Adhuri Astha - 8 books and stories free download online pdf in Gujarati

અધુરી આસ્થા - ૮

અધુરી આસ્થા - ૮
જુના અંકોમાં તમે વાંચયું તેમ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમી યુગલની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ જાય છે.
નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ થાય છે.તેને કોઇ અજ્ઞાત સ્ત્રી દ્વારા બચાવવામાં આવે છે.અજ્ઞાત શક્તિ દ્વારા માર વાગેલા ગુડાઓ રઘુ અને પકિઓ ભુતિયા બંગલાની અંદર પહોંચે છે.
હવે આગળ


રઘુ અને પકિયો જેવા બંગલાની અંદર પહોંચે છે કે તરત જ બંગલાના અંધારિયા રૂમોમાં લાઇટો ચાલુ થઈ જાય છે. પાછળની બાજુ સ્ટોરરૂમ છે. ત્યાંથી આગળ જતાં કોમન ગેલેરીમાં ડાબી બાજુએ એક દાદરો ઉપરની તરફ જાય છે. જમણી બાજુએ કિચન આવેલું છે. આગળ જતા એક કોમન હોલ આવે છે. ત્યાંથી બીજા ઘણા બધા રૂમોમાં જવાનાં દરવાજાઓ છે. બધા જ રૂમોમાં મોંઘા મોંઘા કાચનાં ઝુમ્મરો તથા મુલ્યવાન એન્ટીક પીસો છે.બન્ને બંગલાની જાહોજલાલી જોઈ રોમાંચિત થઈ જાય છે.

*****અન્ય લોકોની જેમ આ બંન્નેને પણ ફળમાં જ રસ છે, તેઓને ફળોના ઠળિયા જોઈતા નથી, એટલે કે કોઈ સંકટમાંથી મુક્ત થતાં તે સંજોગોની કળી રૂપે જ પ્રગતિની તકો મળી હોય તો પણ લોકો ઠળીયા રૂપી સંકટોનો આભાર સમજતા નથી.
એટલે કે પકીયો બોલ્યો "બાપુ મને કો લગતા હૈ,કી ઉસ ફટીચર લડકે કે પીછે ના હમ બેકાર મેં હી લાગેલે થે દોલત-જન્નત અહી જ હૈ, ઓ માં મારા પગનો દુખાવો."
આમ કહી હોલના મોટા બેડ જેવા સોફા ઉપર રીલેક્સથી બેસવા કુદકો મારતાં તેનો પગ દુઃખે છે અને એની નજીક રઘુ બેઠો
રઘુ" તું સહી કહે છે,પકીયા દેખ વો સામને આઈટમ કી પેન્ટિંગ ઔર હાથ મેં ભાલે લે કે ખડેલે પુતલે કમસે કમ ૧ લાખ કા એન્ટીક માલ હોગા. આજ રાત કો હી ઉઠા લેંગે. લેકીન એક બાત હૈ સાલે હમ દોનોં ૨-૩ સાલ સે સાથ રહેતે હુએ ભી તું પુરી હિન્દી નહીં શિખ પાયા નાહી મેં ગુજરાતી.

