Adhuri Astha - 5 books and stories free download online pdf in Gujarati

અધુરી આસ્થા - ૫

અધુરી આસ્થા - ૫
ગયા અંકોમાં તમે વાંચ્યું શહેરના પશ્ચિમ વિસ્તારનાં બંગલા માં એક કપલ નો ક્રૂરતાપૂર્વક હત્યા થઇ જાય છે.આ બાજુ રાજેન્દ્રનું અપહરણ થઈ ગયું હવે આગળ

શહેરની પશ્ચિમ દિશામાં ફુલ-સ્પિડથી ભાગતી ગાડીની પાછલી સીટમાં રાજેન્દ્રનાં હાથ, પગ, મોં બાંધીને રાખેલ છે.
લંગડો હોવાની એક્ટિંગ કરતો ગુંડો ડ્રાઈવિંગ કરી રહ્યો છે નામ એનું રઘુ અને જોડીદાર પકીયો બન્ને એક નંબરના લુખ્ખાઓ. હકીકતમાં તેઓના બોસને રાજેન્દ્રનો ફોટો મોકલતા ખબર પડી કે ખોટા માણસને પકડી લેવાયો છે. હવે બંને રાજેન્દ્રને ઠીકાને લગાડવા કાચા રસ્તે સુમળીમાં લઈ આવ્યાં.
તેઓએ ગાડી ઉભી રાખીને રાજેન્દ્રને બહાર ફેંકયો. બન્ને મળીને તેની ધોલાઈ કરવા માંડ્યા.રાજેન્દ્ર જમીન પર પડ્યો અને કોઈ ધારદાર વસ્તુ હાથમાં વાગતા લોહી નીકળ્યું. ભાખોડિયા ભરતા આગળ ઝાડ સાથે તેનું માથું અથડાયું , અને તે જ ઝાડના ટેકે તે બેસી ગયો.
અચાનક જોરથી પવન ફૂંકાવા માંડ્યો. પેલા રઘુએ રાજેન્દ્ર ના છાતી ઉપર પોતાનો પગ મૂકતાની સાથે જ કોઈ રીતે તે હવામા જ ફંગોળાયો જાણે કોઈ અદ્રશ્ય રાક્ષસી શક્તિએ ઉપાડીને ફેંક્યો હોય. જમીન પર પડતા જ તેની પીઠ પર બહુ માર વાગ્યો અને તમ્મર ચડી ગયા
પકીયો " ભાગો ઉસ્તાદ ભાગો જાન બચાવો કોઈ ભુતિયા જગહ લગતી હૈ યે".એમ કહેતા જ તે ગાડી તરફ ભાગ્યો.
પકીયો જેવો જ ગાડીમાં બેઠો તેવી જ ગાડી એકદમ વાઇબ્રેટ થઈને હવામાં જ ઊચકાઈ અને હવામાં જ પેડયુલમ રાઈડની જેમ ગોળ ગોળ ફરવા માંડી અને ડ્રોપ ટાવર રાઈડની ઉપર નીચે તથા વેલણની જેમ પણ ગોળ ફરવા માંડી.બે-ત્રણ મિનિટમાં તો આખી ગાડી ફાટી ગઇ, અને ગાડીના ફુરચા હવામાં ઉડી ગયા. ચમત્કારિક રીતે ચમત્કારિક રીતે પકીયો જમીન પર પડ્યો. બંને બદમાશ જમીન પર તમ્મર ખાઈને પડયા હતા.
બન્ને લુખ્ખાઓમાંથી રઘુ ખૂંખાર અને ક્રૂર હતો.આટલો હવામાં ફંગોળાયો છતાં ડબલ જોરથી હાથમાં ગાડીનો તૂટેલો દરવાજો લઈ રાજેન્દ્રને મારવા ભાગ્યો.
પકીયો"ઉસ્તાદ રહેને દો આપકી ભાભી શાદી સે પહલે વિધવા હો જાયેગી, ઔર આપકે ભતિજે દુનિયા મેં આને સે પહેલે હતી અનાથ હો જાયેંગે"
