી, સાંકડી લોબી હતી. તેમાં જમણી તરફ લેડીઝ લખેલા છ-સાત બાથરૂમના દરવાજા હતા. ડાબી તરફના બધા બારણાઓ પર, આગળ, પાછળના બે બંધ બારણાને બાદ કરતાં બધા બારણાઓ પર ‘પુરુષો માટે' એમ લખેલું હતું.

‘ઉષા…’ દિલીપે લેડીઝ લખેલા દ્વાર પાસે જઈને જોરતી બુમ પાડી.

‘શું છે…? કોનું કા છે?’કહેતી આધેડ વયની એક સાફસૂફી કરવાવાળી સ્ત્રીએ બારણું ઉઘાડી, બહાર દિલીપ સામે ડોકિયું કરીને કર્કશ અવાજે પૂછ્યું.

‘મારી એક ગર્લફ્રેન્ડ થોડી વાર પહેલાં અંદર ગઈ હતી અને હજુ સુધી બહાર નથી નીકળી. એ હિસ્ટીરિયાની રોગી છે.’ દિલીપે ગપગોળો ગબડાવતા કહ્યું, ‘બહુ વાર લાગી એટલે હું તપાસ કરવાં આવ્યો છું.’

‘અંદર કોઈ જ છોકરી નથી.’ એ સ્ત્રીએ જવાબ આપ્યો.

દિલીપે ઉષાનું નખશીખ વર્ણન કર્યું. એ સાંભળીને તે સ્ત્રીએ નકારમાં માથું હલાવ્યું.

હવે દિલીપને ખરેખર ચીડ ચડી હતી.

એ પીઠ ફેરવીને બાજુમાં આવેલાં બંધ બારણાં તરફ આગળ વધ્યો. તે ધક્કો અરીને હજુ બારણું ઉધાડવાની તૈયારી કરતો હતો ત્યાં જ એક ઉંચો, મજબુત બાંધાનો, હૃષ્ટપુષ્ટ માણસ બારણું ઉઘાડીને દિલીપની સામે છાતી ફૂલાવતો લડાયક હાવભાવમાં ઉભો રહી ગયો.

‘કોણ છો તમે?’ એણે કઠોર અવાજે પૂછ્યું.

‘હું મારી એક સ્ત્રીમિત્રને શોધું છું.’ દિલીપે સ્વસ્થ અવાજે જવાબ આપ્યો.

‘અહીં કોઈ જ નથી માટે ચુપચાપ ચાલતી પકડ!’ આ વખતે એણે દિલીપને એકવચનમાં સંબોધ્યો.

‘જોની ક્યાં છે? દિલીપે સહેજપણ થોથ્વાયા વગર તેને પૂછ્યું.

‘એ પણ નથી. તું હવે અહીંથી વંજો માપી જા.’

દિલીપ કશો જવાબ આપે એ પહેલાં જ પાછળથી કોઈકનો પગરવ સંભળાયો. દિલીપે પીઠ ફેરવીને જોયું.

બ્લ્યુસર્જના સૂટમાં સજ્જ થયેલો એક રુઆબદાર અને આકર્ષક વ્વ્યકીત્વ ધરાવતો યુવાન તેને નજીક આવતો દેખાયો. એના દેકાવ તથા ચહેરાના હાવભાવ પરથી તે કોઈક છુપી પોલીસનો માણસ હોય એમ લાગતું હતું.

‘શું વાત છે શંકર?’ દિલીપ સામે ધ્યાન આપ્યા વગર એ યુવાને કઠોર અવાજે પૂછ્યું.

‘આ માણસ અહીં પોતાની કોઈક સ્ત્રી મિત્રને શોધવા આવ્યો છે.’

‘એ મિસ્ટર...તમે જો કોઈ બખેડો કરવા આવ્યા હો તો શાંતિથી પાછા ચાલ્યા જાઓ એમાં જ તમારું ભલું છે.’ એ આકર્ષક યુવાને કેટલાક બટન ઉઘાડી ગજવામાં રહેલી રીવોલ્વોર થપથપવવાનો દેખાવ કરતાં કહ્યું.