અચાનક તેઓને પેઇન્ટિંગ ની સ્ત્રીમાં મોટા મોટા દાંતવાળી ચુડેલ દેખાય છે, અને એક ભયાનક ચીસ સંભળાતા ચાપલૂસ પકીયાએ રઘુના કાન બંધ કરી દીધા અને ઉતાવળમાં રઘુએ તેનું અનુકરણ કરીને પકિયાના કાન બંધ કરી દીધા.
રઘુ "અરે છોડ રે હલકટ નૌટંકી સાલા "
પકિયા "બાપુ તુમ બહેરે થઈ ગયે તો મારી બકવાશ કોણ સાંભળેગા".
ચિત્રમાં થયેલા એક જોરદાર ઝબકારા એ આખો હોલ ભરી દીધો અને બંન્નેની આંખો અંજાઈ ગઈ. બધું સામાન્ય થતાં તેઓની સામે એક સેક્સી સ્ત્રી હાજર હતી. તેનાં વાયોલીન જેવા મધુર અવાજમાં તેઓ સંમોહિત થઈ બધો જ ડર ભૂલી ગયા.
તેણીએ વાસના ભઙકાવતું ઓફ સોલ્ડર પૅપલ કલરનું ડેકોલેટ (decollete) ટોપ અને લો-વેસ્ટ ફ્રિન્જ શોર્ટ સ્કૅટ પહેર્યા હતા, તેણીની pierced નાવેલનૌ ડાયમંડ વાતાવરણમાં ગરમી લાવવા પુરતો હતો.રઘુ અને પકિયો તેની ખૂબસૂરતી બાઘાની જેમ જોઈ રહ્યાં.
તેણે ચપટી વગાડતાં ધ્યાન તોડતા સ્ત્રી બોલી "હેલો,મૈન માનવ અને મેરીનાં આશીયાનામાં હું મેરી તમારા લોકોનું સ્વાગત કરું છું."
પકીયો થોડી શરમ થોડા ડર ને લીધે થૂંક ગળતા બોલ્યો"સિસ્ટર અમે થોડો રસ્તો ભૂલી ગયા હતા અને એક્સીડન્ટ થતાં અહીં આવ્યા.
મેરી પકિયાની નજર બાંધીને તેની એકદમ નજીક આવીને ચસોચસ બેસી ગઈ અને તેનાં ખંભે હાથ વિંટાળીને પકિયાનાં કપાળથી ચીન સુધી માદક રીતે હાથ ફેરવતાં બોલી.
મેરી"ભાઈ હોઈશ તું મારા હસબંડનો થા, મારો તો તું દેવર થાય ચિકનાં તારૂં તો હું સ્પેશિયલ ધ્યાન રાખીશ."
મેરીની આવી અચાનક માદક અદાઓથી પકિયાની સીટ્ટી-પિટ્ટી ગુલ થઇ ગઈ,તે મેરીની નાવેલ પર આડી નજર નાખી હિંમત કરી બોલ્યો"થેક યુ ભાભી ,ભાઈ ઘરે નથી કે? ઓ માં "
મેરીએ તેનો હાથ પકિયાનાં ખંભે થી હટાવી સાથળને પસવારતા બોલી "શું થયું દેવરજી"
આ બાજુ પકીયો તેના ક્લીન મુલાયમ અંડરઆમૅ ડીઓની ખુશ્બૂથી મદહોશ થયો. જાણે તે મેરીના પ્રભાવથી સંમોહિત થઈ ગયો હતો.
પકીયો તે તેની નાવેલ આડી નજરે જોતા હિંમત કરી બોલ્યો , તમારી પરફ્યુમ મસ્ત છે હો ભાભી ,આતો રસ્તામાં એક્સીડન્ટમાં નાનું અમથું પગમાં વાગ્યું છે.
મેરી" હું તેને બોડી મસાજ કરી દઈશ લાલા, એટલે તું અને તારો પગ ઘોડા જેવો થઇ જાશે"
તેની વાત માં વચમાં રઘુ બોલ્યો"મેડમ બહુત ભૂખ લગા છે સવાર કા ખાલી નાસ્તા જ મિલા હૈ, ક્યાં મેરે લિયે જમવાના જુગાળ થઈ શકેગા ?ઓર ઇસ ગધે સોરી ઘોડે કે લિયે ઘાસ મિલેગા ક્યાં?
મેરી રઘુની હિન્દી ગુજરાતી મિક્સ ભાષા અને હ્યુમરથી ખુશ થઈને હસી પડી પછી મોટેથી બૂમ પાડી "ઔફ કોર્સ માનવ ઓં માનવ બે કોમેડી ગેસ્ટ આવ્યા છે મેનેજ થઇ જશે કે કેમ?"
અંદર રસોડામાં થી અવાજ આવ્યો
"ઓફ કોર્સ ડાર્લિંગ, તમારા માટે તો મેં જીવન આપી દીધું, તો બીજી શું મોટી વાત હોય,બસ ૧૦ મિનિટમાં ડાઇનિંગ ટેબલ રેડી થઈ જશે"
મેરી"વેરી ગુડ માનવ થોડું જલ્દી કર ગેસ્ટસ આર વેરી હંગ્રી યુ નો"
આટલું કહીને મેરી પકિયાના પગ પર તો જાણે તૂટી પડી, એણે પગની બધી આંગળીઓ ખેંચીને ટચાકા ફોડી નાખ્યા અને ઢાકણી જોરથી ઘુમાવી પગને એક જોરદાર ઝાટકો માર્યો
પકીયો"આહ આહ ઓ માં આ..........." તે બુમરાણ મચાવી બેહોશ થઈ ગયો.
રઘુ"મેડમ યે આપ ને ક્યાં કિયા મેરે દોસ્ત કો"