રઘુ "અંબે બેવકુફ ક્યાં બકવાશ કર રહા હૈ. આટલું બોલ્યો ત્યાં જ તેનાં મોં પર કોઈનો ફૌલાદી મુક્કો પડ્યો.તેનાં હાથમાંથી દરવાજો છુટી ગયો, તેનું જડબું ખખડી ગયું એકાદ દાંત પડી ગયો.
રઘુ ને પાનો ચડાવા પકીયો બોલ્યો "ઉસ્તાદ આપ તો દારાસીગં જૈસે મજબૂત હો ભુત આપકા કુછ ઉખાડ નહીં પાયેગા. મારો એટલું બોલવા જાય છે ત્યાં જ તે હવામાં ઉંધે માથે લટકાઈ ગયો.અને પેડયુલમની જેમ ઝુલવા માંડ્યો
હવે બન્નેને સમજાઈ રહ્યું કે આસમાની આફતને પહોંચી નહીં શકે.આથી બન્ને લોકો વિરુદ્ધ દિશામાં લંગડાતા-ગભરાતા ભાગી ગયા. પરંતુ બન્ને ને ખબર નહોતી વિરુદ્ધ દિશામાં આનાં કરતાં પણ વધારે ક્રૂર ઘટના તેની રાહ જોઈને બેઠી છે.
રાજેન્દ્ર તંદ્રામાં ઝાડને ટેકે બેઠો હતો.અચાનક તેનાં ચહેરા પર કોઈએ પાણી છાંટ્યું અને કોઈનો નરમ-મુલાયમ ફર્યો."જાગ રે જુવાનીયા ક્યાં રે છે તું આ કુતરીનાવ કૂણ હતાં, તને લમધારી નાયખો.આ તો મને તે છોડાવી નોત તો આ વાદરીનાવ તારૂં કચુંબર કરી નાખત.
રાજેન્દ્રને તેની સામે ગામડીયો પોશાક પહેરેલી, દુધની મલાઈ જેવા રંગની, ગુલાબી ગાલ વાળી સુદરી તેની સાથે વાતો કરતી હતી.તેની આંખો કથ્થાઈ રંગની અને તેમાં આકાશનું ઉંડાણ હતું. તેનું ઉન્નત કપાળ-ઘાટીલો ચહેરો એના વ્યક્તિત્વને વધુ જાજરમાન બનાવી રહ્યા.
રાજેન્દ્ર તંદ્રામાં જ જવાબ આપ્યો." ખબર નહીં તે કોણ હતા. સવારનું મારું અપહરણ કરેલું. અને આ જંગલમાં લઇ આવ્યા. તેઓએ મને માર્યો તેનાંથી મારું આખું શરીર દુખે છે."
સુંદરી" હા જુવાનિયા તું જરાય ચંતા ના કરીશ. તારે શરીર નો દુખાવો હું ચપટીમાં જ દુર કરી દઈશ હવે તું અહીં સુઇ જા" એમ કહીને રાજેન્દ્રનાં કપાળ પર હાથ ફેરવીને તેની આંખો બંધ કરી દીધી. રાજેન્દ્રને ઘસઘસાટ નીંદર આવી ગઈ

રઘુ અને પકીયાનો શું થયું?
પેલી સુંદરી કોણ છે? રાજેન્દ્ર તેને કઈ રીતે છોડાવી ?
રાજેન્દ્ર ને આંખે દેખાવા માંડ્યું?
આ બધું આવનારા અંકોમાં અને પકીયા નું શું થયું?
પેલી સુંદરી કોણ છે? રાજેન્દ્ર તેને કઈ રીતે છોડાવી ?
રાજેન્દ્ર ને આંખે દેખાવા માંડ્યું?
આ બધું આવનારા અંકોમાં