‘તું ઇન્સ્પેક્ટર ગુલાબરાયનો કોઈક ચમચો લાગે છે અને એના કહેવાથી અહીં આવ્યો લાગે છે.’ દિલીપ ઉપેક્ષાભર્યુ હાસ્ય કરતાં બોલ્યો.

‘ગેટ આઉટ…’ એ યુવાને દિલીપ સામે જોઈ બારણાં તરફ સંકેત કર્યો.

‘પણ મારે તો અંદર જવું છે.’

‘તારી પાસે મેમ્બરશીપ કાર્ડ છે?’

દિલીપ જવાબ આપ્યા વગર આગળ વધ્યો.

‘ખેર, વાંધો નહીં. જાઓ…’ પાછળ ખસીને શંકરે બેદરકારીભર્યા અવાજે કહ્યું.

‘ખબરદાર…’ દિલીપે બારણાં પાસે પહોંચીને હેન્ડલ તરફ હાથ લંબાવ્યો કે તરત જ તેની પાછળ આવી પહોંચેલા પેલા આકર્ષક યુવાને ગજવામાંથી રીવોલ્વોર કાઢીને એના પડખામાં ભરાવી દીધી.

દિલીપે આશ્ચર્યજનક સ્ફૂર્તિથી પીઠ ફેરવી.

પછી પળો યુવાન કશું સમજે, વિચારે કે ચેતતે એ પહેલાં જ દિલીપના રાઠોડી હાથનો ઈક જડબેસલાક ઠાંસો એના જડબા પર પડ્યો.

એ યુવાને બેલેન્સ ગુમાવ્યું અને એકદમ પાછળના ભાગમાં ઉથલી પડયો.

પરંતુ બરાબર એ જ પળે શંકરે કોઈક મજ્બુત વસ્તુનો જોરદાર પ્રહાર દીપ્ન માથાના પાછલાં ભાગમાં કર્યો.

દિલીપની આંખો સામે અંધકાર છવાઈ ગયો.

અને પછી તે બેહોશ જેવી હાલતમાં નીચે પટકાયો.

* * *

એ જયારે ભાનમાં આવ્યો ત્યારે એણે પોતાની જાતને નક્કર પથરાળ લાદી પર પડેલી જોઈ. ગહન પીડાને કારણે એના માથામાંથી ચસકા નીકળતા હતા. અને કાહેરા પર એટલોબધો જોરદાર પ્રકાશ પડતો હતો કે તે આંખો નહોતો ઉઘાડી શકતો.

નજીકમાં જ કોઈક માણસો અંદરોઅંદર વાતચીત કરતા હોય એવો અવાજ એણે સંભળાતો હતો. પણ માથાની પીડાને કારણે તેઓ શું કહે છે એ તે સમજી શકતો નહોતો.

છેવટે એના કને પોતાનું નામ ઉચ્ચારાતું સંભળાયું.

એણે ખુબ જોરથી પોતાનું માથું ધુણાવ્યું અને દિમાગને પુરજોશથી સજાગ કરવાનો પ્રયાસ કર્યો.

હતી એટલી તમામ તાકાત એકઠી કરીને એણે મગજ પર કાબુ મેળવ્યો અને પોતાના કાન એકદમ સર્વ કર્યા.

‘...દિલીપ ખુબ જ હઠાગ્રહી સ્વભાવનો માણસ છે.’ કોઈકનો ભારે ભરખમ પણ પરિચિત અવાજ તેને સંભળાયો.

‘તો પછી એણે ઠેકાણે શા માટે નથી પાડી દેતા?’ એક અજાણ્યા અવાજે પૂછ્યું.

‘પરિસ્થિતિ જોતા એવું કરી શકાય તેમ નથી નારંગ!’ એક પૂર્વપરિચિત અવાજ દિલીપના કાને અથડાયો, ‘કારણ કે જો એવું કરીએ તો સાથે સાથે છોકરીને પણ ઠેકાણે પાડવી પડે. આમ બીજા બે ખુનનો ભાર આપણે માથે વધી જશે. એથી વિપરીત આપણે દિલીપ તપાસ બંધ કરી ડે એવું કોઈક કામ કરવું જોઈએ.’

હવે દિલીપ પરિચિત અવાજના માલિકને સ્પષ્ટ રીતે ઓળખી ગયો.

