Premkuj - 22 books and stories free download online pdf in Gujarati

પ્રેમકુંજ - (ભાગ-૨૨)



રિયા ....રિયા...રિયા....તું ક્યાં છે?
તારે મને આ રીતે મેકીને જાવું તું,તો તે શા માટે મને પ્રેમ કર્યો.રિયા તું મને અનહદ પ્રેમ કરતી હતી.હું જાણું છું.પણ તારે આ રીતે જવાનું કંઈક કારણ હશે તો જ તું જા નહીં તો તું મને આ રીતે મુકીને કેવી રીતે જઈ શકે...!!!

રિયા એ આંખ ખોલી સવાર પડી ગઈ હતી.તે આજુ બાજુ જોઈને બોલી લાલજી એ કહ્યું હતું કે મોસીનના ઘરે સમોસા બનાવા શાકભાજી લેવા જવાનું છે.અને તમે મને આ જગ્યા પર શા માટે લાવીયા છો.બંને એક સાથે હસી પડીયા.લાલજી એ તને શાકભાજી લેવા નથી મોકલી.લાલજી એ રૂપિયા લઈને તને વેશ્યા બનાવી દીધી છે.હવે આ જ તારું ઘર છે.અહીંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે.અને હા,બહાર નીકળવાની કોશિશ કરી તો તારા શરીરમાં જીવ નહીં રહે...

નહીં લાલજી મારી સાથે આવું ન કરી શકે.મેં તેના પર વિશ્વાસ મુકયો અને તેણે મને આવી જગ્યા પર મેકલી દીધી.હું લાલજીને નહીં છોડું.તે ઉભી થઇ દરવાજો ખોલવાની કોશીશ કરી પણ દરવાજો ખૂલીયો નહીં.

બહારથી અવાજ આવીયો તને કહીયું કે હવે તારું આ જ ઘર છે.અને અહીં જ રહેવાનું છે.નહીં..!!હું એક મીનિટ પણ અહીં રહેવા માંગતી નથી.

કુંજ મને લેવા માટે આવાનો હતો.કુંજની શું હાલત હશે.કુંજને એમ હશે કે હું તેને એકલો મૂકીને ચાલી ગઈ.નહિ કુંજ હું તને અનહદ પ્રેમ કરું છું.હું તને ખુબ
ચાહું છું.મેં એવું કંઈ પણ નથી કર્યું કે નથી એવો વિચાર પણ કર્યો કે હું તને મેકીને ચાલી જાવ.કુંજ હું તને મળવા માંગુ છું.હું તારા વગર નહિ રહી શકુ,કુંજ આઇ લવ યુ..!!!!પણ કુંજને કોણ આ વાત જણાવે.

હૈ ઈશ્વર તે મારી પાસેથી મારા મા-બાપને છીનવી લીધા.મને તેનાથી એકલી કરી દીધી.તો પણ મેં તને કયારેય સવાલ ન કર્યો.પણ આજ હું તને સવાલ કરું છું.હૈ ઈશ્વર આખી દુનિયામાં મને પ્રેમ કરવા વાળી એક જ વ્યક્તિ હતી.એને પણ તે મારી પાસે રેહવા ન દીધી.ધિક્કાર છે તને...!! કુંજ મને માફ કરજે મારા કર્મ જ મને નડે છે.મને ખબર નથી એવા તો મેં શું પાપ કર્યા હશે કે આજ મારે આવી પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે.

પણ હું લડીશ હારીશ નહિ.જેવી પરિસ્થિતીમાં હશ એવી જ પરિસ્થિતિમાં હું રશ અને તેનો સામનો કરીશ.હું કયારેય મરવાનું પસંદ નહિ કરું.કે નહીં તે બાબતે વિચાર પણ કરું.કુંજ મને માફ કરજે.હું આવીશ તારી પાસે જરૂર એક દિવસ.

સવારે લાલજી દુકાન પર આવીયો હજુ પણ લાલજીની દુકાન પાસે જ કુંજ બેઠો હતો.લાલજી જોતા જ તે લાલજી ને કેહવા લાગીયો.

રિયા કેમ હજુ આવી નથી?

ક્યાં છે રિયા?

કેમ...!!!રિયા હજુ પણ નથી આવી ઉપર તપાસ કરી?હા,સાહેબ ઉપર તપાસ કરી પણ ત્યાં કોઈ નથી.
તે આવી જાવી જોઇએ.હું તપાસ કરું છું.લાલજી એ દુકાન ખોલી મગના સાથે વાત કરી.રિયા ત્યાં આવી છે?

શું શેઠ અત્યાર અત્યારમાં તમે મસ્તી કરો છો.હવે તેને ભૂલી જાવ તમે..!!

મગનાએ ફોન મેકી દીધો પણ લાલજી એમ જ એકલા એકલા બોલે રહીયો હતો.નથી આવી ત્યાં રિયા?ક્યાં ગઈ હશે તો...??

મને ખબર છે કાલે સવારે રિયા અહીંયા જ હતી હું તેને મળીને ગયો હતો.તે સાંજે કેવી રીતે જઈ શકે કઈ?હું બહાર તપાસ કરું છું.જો તે અહીં આવે તો મને તરત જ જાણ કરજો.

હા...!!!!!

કુંજ જેવો દુકાનની બહાર નીકળ્યો તરત જ લાલજી એ મગનાને ફોન કરીયો.હેલો..!!!બોલોને સાહેબ હજુ પણ તમને રિયાની યાદ આવે છે.

મગના મને રિયાની યાદ નથી આવતી પણ યાદ અપાવે છે.

કોણ છે તે?

કુંજ નામનો કોઈ છોકરો છે.તે દિવસે તે મારી દુકાનમાંથી બહાર આવતા તે જોઈયો હશે તે જ હોઈ એવું મને લાગે છે.મને તો બીક લાગે છે.તે કઈ પોલીસ કેસનો કરે.

નહીં કરે લાલજી શેઠ તમેં શું કરવા મુંજાવ છો.મગનો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી લાલજી શેઠનો એક વાળ પણ વાંકો નહિ થવા દવ.હું આવું જ છું તમારી દુકાન પર.

હા.. હા... હા.... તું જલ્દી આવ મને તો બોવ ડર લાગે છે.મને એમ હતું કે રિયાની પાછળ કોઈ નથી.કોઈ પૂછવા પણ નહીં આવે.જો એ આવે જ છે,મારી પાસે જ આવે છે.તું જલ્દી આવ.

હું આવું જ છું.લાલજી શેઠ ધીમેથી કામ લેજો,કેમકે તે રિયાનો પ્રેમી છે.કોઈના પ્રેમમાં પાગલ માણસ ગમે તે કરી શકે છે.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)