મેરી"રીલેક્સ મિસ્ટર તેને થોડી નબળાઈ છે, હમણાં જ તે હોંશમાં આવી જશે"
પકિયો 10 મિનિટમાં હોશમાં આવી ગયો અને તેનો પગ ઘણા અંશે વ્યવસ્થિત થઈ ગયો થોડો દુખાવો હતો
મારા"કેવું દેવરજી બચેલો દુખાવો પણ મસ્ત નોનવેજ ફૂડ ખાઈને દૂર થઈ જશે.
માનવ"અફ કોર્સ, આજે તો અમે મારી રાણી માટે એકદમ સ્પેશિયલ નોનવેજ ફુડ બનાવ્યું છે અને તમે આજના ગેસ્ટ ઓફ ઓનર છો"
જમવાના ટેબલ પરની વાનગીઓ જોઈ રઘુ અને પકીયો એકદમ રોમાંચિત અને ખુશ ખુશાલ થઈ ગયા. ચારેય લોકોએ ટેબલ પર બેઠા બેઠા એકબીજાનો પરિચય પણ મેળવી લીધો અને ગપ્પા પર માર્યા
જમતા જમતા રઘુએ માનવને સવાલ કર્યો "એક બાત બતાવો બોસ આપકા નામ હિંદુ હૈ ઔર મેડમ કા નામ ક્રિશ્ચયન આપ દોનો કી સેટીંગ કૈસે બની"
માનવ"ઉસ મે એસા હે ના રઘુભાઈ સચ્ચે પ્રેમીઓ કે લિયે વક્ત જમાના દોનો હી દુશ્મન હોતે હૈ, લેકિન હમારા વખત ખતમ હોને કે બાદ સરજીને હમારી બહોત મદદ કી, સચ બોલે તો યે દૌલત ઓર જાહોજલાલી ઉન્હી કિ દેન હૈ. યે બંગલા ભી ઉન્હી કા હૈ.
પકીયો"વક્ત ખતમ હો ગયા મતલબ"
મેરી"મતલબ કે બુરા વક્ત ખતમ હો ગયા, બાકી હું તને આરામથી સમજાવી દેઈશ વાલા.."એમ કહી તેણે આંખ મારી અને પકિયો શરમાઈ ગયો
રઘુ યે સરજી કોન હૈ હમ કો ભી મીલા દો હમારા ભી બુરા વક્ત ખતમ હો જાયે.
માનવ" હા હા ઈસી કે લીયે તો તુમ લોગો કો બુલાયા હૈ."
રધુ બુલાયા "મતલબ હમ તો યહા ભગવાન કી મરજી સે આયે હૈ."
માનવ એકદમ આવેશમાં આવીને બોલ્યો "નામ મત લેના યહાં ઉસકા , ઈધર કા ભગવાન સરજી હૈ, ઉસને તો હંમેશા હમ દોનો કો જુદાઈ ઓર દુઃખ દિયા હૈ"અગર ભગવાન કા નામ લેના હૈ તો ચલે જાઓ યહા સે"
પકીયો"અરે નાના મોટા ભાઈ તમે ખોટું ના લગાડશો અમે આજ થી ભગવાનનું નામ નહિ લઇએ બસ."
મેરી"હા નાસ્તિક હૈ યે ઇન કે સાથ રહે કર મેં ભી નાસ્તિક બન ગઈ , હમારે લિયે તો સરજી હી સબકુછ હૈ.
પતા હૈ . જો કોઈ ભી ધમૅ યા ભગવાન કો નહીં માનતે ઐસે કરીબ 120 કરોડ લોગ‌ પુરી દુનીયા મેં હૈ.જો પુરે વર્લ્ડ કી આબાદી કે હિસાબ સે તીસરે નમ્બર પર યે નાસ્તિક લોગ આતે હે"
રઘુ"વંડરફુલ ભાભી વૈસે માનવ બોસ ખાનાં એકદમ ફસ્ટૅ ક્લાસ છે.
જમ્યા બાદ બંગલામાં બંન્નેને નિંદર માણવા અલગ અલગ રૂમ આપે છે.
***ઉંમરલાયક લોકો અચાનક અને વધુ પ્રમાણમાં આવેલા સુખમાં વધારે સચેત થઈ જાય છે.તેઓને યુવાનો ડરપોક સમજી લે છે.જ્યારે યુવાનો અચાનક વધુ પ્રમાણમાં આવેલા સુખને જીવનની મંજીલ સમજી શેખચલ્લી બની જાય છે.તેઓને ઘરડા લોકો બેદરકાર સમજી લે છે.
પકીયો વીસ-બાવીસ વર્ષનો છોકરો અનાથ અને ગરીબ યુવાન હતો. તે આ બધી સગવડો જોઈને રાજીના રેડ થઈ ગયો. તે હિન્દી ફિલ્મો જોઈને એમ સમજતો હતો કે મેરી તેના પર ફિદા થઇ ગઇ છે.અને હવે તેને જલસા જ જલસા પડી જવાના.
જ્યારે રઘુ પકીયાથી પંદર એક વર્ષ મોટો ૩૮ ૪૦ વર્ષની ઉંમરનો વ્યક્તિ છે.રઘુના મનમાં એનેક શંકાઓ હતી.તેને લાગે છે કે માનવ અને મેરી આ બધી સગવડો આપીને તેઓની પાસે કોઈ ખતરનાક કામ કરાવવા માંગે છે.

વિરામ......

શું આસ્થા રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેરીનો પકીયાને લઈને ઇરાદો શું છે?રઘુ અને પકિયા નો શું અંજામ થાય છે?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.