એ બીજ્જો કોઈ નહીં ઇન્સ્પેક્ટર ગુલાબરાય હતો.

જયારે અજાણ્યો અવાજ નારંગ નામના કોઈક માણસનો હતો. પરંતુ બંનેની વાતચીત પરથી દિલીપ એવા અનુમાન પર આવ્યો કે નારંગ જે કોઈ હોય તે, પણ ગુલાબરાય પર તેની મજબુત પક્કડ છે. ગુલાબરાય ગમે તે કારણસર એની શેહમાં દબાય છે માટે જરૂર નારંગ નામનો આ માનવી કોઈક બહુ મોટો સફેદપોશ હોવો જોઈએ. કદાચ ગુલાબરાયનો બોસ પણ હોય.

‘તપાસ બપાસની મને કોઈ ચિંતા નથી ગુલાબરાય…!’ નારાન્ગ્નોઓ ક્રોધિત સર્પના ફૂંફાડા જેવો અવાજ દિલીપના કાને અથડાયો, ‘પ્રોટેકશનના નામ પર હું તને બહુ મોટી રકમ લાંચરૂશ્વત તરીકે આપું છું.’

‘નારંગ…!’ ગુલાબરાયે કહ્યું, ‘આ ધંધામાં આપણે બધા સાથે જ છીએ પણ દિલીપ નામના આ માણસ સાથે તારે ક્યારીય પનારો જ નથી પડ્યો એટલે તને આવી વાતો સુઝે છે. એ એક વાર જેની પાછળ પડી જાય છે એની પુરેપુરી ગ્ઘ્હોર ખોદીને જ જંપે છે.’

‘તો તો પછી આવા માણસને સ્વધામ પહોંચાડી દેવો જ જોઈએ.’

‘તું સમજતો કેમ નથી નારંગ?’ ગુલાબરાયના અવાજમાં કાક્લુદીની સાથે રોષની પણ સહેજ છાંટ હતી. ‘અત્યારે એક વધુ ખૂન કરવાથી આપણે બધા બહુ મોટી આફતમાં મૂકી જશું. આ શહેરમાં દિલીપના ઘણાબધા મિત્રો છે. ઉપરાંત અહીના દૈનિક ‘જનમત’ નો રિપોર્ટર પણ તેનો ખાસ મિત્ર છે. ક્લબમાં આવ્યા પહેલાં સોએ સો ટકા દિલીપે એણે ખાસ સુચના આપી દીધી હશે કે જો હું અમુક સમયમાં બહાર ન નીકળું તો તારે તાબડતોડ પુરેપુરા પગલા લેવાના છે.’

‘અને...અને…’ દિલીપને એક ત્રીજ્જો જ નવો રડમસ અવાજ સંભળાયો, ‘ડી.એસ.પી ચૌહાણ સાહેબ પણ દિલીપની તરફેણમાં છે. દિલીપે કદાચ એમને જ આવી કોઈક સુચના આપી હોય તો?’

‘લે રાખ રાખ હવે…!’ નારંગે નવા અવાજના માલિક ત્રીજા માણસનું વડ્કું ભરતાં કહ્યું. અને પછી પૂછ્યું, ‘આ દિલીપ પાસે આપણી વિરુદ્ધ શું શું માહિતી હશે ગુલાબરાય?’

‘એ જ હું જાણવા માંગુ છું.’ ગુલાબરાયે જવાબ આપ્યો.

‘પણ આ નાલાયકને અહીં મોકલ્યો કોણે?’

‘વિલિયમ, અજીત મર્ચન્ટ નામના એક માણસને અહીં લઇ આવ્યો હતો.’ ગુલાબરાયે જવાબ આપ્યો, ‘કદાચ એણે જ દિલીપને અહીં મોકલ્યો હોવો જોઈએ એમ હું માનું છું.’

‘તું નાહક જ રજનું ગજ કરે છે!’નારંગ ગુલાબરાયની ઠેકડી ઉડાવતો હોય એવા અવાજે બોલ્યો, ‘બનવાજોગ છે કે દિલીપ પણ અહીં બીજાઓની જેમ નશો કરવા આવ્યો હોય! આ નશો ચીજ બહુ ભૂંડી છે એ તો ટુ જાણે જ છે ગુલાબરાય! ગરીબ, તવંગરો, સ્કુલના વિદ્યાર્થીઓ, ફૂટપાથના મજુરો, કરોડપતિના નબીરાઓ, લખપતિઓ, બેરિસ્ટરો, ડોકટરો, પોલીસખાતાના માણસો, દરેક વર્ગના લોકોને આજકાલ નશાનો ચસ્કો લાગ્યો છે. આ દિલીપ કોઈ સાધુ મહાત્મા નથી. મને તો કાગનું બેસવું ને ડાળનું પડવું એવો ઘાટ દિલીપની બાબતમાં થયો હોય એવું લાગે છે. એ બાપડો અહીં નશો કરવા આવ્યો હોય અને તું એમ માની બેથોકે તટે આપણી પાછળ પડી ગયો હોવાથી તપાસ કરવા આવ્યો છે.’

‘અશક્ય…’ ગુલાબરાયે માથું ધુણાવ્યું, ‘એના ગુરુ નાગપાલને ટુ હજુ નાઠું ઓળખતો. એ એકલો બધાને પહોંચી વળે તેમ છે. દિલીપને નાશો કરવાની ટેવ પડવાની વાત તો બાજુએ રહી, જો ખાલી શોખ ખાતર ટેસ્ટ કરે તો નાગપાલ પોતે જ એણે શૂટ કરી નાખે તેમ છે. માટે એવી ખોટી ગણતરીમાં રહેતો નહીં નારંગ! સિવિલિયન પોલીસના કામકાજમાં માથું ન મારવાની નાગપાલે તેને કડક સુચના આપી છે એટલે જ તે ચુપચાપ બેઠો છે અને કાયદાની મર્યાદામાં રહીને પોતાનીતાપાસ આગળ ધપાવ્યે રાખે છે. બાકી આ દિલીપ પણ તારા-મારા જેવાને ચપટીમાં ચોળી શકે તેમ છે. માટે એણે ઠેકાણે પાડવાની વાત મગજમાંથી સાવ કાઢી નાખજે.’

‘હશે...જે હોય તે…’ નારંગનો અવાજ સંભળાયો, ‘હું તમને લોકોને ચિક્કાર પૈસા ખવડાવું છું એટલે એ દુઃખાવો તમારો છે. મારા પર કે ધંધા પર કોઈ પણ જાતની આંચ ન આવે એ જોવાનું કામ તમારું છે. શંકર, તું આ તંગને ભાનમાં લઇ આવ.’

‘મને ભાનમાં લાવવાની કંઈ જ જરૂર નથી બિરાદરો!’ કહ્હેતો કહેતો દિલીપ વેદનાથી કણકલી હાલતમાં બેઠો થઇ ગયો.

ગુલાબરાયને પોતાની સામે તાકી રહેલો જોઇને એણે હાસ્ય ફરકાવ્યું.

‘કેમ છે, ગુલાબરાય…?’ એણે પૂછ્યું.

‘કેપ્ટન દિલીપ…! ગુલાબરાયના ચહેરા પર રોષના હાવભાવ છવાયા, ‘તમારી અત્યારની સ્થિતિ માટે તમે પોતે જ જવાબદાર છો.’

દિલીપ ચુપ રહ્યો.

એણે ચારે તરફ નજર દોડાવી. તે એક સાધારણ પંદર બાય પંદરનો ઓરડો હતો અને તેમએક ટેબલ પાંચ ખુરશીઓ પડી હતી. બે ખુરશીઓ પર ગુલાબરાય અણ નારંગ બેઠા હતા. નારંગ લગભગ ચાલીસેક વર્ષનો એકવડિયા બંધનો મામુલી વ્યક્તીત્વ ધરાવતો માણસ હતો. પણ એની આંખો કૂબ જ ભયંકર હતી. કોઈ પણ માણસ જો એક વાર તેની સમી જુએ તો બીજી જ પાલી કોઈક અજ્ઞાત ભયથી તે પોતાની નજર ફેરવી લે એવી હિંસક ચમક એની આંખોમાં હતી, અને આ ચમકથી જ એનો ચહેરો ખુબ જ કરડો લાગતો હતો.

એક ખૂણામાં દીવાલ સામે પીઠ ટેકવીને વિલિયન ઉર્ફે જોની ઉભો હતો. દિલીપને પોતાની સામે નજર કરતો જોઇને તે એક પગ પરથી બીજા પર બ્ર્ચેનીથી પડખું બદલવા લાગ્યો. દિલીપની ડાબી તરફ થોડે દુર શંકર ઉભો હતો.

એ ઓરડામાં આશાથી વિપરીત ઉષાની ગેરહાજરી જોઇને દિલીપ મનોમન ચમકી ગયો પણ મનના હાવભાવ એણે પોતાના ચહેરા પર આવવા દીધા નહી.

‘કેપ્ટન…’ ઇન્સ્પેક્ટર ગુલાબરાયે કહ્યું, ‘હવે તમે શરુ થઇ જાઓ.’

‘કઈ બાબતમાં…’ દિલીપે પૂછ્યું.

‘નાહક જ અમારો સમય શા માટે વેડફો છો મીટર દિલીપ?’ નારંગ ખુરશી પર પીઠ અઢેલીને બોલ્યો, ‘તમારી જેમ પેલી છોકરી પણ અમારા કબજામાં જ છે એ વાત ભૂલશો નહીં.’ કહીને એણે વિલિયમ સામે જોયું, ‘એ હજુ બેભાન જ છે?’

વિલિયમે હકારમાં માથું હલાવ્યું.

દિલીપની આંખો વિચારવશ સંકોચાઈ ગઈ. આ વાત તેને સમજાતી નહોતી. આ મામલામાં જરૂર ક્યાંક કોઈક ગડબડ હતી.

‘મારા માથા પર ક્યારે અને કઈ વસ્તુથી પ્રહાર કરવામાં આવ્યો હતો એની મને ખબર જ નહોતી પડી' એણે ગુલાબરાય સામે જોતા કહ્યું, ‘હું અહીં ક્લબમાં આવ્યો એની તમને કઈ રીતે ખબર પડી?’

‘હું તમને ક્લબમાં દાખલ થતાં જોઈ ગયો હતો.’ ગુલાબરાય વરુની જેમ ઘૂરક્યો, ‘તમારા બંનેની વ્હીસ્કીના ગ્લાસમાં નશાકારક પદાર્થ મેળવ્યા પછી જ મેં વેઈટર સાથે ગ્લાસ મોકલાવ્યા હતા. છોકરીએ પોતાનો ગ્લાસ ધીમે ધીમે ખાલી કરી નાખ્યો એટલે તે નશાના તરંગમાં આવી ગઈ. જયારે તમે એક-બે ઘૂંટડા જ ભર્યા હોવાથી તમને તેની અસર નહોતી થઇ એટલે જ ન છૂટકે તમારા માથા પર ફટકો મારીને મારે બેભાન કરવા પડયા હતા.’ કહીને દિલીપે ગુલાબરાય સામે ખંધુ હાસ્ય કર્યું.

‘હું…’ દિલીપના મોમાંથી હુંકાર નીકળ્યો, ‘એટલે જ મને વ્હીસ્કીનો સ્વાદ જરા વિચિત્ર લાગ્યો હતો પરંતુ તેમે ભેળસેળ કરવામાં આવી છે એની તો મને સહેજેય કલ્પના નહોતી આવી.’ કહીને ગુલાબરાયના પ્રતિભાવની રાહ જોયા વગર દિલીપ વિલિયમ સામે ફરીને બોલ્યો, ‘મિસ્ટર વિલિયમ ઉર્ફે જોની, કેમ આમ પથ્થરના પૂતળાની જેમ ઉભા છો? મને જોઇને તમારો ચહેરો આટલો બધો ફિક્કો શા માટે પડી ગયો છે? અને ખાસ તો અચરજ એ વાતનું થાય છે કે હું ઉષાને મારી સાથે અહીં ખેંચી લાવ્યો એ બદલ મારો આભાર માનવાનો વિવેક તમારા જેવો સમજદાર માણસ શા માટે ચુકી ગયો હશે?’

***